તા. 30 સપ્ટેમ્બર 2023થી 6 ઓક્ટોબર 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 29th September 2023 08:57 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહ પ્રગતિકારક રહેશે. જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. સંતાનના પ્રશ્ન કે પરેશાનીને હલ કરવામાં તમારું માર્ગદર્શન મહત્ત્વપૂર્ણ સાબિત થાય. નાણાકીય રીતે જોતાં આ સમયમાં બેલેન્સ જાળવવું જરૂરી છે નહીં તો ખોટા ખર્ચાના ખાડામાં ઉતરી શકો છો. નોકરિયાત વર્ગને પોતાના કાર્યક્ષેત્રે વધુ પરિશ્રમ કરવો પડશે. ધંધાકીય રીતે આ સમય દરમિયાન સારી એવી તકો હાથ લાગશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન સામાજિક ગતિવિધિમાં વ્યસ્તતા વધશે. જમીન-મકાનને લગતી સમસ્યાનો ઉકેલ શોધવા વધુ દોડધામ કરવી પડશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. વ્યવસાયિક રીતે કામની ગુણવત્તાને સુધારવાની જરૂરિયાત રહેશે. નોકરી-કરીયરને લગતી સમસ્યાનું સમાધાન મળતું જણાશે. સારી જગ્યાએથી કામની ઓફર મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે થોડી વધુ કાળજી માંગી લેતો સમય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહે નકારાત્મક માનસિકતા ધરાવતા લોકોથી દૂર રહેવું સલાહભર્યું છે. કોઈની સાથે ખોટી જીભાજોડીમાં ન ઉતરવા સલાહ છે. નોકરિયાતને પોતાના કામ પ્રત્યે વધુ કૃતજ્ઞતાની ભાવના જાળવવી જરૂરી છે. વ્યવસાયિક રીતે કોઈ મહત્ત્વપૂર્ણ અને લાભકારક સોદા થાય એવી સંભાવના છે. ફાઇનાન્સના મામલે પણ અણધારી મદદ મળી રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આળસ ખંખેરીને હવે કામ પર લાગી જવાનો સમય છે. દરેક કાર્યોમાં દૃઢ મનોબળથી આગળ વધશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો. આર્થિક રીતે તમારો આ સમય તમારો નહીં નફો - નહીં નુકસાનવાળો રહેશે. નોકરી-ધંધામાં નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક પ્રાપ્ત કરશો. પારિવારિક શુભ પ્રસંગોને કારણે મનોસ્થિતિ હળવી થતી જણાય. સંબંધોમાં નવીનતા લાવવાનો પ્રયાસ કરવો જરૂરી.
• સિંહ (મ,ટ)ઃ આ સમય આપના માટે પ્રગતિશીલ સાબિત થઈ શકે છે. સપ્તાહ દરમિયાન તમારી નાણાકીય કારકિર્દીની સંભાવનામાં વધારો થઈ શકશે. તમે વધુ ઉત્સાહ અનુભવશો. કેટલાક મુશ્કેલ મુદ્દાઓને પણ હલ કરી શકશો. કારકિર્દીને ક્ષેત્રે ઘણી સારી તક મેળવશો, જે તમારા ભાવિ આયોજનને વધુ આગળ લઈ જશે. જોકે ધંધાકીય ક્ષેત્રે થોડાઘણાં પડકારોનો પણ સામનો કરવો પડશે. તમારી શ્રેષ્ઠ ક્ષમતાઓને બહાર લાવવી અહીં જરૂરી રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહ દરમિયાન તમારી સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળે. કાર્યક્ષેત્રમાં પ્રવર્તમાન પરિસ્થિતિને સમજીને આગળ વધશો તો અચૂક સફળ પ્રાપ્ત કરશો. તમારા માર્ગ આડેના અડચણ દૂર કરવા માટે હંમેશાં તૈયાર રહેવું પડશે. નાણાકીય રીતે બેલેન્સ જાળવી રાખવું જરૂરી. ધંધાકીય ક્ષેત્રમાં જો લોન કે સહાયની જરૂરત હશે તો તેને પ્રાપ્ત કરી શકશો. સંબંધોની તિરાડને સૂઝબૂઝથી દૂર કરી શકશો. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય.
• તુલા (ર,ત)ઃ તમારો વિનોદી, પ્રેમાળ અને ઉદાર સ્વભાવ અન્ય લોકો સાથેના વ્યવહારમાં અલગ તરી આવશે, જે આપને દરેક કાર્યમાં સફળ પણ બનાવશે. જોકે કોઈ વાર એના કારણે તમારે થોડીઘણી પડકારનજક સ્થિતિનો પણ સામનો કરવો પડે. આર્થિક મુશ્કેલીનો અંત આવતો જોવા મળશે. નવા કાર્યોની શરૂઆત આપના વ્યવસાયના ક્ષેત્રમાં શક્ય બનશે. નોકરીમાં બદલાવ ઇચ્છતા હશો તો થોડાઘણા પડકારોને બાદ કરતાં ઇચ્છા સાકાર થશે. પ્રિય વ્યક્તિઓ સાથે મિલન-મુલાકાત શક્ય બનશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં તમારે થોડું વધુ મજબૂત રહેવું પડશે. તમે મહેનત કરશો અને પરિશ્રમ કરવામાં પાછું ફરીને નહીં જુઓ, પરંતુ આ સમય તમારા લક્ષ્યોને સફળતાપૂર્વક પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આથી ખૂબ જ ધીરજ રાખીને આગળ વધવું સલાહભર્યું છે. નોકરીના ક્ષેત્રે તમારા સહકર્મચારી સાથે વાદવિવાદના પ્રસંગો ઊભા થઈ શકે એવી સંભાવના છે. વ્યવસાયિક કામગીરીમાં નવા સંબંધો કામ લાગી શકશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહે તમારે તમારા અભિગમને બદલવો પડશે. તમારી જાતને અન્ય લોકો સમક્ષ પૂરતા તર્ક સાથે રજૂ કરશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરી શકશો. લવલાઈફ, કારકિર્દી અને નાણાકીય મામલે આ સમય પોઝિટિવ બદલાવ લાવી શકે છે. મિત્રો થકી લાભ પ્રાપ્ત કરી શકશો. વડીલોપાર્જિત મિલકત સંબંધિત સમસ્યાનો ઉકેલ મેળવી શકશો. ટૂંકી મુસાફરી જીવનમાં આનંદ-ઉલ્લાસ ઉમેરી શકે છે.
• મકર (ખ,જ)ઃ દરેક વિપરિત પરિસ્થિતિનો સામનો કરવા માટે જાતને મજબૂત બનાવી રાખશો તો ગમેતેવા કપરા સમયમાંથી બહાર આવી શકશો. દરેક ક્ષેત્રે પરિવારનો સાથસહકાર મળી રહેશે. વ્યવસાયના વિસ્તરણની યોજના બનાવી રહ્યા હશો તો થોડી હજી રાહ જોવી પડશે. નોકરીમાં આપની મહેનતની નોંધ લેવાય. લાઈફ પાર્ટનર સાથે કોઇ મુદ્દે મતભેદ હશે દૂર થશે. સ્વાસ્થ્ય સંબધી થોડીઘણી તકલીફ સહન કરવી પડશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ જવાબદારીનું ભારણ તમારી ચિંતામાં વધારો કરશે. સ્વાસ્થ્યના મામલે થોડી વિશેષ કાળજી લેવી જરૂરી. કોઈ અંગત વ્યક્તિ સાથે સંબંધોમાં ખટાશ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. નોકરીમાં તમામ પ્રયત્નો છતાં સફળતા મેળવવા માટે હજી થોડી વધુ મહેનત કરવી પડશે. વ્યવસાયિક તાલમેલ જાળવી રાખશો તો લાભમાં રહેશો. પ્રવાસ-પર્યટનના યોગ છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ દરેક મૂંઝવણમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ માર્ગ છે આત્મમંથન. સંતોષ અને ઉર્જાનો સંચાર પણ એના દ્વારા જ પ્રાપ્ત કરી શકશો. પરિવારની ઇચ્છાઓને સાકાર કરવા માટે જરૂરી આર્થિક જોગવાઈ કરી શકશો. આ સપ્તાહ દરમિયાન વેપાર-વણજને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો. પરિવારમાં માંગલિક પ્રસંગોને કારણે ઉત્સાહ અને આનંદ વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter