તા. 27 સપ્ટેમ્બર 2025થી 03 ઓક્ટોબર 2025 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 26th September 2025 10:26 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય ભાગ્યોદયકારક રહેશે. દરેક કાર્યોમાં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયિક ક્ષેત્રોમાં ભાગીદારો થકી લેણાંદેણી સારી રહેશે. આવનાર સમયમાં પ્રોપ્રર્ટીને લગતા કામકાજોમાં ફાયદો થાય. નોકરીના ક્ષેત્રમાં થોડી તકેદારી રાખવી આર્થિક રીતે સમય સારો રહેશે. આપના ગુસ્સા ઉપર થોડો નિયંત્રણ રાખશો તો દરેક કાર્યોમાં સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્યસંબંધી સામાન્ય સમસ્યાઓ ચિંતા રખાવશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ મનોસ્થિતિ વધુ મજબૂત બનતાં નવીન એનર્જી અને સ્વસ્થતાનો અનુભવ કરશો. મીડિયા કે કલાક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિઓ માટે આ સમય ખૂબ જ બળવાન કહી શકાય. વ્યવસાયિક કામગીરીમાં થોડી પરેશાનીઓનો સામનો કરવો પડે. નાણાકીય રીતે સમય મધ્યમ રહેશે. આરોગ્ય બાબતે ખાસ કાળજી માંગી લેતો સમય. કોર્ટ-કચેરીમાં નુકસાની વેઠવી પડે. લગ્નવિષયક સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય મિશ્રફળ આપનારો છે. વ્યવસાયિક ક્ષેત્રમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. મન પર ભારણનો અનુભવ થાય. કૌટુંબિક જવાબદારીઓ કે માંગલિક પ્રસંગોથી થોડી હળવાશ અનુભવાય. નોકરીના ક્ષેત્રમાં આપના વિરોધીઓ સામે વિજય પ્રાપ્ત થાય. મુસાફરી-પ્રવાસના કારણે વ્યવસાયમાં ફાયદો થાય. કોઈક અંગત વ્યક્તિનાં સહયોગ આપના આત્મવિશ્વાસમાં વધારો કરવામાં મદદરૂપ થઈ શકે છે.
• કર્ક (ડ,હ)ઃ કોઈક જૂના મિત્રો સાથે મુલાકાતના પ્રસંગો બળવાન બનશે. કાળજીપૂર્વકની યોજનાઓ વ્યવસાયમાં સફળતા અપાવશે. નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં ઇચ્છિત જગ્યાઓ પ્રાપ્ત કરી શકશો. કૌટુંબિક મિલકતથી લાભ થાય. નવાં રોકાણો શક્ય બને. સંતાોના અભ્યાસના પ્રશ્નો હલ થાય. ધાર્મિક ક્ષેત્રની મુલાકાત પ્રવાસ શક્ય બને.
• સિંહ (મ,ટ): આ સમયમાં વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચેનું બેલેન્સ બનાવી રાખવા માટે ખૂબ મહેનત કરવી પડે. કોઈ પણ જાતની લાપરવાહી તમારા માટે નુકસાનદાયક પુરવાર થઈ શકે છે. ધંધાકીય બાબતોમાં જે તે નિર્ણય તમે જાતે જ લો. આર્થિક સહાયતા પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્યને લઈને પણ થોડી વધુ સજાગતા હવે તમારે રાખવી પડશે. વિઝાને લગતી સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવન સંબંધિત ઉત્સાહ અને આનંદનો ફરીથી અનુભવ કરી શકશો. કાર્યક્ષેત્ર તેમજ વ્યક્તિગત જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. વ્યવસાયિક કાર્યોમાં પાર્ટનર સાથેનો મતભેદ દૂર થાય. આર્થિક સ્થિતિ સુધરતી જોઈ શકાય. અહીં મકાનની રિપેરીંગ બાબતોમાં આગળ વધી શકશો. વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને થોડું ભારણ રહેશે. કોર્ટ-કચેરીમાં હજી નિર્ણય આવતા વાર લાગશે.
• તુલા (ર,ત)ઃ તમારા વિરોધીઓની ગતિવિધિને નજરઅંદાજ ન કરવાની અહીં સલાહ રહેશે. ખાસ કરીને વ્યવસાયિક મામલાઓમાં ખૂબ કાળજી રાખીને કામગીરી કરવાની સલાહ રહેશે. નોકરીમાં આ સપ્તાહ દરમિયાન આપની કામગીરીનું ભારણ વધતું જોવા મળે. જોકે સામે તમારા કામની પ્રશંસા પણ મેળવી શકશો. નવા વાહનની ખરીદીના યોગ છે. નાની યાત્રા-પ્રવાસની ઇચ્છાઓ પૂર્ણ કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે કોઈ ગંભીર સમસ્યા રહેશે નહીં. સપ્તાહ દરમિયાન નાણાકીય લેવડદેવડમાં ખાસ ધ્યાન રાખશો. બને તો ઉધાર પૈસા લેવાનું ટાળજો. નોકરિયાત વ્યક્તિોને કોઈ સારી જોબ ઓફર પ્રાપ્ત થાય. વ્યાપારિક રીતે આ સમય ઘણો સારો રહેશે. નવી ઓફરો તેમજ નાણાકીય સહાય પ્રાપ્ત કરી શકાય. પ્રવાસ-પર્યટનથી મનોસ્થિતિ થોડી હળવી બનશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન ઘરનું વાતાવરણ અનુશાસિત તથા વ્યવસ્થિત બની રહે તેના માટે તમારે તનતોડ મહેનત કરવી પડશે. સંતાનોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે શાંત ચિત્ત રાખીને નિર્ણય લેવા જરૂરી છે. વ્યવસાયિક કામગીરીમાં યોગ્ય કોમ્યુનિકેશન જાળવી રાખશો તો દરેક મુશ્કેલીનું નિરાકરણ મેળવી શકશો. નોકરિયાત વર્ગને બઢતીના સંજોગો ઊભા થાય. સ્વાસ્થ્ય સંબંધિત થોડી ચિંતાઓ રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ થોડું બેચેની અને માનસિક તણાવવાળું પસાર થાય. નાણાકીય લેવડદેવડમાં ખૂબ ધ્યાન રાખીને આગળ વધજો, નહીં તો મોટી નુકસાનીમાં ફસાઈ જવાનો વખત આવી શકે છે. વ્યવસાય-ઉદ્યોગમાં હમણાં કોઈ નવા કાર્યની શરૂઆત ન કરવાનું સલાહભર્યું રહેશે. નોકરિયાત વર્ગને પોતાના અધિકારો પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. નવી નોકરીની શોધખોળમાં સફળતા પ્રાપ્ત કરશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહની શરૂઆતના દિવસોમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જોકે અંત સુધીમાં તમારી દરેક સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ થશો. નોકરી-વ્યવસાયમાં કાયદાકીય દાવપેચમાંથી પસાર થવું પડે. પાર્ટનરશીપથી સંભાળવું. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત કરી શકશો. નાની પિકનિકનું આયોજન સફળ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી અંદર રહેલી પ્રતિભા તેમજ ક્ષમતાને હવે બહાર લાવો, જે તમને સફળતાના માર્ગે દોરી જશે. તમારી વિશેષ ઉપલબ્ધિની ચર્ચા ચારે બાજુ થતી જોવા મળશે. નોકરિયાત વર્ગને કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂરો કરવા માટે દોડધામ વધી જાય. વ્યવસાય જગતમાં ભાગીદારી થકી ફાયદો થાય. માતાપિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે. ડાયેટ ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter