તા. 5 નવેમ્બર 2022થી 11 નવેમ્બર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 04th November 2022 05:21 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં આપના મનની મૂંઝવણો દૂર થશે. આત્મવિશ્વાસ વધશે. માર્ગ આડેના વિઘ્નો તમે પાર કરી શકશો. નવા સંબંધો બંધાશે. સ્વજનોથી લાભ થાય. આવકમાં વધારો થશે. જમીન-મકાન અંગેના પ્રશ્નો હલ થવાની શક્યતા રહેશે. નોકરિયાત વર્ગને લાભ થશે. સંતાનોની મદદ મળશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક જુસ્સો જાળવવો જરૂરી. નોકરિયાતો માટે આ સમયમાં કામકાજનો બોજો વધશે. સહકર્મચારીઓ સાથે મતભેદ થવાની શક્યતા રહેશે. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. જોકે, ખર્ચાઓનું પ્રમાણ વધશે. પ્રવાસથી લાભ થાય. વડીલોનો સહકાર સારો મળી રહેશે. ધંધાકીય ક્ષેત્રે થોડા અવરોધો રહેશે. આરોગ્ય સારું રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહે આપના મન પરથી ભાર હળવો થશે. નાણાંકીય મૂંઝવણ રહેશે છતાં મહેનત કરવાથી સારી સફળતા મળશે. ધંધાકીય ક્ષેત્રે સારી તકો મળશે. નોકરિયાત વર્ગને સારું રહેશે. ધંધાકીય ક્ષેત્રે સારી તકો મળશે. નોકરિયાત વર્ગ માટે લાભકારક સમય. મકાન-મિલકતના પ્રશ્નો યથાવત્ રહેશે. સંતાનોની ચિંતા રહેશે. વિદ્યાર્થી વર્ગને સારું રહેશે. પ્રવાસના યોગો બળવાન બનશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં સ્વાસ્થ્ય અંગેની મનોવ્યથામાંથી ક્રમશઃ બહાર આવશો. નોકરિયાત માટે આ સમય એકંદરે સાનુકૂળ છે. કૌટુંબિક બાબતે મહત્ત્વના નિર્ણય લેવા પડે. તમારા મનની ઈચ્છાઓ પૂરી થશે. વેપારી વર્ગ માટે સારું રહેશે. આકસ્મિક નાણાકીય લાભ મળી રહેશે. વિદ્યાર્થીઓને સારું રહે.
• સિંહ (મ,ટ)ઃ આ સમયમાં દ્રઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી આયોજનમાં સફળતા મળશે. કોઈ પણ પ્રકારના સાહસોમાં નાણાં રોકવા હિતાવહ નથી. નોકરી મેળવવામાં સારી સફળતા મળશે. આર્થિક સુખ સારું રહેશે. વડીલોની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે. ભાગીદારો સાથેના પ્રશ્નોનું નિરાકરણ આવશે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો સારા રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહે આપની મનોકામના પૂર્ણ થશે. નવી આશાઓ બંધાશે. નાણાંકીય તકલીફો દૂર થશે. મકાન અને વાહન બાબતે સારી સફળતા મળશે. નોકરિયાતોને સારી સફળતા મળશે. ઉપરી અધિકારી વર્ગ તરફથી સહકાર મળશે. ધંધામાં સારી સફળતા મળશે. કૌટુંબિક જીવન સારું રહેશે. સંતાનોની મદદ મળી રહેશે. વિદ્યાર્થીઓને લાભ થાય.
• તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન તમારું મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ મળે. મનની સ્વસ્થતા જળવાશે. મિત્રો અને સ્નેહીનો સહકાર સારો મળી રહેશે. આર્થિક દૃષ્ટિએ સમય સારો રહેશે. જોકે, થોડી નાણાંકીય ભીડ રહેશે. નવા ક્ષેત્રમાં જવાની તક મળશે. યાત્રા-પ્રવાસ સફળ અને આનંદિત રહેશે. સંતાનો સાથે સારો મનમેળ રહેશે. વિદ્યાર્થીઓને સારું રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં તમારી મનોદશા વિષાદભરી રહેશે. નિર્ણયો લેવામાં વિલંબ થશે. કારણ વિનાની ચિંતા રહેશે. નોકરિયાત વર્ગે ધીરજથી કાર્ય કરવું. વડીલોપાર્જિત સંપત્તિ અંગે વિવાદ થાય. વ્યવસાય ક્ષેત્રે સારી સફળતા મળશે. સંતાનોના અભ્યાસ અંગે ચિંતા રહેશે. વડીલોના આરોગ્યની ચિંતા રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં આપના ગુસ્સાને અંકુશમાં રાખવો જરૂરી. આપનું સ્વમાન ઘવાય તેવો પ્રસંગ બનશે. દરેક કાર્યમાં ધીરજ રાખવી. તમારી નાણાંકીય જવાબદારી વધશે. આ સમય નોકરિયાત માટે સારો છે. બદલી કે પરિવર્તનની શક્યતા રહેશે. વ્યાપાર-ધંધામાં ઉતાર-ચઢાવ આવશે. મિત્રોનો સારો સહયોગ મળી રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં માનસિક અકળામણ વધશે. ખોટી ચિંતાને કારણે વધુ અશાંત રહેશો. અણધાર્યા ખર્ચા આવવાની શક્યતા રહેશે. શેર-સટ્ટામાં લાભને બદલે નુકસાન જશે. નોકરિયાત વર્ગને સારો લાભ મળશે. ધંધાકીય દ્રષ્ટિએ સમય સારો છે. પ્રોપર્ટીમાં નાણાં રોકવા માટે વિચાર કરવો સારો રહેશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ આપની મનોસ્થિતિ સારી રહેશે. ધીરજપૂર્વક કાર્ય કરવાથી તણાવ ઓછો રહેશે. નાણાંકીય પરિસ્થિતિ મધ્યમ રહેશે. આવકના પ્રમાણમાં ખર્ચ વધારે રહેશે. વેપાર-ધંધામાં સારી સિદ્ધિ પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિલંબ થાય. નોકરિયાત વર્ગને સારું રહેશે. વિદ્યાર્થીઓને વધુ મહેતન કરવી પડશે. વડીલોની મદદ મળી રહેશે. સંતાનોનો સાથ-સહકાર મળી શકશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક મૂંઝવણો વધતી જણાશે. ધાર્યું કામ પાર ન પડવાથી તાણ વધશે. નોકરિયાતો માટે મહત્ત્વની સમસ્યાનો ઉકેલ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય સારો છે. શેર-સટ્ટાથી દૂર રહેવું. વડીલોપાર્જિત પ્રોપર્ટીનું સુખ પ્રાપ્ત કરી શકશો. વડીલોનો સાથ-સહકાર મળી શકશે. સામાન્ય અવરોધો રહેશે. સંતાનોની ચિંતા રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter