તા. 28 જૂન 2025થી 04 જુલાઇ 2025 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 27th June 2025 06:31 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ તમારું આરોગ્ય આ અઠવાડિયા દરમિયાન સ્વસ્થ રહેશે. જોકે આ સમયમાં કોઈપણ પ્રકારની મુસાફરી ટાળો. મુસાફરી તમારા માટે તણાવયુક્ત, કંટાળાજનક રહી શકે છે. નાણાં સંબંધિત નિર્ણય લેતી વખતે કાળજી રાખવી. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહે તમે ઊર્જાથી ભરેલા રહેશો. કાર્યો પૂર્ણ કરવા માટે ખૂબ સારો સમય છે. તમારા સંતાનના શિક્ષણ માટે પૈસા ખર્ચવા પડી શકે છે. પારિવારિક શાંતિ જાળવવા માટે વડીલોની સહાય લેવી તેમજ તેમના અભિપ્રાયને માન આપવું જરૂરી.
• મિથુન (ક,છ,ઘ)ઃ સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યા નહીં આવે. તમારા નજીકના લોકો સાથે તાજી હવાનો આનંદ લો. યાત્રા માટે ખૂબ સારો સમય. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. અંગત કામોને લીધે તમારે તમારા સ્વજનથી દૂર રહેવું પડશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં તમે જેટલું વધારે છુપાવશો એટલા સંવેદનશીલ અને ભાવનાત્મક બની જશો. આ પરિસ્થિતિ ટાળવાનો પ્રયત્ન કરો. ખર્ચા ઓછા કરવા જરૂરી. નાણાં સંબંધિત કોઈ નિર્ણયો ઝડપથી ન લેવા સલાહભર્યું છે. યાત્રામાં આરોગ્ય સંબંધિત નુકસાન થઈ શકે છે.
• સિંહ (મ,ટ): આ અઠવાડિયે તમારા વ્યસ્ત જીવનમાંથી થોડી ક્ષણો કાઢવાની જરૂર છે. થોડોક આરામ કરો અને મિત્રો તથા પરિવારજનો સાથે સમય પસાર કરો. સુંદર પ્રવાસના યોગ પ્રબળ છે. તમારા મિત્રો અંગત કાર્યોનો નિર્ણય લેવામાં મદદરૂપ બનશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહે જરૂરી ન હોય તો વાહન ચલાવવાથી બચો. રાત્રે કોઈપણ પ્રકારની મુસાફરીથી બચો. અન્યથા શારીરિક પીડા થઈ શકે છે. વિદ્યાર્થીઓને વિદેશ જવાના પ્રબળ યોગ છે. સ્વજનો સાથે નાની નાની બાબતે નોકઝોંક થઈ શકે છે.
• તુલા (ર,ત)ઃ તમારી આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે, પણ સુધરો થશે. તમે મહેનતનાં ફળ મેળવવા માંગતા હોવ તો સકારાત્મક રહેવાની સલાહ છે. વિદેશ પ્રવાસે જવાના યોગો ઉત્તમ છે. પ્રિયજન પણ તમારાથી ખૂબ ખુશ રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ શારીરિક તથા માનસિક લાભ માટે તમે આ અઠવાડિયે યોગની મદદ લઈ શકો છો. ઘરની બહાર નીકળો અને તાજી હવા તથા ધ્યાન-ચિંતન થકી મનને શાંતિ રાખી શકો છો. પરિવારના સભ્ય સાથે દલીલ કરવાનું ટાળો. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તન-મનનું સ્વાસ્થ્ય આ અઠવાડિયે થોડું સારું રહેશે. તમારી આવક આ સમયમાં ઘણી વધશે અને નોકરી-ધંધામાં વધુ તકો મળતી રહેશે. પરિવારજનો તથા વડીલોનું માનપાન જાળવવું જરૂરી. તેમની સલાહ - માર્ગદર્શન ઉપયોગી બનશે. યાત્રા-પ્રવાસના ઘણા સારા યોગ છે.
• મકર (ખ,જ)ઃ આ અઠવાડિયે નવું મકાન ખરીદવાના યોગ છે. તમે તમારા પ્રિયજન સાથે પ્રવાસે જઈ શકો છો. તમારા નજીકના વ્યક્તિ નાણાં માગશે, પરંતુ તમારી પાસે તેમને આપવા માટે નાણાં નહીં હોય તો તેમને મનદુઃખ થશે. નોકરી-ધંધામાં નવી તકો મળશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ અઠવાડિયે તમારે સ્વાસ્થ્યની સામાન્ય કાળજી રાખવી પડશે. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોને માન આપવું જેથી તેમની સારી વૃદ્ધિ થશે. નોકરી-ધંધા કરતાં લોકોને આવકમાં વધારો જોવા મળશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય થોડું સારું રહેશે. પ્રિયજન સાથે ગેરસમજ થઈ શકે છે. આ દરમિયાન નવી વસ્તુની ખરીદી થઇ શકે છે. જોકે નિરર્થક ખર્ચા ટાળવા જરૂરી છે. તમારી કારકિર્દીમાં પ્રગતિ થતી જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter