તા. 30 ઓગસ્ટ 2025થી 05 સપ્ટેમ્બર 2025 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 29th August 2025 08:27 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આપનું આ સપ્તાહ પ્રગતિજનક રહેશે. તમારી જવાબદારીઓ સારી રીતે અદા કરી શકશો. સંતાનના પ્રશ્નોને કે પરેશાનીઓને હલ કરવામાં તમારું માર્ગદર્શન મહત્ત્વપૂર્ણ સાબિત થાય. નાણાકીય રીતે જોતાં આ સમયમાં બેલેન્સ જાળવવું જરૂરી, નહીં તો ખોટા ખર્ચાના ખાડામાં ઉતરી શકો છો. નોકરીયાત વર્ગને પોતાના કાર્યક્ષેત્રે વધુ પરિશ્રમ કરવો પડશે. ધંધાકીય રીતે આ સમયમાં સારી એવી તકો હાથ લાગશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન સામાજિક ગતિવિધિમાં વધુ પડતા વ્યસ્ત રહેશો. જમીન-મકાનને લગતી સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે વધુ દોડધામ કરવી પડશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. વ્યવયાસિક રીતે તમારે કામની ગુણવત્તાને વધારવાની જરૂરિયાત રહેશે. નોકરી-કારકીર્દિને લગતી સમસ્યાઓનું સમાધાન થતું જોવા મળશે. સારી જગ્યાએથી કામની ઓફર મેળવશો. સ્વાસ્થ્ય બાબતે થોડી વધુ કાળજી જરૂરી છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહે નકારાત્મક અથવા તો નેગેટિવ એનર્જીવાળા લોકોથી દૂર રહેવું હિતાવહ રહેશે. કોઈના સાથે ખોટી જીભાજોડીમાં ન ઉતરવા સલાહ છે. નોકરિયાતનેને પોતાના કામ પ્રત્યે વધુ કૃતજ્ઞતાની ભાવના જાળવી રાખવી હિતાવહ રહેશે. વ્યવસાયિક રીતે કોઈ મહત્ત્વપૂર્ણ સોદાઓ થાય એવી સંભાવના છે. ફાઈનાન્સના મામલે પણ આપને મદદ મળી રહેશે.
• કર્ક (ડ,હ)ઃ હવે આળસ ખંખેરીને કામે લાગી જવાનો સમય છે. દરેક કાર્યોમાં દૃઢ નિર્ધારથી આગળ વધશો તો સફળતા મેળવશો. આર્થિક રીતે તમારો આ સમય નહીં નફો કે નહીં નુકસાનવાળો રહેશે. નોકરી-ધંધામાં નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક પ્રાપ્ત કરી શકશો. પારિવારિક શુભ પ્રસંગોને કારણે મનોસ્થિતિ હળવી થતી જણાય. સંબંધોમાં નવીનતા લાવવાનો પ્રયાસ કરવો.
• સિંહ (મ,ટ): કાર્ય કરતી વખતે ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઈને કામગીરી કરશો તો સફળતા મળવી શકશો. આર્થિક રીતે સમય હવે સારો રહેશે. બાકી નીકળતાં નાણાં પરત મેળવી શકશો. વ્યવસાય-નોકરીમાં તમારા સહકર્મચારીઓ સાથેના કામની રકઝકમાં પડશો નહીં, અન્યથા સંબંધોમાં તિરાડ પડી શકે છે. મકાનના રિનોવેશનના કામકાજમાં ખાસ કાળજી રાખવી. નહીં તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવી સ્થિત સર્જાશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવનમાં દરેક બાબતોમાં અનુશાસન અને શિસ્ત પાલન જરૂરી છે. આ બાબતો પર પૂરતું ધ્યાન નહીં આપો તો પરિસ્થિતિ ડામાડોળ બની જશે. વ્યવસાયિક ક્ષેત્રે નવી કામગીરી ચાલુ કરતાં પહેલાં દરેક બાબતની પૂરેપૂરી જાણકારી મેળવી લેજો. જીવનસાથી સાથેના સંબંધોનો તાલમેલ જાળવવાની જવાબદારી તમારા ઉપર આવી જાય. સંતાનોના જીવનની સમસ્યાનું સમાધાન શોધવામાં સફળતા પ્રાપ્ત થાય.
• તુલા (ર,ત)ઃ સમયની કિંમતને ઓળખો. યોગ્ય સમયે યોગ્ય કામ ન કરવાથી તમારું જ નુકસાન થશે. આર્થિક રીતે સમય થોડો મધ્યમ રહેશે. વ્યવસાયના વિસ્તરણ માટે નવી યોજનાઓ બનાવવી અગત્યની રહેશે. નોકરિયાત વ્યક્તિઓને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન પર ફોકસ કરવું ફાયદાકારક રહેશે. મકાન-મિલકતના રિનોવેશનના કામકાજ પાર પાડી શકશો. કોર્ટ-કચેરીની કામગીરીમાં પૂરતી કાળજી દાખવશો તો વિજયના યોગ છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ નકારાત્મક વિચારોને ખંખેરીને સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી. થોડું આત્મચિંતન પણ જરૂરી રહેશે. વ્યવસાય-નોકરીમાં મહત્ત્વપૂર્ણ સંપર્ક કેળવાશે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના સભ્યો સાથે આનંદનો સમય વ્યતીત થાય. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી તકલીફ રહેશે, પરંતુ તે કામચલાઉ હશે. વિદેશમાં અભ્યાસની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓવી સ્વપ્ન પૂર્ણ થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયનીમ માનસિક રીતે થોડી હળવાશ અનુભવાય. સ્વસ્થતા અને સક્રિયતામાં પોઝિટીવ ફેરફાર જોઈ શકશો. નોકરિયાત વ્યક્તિએ થોડી સાવચેતી રાખીને કામગીરી કરવી હિતાવહ રહેશે, નહીં તો થોડીઘણી નુકસાની વેઠવી પડે. વ્યવસાયમાં ભાગીદારોથી લાભ રહેશે. સામાજિક કાર્યમાં જોડાયેલી વ્યકિતઓ માટે થોડો વ્યસ્ત સમય પસાર થાય. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ આવશે. આરોગ્ય સાચવવું.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં ભાવનાઓમાં વહી જઈને કોઈની વાતોમાં આવશો નહીં. તમે જાતે પણ થોડું વિચારીને આગળ વધશો. આર્થિક ખર્ચાઓ વધતા જોવા મળશે. વ્યવસાયિક કાર્યોમાં તમારા નિર્ણયો થકી લાભ થાય. નોકરીની બાબતોમાં તમે જેટલું ધારો છો એટલું સરળતાથી કામ પાર પડશે નહીં. જોકે નિરાશ થવાની જરૂર નથી. પ્રયત્નો ચાલુ રાખશો. કુટુંબ સાથે થોડો સમય વિતાવશો તો હળવાશ અનુભવશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય થોડો ઉદાસીનતામાં પસાર થાય. ધ્યેયને પહોંચી ન વળતા થોડી હતાશાનો અનુભવ થાય. જોકે નકારાત્મકતાથી દૂર રહેશો તો જલ્દી સ્વસ્થતા પ્રાપ્ત કર શકશો. નાણાકીય રીતે થોડી શાંતિ રહેશે. અટવાયેલા નાણાં પરત મેળવી શકશો. વાહન-મિલકત અંગેની સમસ્યાનો ઉકેલ મળતા હજી થોડી વાર લાગશે. વ્યવસાયિક ક્ષેત્રમાં થોડાઘણાં વિઘ્નોને બાદ કરતાં તમારા કાર્યો પૂર્ણ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવતાં મનમાં થોડી હળવાશ વર્તાશે. તમારી યોજનાઓ સફળ થતી જોઈ શકશો. આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળે. નોકરી-વ્યવસાયમાં તમારા ધારેલા કાર્યોને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. વ્યાપારમાં નવા યુનિટની શરૂઆત કરવા માટેની આર્થિક સહાયતા મેળવી શકશો. પ્રવાસ-પર્યટનના આયોજન સફળ બનાવી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter