વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહે ઘર તથા પરિવાર સંબંધિત ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. આર્થિક ખેંચતાણના કારણે થોડી અસ્વસ્થતાનો પણ અનુભવ થાય. મિત્રો અને પરિવાર સાથે બને તેટલો સમય પસાર કરશો તો તણાવમાંથી બહાર આવી શકશો. વ્યવસાયિક રીતે સમય મધ્યમ રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ તમારા માટે આ સપ્તાહ સંપૂર્ણ ઉત્સાહ તેમજ ઊર્જાથી ભરપૂર જોવા મળશે. કૌટુંબિક જીવનમાં ઘણાં એવા સકારાત્મક પરિણામો મેળવી શકાય. આર્થિક રીતે પણ સાનુકૂળ સમય રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રહેશે. નોકરી-વ્યવસાયમાં લાભના યોગો વધુ બળવાન બનતાં જોવા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારા મનને મજબૂત રાખશો તો ફાવશો. કાર્ય અને વ્યવસાયના ક્ષેત્રમાં કેટલીક બાબતો તમારા નિર્ણયથી વિરુદ્ધ થઈ શકે છે જેનું ધ્યાન રાખશો. નવા વાહનના યોગો અહીં સફળ થતા જોવા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે કૌટુંબિક મતભેદો દૂર થતાં જોવા મળશે. સંબંધોમાં નવી મિઠાશ ભળતી જણાશે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય ખૂબ સારો છે. જે કાર્યોની શરૂઆત કરી છે એમાં તમને પ્રગતિના નવા સોપાન ઉપર લઈ જશે. આર્થિક રીતે પણ સમય ખૂબ ફાયદાવાળો જોવા મળશે. શુભ પ્રસંગોના સંજોગો બળવાન બનશે.
• સિંહ (મ,ટ): આ સમય તમને સ્વાસ્થ્ય, કુટુંબ અને વ્યવસાયમાં સંતુલન જાળવીને આગળ વધવામાં સહાયરૂપ બનશે. મૂડીરોકાણ અથવા શેર પ્રોપર્ટીની ખરીદી માટે પણ સમય સાનુકૂળ જણાય છે. માતાપિતા સાથે કોઈ નાના પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. જીવનમાં કંઈક નવું કરવાના તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ મિશ્ર પરિણામ આપનારું જોવા મળશે. જીવનસાથી વચ્ચે કોઈ અણબનાવ હોય તો એને દૂર કરવાના પ્રયત્ન સફળ થાય. વ્યવસાય-નોકરીમાં થોડી તણાવવાળી પરિસ્થિતિ જોવા મળે. જોકે કાર્ય સંબંધિત તમારા નિર્ણયોને લઈને તમારા કામની પ્રશંસા પણ થાય. નાના યાત્રા-પ્રવાસ દ્વારા મનને હળવાશ તેમજ આનંદ પ્રાપ્ત થાય.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં જીવનમાં સકારાત્મક ફેરફારોનો અનુભવ કરશો. જોખમ લેવાની તમારી ટેવ તમને ફાયદો કરાવશે. પરિવાર, સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો જોવા મળશે. વ્યવસાય-નોકરીમાં કોઈ નવું કામ હાથ પર લઇ શકો છો. તમારા લક્ષ્ય અને ધ્યેયને પકડી રાખશો તો પ્રગતિના નવા સોપાન સર કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન કોઈ નવા કાર્યોની શરૂઆત થઈ શકે છે. તમારા સંબંધો તમને ફાયદો કરાવશે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું સફળતા માટે સખત મહેનત અને દૃઢ નિશ્ચય જરૂરી રહેશે. આર્થિક મામલે થોડી રાહત થતી જોવા મળશે. નિરર્થક કાર્યોમાં સમયને બરબાદ કરશો નહીં.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં કેટલાક અણધાર્યા સંજોગોનો સામનો કરવા માટે તૈયારી રાખજો. મનને મક્કમ રાખીને દરેક નિર્ણય લેવાની સલાહ રહેશે. બિનજરૂરી ખર્ચા ટાળજો. વ્યવસાયમાં આર્થિક ભીંસનો સામનો કરવા માટે યોગ્ય પગલાં તેમજ આયોજન અત્યારથી જ રાખવા જરૂરી રહેશે. કોર્ટ-કચેરીના ચક્કરમાંથી હવે બહાર આવી શકશો.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ ઘરને સજાવવા તેમજ નવી વસ્તુઓની ખરીદીમાં પસાર થાય. તમારું લાંબા સમયનું સ્વપ્ન હવે સાકાર થતું જોઈ શકશો. પરિવાર સાથે આનંદ-ઉલ્લાસનો સમય પસાર થાય. કોઈ શુભ સમાચાર મનને પ્રસન્ન કરશે. વ્યવસાયિક ક્ષેત્રે અપેક્ષા કરતાં વધુ લાભ મળે એવા સંજોગો રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ અરસામાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા પડે એવા સંજોગો ઊભા થાય. તમારું પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત રાખીને નિર્ણય લેવા સુચન છે. વ્યવસાય-નોકરીમાં લાભના યોગ છે. સહયોગી કર્મચારી સાથેના તમારા સંબંધો પણ સુધરતા જોવા મળે. આર્થિક રીતે સમય લાભદાયી રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયના ગ્રહયોગો તમારા માટે ઉત્તમ પરિણામ આપનારા જોવા મળશે. જોકે સકારાત્મક અભિગમ અને સંતુલન જાળવવા જરૂરી રહેશે. વ્યવસાયમાં કોઈ મોટા નિર્ણય લેતાં પહેલાં વડીલો સાથે ચર્ચા-વિચારણા જરૂરી રહેશે. આર્થિક રીતે સમય સમતોલ રહેશે. દામ્પત્યજીવન સાનુકૂળ તેમજ આનંદિત પસાર થાય. સ્વાસ્થ્યમાં પણ સુધારો થતો જોવા મળશે.