તા. 24 જાન્યુઆરી 2026થી 30 જાન્યુઆરી 2026 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 23rd January 2026 03:59 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ મનની મુરાદ પુરી ન થતાં માનસિક અશાંતિ કે અજંપાનો અનુભવ થાય. માર્ગ આડેના અંતરાયો ધારો છો એટલા જલ્દી દૂર થશે નહીં, પરંતુ કોશિશ કરશો તો અંતે સફળ પુરવાર થશો. આવકની દૃષ્ટિએ કોઈ જૂનો લાભ પ્રાપ્ત થઈ શકે છે, જેના કારણે થોડી રાહત અનુભવાય. શેરબજારથી લાભ મેળવશો. નોકરિયાત માટે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરતી જણાશે, વિરોધીઓ દૂર થતાં માર્ગ સરળ બનતો જાય. ધંધામાં ઉન્નતિકારક તક આવે તો ઝડપી લેશો. મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાતાં જણાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં માનસિક સુખ અને સ્વસ્થતાનો અનુભવ થાય. સક્રિયતા વધતી જોવા મળે, જેથી કાર્યમાં પ્રગતિ ઝડપી થાય. નાણાકીય રીતે પણ સમયની સાનુકૂળતા રહેશે. નોકરીના ક્ષેત્રમાં થોડું વધારે સાવચેત કરીને કામ કરવું જરૂરી, નહીં તો કામ તમે કરશો અને ક્રેડિટ કોઈ બીજી વ્યક્તિ લઈ જશે. ધંધાકીય પ્રવૃત્તિમાં કાર્યભાર સહન કરવો પડે. સામાજિક કાર્ય સાથે જોડાયેલા હો તેવા ક્ષેત્રમાં આ સમય જીતનો અહેસાસ કરાવશે. અટવાયેલી મિલકત સંબંધી કાર્યવાહીનો ઉકેલાશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ ધારેલા કાર્યોને સાકાર માટે તનતોડ મહેનત કરવી પડશે. કેટલીક વાર હારનો સામનો પણ કરવો પડે, પરંતુ જો આપ સતત પ્રયાસ કરશો તો અચૂક સફળતા મેળવી શકશો. ધંધા-નોકરીના સંદર્ભમાં સાનુકૂળ તકો ઊભી થશે. વિદ્યાર્થીઓને સારાં પરિણામ મળે. ઇચ્છિત અભ્યાસ માટેના માર્ગ ખૂલે. પ્રવાસ-પર્યટનની દૃષ્ટિએ આનંદની સાથે સાથે લાભ પણ મેળવશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી થોડો વધુ સમય લાગશે. આરોગ્ય બાબતે થોડી કાળજી જરૂરી.
• કર્ક (ડ,હ)ઃ નિરર્થક વિચારો તમારા મગજમાં ઘર ન કરી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમારી જાતને કોઈને કોઈક કારણસર વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરશો તો ફાવશો. અંગત વ્યક્તિની સલાહ મુજબ આગળ વધવું હિતાવહ રહેશે. કાર્યક્ષેત્રે ધનલાભની સંભાવના છે. નોકરિયાત વર્ગને બઢતીના યોગો રહેશે. દામ્પત્યજીવનમાં તાલમેલ બનાવી રાખશો. મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાતા વાર લાગશે. સંતાનો બાબતે ચિંતા રહે.
• સિંહ (મ,ટ): આ સમય અંધકારમાંથી બહાર લાવી ઉજાસ અને સફળતાનો અનુભવ કરાવશે. લાંબા સમયના પ્રયત્નોનું ફળ પ્રાપ્ત કરી શકશો. કોઈને ઉછીના આપેલા નાણાં પરત મળશે. વ્યવસાય ક્ષેત્રે ઉત્તમ તકો પ્રાપ્ત થાય. કાર્યક્ષેત્રમાં આધુનિકતા લાવશો તો બમણી સફળતા પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓએ મિત્રવર્ગથી ખાસ કાળજી રાખવી. કિંમતી સમયનો બગાડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. લાંબી મુસાફરી માટેના આયોજન પાર પડશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ હકારાત્મક વિચારદૃષ્ટિ આપના વલણને એકદમ અલગ બનાવી શકશે. માનસિક સ્વસ્થતા સાથે સાથે આનંદમય વાતાવરણ ઊભું કરી શકશો. નોકરિયાતને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. કૌટુંબિક કાર્યભારની જવાબદારી વધે. સંતાનોના અભ્યાસ વિષયક બાબતે દોડાદોડીવાળો સમય. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મેળવવા ખુબ મહેનત કરવી પડશે. પ્રવાસના આયોજન સફળ થાય.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહે કાર્યક્ષેત્રમાં સન્માન અને લાભની પ્રાપ્તિ થશે. વ્યાપારિક ક્ષેત્રમાં સારી તકો મળતાં વ્યાપારની વૃદ્ધિ થઈ શકશે. પારિવારિક દૃષ્ટિએ ભાઈ-બહેન સાથેના સંબંધો સુધરશે. આર્થિક સ્થિતિ મજબૂત બને. નોકરિયાતને કરિયર માટેના નવા માર્ગ ખુલ્લા થાય. આરોગ્યની દૃષ્ટિએ થોડી વધુ સંભાળ રાખવી હિતાવહ રહેશે. વિદ્યાર્થી વર્ગને સારાં પરિણામ મળશે. વિદેશ અભ્યાસના યોગ છે. સંતાનની લગ્નવિષયક બાબતો માટે સાનુકૂળ સમય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય ટેન્શનવાળો રહેશે. કાર્યોની પૂર્તતા માટે ખૂબ મહેનત કરવી પડે. ઇચ્છિત પરિણામ મેળવી શકાય નહીં. નોકરિયાતને પોતાના સહઅધ્યાયી સાથે વાદવિવાદના પ્રસંગ સર્જાઈ શકે છે. કામનું ભારણ વધતું જાય. નાણાકીય દૃષ્ટિએ રાહતવાળો સમય રહેશે. આર્થિક બોજો પણ ઓછો થાય. માતાપિતાના આરોગ્ય બાબતે ચિંતા રહેશે. વિદેશપ્રવાસ શક્ય બને. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપની તરફેણમાં ઉકેલ આવશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ ઇચ્છિત તક મેળવશો. તમારા કાર્યને લઈને સક્રિયતા તેમજ ઉત્સાહ વધશે. માનસિક સ્વસ્થતા કેળવી શકશો. ધંધામાં નવી ટેકનોલોજી અને આધુનિકરણનો લાભ મેળવી શકશો. નોકરીના ક્ષેત્રમાં આપના પ્રદાનની નોંધ લેવાય, બદલી-બઢતીના પ્રશ્નોનું નિરાકરણ આવશે. આર્થિક રીતે આપના માર્ગે આડેના અંતરાયો દૂર થાય. નવા મકાનની ખરીદી શક્ય બને. વિદ્યાર્થી વર્ગ માટે હજી સમયની સાથેની છેડછાડ મુશ્કેલી ઊભી કરી શકે છે. મન લગાવીને મહેનત કરશો તો જરૂર સફળતા મેળવશો.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં માનસિક સ્વસ્થતાને ટકાવી રાખવા ખૂબ મહેનત કરવી પડશે. કોઈને કોઈ કારણસર મનની શાંતિ ભંગ થઈ શકે છે. આ સમયને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડી દેશો તો થોડીઘણી સ્વસ્થતા કેળવી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કાર્યભાર વધશે. હરીફાઈના સામનો કરવો પડશે. આરોગ્ય બાબતે ખાસ કાળજી રાખવી પડે. આપના કૌટુંબિક સંબંધો સુધરતા જણાય. પ્રવાસ-પર્યટનની શક્યતા વધશે. એકંદરે થોડી કાળજી રાખી કાર્ય કરશો તો સફળતા મેળવશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ પ્રગતિકારક તેમજ ઉત્સાહજનક સમય પસાર થાય. કાર્યો થકી સમાજમાં ઉચ્ચ પ્રાપ્ત કરી શકશો. મન સતત સામાજિક પ્રવૃત્તિને લઈને કાર્યશીલ રહેશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે ઉત્તમ તક અને સફળતાવાળો સમય. કુટુંબમાં માંગલિક પ્રસંગો થકી આનંદમય વાતાવરણ સર્જાય. મકાન-મિલકતના લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂર્ણ થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસના કારણે પ્રવાસ કે વિદેશ પ્રવાસના યોગો બળવાન બને.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં ઉગ્રતા, આવેશ કે ક્રોધને કાબૂમાં રાખજો. ખોટા વાદવિવાદમાં ફસાસો નહીં. વધુ પડતાં વિશ્વાસુ બનીને પણ કાર્ય કરશો નહીં. પરિવારના સભ્યો સાથે સંબંધો ના બગડે એનું ખાસ ધ્યાન રાખશો. વ્યવસાયના ક્ષેત્રમાં અગત્યના મૂડીરોકાણો અંગે ખૂબ વિચારીને આગળ વધશો. ભાગીદારીથી દૂર રહેજો. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિમાં થોડો સુધાર જણાતાં રાહત અનુભવાય. મકાન-મિલકતના કામકાજ ઉકેલાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter