વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેજો. સ્વસ્થતાપૂર્વક અને વ્યવસ્થિત રહીને આગળ વધવું જરૂરી. મુશ્કેલીઓ ધીમે-ધીમે દૂર થતી જણાશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ છે. તમારી આર્થિક જવાબદારીને પહોંચી વળો તેવી વ્યવસ્થા ઊભી કરી શકશો. અટવાયેલા લાભ તથા બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક શાંતિ માટે કાલ્પનિક ચિંતા છોડવી પડશે. નજીકના સ્વજનોનું વાણી-વર્તન ધ્યાને ન લઇને પણ શાંતિ જાળવી શકશો. મનને વિક્ષેપ કરે તેવા પ્રસંગો બનશે. આર્થિક તકલીફ વધતી જોવા મળે. ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડવું નહીં. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. વિરોધીના કારણે થોડી પ્રતિકૂળતા વર્તાશે. ધંધા-વેપારમાં પરિસ્થિતિ સુધરતી જણાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય સાનુકૂળ ન લાગવા છતાંય સરવાળે સફળ નીવડશે. પૂર્વનિર્ધારિત કામ પૂર્ણ થશે. કોઈના સહકાર અને મદદથી ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. આ સમયમાં આર્થિક અવરોધોમાંથી માર્ગ મળશે. મૂંઝવણ અને ચિંતા દૂર થશે. આવકમાં સંતોષકારક વધારો ન જણાય. નોકરિયાતને બઢતી આડેના વિઘ્ન દૂર થશે. બદલી અંગેના પ્રયત્નોમાં સફળતા જણાય.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં અગત્યની કામગીરીમાં સર્જાયેલા સાનુકૂળ સંજોગો પ્રગતિના પંથે તરફ દોરી જાય. અણધારી તકો પ્રાપ્ત થાય, જે ભાવિ માટે લાભકારક જણાય. સ્નેહી-સ્વજનથી મિલન થાય. અશાંતિના પ્રસંગો દૂર ઠેલાય. પ્રસન્નતા જણાય. આપની આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે સમય સાનુકૂળ છે. નવા સંબંધથી લાભ થાય.
• સિંહ (મ,ટ): આ સમયમાં અગત્યના કાર્યોનો ભાર માનસિક તાણ અપાવશે. ઉશ્કેરાટ અને આવેશ પર કાબૂ રાખવો. ઉતાવળા નિર્ણય ન લેવા. નાણાકીય મુશ્કેલીના કારણે પરિસ્થિતિ યથાવત્ રહેશે. વધારાની આવક કે જોગવાઈ ચૂકવણીના સપાટામાં ચાલી જાય. નોકરી-ધંધાના ક્ષેત્રે સંજોગો મધ્યમ છે. નોકરિયાતએ તેમના પ્રશ્નો વધુ ગૂંચવાય નહીં તે જોવું. કોઈની સાથે વિવાદ સર્જાતો અટકાવશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં મનોબળ જાળવવું પડશે. જો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતાથી વંચિત રહી જશો. આવકના પાસા પર સવિશેષ ધ્યાન આપવું જરૂરી. આ સમયમાં વધુ પડતા ખર્ચ થશે. વળી લેણી રકમો પણ મળે નહીં. લાભની આશા હશે તેમાં નુકસાન જણાય. નોકરી-ધંધામાં ખૂબ જ મહેનત માંગી લેતો સમય.
• તુલા (ર,ત)ઃ તમારા ગૂંચવાયેલા પ્રશ્નો યથાવત્ રહેતાં અશાંતિ અને અજંપો વર્તાય. મનને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરશો. ખોટા વિચારોને મનમાંથી હાંકી કાઢશો. નાણાકીય પરિસ્થિતિ ઠીક ઠીક રીતે જાળવી શકશો. આર્થિક પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો ફળશે. જોકે ખોટા ખર્ચ-વ્યયના કારણે સ્થિતિ જેમની તેમ રહેશે. કામકાજમાં સરળતા વર્તાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહે મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક બોજો હળવો થાય. સર્જનાત્મક કામ થઈ શકશે. નિરાશાના વાદળો વિખેરાતા લાગશે. આર્થિક પરિસ્થિતિને તમે વધુ કથળતી અટકાવી શકશો જરૂરી આવક ઊભી થાય. તમારા મહત્ત્વના પ્રશ્નો હલ થશે. નોકરિયાતને સફળતા તેમજ પ્રગતિની તકો વધશે. લાભદાયી તકની આશા રાખી શકાય. સંજોગો સાનુકૂળ થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આસપાસનો માહોલ માનસિક તણાવ અને ઉન્માદનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણય લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. લાંબા સમયથી અટકેલાં લાભો મેળવશો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિના પ્રયત્નો ફળશે. કૌટુંબિક કાર્ય અંગે ખર્ચા વધશે. નોકરિયાતોને પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે.
• મકર (ખ,જ)ઃ મનોતાણ વધે તેવા પ્રસંગો આવે. ગુસ્સો અને આવેશની લાગણીને કાબૂમાં નહીં રાખો તો વિવાદ-ઘર્ષણના પ્રસંગો ઊભા થાય. વ્યથા અને વેદના અનુભવાય. આર્થિક મામલે સંતુલન જાળવવું જરૂરી. નોકરી અંગે પ્રશ્નો વધુ ગૂંચવાય નહીં તે જોજો. અવરાધોનો સામનો કરવો પડશે. વિરોધીઓથી સાવચેત રહેવું. ધાર્યું કામ વિલંબમાં પડતું જણાશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં મૂંઝવણ અથવા ચિંતાનો ઉકેલ મળતાં રાહત જણાશે. ગમેતેવા પ્રતિકૂળ સંજોગોમાંથી રાહતનો માર્ગ મળી રહેશે. મહત્ત્વના કામકાજોમાં થતી પ્રગતિ ઉત્સાહપ્રેરક બનશે. આવકમાં અવશ્ય વધારો થશે, પણ ખર્ચા તેમજ ચૂકવણી અને રોકાણના કારણે ભીંસ વધશે. માનસિક અસંતોષ વધશે. ઉતાવળે નાણાં રોકવા નહીં. નોકરિયાતને મહત્ત્વના કાર્ય માટે સંજોગો અનુકૂળ છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય ઉત્સાહજનક નીવડશે. મનોકામનાની પૂર્તિ માટે સંજોગો સુધરતા જણાશે. નવીન આશા જન્મશે. અશાંતિના વાદળો હટશે. સાનુકૂળ વિકાસની તકો અને કાર્ય સફળતાથી એકંદરે માનસિક સુખ જણાય. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણભરી રહેવા છતાં તમે તેમાંથી બહાર આવવાનો માર્ગ કાઢી લેશો. આવકવૃદ્ધિનો માર્ગ પણ મળશે.


