તા. 27 જાન્યુઆરી 2024થી 2 ફેબ્રુઆરી 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 26th January 2024 07:12 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ તમારો આધ્યાત્મિક તેમજ ધર્મકાર્યો પરત્વે રસ વધતો જણાશે. તમારા વ્યક્તિગત જીવનમાં પોઝિટિવ પરિવર્તન અનુભવાશે. આર્થિક રીતે તમારી જરૂરિયાતોને પહોંચી વળવા માટેની જોગવાઈ આસાનીથી કરી શકશો. કામગીરીના ક્ષેત્રમાં તમારા સહકર્મચારી સાથેનો તણાવ હવે ઓછો થતો જણાય. ધંધા-વ્યવસાય માટેની નાણાની જરૂરત લોન અથવા સ્ત્રોતના માધ્યમથી પૂર્ણ કરી શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આપનું આ સપ્તાહ ઘણું સારું રહેશે. તમારી ઘણી સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો. આર્થિક રીતે થોડું બેલેન્સ બનાવી રાખવું જરૂરી રહેશે. નકામા ખર્ચાઓ ટાળવાની જરૂરિયાત વર્તાશે. શિક્ષણના ક્ષેત્ર માટે આ સમય ખૂબ સારો સાબિત થશે. પારિવારિક સમસ્યાઓનું સમાધાન લાવવા માટેની પહેલ તમારા તરફથી કરવી પડશે. વ્યવસાય-નોકરીમાં સ્થિતિ યથાવત્ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારા વાણીવર્તન અને સ્વભાવ થકી લાંબા સમયથી અટવાયેલાં કામને પૂર્ણ કરી શકો છો. તમારા જૂના મિત્રો સાથે આ સપ્તાહમાં મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સામાન્ય તકલીફ રહેશે. આર્થિક રીતે આ સપ્તાહમાં કોઈ મોટો લાભ પ્રાપ્ત કરી શકશો. અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ થાય. નોકરિયાત વર્ગને ભાવુક થઈને કામગીરી કરવાથી નુકસાન ભોગવવું પડી શકે છે તેથી કાળજી રાખવી.
• કર્ક (ડ,હ)ઃ તમારી કોઈ ખરાબ આદત હોય તો હવે એને છોડવી જરૂરી છે, નહીં તો એ તમારા માટે જ નુકસાનદાયક સાબિત થશે. વાહનથી સંભાળવું. નાણાકીય મામલે કોઈ ખાસ ફેરફાર જણાતો ન હોવા છતાં ખર્ચાઓને કાબૂમાં રાખવાની અહીં સલાહ રહેશે. ઘણી વખત તમારા સ્વભાવને કારણે પરિવારમાં ટેન્શન ઊભું કરી શકો છો. ધંધા-ઉદ્યોગમાં એક લક્ષ્ય રાખીને એ દિશામાં આગળ વધવાથી ફાયદો થાય.

• સિંહ (મ,ટ): નાણાં સંબંધિત બાબતો તમારા માનસિક તણાવનું કારણ બની શકે છે. કામનું દબાણ થોડું પ્રેશર આપી શકે છે. આથી આગોતરું આયોજન કરશો તો નુકસાન ઓછું થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને તમારા ખાવાપીવા પર થોડું ધ્યાન રાખવું જરૂરી રહેશે. કરિયરની શરૂઆત કરનારા માટે આ સપ્તાહ તરફેણમાં રહેશે. ધંધા-ઉદ્યોગમાં મોટા ફાયદા જોઈ શકશો. દામ્પત્યજીવન માટે આ સપ્તાહ ઘણું સારું રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જો તમારું સ્વાસ્થ્ય નબળું હોય તો આ સપ્તાહ દરમિયાન થોડી કસરત - યોગાસન વગેરે પર વધુ ભાર આપવો જરૂરી છે. તમારા નિયમિત જીવનક્રમમાં ચેન્જ લાવવો જરૂરી છે. આ સપ્તાહમાં કોઈ નાની મુસાફરી પણ શક્ય છે. ધંધા-વ્યવસાયમાં નવી નવી ટેકનોલોજીને થોડી વધુ વિકસાવવાની જરૂરત રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ થોડું ટેન્શનવાળું પસાર થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં થોડો વિલંબ થાય.
• તુલા (ર,ત)ઃ આ સમય લાભકારક પુરવાર થાય. કોઈ વ્યક્તિગત અધૂરા કાર્યો હવે પૂરાં થઈ શકશે. નાણાકીય રોકાણ કરવા માટે આ સપ્તાહ ઘણું સારું ફાયદાકારક રહેશે. પરિવારના સભ્યો સાથે આ સપ્તાહે ક્યાંક નાની ટ્રીપ ઉપર જવાનું આયોજન થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં સારા કામની ઓફર મળવાની સંભાવના રહેશે. વિઝાને લગતી સમસ્યામાંથી હવે બહાર આવી શકશો. મકાન-મિલકતના પ્રશ્નો પણ હવે ધીમે ધીમે ઉકેલાતા જણાશે.

• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ સ્વાસ્થ્યના મામલે થોડું નરમગરમ રહે. પગના દુઃખાવા, સાંધાની તકલીફ તેમજ ખાંસી-શરદીની સમસ્યાઓ રહેશે. આર્થિક રીતે કોઈ યોગ્ય નિર્ણય લઈને આગળ નહીં વધો તો મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ગ્રહોની શુભ સ્થિતિ તમારા કાર્યક્ષેત્રમાં ચાર ચાંદ લાવી શકે છે. થોડી મહેનત વધારે કરવી પડશે. નોકરીમાં તમારા જગ્યાની ફેરબદલી થાય કે નવી જગ્યાએ કામકાજ શરૂ કરો એવી સંભાવના રહેશે.

• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આપનું આ સપ્તાહ મધ્યમ રહેશે. વ્યવસાયિક તેમજ સામાજિક રીતે બેલેન્સ રાખીને તમારે કામગીરી કરવી પડશે. તમારી મહેનતનું યથાયોગ્ય પરિણામ મેળવવા માટે હજી થોડી રાહ જોવી પડે. ધંધા-વેપારમાં થોડી વ્યવસ્તતા વધતી જોવા મળશે. નોકરીના કામકાજમાં એક જગ્યાથી બીજી જગ્યાની દોડધામ વધતી જોઈ શકશો. નવાં વાહનની ખરીદીની ઇચ્છા હવે પૂર્ણ થતી જોવા મળશે.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં તમારા જીવનમાં સારાં એવા સકારાત્મક પરિણામ જોઈ શકશો. કાર્યક્ષેત્રે તમારાં માન-સન્માન-પ્રતિષ્ઠા વધતાં જોવા મળશે. સંપત્તિમાં વધારો થાય. નાણાકીય રીતે ફાયદો જોઈ શકશો. ઉછીનાં નાણાં પરત મળે તેવા ઉજળા સંજોગો છે. ધંધા-વ્યવસાયમાં નવા રોકાણ, પ્રોજેક્ટ્સ પર કામ હાથ ધરી શકો. સંતાનોની સમસ્યાનો ઉકેલ મેળવવાના તમારા પ્રયત્નો સફળ થાય. પરિવાર સાથે આનંદની પળો માણી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય થોડો પ્રતિસ્પર્ધાવાળો સાબિત થાય. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં ઘણા પડકારોનો સામનો કરવો પડશે. જોકે આપ મક્કમ મને કામગીરી શકશો તો દરેક પડકારનો યોગ્ય સામનો કરીને અવશ્ય વિજય પ્રાપ્ત કરી શકશો. મકાન-મિલકતની સમસ્યા હજી યથાવત્ રહેતી જણાશે. જોકે આ સપ્તાહમાં થોડી આનંદની ક્ષણો પણ મેળવશો. કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી આજુબાજુની પરિસ્થિતિને અનુકૂળ થઈને કામગીરી કરવાથી દરેક સમસ્યાનું યોગ્ય સમાધાન મેળવી શકશો. પારિવારિક મતભેદોનો અંત લાવવા માટે યોગ્ય વ્યક્તિ સાથે વાટાઘાટો કરીને એનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરજો. આર્થિક રીતે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે થોડું ખેંચાવું પડે. ધંધા-વ્યવસાયમાં ભાગીદારીના મામલે થોડી વધુ ચોકસાઈ રાખીને કામગીરી કરવી જરૂરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter