વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આપનું આ સપ્તાહ નવી શરૂઆત તેમજ સ્વાસ્થ્યને લઈને કોઈ સારા સમાચાર લઇને આવશે. ભાગ્ય તમારી સાથે રહેશે. જેના કારણે ઓછી મહેનત છતાં પણ શુભ પરિણામ પ્રાપ્ત કરી શકશો. વ્યાપાર-ઉદ્યોગમાં દરેક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને આગળ વધવાની સલાહ રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સારો છે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય તમારી કાર્યક્ષમતા તેમજ ધીરજની કસોટી લેશે. તમારી ઉપરી અધિકારીને તમારા કાર્યો દ્વારા પ્રભાવિત કરવામાં તમારી મહેનત સફળ રહેશે. આર્થિક રીતે આ સપ્તાહ થોડું ખર્ચાળ સાબિત થઈ શકે છે, જેથી ધ્યાન રાખવું. કૌટુંબિક જવાબદારીનું ભારણ પણ વધતું જોવા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ આયોજન તમને દરેક કાર્યોમાં સફળતા અપાવશે. મૂડીરોકાણ અથવા કોઈ નવા કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા હો તો એના વિશે થોડી ગુપ્તતા જાળવજો. સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારો અધિકાંશ સમય પસાર થશે.
• કર્ક (ડ,હ)ઃ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો હવે અંત આવશે. જોકે તમારા સ્વભાવમાં થોડો બદલાવ લાવવાની જરૂરિયાત રહેશે. બાકી લેણાં પરત આવતાં આર્થિક રીતે થોડી વધુ સદ્ધરતા થતી જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં પણ માર્ગ આડે આવેલા અંતરાય દૂર થતાં જોઈ શકશો.
• સિંહ (મ,ટ): આ સપ્તાહમાં પારિવારિક સંબંધો તેમજ મિત્રો સાથેના અણબનાવ દૂર થતાં જોઈ શકાય. કોઈ મહત્ત્વપૂર્ણ યોજનાઓ પરિપૂર્ણ કરવા માટેનો પણ આ ઉત્તમ સમય છે. વ્યવસાયમાં નવા સાહસ અથવા ભાગીદારી સાથે જોડાઈ શકો છો. નોકરિયાત વર્ગ માટે આ સમયમાં પગારવધારો અથવા પ્રમોશન થઈ શકે તેવા સંજોગો રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહ સુખ-શાંતિમય તેમજ સ્વાસ્થ્ય સુધારાવાળું રહેશે. કોઈ સંત-મહાપુરુષના આશીર્વાદ તમારી માનસિક શાંતિમાં વધારો કરશે. વ્યાપાર-ઉદ્યોગમાં મૂડીરોકાણની વ્યવસ્થા કરવા માટેના તમારા પ્રયત્નો થોડાક અવરોધ બાદ સફળ થતાં જોવા મળશે. કોર્ટ-કચેરીના મામલાઓ પણ હવે ઉકેલાતા જોઈ શકશો.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહ થોડું વધુ વ્યસ્તતા ધરાવતું રહેશે. કાર્યને લઈને અથવા અન્ય કોઈ કારણોસર તમારી દોડધામ વધતી જોવા મળશે. નવા પ્રોજેક્ટ્સ અથવા કામની શરૂઆત માટેની વાટાઘાટો પર હવે સફળતા મેળવી શકશો. વિદ્યાર્થીઓને જે પરિણામની ઈચ્છાઓ હોય તે હવે પરિપૂર્ણ થતી જોઈ શકશે. યાત્રા-પ્રવાસ દ્વારા આનંદ મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં શારીરિક મામલે પહેલાં કરતાં વધુ સ્વસ્થતા જોવા મળશે. આ અઠવાડિયામાં કોઈ નવાં કામની શરૂાત શક્ય બનશે. વ્યાપારમાં નવા રોકાણો માટે પણ સમય સારો છે. શેરસટ્ટાથી દૂર રહેવાની અહીં સલાહ રહેશે. આર્થિક સ્થિતિમાં હવે સુધારો થતો જોઈ શકશો. ભાઈ-બહેન તરફથી કોઈ સારા સમાચાર મળશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ અણધાર્યા કાર્યો પાછળ સમયની બરબાદી થતી જોવા મળે. નવી સમસ્યાઓ તમારી પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવે. નિરર્થક વિવાદમાં તમારો સમય બરબાદ કરશો નહીં. આર્થિક પરિસ્થિતિ યથાવત રહેશે. માતાપિતાના સ્વાસ્થ્યની ચિંતા હવે હળવી થતી જોવા મળશે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ આનંદ-ઉલ્લાસવાળું પસાર થાય. નવી પ્રવૃત્તિઓ દ્વારા તેમજ સંયુક્ત સાહસ દ્વારા તમારા કાર્યોમાં સફળતા મળતી જોઈ શકશો. ભૂતકાળમાં કરેલા રોકાણોનું ફળ હવે જોવા મળશે. શક્ય છે આ સપ્તાહમાં પરિવાર સાથે કોઈ નાની ટ્રીપનું આયોજન કરશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં તમે નક્કી કરેલા કાર્યો પૂર્ણ કરવા માટે ખૂબ મહેનત કરશો. પરિણામ પણ સારા મેળવશો. ખર્ચાઓ પર થોડો અંકુશ જરૂરી રહેશે. મિત્રો, પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો. વ્યવસાયિક રીતે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે પણ તમારો અનુભવ અહીં કામ લાગશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ શારિરીક રીતે હવે થોડી વધુ કાળજી રાખવાની જરૂરિયાત રહેશે. નિયમિત કસરત, યોગ સાથે સાથે યોગ્ય આહારનું પણ આયોજન જરૂરી રહેશે. કોઈપણ કાર્ય ઉતાવળથી કરવું નહીં, ધૈર્યથી કામ કરવું. આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટેના આયોજન પણ હવે સફળ થતાં જોવા મળશે. ઘરની સમસ્યાઓનો અંત આવશે.


