તા. 30 એપ્રિલ 2022થી 6 મે 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 29th April 2022 08:39 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં તમારા ગ્રહ નક્ષત્રોના આધારે પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવશે. આર્થિક મામલે કોઈના કહેવા મુજબ આગળ વધશો તો નુકસાની ભોગવવી પડશે. જોકે, વ્યવસાયની દ્રષ્ટિએ તમારા રાશિ મુજબના સંકેતો ઉત્તમ પરિણામ આપે એવી શક્યતા છે. નોકરીમાં પણ તમારી મહેનત રંગ લાવે. સ્વાસ્થ્ય મામલે હકારાત્મક ફેરફારો જોઈ શકશો. પરિવાર સાથે આનંદમય સમય પસાર કરશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાદ દરમિયાન નવા કામ શરૂ કરવાની ઈચ્છા હશે તો એ પાર પડશે. ભવિષ્યની કોઈ યોજનાઓ તેમજ તેના માટેના યોગ્ય રસ્તાઓ ઉપર કામ કરવાનું શરૂ કરી શકો છે. તમારી મહેનતનું પરિણામ સારું એવી મેળવી શકશો. આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયિક કામકાજ કોઈ પણ જાતના વિઘ્નો વિના પૂર્ણ કરી શકાય. નોકરિયાતને વધુ પડતી જવાબદારીનો બોજો રહેશે. વ્યક્તિગત જીવનમાં તમારા સાથી સાથેના સંબંધો સુધરતાં જોવા મળે. વાહનની ખરીદી માટે સમય સારો છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહે વ્યક્તિગત તેમજ વ્યવસાયિક કાર્યો વચ્ચે તાલમેલ જાળવવા વધુ મહેનત કરવી પડે. માર્ગ આડેની અડચણોને દૂર કરવા તનતોડ મહેનત કરશો તો ફાવશો. આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળે. નવી નોકરીની શોધ પૂરી થાય. આત્મશક્તિમાં સકારાત્મક પરિવર્તન જોઈ શકાય. સ્વાસ્થ્ય સંબંધિત થોડીક સમસ્યા રહેશે. સામાન્ય તાવ અને બોડીપેઇનની ફરિયાદ રહે.
• કર્ક (ડ,હ)ઃ તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો જોઈ શકશો. જોકે એ પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારે રહેશે. વ્યક્તિગતજીવનમાં સુધારો જણાય. વ્યવસાયિક જીવનમાં થોડીઘણી ઉથલપાથલ જોવા મળે. આર્થિક રીતે સમય જેમનો તેમ રહેશે. નોકરિયાત વ્યક્તિને કામગીરીમાં સફળ થવા માટે અત્યારથી ભાવિ વ્યૂહરચના બનાવવી જરૂરી. સંતાનોના લગ્નવિષયક મામલે ચર્ચા-વિચારણા થઈ શકે.
• સિંહ (મ,ટ)ઃ હાથ ધરેલી પ્રવૃત્તિ માટે જરૂરી સાનુકૂળતા ઊભી થશે. સફળતા અને આશાસ્પદ સંજોગો ઉત્સાહમાં વધારો કરશે. નાણાંકીય રીતે પરિસ્થિતિ અનુકૂળ બનતી જોવા મળે. બાકી નીકળતાં નાણાં પરત મેળવી શકશો. નોકરિયાતને થોડાઘણાં અંશે પરિશ્રમ વધુ કરવો પડે. વ્યવસાય ક્ષેત્રે પ્રગતિના માર્ગે આગળ વધી શકશો. શેરબજારથી સંભાળવું. વાહન-મિલકતની ખરીદીના યોગ છે.

• કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક વ્યથા-બેચેનીનો અનુભવ થાય. આ પરિસ્થિતિમાંથી બહાર આવવાના તમારા પ્રયત્નો નક્કામા જશે નહીં. આર્થિક મામલે જોઇએ તો તમારા ખર્ચને પહોંચી વળવાની વ્યવસ્થા ઊભી કરવામાં સફળ થશો. નોકરી-વ્યાપારમાં ઉન્નતિનો માર્ગ હજી અવરોધતો જણાય. આમ છતાં મહેનત અને પ્રયત્નો ચાલુ રાખશો. તમારા સંપત્તિ બાબતના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે યોગ્ય સલાહકારની મદદથી આગળ વધશો તો સફળ થશો.
• તુલા (ર,ત)ઃ કેટલીક નવીન યોજના અને લાભદાયક તકો હાથ લાગે તો તરત તેના પર કામે લાગી જજો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવવાના પ્રયત્નો સફળ થતાં જણાશે. કેટલાક અંશે કામકાજનો બોજો વધતો જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં તમારી વિચારસરણી તેમજ પ્રયત્નોથી સફળતા મેળવી શકશો. સહકર્મચારી તરફથી વાહ-વાહ મેળવી શકશો. મકાન-મિલકતના પ્રશ્નો હજી વણઉકેલ્યા રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ છેલ્લા કેટલાક સમયથી બગડેલા સંબંધો હવે સુધતા જોવા મળે. ઘરની સુખ-સુવિધામાં વધારો થશે. આર્થિકસ્થિતિ સદ્ધર થતી જોવા મળશે. વ્યવસાય જગતમાં તેજીનો માહોલ જોઈ શકશો. ભવિષ્યને લગતા મૂડીરોકાણ માટે સમય સાનુકૂળ છે. કરિયરની ચિંતા ઓછી થતી જોવા મળે. તમારી ઈચ્છિત જગ્યાએ નોકરી મેળવી શકો એવા યોગ સર્જાય. પ્રવાસ-પર્યટનથી ઉત્સાહમાં વધારો જોવા મળશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન ઘરનું વાતાવરણ અનુશાસિત તથા વ્યવસ્થિત બની રહે તેના માટે તનતોડ મહેનત કરવી પડશે. સંતાનોના પ્રશ્નો ઉકેલવા માટે શાંત ચિત્તે નિર્ણય લેશો. વ્યવસાયિક કામગીરીમાં યોગ્ય કોમ્યુનિકેશન જાળવશો તો દરેક મુશ્કેલીનો ખ્યાલ આવશે સાથે એનું નિરાકરણ પણ મેળવશો. નોકરિયાતને બઢતીના સંજોગો ઊભા થાય. સ્વાસ્થ્ય સંબંધિત થોડી ચિંતાઓ રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ થોડું બેચેની અને માનસિક તણાવવાળું પસાર થાય. આર્થિક વ્યવહારમાં ખૂબ ધ્યાન રાખીને આગળ વધજો નહીં તો મોટી નુકસાનીમાં ફસાઈ જવાનો વખત આવશે. વ્યવસાય ક્ષેત્રે હમણાં કોઈ નવા કાર્યની શરૂઆત ન કરવા સલાહ છે. નોકરિયાત વર્ગને પોતાના અધિકાર મેળવવા ખૂબ મહેનત કરવી પડશે. નવી નોકરીની શોધખોળમાં સફળતા મેળવશો.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ સપ્તાહના પ્રારંભે થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જોકે સપ્તાહના અંત સુધીમાં તમારી દરેક સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ થશો. નોકરી-વ્યવસાયમાં થોડું કાયદાકીય દાવપેચમાંથી પસાર થવું પડે. પાર્ટનરશીપથી સંભાળવું. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં થોડો સુધારો જોવા મળશે. કોર્ટ-કચેરીના કાર્યમાં વિજય પ્રાપ્ત કરશો. નાની પિકનિકનું આયોજન સફળ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી અંદર રહેલી પ્રતિભા અને ક્ષમતાને હવે બહાર લાવો, જે તમને સફળતાના માર્ગે આગળ લઈ જશે. તમારી વિશેષ ઉપલબ્ધિની ચર્ચા ચારે બાજુ થતી જોવા મળશે. નોકરિયાત વર્ગને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂરો કરવા દોડધામ વધી જાય. વ્યવસાય ક્ષેત્રે ભાગીદારી થકી ફાયદો થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતા રહેશે. તેમના ભોજન-ડાયેટ પર ખાસ ધ્યાન આપવું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter