તા. 28 મે 2022થી 3 જૂન 2022 સુધી

સાપ્તહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 27th May 2022 08:46 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ આ સમય તમારા જીવનમાં આગળ વધવાનો માર્ગ મોકળો કરશે. તકને ઝડપી લેશો તો ફાવશો. સપ્તાહ દરમિયાન થોડી વધુ પારિવારિક જવાબદારી તમારા શીરે રહેશે. નાણાંકીય રીતે થોડી ચિંતા રહેશે. ખર્ચાની ચૂકવણી માટેના નાણાંની જોગવાઈ કરવા ખૂબ મહેનત કરવી પડે. વ્યવસાય-ઉદ્યોગમાં કોઈ પણ જાતના આર્થિક અથવા કાયદાકીય નિર્ણય લેવામાં ઉતાવળ કરશો નહીં. વિદ્યાર્થીઓ માટે સફળ સમય પૂરવાર થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન ભવિષ્યના કેટલાક કાર્યો માટે જે શરૂઆત ઈચ્છતા હશો એ શક્ય બની શકે છે. તમારા ફસાયેલાં નાણાં પરત મળતાં આર્થિક રીતે રાહત અનુભવશો. વ્યવસાયિક રીતે નવી ભાગીદારીથી લાભ મેળવી શકશો. નોકરીમાં કામની વધુ જવાબદારી રહેશે. પરિવાર સાથે થોડો સારો સમય વ્યતીત કરી શકશો. મહત્ત્વના કામકાજો પૂર્ણ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય થોડો મુશ્કેલ જણાય. જે સમસ્યાના ઉપાય શોધવા માંગો છો એ હજી વણઉકેલ જ રહેશે. જોકે કોઈ યોગ્ય વ્યક્તિની સલાહથી આગળ વધશો તો થોડીઘણી રાહત અનુભવશો. કાર્યક્ષેત્રે આપના પ્રયત્નો ચાલુ રાખશો, તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેતન કરવી પડશે. આર્થિક સ્થિતિ સુધરતી જણાય. પતિ-પત્ની વચ્ચે મતભેદ હોય તો દૂર થાય.
• કર્ક (ડ,હ)ઃ સરકારી કામકાજ સાથે જોડાયેલા અથવા તો રાજકારણમાં સક્રિય હોય એવા વ્યક્તિ માટે થોડો વિપરિત સમય પસાર થાય. થોડું ટેન્શન વધતું જોવા મળે, જેની સ્વાસ્થ્ય પર પણ અસર જોઈ શકાય. નાણાંકીય બાબતોમાં આવક-જાવકનું પ્રમાણ યથાવત્ રહેશે. મકાન-વાહનની ખરીદીની બાબતમાં હજી થોડો સમય રાહ જોવી પડશે. કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં રહેશે, પરંતુ નુકસાની પણ ભોગવવી પડશે.
• સિંહ (મ,ટ)ઃ આ સમયમાં આપના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચેનું બેલેન્સ બનાવી રાખવા માટે ખૂબ મહેનત કરવી પડે. કોઈ પણ જાતની લાપરવાહી તમારા માટે નુકસાનદાયક પૂરવાર થઈ શકે છે. ધંધાકીય બાબતોમાં જે તે નિર્ણય તમે જાતે જ લો. આર્થિક સહાયતા પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્યને લઈને પણ થોડી વધુ સજાગતા તમારે રાખવી પડશે. વિઝાને લગતી સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવન સંબંધિત ઉત્સાહ અને આનંદનો ફરી અનુભવ કરી શકશો. કાર્યક્ષેત્ર અને વ્યક્તિગત જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. વ્યવસાયિક કાર્યોમાં પાર્ટનર સાથેના મતભેદ દૂર થાય. આર્થિક સ્થિતિ સુધરતી જણાય. અહીં મકાન રિનોવેશનની બાબતોમાં આગળ વધી શકશો. વિદ્યાર્થી વર્ગને પરીક્ષાને લઈને થોડું ભારણ રહેશે. કોર્ટ-કચેરીમાં હજી નિર્ણય આવતા વાર લાગશે.
• તુલા (ર,ત)ઃ તમારા વિરોધીઓની ગતિવિધિને નજરઅંદાજ ન કરવાની સલાહ છે. ખાસ કરીને વ્યવસાયિક બાબતોમાં ખૂબ કાળજી રાખીને કામગીરી કરવા સલાહ રહેશે. નોકરીમાં આ સપ્તાહ દરમિયાન કામગીરીનું ભારણ વધતું જોવા મળે. જોકે, સામે તમારા કામની પ્રશંસા પણ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાની યાત્રા-પ્રવાસની ઈચ્છા પૂર્ણ થશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જોકે, કોઈ ગંભીર સમસ્યા જણાતી નથી. સપ્તાહ દરમિયાન નાણાંકીય લેવડ-દેવડમાં ખાસ ધ્યાન રાખશો. બને તો ઉધાર પૈસા લેવાનું ટાળજો. નોકરિયાત વ્યક્તિને વધુ સારી જોબની ઓફર મળે. વ્યાપારિક રીતે આ સમય ઘણો સારો રહેશે. નવી ઓફરો તેમજ નાણાંકીય સહાય પ્રાપ્ત કરી શકાય. પ્રવાસ-પર્યટનથી માનસિક તણાવ હળવો કરી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ લાંબા સમયથી જેની પ્રતીક્ષા કરતા હતા તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ સમય આવી ગયો છે. તમારી મહેનત અને કુશળતા બતાવવાનો પણ યોગ્ય સમય છે. આર્થિક રીતે રાહત રહેશે. જૂનાં દેવાને હવે તમે ચૂકતે કરી શકશો. વ્યવસાય-નોકરીના ક્ષેત્રે તમારી કાર્યપ્રણાલીમાં પરિવર્તન જરૂરી છે. આના થકી જ તમે સફળતા મેળવી શકશો. કામ સાથે ઘર-પરિવારમાં પણ પૂરતો સમય ફાળવવો જરૂરી.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન પરિસ્થિતિ થોડી જટિલ અને મુશ્કેલ બનતી જોવા મળશે. થોડી વધુ ધીરજ સાથે કામગીરી કરશો તો મુશ્કેલ સમયને પણ આસાન બનાવી શકશો. નોકરીમાં હમણાં જ જોડાયા હોવ તો થોડું સમાધાનકારી વર્તન રાખી કામગીરી કરશો. વ્યવસાયમાં નવી ભાગીદારી કરતાં પહેલાં દરેક પાસાં ચકાસીને આગળ વધજો. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. સંતાનો તરફથી ખુશીના સમાચાર મળે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ કોઈની પાસેથી વધુ પડતી આશા રાખવા કરતાં પોતાની જાતે જ મહેનત અને વિશ્વાસ રાખીને કામગીરી કરશો તો યોગ્ય સફળતા મેળવી શકશો. નાણાંકીય સ્થિતિ હાલ પૂરતી ડામાડોળ જણાય, પરંતુ ખર્ચા પર નિયંત્રણ રાખીને પરિસ્થિતિ પર કંટ્રોલ મેળવી શકો છો. વ્યાપારમાં નવું કામ શરૂ કરવાની ઈચ્છા હશે તો તેને તરત અમલમાં મૂકી આગળની કામગીરી શરૂ કરી શકો છો. મકાન-મિલકત-પ્રોપર્ટીના પ્રશ્નોનો હલ મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો જોવા મળે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય. અંગત સમસ્યાનો હલ મેળવી શકશો. વ્યાપાર-નોકરીમાં પણ તમારી યોજનાઓને સફળ થતી જોઈ શકશો. આર્થિક રીતે કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી. નવા રોકાણો માટેની નાણાંકીય જોગવાઈ ઊભી કરવામાં સફળ થશો. નાના પ્રવાસની યોજનાથી મન પ્રફુલ્લિત થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter