તા. 28 માર્ચ 2026થી 03 એપ્રિલ 2026 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 27th March 2026 08:09 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહ કાર્યસ્થળે મિશ્ર પરિણામ આપનારું રહેશે. તમારું કામ પ્રામાણિકતા અને દૃઢતાપૂર્વક પાર પાડશો તો સફળતા મેળવશો. બિનજરૂરી કામકાજોમાં એનર્જી વ્યર્થ ના કરશો. આર્થિકવૃદ્ધિના મામલે આ સમય લાભદાયક પુરવાર થશે. વ્યાપારિક કામગીરીમાં કામનું ભારણ થોડી માનસિક અશાંતિ ઊભી કરી શકે છે. નવી નોકરીની શોધખોળ કરનારાઓ થોડી બાંધછોડ કરશે તો સફળતા પ્રાપ્ત કરશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય અતિ વ્યસ્ત પસાર થશે, જેથી વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન બનાવી રાખવા માટે યોગ્ય સૂઝબૂઝ કામે લગાડવી પડશે. ખર્ચના આયોજન પર પૂરતું ધ્યાન નહીં રાખો તો આર્થિક નુકસાની ભોગવવી પડશે. વ્યવસાયના ક્ષેત્રમાં આ સમય દરમિયાન વિદેશી ભૂમિ પરથી કોઈ મહત્ત્વપૂર્ણ કામકાજ હાથ લાગી શકે એવી સંભાવના છે. નોકરિયાતને જગ્યાની ફેરબદલી થવાના યોગ છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં માનસિક શાંતિ-સંતુલન જાળવવા માટે બને એટલો સમય પરિવાર સાથે વ્યતીત કરશો. સંતાનો માટે પણ સમસ્યાઓનું સમાધાન તેમની સાથે સમય પસાર કરીને શોધી શકશો. આર્થિક રીતે કોઈ મુશ્કેલી રહેશે નહીં. ઓચિંતાનો ધનલાભ થવાના યોગ છે. નોકરીમાં હાલની પરિસ્થિતિને સમજીવિચારીને કાર્યભાર સંભાળશો તો પ્રગતિ નિશ્ચિત છે. વ્યવસાયના કારણે યાત્રા-પ્રવાસ થઈ શકે છે.
• કર્ક (ડ,હ)ઃ દરેક પડકાર અને અવરોધોનો આ સમયમાં મક્કમતાથી સામનો કરીને ધીમે ધીમે પરિસ્થિતિ સાનુકૂળ બનાવી શકશો. વ્યવસાયિક રીતે આ સપ્તાહે એવી ઘણી પ્રગતિકારક તકો હાથ લાગશે જેનાં કારણે નાણાકીય સમસ્યાઓ પણ હલ થઈ શકશે. નોકરીના ક્ષેત્રમાં તમારી ક્ષમતા અનુસાર પ્રગતિ કરી શકશો. માથાનો સામાન્ય દુઃખાવો કે આંખની તકલીફ આ સમયમાં રહેશે. વાહન કે મિલકતની ખરીદી હમણાં થોડો સમય સ્થગિત રાખવાનું સલાહનીય રહેશે.
• સિંહ (મ,ટ): આપની ગ્રહયોગોની ચાલ આ સપ્તાહે ઘણાં હકારાત્મક પરિણામોને લઈને આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો જણાય. વ્યવસાયને લગતાં કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ મેળવી શકશો. નોકરિયાત વર્ગે હિતશત્રુથી સાચવવું. લગ્નવાંચ્છુ માટે યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. વાહન-જમીન-મકાનના અટવાયેલા કાર્યો પૂર્ણ કરી શકશો. સપ્તાહ દરમિયાન કોઈ જરૂરિયાતમંદને મદદરૂપ બનશો. વિદેશપ્રવાસ શક્ય બને.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કોઈ ખાસ કારણોસર આ સમયમાં આપની દોડધામ વધશે - ચાહે એ વ્યવસાયિક હોય કે વ્યક્તિગત બાબત. પરિવાર અને મિત્રોના સહયોગથી આપના અધૂરા કાર્યો પૂરા કરી શકશો. નોકરી કરનારા વ્યક્તિઓ માટે આપના વરિષ્ઠ અધિકારી સાથેના સંબંધોમાં સુધારો લાવી શકાય. મેડિકલ ક્ષેત્રના વ્યક્તિઓ માટે પ્રગતિના નવા દ્વારા ખુલતાં જોવા મળે. ઉદ્યોગ-વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ ઉપર કામની શરૂઆત થઈ શકશે. બાળકોના સ્વાસ્થ્ય બાબતે થોડી વધુ કાળજી રાખવી જરૂરી.

• તુલા (ર,ત)ઃ લાંબા સમયથી અટવાયેલા કાર્ય અહીં પૂર્ણ થતા જણાય, જેનાં કારણે મોટો ફાયદો પણ મેળવી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં કોઈ ખોટા વાદવિવાદમાં ન ફસાવાય એનું ખાસ ધ્યાન રાખશો. નોકરિયાત વર્ગને પોતાના લક્ષ્ય તરફ પહોંચવા માટે સખત મહેનત અને અથાગ પરિશ્રમ કરવા પડશે. કાયદાકીય ગૂંચવણમાંથી બહાર આવવા માટે થોડું જતું કરશો તો વિજય મેળવી શકશો. વાહનની ખરીદી શક્ય બને.

• વૃશ્ચિક (ન,ય)ઃ વાસ્તવિક સમય-સંજોગને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશો તો હતાશાના વાદળમાંથી આશાના કિરણો જોઈ શકશો. આર્થિક મૂંઝવણને પહોંચી વળવા માટેના નવાં રસ્તા પ્રાપ્ત કરી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં થોડા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નજીકના જ વ્યક્તિ દગો કરી જાય એવી પરિસ્થિતિ સર્જાય. માતાપિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થોડીઘણી હલ થતી જોવા મળશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સમય અને યોગ ભલે ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરિત બને, જો તમારું મનોબળ અને ધીરજ જાળવશો તો દરેક પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર આવી શકશો. ધીરેલા નાણાંમાંથી લાભ મેળવશો. લોન કે દેવામાંથી મુક્તિ મળે એવી જોગવાઈ કરી શકશો. વ્યાપારના ક્ષેત્રમાં આપની સૂઝબૂઝને કામ લગાડી આગળના નિર્ણયો લેશો તો પ્રતિસ્પર્ધી સામે વિજય મેળવશો. મિલકત સંબંધી સમસ્યાઓનો ઉકેલ આવે.
• મકર (ખ,જ)ઃ આ સમય મિશ્ર પરિણામ આપનારો છે. સારાનરસા અનુભવોમાંથી પસાર થવું પડે. ચિંતા-ઉપાધિમાંથી મુક્તિ માટે અધ્યાત્મ તેમજ મનન-ચિંતન ઉપર વધુ ધ્યાન આપવું જરૂરી. ધંધાકીય કાર્યોમાં ક્ષણિક લાભ લેવા માટે લાંબા ગાળાના ફાયદાને દાવ પર ન લગાવતા. નોકરીમાં થોડીઘણી ઉપર-નીચેવાળી પરિસ્થિતિનું નિર્માણ થાય. જોઈજાળવીને આગળ વધશો. યાત્રા-પ્રવાસના આયોજન શક્ય બને.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં ગુસ્સા-આક્રોશને થોડો કંટ્રોલમાં રાખજો. લાગણીઓ પર કાબૂ રાખશો તો સ્વસ્થતા અને શાંતિનો અનુભવ કરી શકશો. ખોટી ગેરસમજ કે વ્યથાના પ્રસંગોથી દૂર રહેશો. નોકરિયાતને માર્ગ આડેના અંતરાયો દૂર થાય. વ્યવસાયિક ક્ષેત્રે આર્થિક લાભ મેળવવાના પ્રયત્નોમાં સફળતા મેળવશો. ગૃહજીવનના ખટરાગ દૂર થશે. મકાન-મિલકત સંબંધી સમસ્યામાં ધાર્યું પરિણામ મેળવશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આર્થિક પ્રતિકૂળતા સૂચવે છે. પરિણામે આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે જોવા મળે. વધુ પડતા ખર્ચાને અંકુશમાં રાખશો તો પરિસ્થિતિ પર કાબૂ મેળવશો. ધંધા-વ્યવસાયના ક્ષેત્રમાં ઉન્નતિના માર્ગને મોકળો કરવા વિચારસરણીમાં થોડોક ફેરફાર લાવશો તો ફાવશો. નોકરીના ક્ષેત્રે કોઈ અગત્યના નિર્ણય લેતા પહેલાં આપના ઉપરી સાથે ચર્ચાવિચારણા કરી લેશો. જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter