તા. 25 નવેમ્બર 2023થી 1 ડિસેમ્બર 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 24th November 2023 05:56 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આપનો આ સમય ઉત્સાહજનક સાબિત થાય. મનોકામના પૂર્ણ થતી જણાય. નવીન આશાઓ જન્મશે. સાનુકૂળ વિકાસની તક ઊભી થતી જોવા મળશે. આર્થિક પરિસ્થિત વિકટ અને મૂંઝવણભરી રહેવા છતાં તમે નાણાંભીડમાંથી બહાર નીકળશો. આવકવૃદ્ધિનો નવો માર્ગ મળશે. વિદ્યાર્થીઓ માટે વધુ મહેનતવાળો સમય રહેશે. કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન આપની ધીરજની કસોટી થાય. પરિસ્થિતિના પરિવર્તન માટે ખૂબ મહેનત જરૂરી બનશે. હજુ પ્રગતિના માર્ગમાં કેટલાક અવરોધો આવશે. આર્થિક પ્રશ્નોના હલ વિલંબિત થતાં જોવા મળે. ધંધાકીય ક્ષેત્રમાં પણ ખૂબ જોઈજાળવીને આગળ વધવું. મહત્ત્વનાં મિલન–મુલાકાતો માટે સમય સાનુકૂળ રહેશે. માંગલિક–ધાર્મિક પ્રસંગો માટે સમય સાનુકૂળ છે. કોર્ટકચેરીના પ્રશ્નોનું નિરાકરણ નજીકના સમયમાં આવતું દેખાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આપની પરેશાનીઓનો અંત આવતા વિધેયાત્મક માર્ગ તરફ આગળ વધી શકશો. મહત્ત્વની તકો પ્રાપ્ત થાય, જેના કારણે વિકાસનો માર્ગ ઊજ્જવળ બને. જમીન-મકાન કે સંપત્તિને લગતા કામકાજ માટે પણ સમયની સાનુકૂળતા સારી છે. નોકરિયાત વર્ગને બઢતી મળવાના ચાન્સિસ રહેશે. દાંપત્યજીવનમાંથી કલેશ દૂર થાય. શાંતિમય વાતાવરણ દ્વારા એકબીજાને સાનુકૂળ સમય પણ આપી શકશો. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો રહેશે.
• કર્ક (ડ,હ)ઃ તમારી યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં ધાર્યા કામકાજ પાર પાડીને પ્રગતિ હાંસલ કરી શકશો. ઉમંગ-ઉત્સાહમાં વધારો થાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પ્રગતિકારક તક સાંપડે. આર્થિક જવાબદારીમાં વધારો થતો જોવા મળે, સામે આવકમાં પણ વધારો થશે. વિદ્યાર્થી વર્ગ માટે વધુ મહેનત દ્વારા સફળતાના શિખર પ્રાપ્ત કરી શકાય. મકાન-મિલકતના કાર્યો માટે હજી થોડી રાહ જોવી પડે.
• સિંહ (મ,ટ): તમારા માર્ગ આડે હજી કેટલાક અવરોધો છે, તેને પાર કરવા માટે મનની શક્તિઓને કેન્દ્રિત કરીને ખૂબ લગનથી મહેનત કરશો તો અવશ્ય સફળતા મળશે. ઉતાવળા નિર્ણય ન લેવા સલાહભર્યું છે. કોઈની સાથે કારણ વિનાના વાદવિવાદમાં ન ઉતરશો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ છે. જરૂરિયાત અને ખર્ચને પહોંચી વળવા માટે આર્થિક સદ્ધરતા કેળવી શકશો. કૌટુંબિક વાદવિવાદથી પણ દૂર રહેવું સલાભર્યું રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારો આત્મવિશ્વાસ અને મનોબળ મક્કમ રાખશો તો ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. સંજોગો ભલે વિપરિત રહે છતાં પણ મક્કમતાથી આગળ વધશો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આર્થિક દૃષ્ટિએ થોડી વધારે ચિંતાઓ રહેશે. આવકના પ્રમાણમાં જાવક વધુ રહે. નોકરિયાત વ્યક્તિઓને આ સમય થોડો વધુ મહેનત કરાવનારો રહેશે. વિદ્યાર્થીઓ માટે સમયની સાનુકૂળતા સારી રહેશે. ઉચ્ચ અભ્યાસના યોગો રહેશે.
• તુલા (ર,ત)ઃ કારણ વિનાની પરિસ્થિતિ કે પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો ન વર્તાય તેનું ખાસ ધ્યાન રાખશો. નાની-નાની બાબતોમાં વિવાદમાં ઉતરવાનું ટાળશો. અગત્યના કામકાજોમાં મન પરોવાયેલું રાખશો તો માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. નાણાકીય દૃષ્ટિએ સમય મધ્યમ છે. નોકરિયાત વર્ગને પોતાના ઉપરી અધિકારી સાથે સાનુકૂળતા સાચવી રાખવી હિતાવહ રહેશે. કામકાજને કારણે પ્રવાસ–પર્યટનના યોગ બળવાન બને.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયે અંગત મૂંઝવણો દૂર થતાં આશાવાદી વાતાવરણ સર્જાય. ધંધાકીય કાર્યોમાં સમયની સાનુકૂળતા અને નવીન તકો સર્જાતાં માનસિક સ્વસ્થતા અનુભવાય. નોકરિયાત વર્ગને પણ ઈચ્છિત બદલી-બઢતીના પ્રસંગો બળવાન બનશે. ગૃહાદિક જવાબદારી સારી રીતે નિભાવી શકશો. માંગલિક પ્રસંગોનું આયોજન થાય. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસની તકો પ્રાપ્ત થાય. ઈચ્છિત કાર્યોની પૂર્તિ થતાં હર્ષોલ્લાસ અનુભવશો.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આપની આસપાસની પરિસ્થિતિ અને વાતાવરણ માનસિક તાણ અને બેચેનીનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણય લેતાં પહેલાં ખાસ વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવી રાખશો તો આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો. નાણાકીય મૂંઝવણોનો ઉકેલ મળતો જણાય. આવકવૃદ્ધિના પ્રયત્નો સફળ થતાં જોવા મળશે. નોકરિયાત વર્ગને હિતશત્રુઓથી સાવધાન રહેવું. કૌટુંબિક – ગૃહાદિક જવાબદારીનો બોજો વધતો જણાય.

• મકર (ખ,જ)ઃ આ સમયમાં આપને નવીન આશાઓ અને નવીન તકો પ્રાપ્ત થાય. જોકે એનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ નહીં કરો તો જીતેલી બાજી હારી શકો છો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સારો રહેશે. અટવાયેલાં નાણાં પરત મેળવી શકશો. મકાન–મિલકતનાં અટવાયેલાં પ્રશ્નોના હલ માટે થોડી વધુ મહેનત કરવી પડશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પ્રગતિની તકો ઊભી થતી જણાય. પ્રવાસ–પર્યટન કે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશો. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારો પુરુષાર્થ અને મહેનત અહીં રંગ લાવશે. સફળતા અને પ્રસિદ્ધિ તમારા કદમ ચૂમે એવી પરિસ્થિતિ સર્જાશે. દરેક કાર્ય સફળ થાય. નોકરી અને ધંધાના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિકારક તકો ઊભી થાય. આર્થિક દૃષ્ટિએ સદ્ધરતામાં વધારો થાય. મકાન–મિલકતની ખરીદી આ સમયમાં શક્ય બનશે. વિદ્યાર્થી વર્ગ થોડી વધુ મહેનત કરશે તો ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકશે. દાંપત્યજીવનના પ્રશ્નોનો નિકાલ આવે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ અજંપો અને અશાંતિભર્યા વાતાવરણમાંથી બહાર આવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. ધારેલા કાર્યોની પૂર્તિ કરવા માટે મહેનતની સાથે સાથે આસપાસના વ્યક્તિઓનો સહકાર પણ લેવો પડે. કૌટુંબિક વ્યક્તિઓની મદદ દ્વારા માનસિક સ્વસ્થતા કેળવી શકશો. નોકરી-વ્યાપારના ક્ષેત્રમાં નવીન તકો પ્રાપ્ત થતાં થોડી રાહત અનુભવાય. ધાર્મિક–સામાજિક પ્રસંગોમાં હાજરી આવશ્યક રહેશે. વિદ્યાર્થી વર્ગને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter