તા. 8 જુલાઇ 2023થી 14 જુલાઇ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 07th July 2023 08:41 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહની શરૂઆત સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રખાવશે. નાની-મોટી પરેશાનીઓનો સામનો કરવો પડે. મન થોડીક બેચેની અનુભવશે. નોકરી-વ્યવસાયમાં સાથીદારોથી સાવધાન રહેવું. કોઈની સાથે નકામી જીભાજોડીમાં ન ઉતરવાની સલાહ છે. આર્થિક રીતે થોડી રાહત મહેસૂસ થાય. ખર્ચા વધશે, પણ સામે આવક પણ વધશે. કોર્ટ–કચેરીમાં રાહત થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી મહેનતની થોડાઘણા અંશે કસોટી થાય. જોકે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકશો. મહત્ત્વપૂર્ણ કાર્યોમાં નિર્ણય લેતાં સમયે યોગ્ય વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણા કરીને આગળ વધજો. ધંધા-વ્યવસાયમાં તમારી આવડતના આધારે સિદ્ધિ હાંસલ કરી શકો એવા કાર્યો થઈ શકે છે. આવકમાં વધારો જોઈ શકશો. લાંબા સમયના રોકાણોનો હવે ફાયદો મળી શકે છે. પ્રવાસનું આયોજન વિચારતા હશો તો હવે શક્ય બનશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન ભાગ્યના દ્વાર ખુલતાં જોઈ શકશો. તમારી કારકિર્દીને ચાર ચાંદ લાગે તેવા યોગો ઊભા થઈ રહ્યા છે. નાણાકીય પરિસ્થિતિમાં પણ ઘણા સારા ફેરફાર જોવા મળશે. જોકે, આકસ્મિક ખર્ચા પણ ઘણા આવશે. નોકરી- વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ્સને કારણે થોડી વ્યસ્તતા વધે. શક્ય છે આ સપ્તાહ દરમિયાન આપ વિદેશ પ્રવાસ પણ કરી શકો છો. મકાન–મિલકતના પ્રશ્નો હજી વણઉકેલ્યા જ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન થોડાં ઘણા અવરોધોને બાદ કરતાં તમારા કામના સ્થળે નવા વૃદ્ધિદાયક અવસર ઊભા થશે. ઉઘરાણીના નાણાં પરત મળતાં આર્થિક રાહત થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતા રહેશે. અવિવાહિત માટે યોગ્ય પાત્રની પસંદગી માટેનો અનુકૂળ સમય છે. વાહનખરીદીની ઈચ્છા પૂર્ણ થતી જોઈ શકશો.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ અણધાર્યા કામોને લીધે દોડધામ વધુ કરવી પડશે. આથી થોડી અવ્યવસ્થા અનુભવાય. પારિવારિક જવાબદારીનું ભારણ વધતું જોવા મળે. નાણાકીય સંકટમાંથી બહાર નીકળી શકશો. બાકી નીકળતાં પૈસા પરત મળતાં રાહત અનુભવશો. નોકરી-વ્યવસાયમાં મુશ્કેલીમાંથી બહાર આવવા માટેના માર્ગ ખુલતાં જોવા મળશે. જીવનસાથી સાથે નજીવી બાબત પર રકઝક મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. આથી કાળજી રાખવી જરૂરી.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ગુસ્સો અને બેચેનીને કારણે થોડી અસ્વસ્થતા રહ્યા કરશે. કામનું ભારણ તમારી મનોસ્થિતિને વધારે વિકટ બનાવી શકે છે. બાળકો સાથે થોડો વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરો. આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે પ્લાનિંગથી આગળ વધશો તો સફળતા મેળવશો. ધંધા-વ્યવસાયમાં કાનૂની દાવપેચમાં તમારો વિજય થાય. નોકરિયાત વ્યક્તિ વિકાસલક્ષી કાર્યોમાં સફળતા મેળવશે.

• તુલા (ર,ત)ઃ હવે સંપૂર્ણ ધ્યાન કાર્ય પ્રત્યે લગાવવું જરૂરી રહેશે. પડકારોને સ્વીકારીને આગળ વધશો તો પ્રગતિ સાધી શકશો. બાળકોને લગતી ચિંતામાં વધારો જોવા મળે. વ્યવસાયમાં પરિસ્થિતિ હાથમાંથી જતી ના રહે તેનું ધ્યાન રાખવું જરૂરી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી માન–સન્માન પ્રાપ્ત થાય. જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતાઓ રહેશે. કોર્ટ–કચેરીને લગતા કાર્યોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન કાર્ય પ્રત્યે બમણું જોશ જોવા મળે, આથી તમારી મુશ્કેલીઓનો હલ આવી શકે. કોઈક વિશેષ લાભ પણ પ્રાપ્ત થાય. નાણાકીય રીતે આ સમય આપના માટે ઘણો ફાયદાકારક રહેશે. નોકરી-વ્યવસાયમાં નવી ટેકનોલોજી થકી સારી એવી કામગીરી પાર પાડી શકશો. જમીન–મકાનને લગતાં પ્રશ્નોનો કેટલાક અંશે ઉકેલ આવી શકે. વાહનખરીદીના યોગ છે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન તમારી ધીરજની કસોટી થઈ શકે છે. આથી ઉતાવળ કર્યા વગર અથવા તો નાસીપાસ થયા વગર સતત કાર્યશીલ રહેશો તો બધા અવરોધો ઓળંગી શકશો. બાકી નીકળતાં લેણાં પરત મળતાં રાહત થાય. તમારા નોકરીના સ્થાન પર લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. ઈલેક્ટ્રોનિક્સ – હાર્ડવેર તેમજ ફૂડ રિલેટેડ વ્યવસાયમાં સારી એવી સફળતા પ્રાપ્ત થાય.
• મકર (ખ,જ)ઃ પાછલા સપ્તાહની સરખામણીમાં આ સમય દરમિયાન આપનું સ્વાસ્થ્ય સુધરતું જણાય. કામનું ભારણ ઓછું થાય. પરિવાર સાથે થોડો સમય આનંદ–મોજમાં વિતાવી શકશો. તમારા વિચારોમાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળે. નાણાકીય લાભ પ્રાપ્ત થઈ શકે છે. કારકિર્દીની દૃષ્ટિએ જો કોઈ દ્વિધા અનુભવતા હશો તો એ દૂર થાય. નવા વ્યવસાયના પાયા નંખાય. કોર્ટકચેરીના કાર્યોમાં વિજય થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા મનની દુવિધાને દૂર કરવા માટે તમારે જાતે જ પ્રયાસ કરવા પડશે. પરિવારના સભ્યોનો સાથસહકાર પ્રાપ્ત કરી શકો છો. ભાગીદારીના વ્યવસાયમાં થોડું સંભાળીને આગળ વધવું જરૂરી, નહીં તો છેતરાવાનો ભય રહેશે. નોકરિયાત વ્યક્તિને કામનું ભારણ વધતું જોવા મળે. વિદેશ જવાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ખુશખબર મળશે. ભવિષ્યની વ્યૂહરચના પર કામ કરી શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહની શરૂઆત સારી રહેશે. આગળ જતાં થોડુંક માનસિક ભારણ અનુભવાય નાણાકીય રીતે રાહત વર્તાય. મૂડીરોકાણ કરવા માટેના નવા દ્વાર ખુલતાં જોવા મળે. વાહન–મકાનની ખરીદીની ઈચ્છાઓ પૂર્ણ થાય. નોકરી-વ્યવસાયમાં નવી યોજનાના અમલની શરૂઆત થાય. વિદ્યાર્થીઓને રાહતના સમાચાર પ્રાપ્ત થાય. માતાપિતાના સ્વાસ્થ્ય અંગે થોડી રાહત થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter