તા. ૧ જુલાઇ થી ૭ જુલાઇ ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 01st July 2017 05:00 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં પ્રવાસ-પર્યટન વધશે. કેટલાકને લાંબી યાત્રા પણ કરવી પડે. ધંધાકીય મુસાફરી સફળ નીવડશે. સપ્તાહમાં નાણાંકીય ચિંતા કે મુશ્કેલીમાંથી રાહત મેળવી શકશો. જાવકનું પ્રમાણ વધારે રહેશે. યોગ્ય દિશાના પ્રયત્નો ફળદાયી નીવડશે. નોકરિયાતને લાંબા સમયથી ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ આવતો જણાશે. ધંધાકીય અવરોધમાંથી બહાર નીકળી શકશો. મિત્રો-પરિચિતો કે સ્નેહીજનોની મદદ મહત્ત્વની પુરવાર થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ વધુ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ નીવડશે. આવનાર ખર્ચા માટેની જોગવાઈ કરી શકશો. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતા જણાય. સારી નોકરી મેળવવા માટેના પ્રયત્નો ફળદાયી બનશે. ચાલુ નોકરીના પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વેપાર-ધંધાની બાબતોથી સંતોષ રહે નહીં. મકાન-સંપત્તિને લગતા કામકાજમાં મુશ્કેલીઓ વધુ જણાશે અને ખોટા ખર્ચાઓ વધશે. નવા મકાન મેળવવાના પ્રયત્નો સફળ થશે નહીં.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયગાળામાં માનસિક તંગદિલી ઘટશે. સાનુકૂળતાના કારણે વધુ આનંદ માણી શકશો. ચિંતા કે ઉપાધિના પ્રસંગો જણાતા નથી. વધતા ખર્ચાના કારણે નાણાંભીડ સર્જાતી જોવા મળશે. આ સમયમાં જૂના લેણાંની રકમો મળવાથી આર્થિક વ્યવહાર નભી શકશે. આયોજન બરાબર કરવાથી ચિંતા દૂર થશે. નોકરિયાત માટે આ સમય ઉત્સાહ પ્રોત્સાહક છે. સફળતા મળે. બઢતીનો માર્ગ ખૂલશે. અગત્યના ધંધાકીય કામકાજોથી લાભ વધે. વિકાસ અને વિજયનો યોગ છે. નવી મિલકત ખરીદવા માટે ઊજળી તક મળે. લગ્ન અને માંગલિક પ્રસંગો માટે દોડધામ વધશે.

કર્ક (ડ,હ)ઃ ઉત્સાહપ્રેરક બનાવોના કારણે મનની અશાંતિ સર્જાતા પ્રસંગોથી બચી શકશો. મહત્ત્વના કામકાજો કે કામગીરીમાં સફળતા મળવાના આશાસ્પદ સંજોગો આનંદનો અનુભવ કરાવશે. સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય. આ સમયના યોગો તમારી મૂંઝવણો કે જરૂરિયાત સંદર્ભે સારી રાહત આપશે. અનાયાસ ધનપ્રાપ્તિના યોગો નથી. ખર્ચને કાબૂમાં રાખશો તો વિશેષ રાહત રહેશે. નોકરિયાતને મહત્ત્વની સમસ્યાઓના ઉકેલનો માર્ગ મળશે. બગડેલી બાજી સુધારી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય સાનુકૂળ અને પરિવર્તનસૂચક જણાય છે.

સિંહ (મ,ટ)ઃ અકારણ ચિંતાઓ હશે તો હવે દૂર થાય. સામાજિક અને જાહેરજીવનને લગતા કામકાજોથી સફળતા - યશ મળે. મહત્ત્વના સંબંધો સ્થપાય. આશાવાદી તકો પ્રાપ્ત થાય. નાણાંકીય પરિસ્થિતિને વણસતી અટકાવવા માટે તમારે ખર્ચ પર કાબૂ રાખવો પડશે. આવકના પ્રમાણને લક્ષમાં લઈને ચાલજો. શેરસટ્ટા તરફ લલચાશો તો વધુ નુકસાન નોતરવું પડે. નોકરિયાતોને વિકાસ સાધવા માટે નવી તક શોધવી પડશે. બદલી માટે પરિવર્તનયોગ પ્રબળ છે. નવા ધંધાના કામમાં પ્રગતિ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત સમસ્યાના કારણે માનસિક બેચેની-વ્યથાનો અનુભવ થશે. અલબત્ત તેનો ઉકેલ પણ ત્વરિત મળતા રાહત થશે. એકંદરે માનસિક રીતે સમય મધ્યમ પુરવાર થશે. ખર્ચાઓ વધતા આર્થિક સ્થિતિ ઉધાર બાજુ ન વળે તે જોજો. નોકરિયાતને સ્થળાંતર કે બદલીની શક્યતા વિશેષ જણાય છે. બઢતીનો માર્ગ હજી અવરોધાયેલો જણાશે. સારી નોકરી મેળવવાના પ્રયત્નો સફળ થાય. ઉપરીનો સાથ-સહકાર મળશે. આ સમયમાં મકાન બદલવાના કે તેને લગતા કામો હશે તો અમલમાં મૂકી શકશો. બાપદાદાની મિલકતો વિવાદ સર્જશે. સંતાનો તરફથી હૂંફ મળશે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં ભાગ્યનો સાથ મળતાં કોઈ નવીન કામોમાં પ્રગતિ જોઈ શકશો. વિઘ્નોને પાર કરી શકશો. ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો જણાશે. અલબત્ત તમારા કામકાજોમાં વિલંબ જરૂર થયા કરશે. આ સમય એકંદરે ખર્ચાળ અને મૂંઝવણરૂપ જણાશે. નાણાંકીય વ્યવહારોમાં વ્યવસ્થિત અને જાગૃત રહીને કામકાજ કરવું જરૂરી છે. આર્થિક બોજો કે જવાબદારી વધતી જણાશે. લાભ કે આવકના સંજોગો અલ્પ જણાય છે. નોકરિયાત વર્ગને આ સમય મિશ્ર પુરવાર થશે. વિવાદ - ક્લેશ ન થાય તે જોવું. લાભ યા પ્રગતિના સંજોગો મળે, પણ ફળ હાથમાં હજુ આવે નહીં.

વૃશ્ચિક (ન,ય)ઃ અંગત બાબતોના કારણે અંજપો કે વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો તમે નિરાશામાંથી ઉગરી શકશો. નાણાંકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. કેટલીક સહાયતાઓથી કામ પાર પડે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાઈ જશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળશે નહીં. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળવું. અણઉકેલ્યા પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાના કારણે ધાર્યા લાભ મળે નહીં.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં તમારી હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતા જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા કે નકારાત્મક વિચારો છોડી દેજો. આ સમયમાં તમારી આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. લાંબા સમયથી તમારી ઉન્નતિ આડે જો કોઈ અવરોધ હોય તો આ સમયમાં વિકાસની તક વધે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ આ સમય સાનુકૂળ બનતો જણાશે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાતા જણાય. હવે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરીઓ પણ આવશે. આ સમયમાં નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કોઈ આવક થશે તે ખર્ચમાં જતી રહેશે. અલબત્ત, મૂંઝવણ દૂર થશે. નોકરિયાતોને હવે વાતાવરણ સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટકેલા લાભો અને બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા અને વિકાસકારક તકો છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ એક પ્રકારની ઉદાસીનતા કે વ્યગ્રતાની લાગણીનો અનુભવ થશે. તમારા વિચારનો અમલમાં મૂકવાનું મુશ્કેલ લાગતા તનાવ વધશે. નાણાંકીય દૃષ્ટિએ થોડીક વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે વિશેષ ખર્ચાના યોગો બળવાન છે. નોકરિયાતોને નવી તક મળશે. ઉન્નતિનો માર્ગ ખૂલતો લાગે. વિરોધીના હાથ હેઠા પડશે. વેપાર-ધંધા ક્ષેત્રે વાતાવરણ અગવડરૂપ બનશે. સમસ્યામાંથી સહારો નીકળી શકશો. મકાન-મિલકત જમીનના કામકાજો માટે જોઈતી તકો અને સાનુકૂળતાઓ મેળવી શકશો. પુરુષાર્થ ફળદાયી બનશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કારણ વિનાની કાલ્પનિક અશાંતિ રહેતી જણાશે. તમારા વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખશો તો જ શાંતિ મળે. તમે પરિણામો વિશે વધુ ચિંતા કરશો નહીં. અણઉકેલ્યા નાણાંકીય પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળશે. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ-લોન સહાય દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. ખર્ચ પર કાપ મૂકવો પડશે. નોકરિયાતને કામકાજનો બોજ વધુ રહેશે. હરીફ અને સહકર્મચારીનો બોજ વધુ રહેશે. હરીફ અને સહકર્મચારીઓ સાથે મતભેદ વધે નહીં તે જોજો. ધાર્યું ફળ મળે નહીં. ધંધાકીય ક્ષેત્રે વધુ વિઘ્નો જણાશે. સંતાનો તરફથી હૂંફ અને આત્મીયતા વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter