તા. 21 ફેબ્રુઆરી 2026થી 27 ફેબ્રુઆરી 2026 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 20th February 2026 08:47 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં મનોસ્થિતિ ડામાડોળ થતી અટકાવવા ધીરજથી કાર્યો કરવા પડશે. કાર્યસફળતા તમારો આત્મવિશ્વાસ વધારશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. વ્યવસાયિક કામગીરીમાં ભાગીદારીથી લાભ થાય. નોકરીના ક્ષેત્રે કાર્યભાર વધે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ સારો - સફળતા અપાવે તેવો છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને લઈ ચિંતા રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ મહેનત ધીમે ધીમે સફળ થતી જણાય. નવીન તક મળતાં બમણી જોશથી કાર્ય આગળ વધારી શકશો. નાણાકીય પરિસ્થિતિ સમતોલ બનતી જણાય. સરકારી ઉઘરાણી કે લેણી રકમ પરત મળે. શેર-સટ્ટાથી લાભનો યોગ છે, પણ અતિ લાલચથી બચવું જરૂરી. વ્યવસાય-નોકરીના ક્ષેત્રે પ્રગતિ જોવા મળે. કોર્ટ-કચેરીના મુદ્દે તરફેણમાં ચુકાદો આવશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ મનોસ્થિતિ થોડી તંગ અને અશાંત રહેશે. કાર્યમાં અડચણ આવી શકે છે. ધ્યાન રાખીને મહત્ત્વના નિર્ણયો લેવા સૂચન છે. આર્થિક મામલે સમય મધ્યમ છે. નોકરિયાતને હજી થોડા વિઘ્નોમાંથી પસાર થવું પડે. સંતાનના અભ્યાસ બાબતે દોડધામ રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં તરફેણમાં ચુકાદો આવશે.
• કર્ક (ડ,હ)ઃ માનસિક તણાવ અને અકારણ ચિંતાની સ્વાસ્થ્ય ઉપર અસર થાય. અકળામણ અનુભવાય. નોકરી-વ્યવસાયના કાર્યોમાં વ્યવસ્તતા વધે. આર્થિક રીતે સમય સાનુકૂળ રહેશે. અટવાયેલાં નાણાં પરત મળશે. વિદ્યાર્થી વર્ગે ધાર્યા પરિણામ મેળવવા ખૂબ મહેનત કરવી જરૂરી. સંપત્તિની બાબતોમાં આપની તરફે પરિણામ મળે. તીર્થયાત્રાનું આયોજન થાય.
• સિંહ (મ,ટ): આ સમય પ્રગતિમય રહેશે. અધૂરા કાર્યો પાર પડશે. અગત્યની બાબતે આપના નિર્ણયની પ્રશંસા થાય. વ્યવસાયિક-ઔદ્યોગિક કાર્યોમાં મોટાં રોકાણ થકી ભવિષ્યમાં ફાયદો થાય. આર્થિક સદ્ધરતામાં વધારો થાય. વ્યાપારમાં નવી પ્રોપર્ટીની ખરીદી શક્ય બનશે. વિવાહ ઈચ્છુકના સપનાં સાકાર થતાં જોવા મળે. કામકાજ અર્થે વારંવાર પ્રવાસ શક્ય બનશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ અતિશય કામનું ભારણ તથા કૌટુંબિક જવાબદારીના કારણે થોડી અસ્વસ્થતા વર્તાય. જોકે સૂઝબૂઝ થકી બેલેન્સ જાળવશો તો સારા પરિણામ મેળવશો. નાણાંભીડ દૂર થશે. કાર્યક્ષેત્રે પ્રગતિના યોગ છે. સ્થાનફેર થવા શક્યતા છે. સંતાનોની લગ્નવિષયક બાબતોમાં સફળતા મેળવશો.
• તુલા (ર,ત)ઃ અંગત આરોગ્યને કારણે કેટલાક કામકાજો વિલંબમાં પડશે. જોકે કોઈ મોટી સમસ્યાઓ જણાતી નથી. આર્થિક આયોજનમાં થોડી વધુ કાળજી રાખવા સૂચન છે. વ્યવસાયનાં કાર્યોમાં થોડો વિલંબ જણાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય થાય. સંપત્તિની બાબતોમાં પણ પ્રશ્નો હલ થતાં જોવા મળે. વિદ્યાર્થીઓ માટે થોડોક કપરો સમય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં ઇચ્છિત પરિણામો હાંસલ કરીને સફળતા અને પ્રગતિના પંથે પ્રયાણ કરશો. ભાગીદારીના કાર્યોથી લેણું સારું રહેશે. નોકરીના ક્ષેત્રે કાર્ય થકી સારી સફળતા મેળવશો. વેપાર-ધંધામાં મોટાં રોકાણો શક્ય બને. મિત્રો-સ્નેહીજનો થકી લાભ મેળવશો. વિદેશ પ્રવાસ શક્ય બને. નવી સંપત્તિની ખરીદી માટે સમય સારો છે. ભાગ્યના દ્વાર ખૂલતાં જોવાં મળે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ કારકિર્દીને અનુલક્ષીને ઘણાં સારાં નિર્ણયો લઈ શકશો. ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત ભાગ્યોદય કરાવે. આધ્યાત્મિક ગુરુ અથવા તો કોઈક વડીલના માર્ગદર્શનમાં વિકાસ થાય. આર્થિક દૃષ્ટિએ આ સમય આપના માટે મધ્યમ રહેશે. ખર્ચાઓ પર થોડો કાબૂ રાખશો તો ફાવશો. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં નવીન તકો ઉપલબ્ધ થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી થોડી રાહ જોવી પડશે.

• મકર (ખ,જ)ઃ અવિચારી વર્તન તમારા માટે સમસ્યા સર્જી શકે છે, જેથી થોડું સમજીવિચારીને આગળ વધશો તો નુકસાનીમાંથી બચી શકશો. વ્યવસાયના ક્ષેત્રે મહત્ત્વના નિર્ણયો લેવા તેમજ નવીન ટેકનોલોજીનો ઉપયોગ લાંબાગાળે ફાયદો કરાવશે. આર્થિક રીતે થોડી રાહત વર્તાશે. મકાન ખરીદીની લાંબા સમયથી રાહ જોતા હતા તે હવે શક્ય બને. વિદ્યાર્થીઓને સારાં પરિણામ મળી શકે છે. પ્રવાસ-પર્યટનના યોગ છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં ઉતાવળા નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચારજો. નહીં તો નુકસાનીના ભોગ બનવું પડશે. આર્થિક નુકસાની પણ વેઠવી પડે. વ્યવસાયિક કામગીરીમાં વિલંબ થતો જણાય. નોકરીના ક્ષેત્રમાં થોડી રાહત રહેશે. આપના કાર્યોની પ્રશંસા થાય. કોઈક અણધાર્યા સમાચારથી કુટુંબમાં ખુશીની લહેર દોડી જશે. સંતાનોના અભ્યાસ વિષયક બાબતે થોડી ચિંતા હળવી થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય મેળવશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય ઉત્તમ સાબિત થઈ શકશે. મહત્ત્વની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરશો. સમાજમાં આપનું માનપાન વધે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં સારી એવી તકો પ્રાપ્ત કરી શકશો. નવીન રોકાણો થકી સારો લાભ મેળવશો. અભ્યાસના ક્ષેત્રે વિદ્યાર્થીઓને ખુશીના સમાચાર પ્રાપ્ત થાય. પ્રવાસ-પર્યટનનો લાભ મેળવશો. આરોગ્ય બાબતે થોડી વધુ કાળજી માંગી લેતો સમય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter