તા. ૧ ઓક્ટોબર ૨૦૧૬ થી ૭ ઓક્ટોબર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 28th September 2016 07:01 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ સર્જનાત્મક કાર્યમાં સાનુકૂળતા મળવાથી આનંદ-ખુશી વર્તાય. ઈચ્છાઓ સાકાર થતી જણાય. મન પરથી બેચેનીનો બોજ હળવો થશે. આર્થિક મૂંઝવણના ઉપાય મળશે. મિત્રોની મદદથી મદદથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્નો સફળ થશે. અવરોધોને ઓળંગી શકશો. નોકરિયાતો માટે આ સમયગાળો કોઈ મહત્ત્વની તક લઇને આવશે. વેપાર-ધંધામાં પ્રગતિકારક સમય છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ પાર પડશે. નિરાશાના વાદળા વિખેરાતાં જણાય. આર્થિક મુશ્કેલી હશે તો દૂર થશે. જરૂરી આવક ઊભી થાય. મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. નોકરિયાતોને સફળતા તેમજ પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળશે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધતી જણાય. લાભદાયી કાર્ય પાર પડે.

મિથુન (ક,છ,ઘ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથાનો અનુભવ થાય. વિનાકારણ બેચેની વર્તાશે. મનને સક્રિય રાખશો તો વધુ નિરાશાથી ઉગરી શકશો. આવકવૃદ્ધિનો અવકાશ નથી. આથી ઉલ્ટું આવકનું પ્રમાણ ઘટે નહિ તે જોજો. ચૂકવણીઓ સામે ઉઘરાણી મેળવવા પ્રયત્નશીલ બનવું જરૂરી છે. આ સમયગાળો નાણાંભીડ સૂચવે છે. નોકરિયાતોએ પ્રતિસ્પર્ધીથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળવું. વણઉકેલ પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતા કારણે ધાર્યા લાભ મળે નહિ. મિલકત-સંપત્તિ અંગેના પ્રશ્નો મૂંઝવશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં મૂંઝવણોનો ઉકેલ આવશે. કોઈ સર્જનાત્મક, ધાર્મિક, માંગલિક કે વૈવાહિક પ્રસંગોનો સાનુકૂળ ઉકેલ આવતો જણાશે. ગૃહજીવનમાં મતભેદો સર્જાયા હશે તો દૂર થશે. યાત્રા-પ્રવાસની શક્યતા જણાય છે. કેટલીક લાભદાયી નવરચનાઓ થશે. સંતાન અંગે સાનુકૂળતા વધશે. નાણાકીય બાબતો ગૂંચવાતી જણાશે. નાણાભીડ પણ ભોગવવી પડે. ભાડૂઆતો સાથેના વિવાદનો ઉકેલ લાવી શકશો. વડીલોપાર્જીત મિલકતો મેળવશો.

સિંહ (મ,ટ)ઃ સર્જનાત્મક અને રચનાત્મક ઇચ્છાઓ સાકાર થતાં આનંદ-ખુશી વર્તાય. કાર્યોમાં સાનુકૂળતા રહેશે. મન પરથી બેચેનીનો બોજો હળવો થાય. આર્થિક જવાબદારી છતાં એકંદરે પરિસ્થિતિ ટકાવી શકશો. નાણાંના અભાવે કશું કામ અટકશે નહીં. એકાદ-બે લાભના પ્રસંગોના કારણે ચિંતા દૂર થાય. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશ આપનાર છે. હિતશત્રુઓના હાથ હેઠા પડશે. સારી તકો મળતાં આનંદ વધશે. વિઘ્નો આવશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ અરસામાં કામગરીઓનો બોજો વધતાં અને પૂર્વનિર્ધારિત આયોજનોમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતાં અસ્વસ્થ યા તાણ વધશે. ધીરજ અને નિશ્ચયત્મકતા જેવા ગુણ વડે તમે વિકાસ સાધી શકશો. તમારી નાણાકીય બાબત પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો સમય છે. કૌટુંબિક અને આરોગ્ય સંબંધિત ખર્ચા ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પર બોજો વધશે. ઉઘરાણીમાં અટવાયેલાં નાણાં મેળવતાં થોડીક રાહત અનુભવશો. નોકરિયાત હશો તો કાર્યબોજ વધશે.

તુલા (ર,ત)ઃ હાથ ધરેલી પ્રવૃત્તિઓ માટે જરૂરી સાનુકૂળતા ઊભી થઈ શકશે. સફળતા અને આશાસ્પદ સંજોગો તમારો ઉત્સાહ વધારશે. માનસિક તંગદિલી ઘટતી અનુભવશો. નાણાકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ અનુકૂળ બનશે. ખર્ચ માટે જરૂરી આવક ઊભી થાય. જૂની ઉઘરાણીના નાણાં પણ પરત મળશે. નોકરિયાત વર્ગને આ સમય મિશ્ર ફળ આપનાર નીવડશે. લાભ કે પ્રગતિના સંકેતો મળશે, પણ તે મળવામાં વિલંબ થશે. ધીરજ ધરવી પડશે. વિરોધીઓ ફાવી શકશે નહીં.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ તમને આનંદ, સ્વસ્થતા અને શાંતિનો અનુભવ કરાવશે. પ્રગતિકારક સંજોગો આશાનો સંચાર કરશે. મૂંઝવણો હલ થતી જણાય. આવકની દૃષ્ટિએ બહુ સાનુકૂળતા નહીં વર્તાય કેમ કે ખર્ચનું પ્રમાણ વધશે. આર્થિક આયોજન પાછળ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. નુકસાનથી બચવું રહ્યું. નોકરિયાતો માટે સમય પ્રગતિકારક અને અનુકૂળ નીવડશે. કાર્યસફળતાના યોગ છે. શત્રુ પર વિજય મળે. જવાબદારીઓ પાર પડતી જણાય. વેપાર-ધંધાની સફળતામાં ગ્રહો મદદરૂપ થશે. મકાનના સ્થળાંતરના કે સંપત્તિ સંબંધિત પ્રશ્નોના ઉકેલમાં સફળતા મળે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મનોસ્થતિ ગૂંચવાયેલી અને મૂંઝવણ ભરેલી રહેશે. જોકે તમારી મૂંઝવણો કાલ્પનિક વધુ હશે. નાણાકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. કોઇ અજાણ્યાને ધીરધાર કરશો નહિ. મોટા સાહસમાં પડશો નહીં. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું ફળ મળે. અવરોધોમાંથી બહાર નીકળી શકશો. બદલીનો યોગ છે. વેપાર-ધંધામાં વૃદ્ધિ-વિકાસના પગલાંના આયોજન સમય લાભકારક છે. મકાન-જમીન, સંપત્તિને લગતી કાર્યવાહીઓ ગૂંચવાય.

મકર (ખ,જ)ઃ માનસિક ભારણ ઘટતું જણાય. નવા કામકાજોમાં પ્રગતિ ઉત્સાહ વધારશે. નાણાકીય બાબતોના ઉકેલ માટે ગ્રહયોગ મિશ્ર ફળ આપનાર છે. આવક કરતાં ખર્ચનું પલ્લું વિશેષ નમતું રહેવાના કારણે બચત થવાની શક્યતા નથી. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. અટવાયેલા લાભ મેળવી શકશો. વેપાર-ધંધાના કાર્યો આડેના વિઘ્નોને પાર કરીને સફળતા મેળવી શકશો. શત્રુઓ ફાવે નહીં. જમીન-મકાનના લે-વેચના કે સરકારી કામકાજ ઉકેલાશે. કુટુંબના સભ્યોનો સાથ-સહકાર, પ્રેમ સાંપડશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સફળતા અને સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતા સમય મજાનો નીવડશે. પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળે. માનસિક ઉત્સાહ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી નાણાકીય બાબતે ચિંતા - બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણમાં સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો પરત મેળવશો. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનાર નીવડશે. વધુ પ્રયાસે કાર્યસફળતા મળશે. બઢતી-બદલીના અટવાયેલા કામકાજો વિલંબથી ઉકેલાશે.

મીન (દ,ચ,ઝ,થ,)ઃ આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે પૂર્વનિર્ધારિત કામગીરીઓ કે યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા વધશે. નાણાકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો સમય છે. કૌટુંબિક તેમજ આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણને કારણે બોજો વધે તેવા યોગ છે. નોકિરયાતોને કાર્યબોજ વધશે. વિરોધીઓથી સાવચેત રહેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે વિલંબથી કાર્યસફળતાના યોગ છે. આરોગ્યની કાળજી લેવા સૂચન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter