તા. 9 ડિસેમ્બર 2023થી 15 ડિસેમ્બર 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 08th December 2023 08:19 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહે પ્રગતિ અને વિકાસના નવા દ્વાર ખુલતા જોઈ શકશો. કાર્ય આડેના અવરોધો દૂર થતાં જોવા મળશે. નવા વર્ષની શરૂઆત નવીન કાર્યો થકી થશે. નોકરી-વ્યવસાયના કાર્યોમાં સફળતાના નવા શિખરો પાર કરી શકાય. નોકરિયાત વ્યક્તિઓને પોતાના ઉપરી અધિકારી તરફથી માન–સન્માન પ્રાપ્ત થાય. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો જોવા મળશે. તંદુરસ્તી બાબતે થોડી વધારે કાળજી રાખવી પડશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ અંગત સમસ્યાઓનો હવે ઉકેલ આવતો જણાશે. આ સપ્તાહ આનંદ–પ્રમોદમાં પસાર થશે. વિચારોમાં ઘણાં ખરા હકારાત્મક બદલાવ જોઈ શકશો. નાણાકીય રીતે થોડા વધુ ખર્ચાઓ થશે. નોકરી-વ્યવસાયમાં મહેનત રંગ લાવતી જોવા મળે. વિદ્યાર્થીઓ માટે નવું વર્ષ ઘણું ખરું કામયાબી અપાવનારું રહેશે. સપ્તાહના આખરી દિવસો વધુ વ્યસ્ત પસાર થશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આપના માટે આ સપ્તાહ ઘણું મહત્ત્વનું સાબિત થઈ શકે છે. કોઈ મોટી સમસ્યામાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ ખુલી શકે છે. નોકરિયાત વર્ગ પોતાની ઈચ્છા મુજબના બદલાવ પોતાના કાર્યસ્થળે લાવી શકશે. વ્યાપારજગતમાં નવા રોકાણો થકી ફાયદો પ્રાપ્ત થાય. અવિવાહિતોને માટે ખુશખબર મળશે. જમીન–મકાનના સોદાઓમાં ખાસ કાળજી રાખીને આગળ વધવું. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.
• કર્ક (ડ,હ)ઃ કાર્યમાં પ્રગતિ તેમજ કારકિર્દીલક્ષી નવી તક આ સમય દરમિયાન મેળવશો. માનસિક સ્વસ્થતતા પ્રાપ્ત કરશો નવી જવાબદારી - મહત્વપૂર્ણ નિર્ણયો આપના કાર્યક્ષેત્રમાં લેવાતાં કામનું ભારણ થોડું વધતું જણાય. વ્યવસાય માટે હવે જેની રાહ જોતાં હતાં એ સમય આવી રહ્યો છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી વધુ કાળજી રાખવી જરૂરી. નાણાકીય સ્થિતિમાં હવે સુધારો જોવા મળશે.
• સિંહ (મ,ટ): સપ્તાહ દરમિયાન કોઈ અણધાર્યા કામોને કારણે દોડધામ વધુ કરવી પડશે, જેના કારણે થોડી અવ્યવસ્થાનો અનુભવ થાય. પારિવારિક જવાબદારીનું ભારણ વધતું જોવા મળે. નાણાકીય સંકટમાંથી બહાર નીકળી શકશો. બાકી નીકળતાં પૈસા પરત મળતાં રાહતનો શ્વાસ અનુભવશો. નોકરી-વ્યવસાયમાં મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટેના માર્ગ ખુલતાં જોવા મળશે. જીવનસાથી સાથે નજીવી બાબત પર મતભેદ રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ગુસ્સો અને બેચેનીને કારણે થોડી અસ્વસ્થતતા રહ્યા કરશે. કામનું ભારણ તમારી મનોસ્થિતિને વધારે વિકટ બનાવી શકે છે. સંતાનો સાથે થોડો વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરો. આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે પ્લાનિંગથી આગળ વધશો તો અવશ્ય સફળતા મેળવી શકશો. ધંધા-વ્યવસાયમાં કાનૂની દાવપેચમાં તમારો વિજય થાય. નોકરિયાત વ્યક્તિઓને વિકાસલક્ષી કાર્યોમાં સફળતા મેળવી શકાય.
• તુલા (ર,ત)ઃ તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કાર્ય પ્રત્યે લગાવવું જરૂરી રહેશે. પડકારોને સ્વીકારીને આગળ વધશો તો પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. બાળકોને લગતી ચિંતાઓમાં થોડો વધારો જોવા મળશે. વ્યવસાયમાં પરિસ્થિતિ હાથમાંથી સરી ન જાય તેનું ધ્યાન રાખવું. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી માન–સન્માન પ્રાપ્ત થાય. જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતાઓ રહેશે. કોર્ટકચેરીને લગતા કાર્યોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ દરમિયાન આપનું કાર્ય પ્રત્યેનું જોશ બમણું જોવા મળશે, જેના કારણે તમારી દરેક મુશ્કેલીનો આસાનીથી હલ લાવી શકશો. કોઈક વિશેષ લાભ પણ પ્રાપ્ત થાય. નાણાકીય રીતે આ સમય આપના માટે ઘણો ફાયદાકારક રહેશે. નોકરી-વ્યવસાયમાં નવી ટેકનોલોજી થકી સારી એવી કામગીરી પાર પાડી શકશો. જમીન–મકાનને લગતાં પ્રશ્નોનો કેટલાક અંશે ઉકેલ લાવી શકાય. વાહનની ખરીદી શક્ય બને.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વના કામકાજો સાથે સાથે ખર્ચ પણ વધતો જોઈ શકશો. જે મામલે થોડું આયોજન આવશ્યક રહેશે. જરૂર પડે વડીલોની સલાહ પણ લઈ શકો છો. વ્યવસાયિક ભાગીદારીમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી તમારે લેવી પડશે. સંતાનોના અભ્યાસ સંદર્ભે ચિંતા રહેશે. તેમની કરિયરને લઈને પણ થોડી મૂંઝવણ રહેશે. હવાઈ મુસાફરી - પરદેશ પ્રવાસ માટેના યોગ બળવાન રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સમય દરમિયાન આર્થિક પ્રશ્નો થોડા જટિલ બનતાં જોવા મળશે. કૌટુંબિક વિવાદનો અંત લાવવા માટે વાતચીત જરૂરી રહેશે. મિલકતના પ્રશ્નોનો ઉકેલ જો શાંતિથી લાવી શકો તો તમને ફાયદો થશે. નોકરિયાત વર્ગને જવાબદારી તેમજ કામનું ભારણ વધતું જોવા મળે. વ્યવસાય–ઉદ્યોગમાં ઇચ્છિત આર્થિક આયોજન કરવામાં હજી થોડો સમય લાગશે. જોકે, કામગીરી અટકશે નહીં. નવવિવાહિતો માટે શુભ સમય રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારો પુરુષાર્થ સફળ થતો જોવા મળશે. સફળતા અને સાનુકૂળતા સર્જાતા મન પ્રફુલ્લિત બનશે. ઉત્સાહ પણ વધતો જોઈ શકશો. નાણાકીય પ્રશ્નોનો હલ પણ લાવી શકશો. નવી આવક ઊભી કરવા માટેના રસ્તા પ્રાપ્ત થાય. ધંધા-વ્યવસાયમાં અગત્યના નિર્ણયો લેવામાં સરળતા જોઈ શકાય. જમીન–મકાનને લઈને વિવાદાસ્પદ કામગીરી હવે સુધરતી જોવા મળશે. સંબંધોમાં મીઠાશનો અનુભવ થશે. વિદ્યાર્થીઓ પ્રગતિ હાંસલ કરશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સમય અને પરિસ્થિતિને અનુકૂળ બનીને કામગીરી કરશો તો દરેક મુશ્કેલીનો સરળતાથી ઉપાય મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં એકબીજા સાથે હળીમળીને કામગીરી કરવાથી લાભ થાય. નોકરિયાતને બઢતી મળવાના ચાન્સીસ રહેશે. ગૃહાદિક સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે ઘરના વ્યક્તિઓ સાથે ખુલ્લા દિલથી વાતચીત કરો. સંતાનોના કામકાજ માટે પણ સાથ અને સહકારની જરૂર રહેશે. નવી મુલાકાતો લાભદાયી રહેશે. એકંદરે સમય સારો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter