તા. 22 નવેમ્બર 2025થી 28 નવેમ્બર 2025 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 21st November 2025 11:48 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આપનું આ સપ્તાહ નવી શરૂઆત તેમજ સ્વાસ્થ્યને લઈને કોઈ સારા સમાચાર લઇને આવશે. ભાગ્ય તમારી સાથે રહેશે. જેના કારણે ઓછી મહેનત છતાં પણ શુભ પરિણામ પ્રાપ્ત કરી શકશો. વ્યાપાર-ઉદ્યોગમાં દરેક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી આગળ વધવા સલાહ છે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સારો છે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં તમારી ક્ષમતા અને ધીરજની કસોટી કરશે. તમારી ઉપરી અધિકારીને તમારા કાર્યો દ્વારા પ્રભાવિત કરવાની તમારી મહેનત ફળશે. આર્થિક રીતે આ સપ્તાહ થોડું ખર્ચાળ સાબિત થઈ શકે છે, જેથી ધ્યાન રાખવું. કૌટુંબિક જવાબદારીનું ભારણ પણ વધતું જોવા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારો આત્મવિશ્વાસ તથા કામનું પૂર્વઆયોજન તમને દરેક કાર્યોમાં સફળતા અપાવશે. મૂડીરોકાણ અથવા કોઈ નવા કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા હો તો એના વિશે થોડી ગુપ્તતા જાળવજો. સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારો અધિકાંશ સમય પસાર થશે.
• કર્ક (ડ,હ)ઃ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો હવે અંત આવશે. જોકે તમારા સ્વભાવમાં થોડો બદલાવ લાવવાની જરૂરત રહેશે. બાકી લેણાં પરત આવતાં આર્થિક રીતે થોડી વધુ સદ્ધરતા થતી જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં પણ માર્ગ આડે આવેલા અંતરાય દૂર થતા જોઈ શકશો.
• સિંહ (મ,ટ): આ સપ્તાહમાં પારિવારિક સંબંધો તેમજ મિત્રો સાથેના અણબનાવ દૂર થતાં જોઈ શકાય. કોઈ મહત્ત્વપૂર્ણ યોજનાઓ સાકાર કરવાનો પણ આ ઉત્તમ સમય છે. વ્યવસાયમાં નવા સાહસ અથવા ભાગીદારી સાથે જોડાઈ શકો છો. નોકરિયાત વર્ગને આ સમયમાં પગારવધારો કે પ્રમોશન મળે એવા સંજોગો છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહ મિશ્ર પરિણામ આપનારું જોવા મળશે. જીવનસાથી વચ્ચે કોઈ અણબનાવ હોય તો એને દૂર કરવાના પ્રયત્ન સફળ થાય. વ્યવસાય-નોકરીમાં થોડી તણાવવાળી પરિસ્થિતિ જોવા મળે. જોકે કાર્ય સંબંધિત તમારા નિર્ણયોને લઈને કામની પ્રશંસા પણ થાય. નાની યાત્રા-પ્રવાસ દ્વારા મનને હળવાશ અને આનંદ પ્રાપ્ત થાય.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં જીવનમાં સકારાત્મક ફેરફારોનો અનુભવ કરશો. જોખમ લેવાની તમારી ટેવ તમને ફાયદો કરાવશે. પરિવાર, સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો જોવા મળશે. વ્યવસાય-નોકરીમાં કોઈ નવું કામ શરૂ કર શકો છો. તમારું લક્ષ્ય અને ધ્યેયને પકડી રાખશો તો પ્રગતિના નવા સોપાન સર કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહમાં કોઈ નવા કાર્યોની શરૂઆત થઈ શકે છે. તમારા સંબંધો અહીં તમને ફાયદો કરાવશે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું છે- સફળતા માટે સખત મહેનત અને દૃઢ નિશ્ચય જરૂરી રહેશે. આર્થિક મામલે થોડી રાહત વર્તાય. નિરર્થક કાર્યોમાં સમયને બરબાદ કરશો નહીં.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય દરમિયાન કેટલાક અણધાર્યા સંજોગોનો સામનો કરવા માટે તૈયારી રાખજો. મનને મક્કમ રાખી દરેક નિર્ણય લેવાની અહીં સલાહ રહેશે. બિનજરૂરી ખર્ચા ટાળજો. વ્યવસાયમાં આર્થિક ભીંસનો સામનો કરવા માટે યોગ્ય પગલાં તેમજ આયોજન અત્યારથી જ રાખવા જરૂરી રહેશે. કોર્ટકચેરીમાંથી હવે બહાર આવી શકશો.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ ઘરને સજાવવા તેમજ નવી વસ્તુઓની ખરીદીમાં પસાર થાય. તમારું લાંબા સમયનું સ્વપ્ન હવે સાકાર થતું જોઈ શકશો. પરિવાર સાથે આનંદ- ઉલ્લાસમાં સમય પસાર થાય. કોઈ શુભ સમાચાર મનને પ્રસન્ન કરશે. વ્યવસાયિક ક્ષેત્રે અપેક્ષા કરતાં વધુ લાભ મળે એવા સંજોગો રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા પડે એવા સંજોગો ઊભા થાય. આ સમયમાં તમારું પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત રાખીને નિર્ણય લેવાની સલાહ રહેશે. વ્યવસાય-નોકરીમાં પ્રગતિ થતી જોઈ શકશો. સહયોગી કર્મચારી સાથેના તમારા સંબંધો પણ સુધરતા જોવા મળે. આર્થિક રીતે સમય લાભદાયી રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયના ગ્રહયોગો તમારા માટે ઉત્તમ પરિણામ આપનારા જોવા મળશે. જોકે સકારાત્મકતા તેમજ સંતુલન જાળવવા પણ જરૂરી રહેશે. વ્યવસાયમાં કોઈ મોટાં નિર્ણય લેતાં પહેલાં વડીલો સાથે ચર્ચા-વિચારણા જરૂરી રહેશે. આર્થિક રીતે સમય બેલેન્સવાળો રહેશે. દામ્પત્યજીવન સાનુકૂળ તેમજ આનંદિત પસાર થાય. સ્વાસ્થ્યમાં પણ સુધારો થતો જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter