તા. 28 ફેબ્રુઆરી 2026થી 06 માર્ચ 2026 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Wednesday 25th February 2026 07:54 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ મનની મુરાદ સાકાર ન થતાં માનસિક અશાંતિ કે અજંપાનો અનુભવ થાય. માર્ગ આડેના અંતરાયો ધારો છો એટલા જલ્દી દૂર થાય નહીં, પરંતુ સતત પ્રયાસ અંતે સફળતા અપાવશે. આવકની દૃષ્ટિએ કોઈ જૂનો લાભ પ્રાપ્ત થઈ શકે છે જેના કારણે થોડી રાહત વર્તાય. શેરબજારથી લાભ પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતને માટે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં માર્ગ સરળ બનતો જણાય. વેપાર-ધંધામાં ઉન્નતિકારક તક આવે તો ઝડપી લેશો. મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાતાં જણાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં માનસિક રીતે સુખ અને સ્વસ્થતાનો અનુભવ થાય. સ્વસ્થતા અને સક્રિયતા વધતાં જોવા મળે. કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકાય. નાણાકીય રીતે પણ સમયની સાનુકૂળતા રહેશે. નોકરીના ક્ષેત્રમાં થોડું વધારે સાવચેત રહીને કામગીરી કરવી નહીં તો કામ તમે કરશો અને ક્રેડિટ અન્ય કોઈ લઈ જાય એવી પરિસ્થિતિ સર્જાય. ધંધાકીય પ્રવૃત્તિમાં કાર્યભાર સહન કરવો પડે. સામાજિક કાર્ય સાથે જોડાયેલા હો તેવા ક્ષેત્રમાં આ સમય જીતનો અહેસાસ કરાવશે. મિલકત સંબંધી અટવાયેલી કાર્યવાહીનો ઉકેલ મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ ધાર્યા કાર્યોની પૂર્તતા માટે તનતોડ મહેનત કરવી પડશે. કેટલીકવાર હારનો સામનો પણ કરવો પડે, પરંતુ એકધારા પ્રયાસો અચૂક સફળતા અપાવશે. ધંધા-નોકરીના સંદર્ભમાં સાનુકૂળ તકો ઊભી તશે. વિદ્યાર્થીઓેને સારાં પરિણામ મળે. ઇચ્છિત અભ્યાસ માટેના માર્ગ મોકળો થશે. પ્રવાસ-પર્યટન બાબતે જોઇએ તો આનંદની સાથે સાથે કોઈ મોટો લાભ પણ મેળવશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી થોડો વધુ સમય લાગશે. આરોગ્ય બાબતે થોડી કાળજી રાખવી જરૂરી.
• કર્ક (ડ,હ)ઃ કામના વિચારો તમારા મગજમાં ઘર ન કરી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમારી જાતને કોઈને કોઈક કારણસર વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરશો તો ફાવશો. સ્વજનની સલાહ મુજબ આગળ વધવું હિતાવહ રહેશે. કાર્યક્ષેત્ર થકી ધનલાભ થવાની સંભાવના છે. નોકરિયાત વર્ગને બઢતીના યોગ છે. દાંપત્યજીવનમાં તાલમેલ બનાવી રાખશો. મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાતા વાર લાગશે. સંતાનો બાબતે ચિંતા રહેશે.
• સિંહ (મ,ટ): આ સમય મહેનત વધારે અને સફળતા ઓછી અપાવનારો સાબિત થાય. આપના દ્વારા કરેલા દરેક કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમારી એકાગ્રતા ભંગ થાય, જેના કારણે માનસિક ઉચાટ અનુભવાય. નોકરી-વ્યવસાયમાં પણ મુશ્કેલીમાં વધારો જોવા મળશે. જોકે થોડી રાહત નાણાકીય બાબતે વર્તાય. સ્વાસ્થ્યની દૃષ્ટિએ કોઈ ખાસ મુશ્કેલી નથી. વિદ્યાર્થીઓને પોતાની મહેનતના સારાં પરિણામ મળતાં જણાય. વિદેશમાં અભ્યાસના ઉજળા સંજોગ છે.

• કન્યા (પ,ઠ,ણ)ઃ કારકિર્દીના દૃષ્ટિકોણથી આ સમય સખત મહેનત કરવાનો છે. વધુને વધુ કુશળતાનો ઉપયોગ કરીને તમારી મહેનત થકી તમારા સ્થાનને મજબૂત બનાવવું પડશે. વ્યવસાયમાં નવીન રોકાણોને કારણે વ્યસ્તતા વધે. આર્થિક રીતે સમય મધ્યમ જણાય છે. વિદ્યાર્થીઓએ ખાસ કાળજી રાખવી પડે નહીં તો અભ્યાસમાં રુકાવટના ચાન્સિસ છે. પરિવારમાં ખુશીના સમાચારને કારણે વાતાવરણ આનંદિત બની રહેશે. માંગલિક પ્રસંગોનું આયોજન થાય.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં થોડી વધુ સાવચેતી સાથે કાર્ય કરવા સૂચન છે. આપના કાર્યોમાં વધુને વધુ મહેનત અને કુશળતા દર્શાવવા પડે નહીં તો નુકશાની વેઠવી પડશે. નોકરીના ક્ષેત્રમાં જો ધ્યાન નહીં રાખો તો વિરોધીઓ આપને ટકવા નહીં દે. ખર્ચ અને આવકનું પ્રમાણ એક સરખું રહેશે. કોર્ટ-કચેરીના કાર્યો હજી વિલંબિત થતા જણાય. સ્વાસ્થ્યની બાબતે થોડી વધુ કાળજી રાખવી જરૂરી. પ્રવાસ-પર્યટન વધે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આપના માટે ખૂબ મહત્ત્વનો અને સફળતાપૂર્ણ સાબિત થાય. વ્યવસાયના ક્ષેત્રે સાથી કર્મચારીઓ દ્વારા લાભ થાય. નોકરીના ક્ષેત્રે ઇચ્છિત જગ્યાઓમાં બદલી-બઢતી શક્ય બને. આર્થિક દૃષ્ટિએ જોઇએ તો આવકના પ્રમાણમાં વધારો જોવા મળે. મકાન-મિલકતની ખરીદીના યોગ છે. વિદ્યાર્થીઓ સારાં પરિણામ પ્રાપ્ત કરશે. દાંપત્યજીવનમાં મતભેદ હોય દૂર થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય સફળતાસૂચક અને મહત્ત્વનો પુરવાર થાય. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના નિર્ણયો તમારી તરફેણમાં બદલાતા જણાય. નોકરીના કાર્યક્ષેત્રમાં તમારો સમય પ્રગતિકારક રહેશે. કુટુંબમાં માંગલિક પ્રસંગનું આયોજન થાય. વાતાવરણ ખુશમય અને આનંદિત રહેશે. વિદ્યાર્થી વર્ગને મહત્ત્વના પરિણામો પ્રાપ્ત થાય. નવી સંપત્તિની ખરીદી શક્ય બને. આર્થિક સદ્ધરતામાં વધારો થતો જણાય.
• મકર (ખ,જ)ઃ આપનો આ સમય થોડો મિશ્રભાવવાળો રહેશે. ક્યાંક ખુશીની લહર દોડે તો કોઇક મામલે ગમગીની વર્તાય. જોકે આ દરેક પરિસ્થિતિનો સામનો આપ કુશળતપૂર્વક કરી શકશો. આર્થિક દૃષ્ટિએ ખાસ મુશ્કેલી જણાતી નથી. વ્યવસાયિક કાર્યોમાં થોડું ટેન્શનવાળું વાતાવરણ રહેશે. જમીન-મકાન કે વાહન સંબંધિત નવી ખરીદી શક્ય બને. વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું પરિણામ આવી શકે છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ મહત્ત્વની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આ સમય આપના માટે પરિવર્તન લાવશે. આપના ઉત્સાહમાં વધારો થાય. કોઈક મહત્ત્વના સમાચારથી આનંદનો માહોલ સર્જાય. આર્થિક સમસ્યા ઉકેલાય. નોકરીમાં બઢતીના યોગ છે. વ્યાપારમાં નવા રોકાણો માટે સારી એવી તકો પ્રાપ્ત થાય. નવીન સંપત્તિની ખરીદી માટે સમય ખૂબ સારો રહેશે. શારીરિક તંદુરસ્તીમાં સુધારો જોવા મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આપના માટે ઘણાં અવરોધો લાવશે પણ સૂઝબૂઝ સાથે બુદ્ધિશક્તિથી આગળનું વિચારશો તો દરેક અવરોધોનો સામનો દૃઢતાથી કરી શકશો. સારાં પરિણામ પણ મેળવશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આપની કસોટી થાય. સંતાનોના લગ્નવિષયક પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય. થોડી માનસિક ચિંતા ઓછી થાય. આર્થિક રીતે સમય નહીં નફો, નહીં નુકસાનવાળો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter