તા. 3 જૂન 2023થી 9 જૂન 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 02nd June 2023 07:16 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં તમારા વિચારોને સંતુલિત રાખી કાર્યને આગળ વધારશો તો અચૂક સફળતા મેળવશો. અટવાયેલા નાણાં પરત મળવાથી આર્થિક સદ્ધરતામાં વધારો થાય પરંતુ જો કોઈ મોટા રોકાણો કરવાનું વિચારતા હો તો હમણાં હજી સમય તમારા પક્ષમાં નથી. નોકરી-વ્યવસાયમાં ફેરફારને લગતાં નિર્ણયો તમારા હિતમાં થાય. ધાર્મિક તેમજ પારિવારિક પ્રસંગોને કારણે વ્યસ્તતા વધે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ જીવનશૈલીમાં થોડાઘણાં ફેરફાર કરવા અતિ આવશ્યક બની રહેશે. જો કોઈ ખોટાં વ્યસન હોય તો તેને દૂર કરવા માટેના પ્રયત્નો શરૂ કરવા જરૂરી રહેશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી લાવવા માટે આવકનાં નવા સાધનો ઊભા કરી શકશો. જોકે કોઈ પણ કામ કરતાં પહેલાં સો વાર વિચાર કરીને જ આગળ વધવું હિતાવહ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી હાજરી માત્રથી જ ઘણાં કામો આસાન થઈ રહેશે. કોર્ટ–કચેરીથી સંભાળીને રહેજો.
• મિથુન (ક,છ,ઘ)ઃ જો માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેશો તો સમય આનંદમય પસાર થશે. ખાસ કરીને શરૂઆતના દિવસોમાં પોઝિટિવ એપ્રોચ જ તમને કામ લાગશે. વ્યવસાયના ક્ષેત્રમાં મોટા રોકાણોની ચર્ચા-વિચારણા શરૂ કરી શકાય. મકાન–મિલકતની લે-વેચના કાર્યોમાં ફાયદો થાય. જીવનસાથી તેમજ ભાગીદારોથી લાભ થાય. પ્રવાસના આયોજન તમારા મનને પ્રફુલ્લિત કરશે. વિદ્યાર્થીઓને ઈચ્છિત પરિણામ મળે.
• કર્ક (ડ,હ)ઃ કોઈ પણ કાર્યને પૂરા આત્મવિશ્વાસથી કરશો તો સફળતા તમારા કદમ ચૂમે એવા યોગ છે. નવીન અને રચનાત્મક પ્રવૃત્તિઓ થકી લાભ મેળવી શકશો. જોકે, અહીં અતિ વિશ્વાસુ બનીને કામ કરવું જોખમી સાબિત થઈ શકે છે. માતા-પિતાના આરોગ્યને લઈને થોડી માનસિક ચિંતા રહ્યા કરે. આર્થિક રીતે સમય અનુસાર મદદ પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયમાં સ્થાનફેરની ઈચ્છા શક્ય બનાવી શકાય. નોકરીમાં બઢતીના યોગ છે.
• સિંહ (મ,ટ)ઃ કોઈ અંગત બાબતોને કારણે મન વ્યથા અને બેચેની અનુભવે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે યોગ્ય વ્યક્તિનાં સલાહ–સૂચન જરૂરી બનશે. મનની સક્રિયતામાં વધારો થાય એવી પ્રવૃત્તિ થોડી શાંતિનો અનુભવ કરાવશે. ધંધા-વ્યવસાયમાં ભાગીદારી થકી નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. નોકરીમાં આપના ઉપરી અધિકારી સાથે અણબનાવના પ્રસંગોથી સંભાળવું. આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવાના પ્રયત્નો સફળ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં વિરોધીથી સાવધાન રહીને કામગીરી કરવી હિતાવહ રહેશે. વ્યવસાયિક હરિફાઈમાં ટકી રહેવા માટે યોગ્ય પગલાં અહીં લેવા પડે. આર્થિક રીતે આ સમય વધુ મજબૂતી હાંસલ કરવાનો છે. વાહનની ખરીદી શક્ય બને. નવું સાહસ કરતાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ–સૂચનનું ખાસ ધ્યાન રાખજો. દાંપત્યજીવનમાં મતભેદો ધીમે ધીમે દૂર થાય.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં મહત્ત્વના કામકાજો માટેની ખર્ચની જોગવાઈ કરવા માટે ઘણી દોડધામ કરવી પડે. વ્યાપારમાં વિકાસલક્ષી યોજનાઓ થકી આયોજન આગળ વધારી શકશો. ભાગીદારીથી પણ અહીં ફાયદો થાય. સંતાનના કરિયર બાબતમાં થોડી ચિંતા રખાવે. નોકરિયાત વ્યક્તિઓને પોતાના કાર્ય થકી યોગ્ય સફળતાઓ પ્રાપ્ત કરી શકાય. નાના પ્રવાસ થકી મન પ્રફુલ્લિત રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં થોડી ચિંતાઓમાં વધારો જોવા મળે. પરિવારમાં કોઈક પ્રશ્નોને કારણે મન ભારણ અનુભવે. જોકે ઈશ્વમાં શ્રદ્ધા રાખીને આપનું કાર્ય કરે રાખશો તો દરેક મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. વ્યવસાયિક કામગીરીને કારણે યાત્રા-પ્રવાસ શક્ય બને. આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટેના યોગ્ય રસ્તાઓ અહીં જોવા મળે. કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત શક્ય બને. મકાન–મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં કોઈ વડીલ કે અનુભવી વ્યક્તિની સલાહ–માર્ગદર્શન અનિવાર્ય બની રહેશે. તમારી મનોસ્થિતિને કાબૂમાં રાખી વાચન ઉપર વધુ ધ્યાન આપશો તો એ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો. આર્થિક દૃષ્ટિએ થોડી વધુ સાવધાની જરૂરી રહેશે. કરિયરને લઈને ચિંતાઓ વધુ સતાવે, પણ જલ્દી સમાધાન મળશે. વ્યવસાયિક કાર્યોમાં બિનજરૂરી માથાકૂટમાં ન પડવું સલાહભર્યું રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડી વધુ સજાગતા જરૂરી જણાય.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં વિચારોમાં બેલેન્સ અતિ આવશ્યક રહેશે. પારિવારિક જવાબદારી વધતી જણાય. ખર્ચાઓને પહોંચી વળવા માટે આર્થિક જોગવાઈ કરી શકશો. બાકી નીકળતાં નાણાં પરત મળતાં આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. નોકરી-વ્યવસાયમાં નવી તકોના દ્વાર ખૂલતાં જોવા મળે. કોર્ટ–કચેરીના અટવાયેલાં કાર્યો પૂરા થઈ શકશે. મકાનનું રિપેરિંગ કરવાની ઈચ્છાઓ પર અહીં કામકાજ શક્ય બને. પ્રવાસથી આનંદ મળે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય નવીન રચનાત્મક કામગીરીને લઈને વધુ વ્યસ્ત રહેશે. કોઈ નવી યોજનાઓમાં પ્રગતિ થતાં આનંદ અને ઉત્સાહમાં વધારો થાય. વ્યવસાયિક કાર્યોમાં કામગીરીની સરાહના અને બઢતી પ્રાપ્ત થાય. નવી નોકરીની શોધખોળ પૂર્ણ થાય. આવકની રીતે બેલેન્સ બનાવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરી શકશો. માંગલિક પ્રસંગોમાં આપની ઉપસ્થિતિ અનિવાર્ય રહેશે. પ્રવાસની ઈચ્છા પણ અહીં પૂર્ણ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં આરોગ્ય પર વધુ ધ્યાન આપવું પડશે. પૌષ્ટિક આહાર અને વ્યાયામ અનિવાર્ય બનશે. કાર્યસ્થળને લગતી તમામ જવાબદારીઓ હમણાં થોડો સમય બાજુ પર રાખીને ફક્ત તમારા આરોગ્ય પર વધુ ધ્યાન જરૂરી બને. કોઈ જૂનાં લેણાં પરત મળે. લોન વિગેરેની જોગવાઈ થઈ શકશે. વ્યાવસાયિક કામગીરી યથાવત્ રહેશે. નોકરીને લગતાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય. વિદ્યાર્થીઓને થોડું વધુ સાવચેત રહી આગળ વધવાનું અહીં સૂચન રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter