તા. ૧ ઓગસ્ટ ૨૦૨૦થી ૭ ઓગસ્ટ ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 31st July 2020 08:04 EDT
 
 

મેષ (અ,લ,ઈ)ઃ બૌદ્ધિક કામગીરીમાં સજ્જતા વધે. આવકવૃદ્ધિના પ્રયત્નો લાંબા ગાળે ફળ આપશે. હાલ તો તમારે મિત્રોની મદદથી આર્થિક વ્યવહાર નિભાવવા પડશે. નોકરિયાતો માટે ગ્રહયોગ શુભ છે. વેપાર-ધંધાકીય ક્ષેત્રે સ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય. મકાન-જમીનને લગતા કામકાજોનો હલ મેળવી શકશો. કૌટુંબિક પ્રશ્નો ગુંચવાશે. દામ્પત્યજીવનમાં ખાસ કોઈ ગંભીર ચિંતા રહે નહીં. પ્રવાસ-પર્યટન સફળ થાય. મિત્રો કે ભાતૃવર્ગ પ્રિયજનથી વિયોગ - વિખવાદ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ સ્વજનો સાથે માનસિક ઘર્ષણના પ્રસંગો જણાય. આ સપ્તાહમાં નાણાકીય આયોજન વ્યવસ્થિત નહિ રાખો તો મુશ્કેલી વધશે. ખોટા ખર્ચા વધી જવા સંભવ છે. અટવાયેલા લાભો કે ઉઘરાણી મેળવવામાં વિલંબ થતો જણાશે. કારણ વગર ખર્ચ વધતા નાણાભીડ વર્તાશે. નોકરિયાતને કામકાજનો બોજ વધશે. વિરોધીઓથી સાવધ રહેવું. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ નાની-મોટી તકલીફ રહેશે. વિલંબથી કાર્ય થવાના યોગ છે. ઘર્ષણ કે વિવાદના પ્રસંગ ટાળજો. દામ્પત્યજીવનમાં સર્જાયેલા મતભેદો દૂર કરી શકશો. સારા સમાચાર મળશે. સંતાનો અંગે માનસિક તાણ રહેતી જણાશે. પ્રવાસ-પર્યટન સફળ થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ ન રહેવાય ન સહેવાય તેવા પ્રશ્નોના કારણે માનસિક ટેન્શન રહેતા અજંપો વર્તાશે. નાણાકીય દૃષ્ટિએ આ સમયમાં કોઈ અણધાર્યો લાભ કમાઈ લેવાની લાલચમાં ન પડશો. આવક કરતાં ખર્ચા વધુ રહેવાના યોગો પ્રબળ છે. નોકરિયાતોને પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી નીકળશો. ધંધા-વેપારની વૃદ્ધિ-વિકાસના પગલાં આયોજનો માટે આ સમય વિકાસકારક છે. તમારા સંપત્તિની લે-વેચના કાર્યોમાં સફળતા મળે. ગૃહજીવનનું વાતાવરણ એકંદરે મતભેદો બાદ કરતાં સારું રહે. જીવનસાથીનો સાથ-સહકાર વધે. મહત્ત્વના કામ વિલંબમાં પડતા જણાય.

કર્ક (ડ,હ)ઃ આવકના નવા સ્રોત વધારવાનું કાર્ય સફળ થશે. અલબત્ત, આવકના પ્રમાણમાં ખર્ચ પણ વિશેષ થવાના યોગ હોવાથી ઠેરના ઠેર હોય તેવી સ્થિતિ સર્જાય. જરૂરિયાતો માટે જોગવાઈ થઈ પડશે. નોકરિયાતોને કોઈ નવીન સાનુકૂળ પરિવર્તનની તક મળી શકશે. નવા ફેરફાર થાય. વેપાર-ધંધાકીય ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજો ખુલશે. ગૂંચવાયેલા સંપત્તિના પ્રશ્નો ધીમે ધીમે હલ થાય. ખરીદ-વેચાણના કામકાજ માટે સાનુકૂળતા જણાશે. તમારું નવું મકાન શોધવાના પ્રયત્નો ફળતા જણાશે. કૌટુંબિક વાતાવરણ ખોટા વાદ-વિવાદના કારણે કલુષિત ન થાય તે જોજો. પ્રિયજન સાથે વિખવાદ અને અશાંતિ સર્જાશે.

સિંહ (મ,ટ)ઃ અકારણ ઉદ્વેગ યા કાલ્પનિક પ્રસંગો માનસિક તંગદિલીનો અનુભવ કરાવશે. કાર્યશક્તિનું ફળ ન મળતાં નિરાશા જન્મશે. સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. આથી સમજી-વિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો દુર્વ્યય ન થઈ જાય તે જોવું રહ્યું. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળજો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ કેટલાક લાભ ગુમાવવા પડે અથવા નિરાશા સાંપડે. મકાન-જમીનના ખરીદ-વેચાણના પ્રશ્નો હલ થાય. કૌટુંબિક સંપત્તિના મામલાની પતાવટ થઈ શકશે. પરિવારજનો મદદરૂપ બનશે. લગ્ન-વિવાહની વાતચીતમાં અંતરાય આવે. વિરોધીઓથી ચેતતા રહેવું જરૂરી છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ ધીરજ - ડહાપણથી કામ લેજો. તમે જે નાણાકીય લાભની આશા રાખી રહ્યા છો તે હજુ મળે નહિ. શેરસટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડશે. નોકરીની પરિસ્થિતિ કે વાતાવરણ તમારી તરફેણમાં જણાશે નહિ. ધંધા-વેપારની સ્થિતિ મૂંઝવતી જણાશે. મકાન કે સંપત્તિ બાબત ખર્ચ કે વિવાદ વધે. માનસિક બોજો રહે. ભાઇભાંડુ સાથે વિવાદ થાય. અંગત આરોગ્યની કાળજી લેવી જરૂરી છે. સંતાનોના પ્રશ્નો ગુંચવાય. સરકારી કામકાજોમાં વિઘ્નો જણાય. ધીરજ રાખવી જરૂરી.

તુલા (ર,ત)ઃ નાણાકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. આવનાર ખર્ચાની જોગવાઈ કરી શકશો. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતાં જણાય. નોકરી અંગેની સમસ્યાઓનો ઉકેલ આવશે. ઉપરી કે અન્ય મહત્ત્વની વ્યક્તિઓનો સાથ-સહકાર મળે. ધંધા-વેપારના ક્ષેત્રે વિકાસવૃદ્ધિનો યોગ છે. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાય. મકાનની ખરીદી-વેચાણની બાબતમાં અવરોધો હશે તો દૂર થશે. સ્થળાંતરની ઈચ્છા હશે તો તે પૂર્ણ થાય. તમારા જીવનસાથીનો પ્રેમ-સહકાર મળે. ગેરસમજનું વાતાવરણ દૂર થશે. સામાજિક - માંગલિક કાર્ય પાર પડે.

વૃશ્ચિક (ન,ય)ઃ અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો તમે નિરાશાથી ઉગરી શકશો. આયોજન વ્યવસ્થિત કરશો તો નાણાકીય મુશ્કેલી અનુભવશો નહીં. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન જાય તે જોવું રહ્યું. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે. વિરોધીઓની ચાલબાજીથી સાવધ રહેજો. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ મંદ જણાશે. કૌટુંબિક સમસ્યાઓ માનસિક ચિંતા રખાવે. સ્વજનોથી વિવાદ જન્મશે. સામાજિક કાર્યમાં પ્રગતિ થાય. સંતાનોની તબિયત અંગે ચિંતા રહે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ વિનાકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. નાણાકીય લેવડ-દેવડ માટે સમય સાનુકૂળ થતો નથી. આથી ધારી આવક કે પૂરો લાભ મળે નહિ. નવા વધારાના ખર્ચા ઊભા થશે. આથી આવક તેમાં ખર્ચાઇ જશે. નોકરી-ધંધાની પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. ખાસ કોઈ ચિંતા રહે નહિ. ઉપરીનો સાથ-સહકાર મળશે. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ સારી તકો ઊભી કરી શકશો. મિલકત અંગેની કાર્યવાહીઓમાં અવરોધ જણાય. કાર્ય ઉકેલાશે નહિ. નવી લે-વેચમાં પડવું નહીં. કુટુંબમાં વિસંવાદિતા - વિખવાદનું વાતાવરણ હોય તો તે દૂર થશે. સ્વજનોથી મિલન-મુલાકાત થાય. જીવનસાથી સાથે સંવાદિતા વધશે. વિરોધીના કારણે અટવાયેલા લાભ માટે વધુ પુરુષાર્થ કરવો જરૂરી. આરોગ્યની કાળજી લેવી જરૂરી છે. કોર્ટ-કચેરીના કાર્યો હલ થશે.

મકર (ખ,જ)ઃ તમારું ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધશે. નોકરિયાતો માટે આ સમય કામકાજનો બોજ વધારનારો છે. હરીફ અને કર્મચારીઓ સાથે મતભેદ વધારનારો સમય છે. ધાર્યું ફળ મળે નહીં. ધંધાકીય ક્ષેત્રે વિઘ્નો વધુ જણાશે. મિલકતોની લે-વેચના કાર્યો માટે ફાયદાકારક સમય જણાતો નથી. કૌટુંબિક કાર્યો પાર પડે. મતભેદો અને સમસ્યાઓનો યોગ્ય ઉકેલ મળશે. વિયોગ હશે તો મિલન થશે. આ સમયમાં આરોગ્ય સંબંધિત કાળજી લેવાની ખાસ જરૂર છે. તમે સંતાનોને લગતી સમસ્યા ઉકેલી શકશો. મિત્રો સાથે મતભેદ જાગશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ પ્રતિકૂળતાથી ડગી જશો નહિ. બલ્કે તમારો પુરુષાર્થ જારી રાખજો. આવક અને ખર્ચની પરિસ્થિતિ ખોરવાશે. ધાર્યા લાભ મળવામાં હજુ અવરોધ જણાશે. વિશ્વાસઘાત અને હાનિના પ્રસંગોથી સાવધ રહેવું જરૂરી છે. આર્થિક પરિસ્થિતિ મુંઝવણ રખાવશે. નોકરિયાતને કામનો બોજ વધશે. વિરોધીઓથી સાવધ રહેવું જરૂરી છે. ધંધા-વેપારને ક્ષેત્રે પણ નાની-નાની તકલીફો બાદ કાર્ય ઉકેલાશે. ઘર-પરિવાર, જમીન કે સંપત્તિને લગતા કામકાજના ઉકેલમાં ગ્રહયોગો મદદરૂપ બની રહેશે. પ્રિયજન સાથે મતભેદ થવાનો યોગ છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ નાણાકીય મામલે તમારી પરિસ્થિતિ અગાઉ કરતાં પણ વધુ સમસ્યા સૂચવે છે. દેવું અથવા કરજ ન વધારશો. નાણાની પ્રાપ્તિનો માર્ગ હવે અટકતો જણાશે. ખર્ચ અને જવાબદારી વધારવા પર અંકુશ રાખજો. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોવું રહ્યું. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે. વિરોધીઓ અને તમારા સહકર્મચારીઓની ચાલબાજીથી સાવધ રહેજો. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ મંદ જણાશે. અકારણ વિવાદના પ્રસંગો સર્જાશે. કૌટુંબિક જીવનની સમસ્યા ગેરસમજ વધારશે. લાગણીઓના આવેગો અને ગુસ્સા પર સંયમ રાખશો તેવી સલાહ છે. વાત વધુ વણસી ન જાય તે જોવું રહ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter