વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહનો શુભારંભ શાંતિ અને સફળતા તરફ પ્રગતિ કરાવશે. અવરોધોનું નિરાકરણ મળશે અને મન ઉપરનો બોઝ ઓછો થશે. સ્વજનો - મિત્રોનો સાથ મેળવશો. પ્રવાસના આયોજન સફળતા અપાવશે. સ્થાનફેર માટેની ઇચ્છા સાકાર થશે. નક્કી કરેલા કાર્યો પૂરા થાય. વેપાર-ધંધામાં હવે બરકત રહેશે. નોકરીમાં ભયમુક્ત બની શકશો. સંતાનો તરફથી સહયોગ મેળવશો. વિદ્યાર્થીઓ માટે આ સમય વધુ પ્રગતિમય બની રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ નાણાકીય રીતે આ સપ્તાહે થોડી મુશ્કેલી સર્જાશે. નવા સાહસ માટે થોડો સમય થોભી જવા મજબૂર બનવું પડશે. ઇચ્છાઓ મનમાં રહેશે. નોકરીમાં પણ જોઈજાળવીને કામગીરી કરવી જરૂરી. કહેવાતા મિત્રો આપને મદદરૂપ થશે નહીં. દામ્પત્યજીવનમાં કડવાશ ઊભી ન થાય તે માટે વાણીવર્તન ઉપર સંયમ જરૂરી. આપની લાગણીનો બીજો લાભ પણ ઉઠાવવા પ્રયત્ન કરશે. સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી લેવી પડશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયને દુર્લભ સમજીને અધૂરા રહેલા કાર્યો પૂર્ણ કરવાની તક ઝડપી લેશો. આકસ્મિક લાભની શકયતા અધિક બળવાન બનશે. સાઈડ બિઝનેસમાં પણ આપની ઇચ્છાઓને સાકાર થતી જોઇ શકશો. લગ્નવાંચ્છુઓ માટે આ સમય મહત્ત્વનો પુરવાર થશે. મીઠાં સંબંધો અને મિત્રાચારી મદદરૂપ બનશે. નાણાકીય બાબતે પણ આ સપ્તાહ સારું રહેશે. બગડેલા સંબંધો આપ સુધારી શકશો.
• કર્ક (ડ,હ)ઃ નાણાકીય ક્ષેત્રે ક્રમશઃ સફળતાથી વિવિધ કાર્યો પાર પાડી શકશો. અત્યાર સુધીની હાથખેંચ હવે હળવી થતી જણાશે. માંગલિક અને ધાર્મિક પ્રસંગો દોડધામ કરાવશે. જોકે વ્યવહારિક જીવનમાં પણ આપ યશમાન મેળવી શકશો. પ્રીતિપાત્રોની હૂંફ મેળવશો. નિર્ણયો લેતી વખતે થોડી કાળજી લેવી હિતાવહ રહેશે. વડીલોની મદદ અને મિત્રો તરફથી સાથસહકાર મળી રહેશે. નાણાં અટવાયેલા હશે કે વહેવારમાં મંદી હશે તો હવે તેમાંથી મુક્તિ મેળવશો. નોકરીમાં રાહતના સમાચાર મળશે.
• સિંહ (મ,ટ): સંઘર્ષમાંથી બહાર આવવા આ સમય લાભદાયી પુરવાર થશે. અણધાર્યા લાભની શક્યતાઓ વધશે. કરેલા કામની કદર પણ હવે થશે. યશ-માન મેળવશો. વાહન-મિલકતના પ્રશ્નો હલ થતાં જણાય. સ્વાસ્થ્ય બાબતે હવે રાહત વર્તાય. માંગલિક પ્રશ્નોની યોજના સાકાર થશે. ધંધા-વેપારમાં ક્રમશઃ રાહત રહેશે. નોકરીમાં કામની કદર થાય. નાણાકીય રીતે સફળતા સાંપડશે. નજીકની વ્યક્તિઓની મદદ પણ આપને કામ લાગશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહે વધુ પરિશ્રમ થશે, પણ સારી સફળતા મેળવશો. અટવાયેલાં નાણાં તથા ઉછીના વહેવાર બાબતે થોડી ચડભડ થશે. મિલકતના પ્રશ્નો ઉકેલવામાં મદદ મળી રહેશે. નવા સાહસ લાભકારક પુરવાર થાય. નવીન ખરીદી થશે. મિત્રો-સ્વજનો પણ કાર્યોમાં મદદરૂપ બની રહેશે. કુંવારાઓ માટે આ સમય ઇચ્છિત પાત્ર શોધવામાં સફળતા અપાવશે. પ્રિય પાત્રો તરફથી પણ વધુ લાગણી અનુભવશો.
• તુલા (ર,ત)ઃ સપ્તાહના આરંભથી જ નવીન સ્ફૂર્તિ સાથે કાર્યારંભ થશે. દુશ્મનો પણ મિત્ર બનવા પ્રયત્ન કરશે. મૂંઝવતા પ્રશ્નો અણધાર્યા ઉકેલાશે. વેપાર-ધંધામાં રહેલી રુકાવટ હવે દૂર થશે. તેજીના પંથે પ્રયાણ કરશો. જોકે ભાગીદારીમાં કેટલાક મતભેદ રહે. જોબના સ્થળે તમારું માનપાન વધશે, પ્રમોશન માટે પણ વિચારાય તો નવાઈ નહીં. પહેલા કરેલી મદદનો બદલો હવે મેળવશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા વર્તાશે. વાયુપ્રકૃતિના દર્દ જોર કરતા જણાશે. વાહનથી થોડી કાળજી રાખવી. યંત્રો અને ટેકનિકલ જ્ઞાનના વેપાર-ધંધા સાથે સંકળાયેલા માટે આ સમય સાચવવાનો છે. સપ્તાહ વધુ ખર્ચા કરાવશે. ખોટી દોડધામ પણ કરવી પડશે, જેથી ટેન્શન વધશે. પ્રીતિપાત્રો દ્વારા નુકસાન થવાની સંભાવનાઓ વધશે. નવી ખરીદી હાલ મોકૂફ રાખશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આકસ્મિક પ્રવાસની ગોઠવણી થવાની અધિક સંભાવના છે. કુંવારાઓને આ સમય પસંદગીના પાત્રો માટે દોડધામ કરાવશે. ધંધા-વેપારમાં બરકત જણાશે. નોકરીમાં પણ આનંદજનક સમય. મનોબળ વધુ મજબૂત બનશે, પણ નિર્ણયો જોઈજાળવીને લેવા હિતકારી રહેશે. જીવનસાથી સાથેના મતભેદો અણધાર્યા સુખદ સમાધાનમાં ફેરવાશે. નવી ઓળખાણ રાહત અપાવશે. ધર્મલાભ અને માંગલિક પ્રસંગો વ્યસ્તતા વધારશે.
• મકર (ખ,જ)ઃ છેલ્લા કેટલાક સતાવતું ટેન્શન આ સપ્તાહથી ઓછું થશે. સંતાનો તરફથી સહાયતા સાથે આત્મીય લાગણી પણ વધુ જોઈ શકશો. મિત્રો, સ્વજનો સહાયરૂપ બનતા જણાય. સામાજિક વ્યવહારમાં પણ આપણને થોડી ઉષ્મા આવતી જણાશે. અટવાયેલા કાર્યો ગતિ પકડશે. કુંવારાઓ માટે પણ આ સમય પાત્રોની પસંદગી માટે ફાયદામય બને. પતિ-પત્ની વચ્ચેના મતભેદો દૂર થશે. નાના પ્રવાસની ગોઠવણી અને નવીન ખરીદી આપ કરી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સામાજિક અને ધાર્મિક કાર્યોની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડશો. મનના વિચારો તેજ ગતિએ નવા આયોજન તરફ આગેકૂચ કરશે. છતાં થોભો અને રાહ જોઈને આગળ વધવું જરૂરી. વાહન ખરીદી વખતે વિશેષ ધ્યાન રાખશો. બને તો તોડા સમય ખરીદી ઉપર કંટ્રોલ કરશો તો લાંબાગાળે લાભદાયી જણાશે. વેપારમાં નવી તક સાંપડશે. નોકરી બદલવાની ઇચ્છાઓ સાકાર થતી જણાશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આરોગ્યની દૃષ્ટિએ જોઇએ તો આ સપ્તાહે કફ તથા વાયુપ્રકૃતિના દર્દોથી મુશ્કેલી વધતી જણાય. વડીલોના આરોગ્ય બાબતે પણ ચિંતા રહે. ખોટા વિચારોથી મન ઘેરાયેલું રહેશે. અલબત્ત, આધ્યાત્મિક લાભ મન પરનો બોજ થોડો હળવો કરશે. યાત્રા-પ્રવાસ આનંદ અપાવશે. નવીન યોજનાનો અમલ શરૂ થશે. સ્વજનો મિત્રોની સલાહ મદદરૂપ બની રહેશે. વેપાર-ધંધામાં લાભદાયક સોદા પાર પડશે. મિલકત ખરીદીના યોગ છે. રાજકીય તથા સામાજિક કાર્યો માટે વિચારીને આગળ વધવું રહ્યું. અન્યોના કામ માટે દોડધામ થાય.


