તા. 26 જુલાઇ 2025થી 01 ઓગસ્ટ 2025 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 25th July 2025 07:10 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન કાર્યસ્થળે હરીફાઈ તેમજ સ્પર્ધકો તરફથી થોડી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મનોબળ મજબૂત રાખીને તેનો સામનો કરવો જરૂરી છે. નાણાકીય સ્થિતિ અહીં મજબૂત બનતી જોવા મળશે. કરિયર સંબંધિત કોઈ અનુભવીની સલાહ લઈને આગળ વધવાથી સફળતા મેળવી શકશો. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો આવશે. જમીન–મકાનના પ્રશ્નો થોડી ઘણી અડચણ બાદ હલ થશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ નવા કાર્યોની શરૂઆત માટે એકદમ યોગ્ય સમય રહેશે. કોઈ મોટી તક હોય તો સફળ થઈ શકશો. વિદેશમાં ઉચ્ચ શિક્ષા માટેની વિદ્યાર્થીઓની ઈચ્છા હવે પૂર્ણ થતી જોવા મળે. નોકરિયાત વર્ગને કામમાં થોડી રાહત મળશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય. નાના પ્રવાસનું આયોજન સફળ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ દરમિયાન તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસનો અનુભવ થશે. કોઈક સુખદ સમાચાર પ્રાપ્ત થાય. સમયનો ભરપૂર ઉપયોગ સફળતા અપાવશે. નોકરી-વ્યવસાયમાં ન ધારેલાં કામ પૂર્ણ કરી શકશો. નાણાકીય રીતે ઘણો સારો સમય છે. ઘરનું વાતાવરણ પણ સુખમય બનતું જોવા મળે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતાઓ રહેશે. પારિવારિક સંપત્તિની સમસ્યાઓ ઉકેલી શકશો.
• કર્ક (ડ,હ)ઃ તમારી મહેનત અને ભાગ્ય આ સમયમાં તમને ભરપૂર સાથ આપશે. વડીલોના અનુભવ અને માર્ગદર્શનથી આગળ વધશો તો ફાવશો. વ્યવસાયિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી વખત થોડી કાળજી રાખશો. શેરબજાર સંબંધિત કાર્યોમાં થોડી કાળજી રાખજો. જમીન-મકાનના સોદાથી ફાયદો થાય. પ્રવાસ-પર્યટનથી લાભયોગ છે.
• સિંહ (મ,ટ): આપનું આ સપ્તાહ પ્રગતિજનક રહેશે. તમારી જવાબદારી સારી રીતે નિભાવી શકશો. સંતાનોના પ્રશ્નો કે પરેશાનીઓને હલ કરવામાં તમારું માર્ગદર્શન મહત્ત્વપૂર્ણ સાબિત થાય. નાણાકીય રીતે જોઇએ તો આ સમયમાં બેલેન્સ જાળવવું જરૂરી રહેશે, નહીં તો ખોટા ખર્ચાના ખાડામાં ઉતરી શકો છો. નોકરિયાત વર્ગને પોતાના કાર્યક્ષેત્ર ઉપર વધુ પરિશ્રમ કરવો પડશે. ધંધાકીય રીતે આ સમયમાં સારી એવી તકો હાથ લાગશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન સામાજિક ગતિવિધિમાં વધુ પડતાં વ્યસ્ત રહેશો. જમીન-મકાનને લગતી સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે વધુ દોડધામ કરવી પડશે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જોવા મળશે. વ્યવસાયિક રીતે તમારે કામની ગુણવત્તાને વધારવાની જરૂરિયાત રહેશે. નોકરી-કરિયરને લગતી સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહે નકારાત્મક એનર્જીવાળા લોકોથી દૂર રહેવું હિતકારક રહેશે. કોઈની સાથે ખોટી જીભાજોડીમાં ન ઉતરવા સલાહ છે. નોકરિયાત વ્યક્તિઓને પોતાના કામ પ્રત્યે વધુ કૃતજ્ઞતાની ભાવના જાળવી રાખવી હિતાવહ રહેશે. વ્યવસાયિક રીતે કોઈ મહત્ત્વપૂર્ણ સોદાઓ થાય તેવી સંભાવના છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આળસ ખંખેરીને હવે કામ પર લાગી જવાનો સમય છે. દ્રઢ મનોબળથી આગળ વધશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરશો. આર્થિક રીતે તમારો આ સમય નહીં નફો નહીં નુકસાનવાળો રહેશે. નોકરી-ધંધામાં નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક પ્રાપ્ત કરશો. પારિવારિક શુભ પ્રસંગોને કારણે મનોસ્થિતિ હળવી થતી જણાય. સંબંધોમાં નવીનતા વર્તાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં માનસિક રીતે થોડી હળવાશ અનુભવાય. સ્વસ્થતા અને સક્રિયતામાં પોઝિટિવ ફેરફાર જોઈ શકશો. નોકરિયાત વ્યક્તિએ થોડું સાવચેતી રાખીને કામગીરી કરવી હિતાવહ રહેશે. વ્યવસાયમાં ભાગીદારીથી લાભના યોગ છે.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં ભાવનાઓમાં વહી જઈને કોઈની વાતોમાં આવશો નહીં. તમે જાતે પણ થોડું વિચારીને આગળ વધશો. ખર્ચાઓ વધતાં જોવા મળશે. વ્યવસાયિક કાર્યોમાં તમારા નિર્ણયો થકી લાભ થાય. નોકરી-કરિયરની બાબતમાં તમે ધારો છો એટલી સરળતાથી કામ પાર પડતું જણાય નહીં.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય થોડો નિરસ - ઉદાસીન જણાય. તમારા ધ્યેયને પહોંચી ન વળતાં હતાશા અનુભવાય. જોકે, નકારાત્મક્તાથી દૂર રહેશે તો અવશ્ય થોડીઘણી સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય મામલે થોડી ચિંતા રહેશે. અટવાયેલાં નાણાં પરત મેળવી શકશો. વાહન-મિલકત અંગેની સમસ્યાનો ઉકેલ મળતાં હજી થોડી વાર લાગશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. મન થોડીક હળવાશ અનુભવશે. તમારી યોજનાઓ સફળ થતી જોઈ શકશો. આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. નોકરી- વ્યવસાયમાં તમારા ધારેલાં કાર્યોને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. વ્યાપારમાં નવા યુનિટના પ્રારંભ માટે આર્થિક સહાયતા મેળવી શકશો. પ્રવાસ-પર્યટનના આયોજન સફળ બનાવી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter