તા. ૧૦ એપ્રિલ ૨૦૨૧થી ૧૬ એપ્રિલ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 09th April 2021 07:37 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં આપની કારકિર્દીને લઈને વિવિધ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. મહત્ત્વના ફેરફાર કરિયર વિષયક બાબતોમાં આવશે. નાણાંકીય રીતે મધ્યમ સમય રહેશે. ખોટા ખર્ચાઓ બને તો ઓછા કરશો. નોકરીમાં મહત્ત્વની જવાબદારી થકી કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. વિદેશમાં અભ્યાસ ઈચ્છુક વિદ્યાર્થીઓને હજી થોડો વધુ સમય રાહ જોવી પડશે. મકાન-મિલકતની ખરીદીમાં હજી થોડો વિલંબ થાય. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આપનું આ સપ્તાહ મિશ્ર ફળ આપશે. કોઈક ક્ષેત્રમાં સફળતા તો કોઈક કામકાજમાં વિલંબ અને નિષ્ફળતા હાથ લાગી શકે છે. આર્થિક ક્ષેત્રે થોડીક વધુ ચિંતાવાળો સમય રહેશે. નોકરિયાત વર્ગ માટે ખૂબ પરિશ્રમ છતાં પરિણામ ઓછું રહે. વ્યવસાયના કે ઉદ્યોગજગતમાં ફાયદાકારક તકો હાથ લાગશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી વધુ ધક્કા ખાવા પડશે. પારિવારિક પ્રસંગોમાં તમારી હાજરી અનિવાર્ય રહેશે. સંતાનના લગ્નવિષયક બાબતે થોડીક ચિંતા રહેશે.
મિથુન (ક,છ,ઘ)ઃ એકંદરે આ સમય થોડો મુશ્કેલીભર્યો રહેશે. જો માનસિક તટસ્થ જાળવશો તો આ સમય આસાનીથી પસાર કરી શકશો. આરોગ્યને લઈને થોડી વધુ ફરિયાદો રહેશે. નાણાકીય બેલેન્સ સારું રહેશે, જેના કારણે થોડી હળવાશ રહેશે. વ્યવસાય-નોકરીના ક્ષેત્રમાં થોડોક પ્રગતિવાળો સમય રહેશે. કોઈ આકસ્મિક લાભ પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓ જો ઉચ્ચ અભ્યાસની ઈચ્છા ધરાવતા હો તો મનપસંદ જગ્યાઓથી ઓફર મેળવશે. મકાન-મિલકતની ખરીદી માટે સમય સારો છે.
કર્ક (ડ,હ)ઃ આ સમય દરમિયાન વિરોધીઓથી સાવધાન રહેશો. સંઘર્ષ ઉભા થવાના ચાન્સીસ છે. આપના વાણી-વર્તનને કાબુમાં નહીં રાખો તો મોટી નુકશાની ભોગવવી પડી શકે છે. અંગત બાબતોની ચર્ચા આપના કાર્યક્ષેત્રમાં ન કરવા સલાહભર્યું છે. નોકરીમાં બઢતીના યોગો વધુ બળવાન રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ સારી એવી નવીન તક ઉપલબ્ધ થઈ શકે છે. વિદ્યાર્થીઓને સારા પરિણામ મેળવશે. કોર્ટ-કચેરીમાં થોડું જતું કરશો તો ફાવશો.
સિંહ (મ,ટ)ઃ આ સમયમાં આપના અધિકારો પ્રત્યે અડગ થઈને લડાઈ લડવી પડશે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી ચાલતી લડાઈનો અંત આવી શકે છે. મોટી સફળતા તમારા પક્ષમાં આવી શકશે. નોકરીની શોધખોળ કરનારા માટે પણ સમય સફળ પુરવાર થાય. આર્થિક સદ્ધરતામાં વધારો જોવા મળે. લક્ઝુરિયસ વાહન કે મિલકતની ખરીદી શક્ય બને. વિદ્યાર્થીઓને પણ સારા પરિણામ પ્રાપ્ત થાય. આરોગ્યની દૃષ્ટિએ થોડી સાવચેતી જરૂરી. માંગલિક પ્રસંગોનું આયોજન થશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ તમારો આ સમય ધન-પ્રતિષ્ઠા વિષયક અમુક સાધારણ લાભદાયક બનાવોને બાદ કરતાં થોડો પ્રતિકૂળ અને બેચેનીવાળો પસાર થાય. ખર્ચાઓ ઉપર કાપ મૂકવો આવશ્યક છે, નહીં તો મોટી નુકશાની ભોગવવી પડે. ઉતાવળે નિર્ણય ન લેવાનું સલાહભર્યું રહેશે. પારિવારિક જવાબદારીનો ભાર વધે. વ્યવસાય જગતમાં પણ કામનું ભારણ આવી પડશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપનો વિજય થાય. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારા પરિણામવાળો રહેશે. પ્રવાસ-પર્યટન શક્ય બને.
તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન માનસિક શાંતિ તેમજ સ્વસ્થતામાં વધારો થાય. કોઈ અલૌકિક શક્તિઓનો અહેસાસ આપને આનંદનો અનુભવ કરાવે. કોઈ મોટી મુશ્કેલી કે આફત ઉદ્યોગ કે વ્યવસાય ક્ષેત્રે જણાતી નથી છતાં કામગીરી જોઈ-જાળવીને આગળ વધારવી. વડીલોની સલાહ મહત્ત્વની સાબિત થાય. વિદ્યાર્થીઓ મનની એકાગ્રતા વધારવા માટેના રસ્તાઓ અપનાવશે તો સફળતા હાંસલ કરી શકશે. આર્થિક રીતે મોટા લાભ પ્રાપ્ત થઈ શકે એવા યોગ છે. સંતાનની લગ્નવિષયક ચિંતાઓ દૂર થાય.
વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન સુખ-પ્રતિષ્ઠા-લાભ અને સફળતા આપના કદમ ચૂમશે. એકંદરે સમાજમાં આપનું નામ રોશન થાય એવા કાર્યો હાથ લાગશે. નાણાકીય રીતે પણ લાભદાયક સમય રહેશે. નોકરિયાત વર્ગ લાંબા સમયની મહેનતનું પરિણામ પ્રાપ્ત કરશે. ઉદ્યોગ જગતમાં સારાં એવા નવા રોકાણો થકી લાભ થાય. નોકરી-વ્યવસાયને કારણે પ્રવાસ-દોડધામમાં વધારો થાય. વિદ્યાર્થીઓને થોડી વધુ મહેનતનું સૂચન રહેશે. પારિવારિક સંબંધો મજબૂત થાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય આપનો અકારણ ચિંતાવાળો રહે. સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા સતાવે. આકસ્મિક અણબનાવને કારણે મનમાં ભારણ અનુભવાય. જોકે આપનું ધ્યાન બીજા કાર્યોમાં વ્યસ્ત રાખશો તો થોડીક રાહત અનુભવશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં સમય મધ્યમ રહેશે. આર્થિક રીતે પણ કોઈ મોટા પરિવર્તન જણાતા નથી. સંતાનોના અભ્યાસને લઈને ચિંતા હશે તો એ દૂર થાય. માંગલિક પ્રસંગોના આયોજનથી ઉત્સાહ અને આનંદમાં ઉમેરો થાય. કોર્ટ-કચેરીના કાર્યો હજી અટવાયેલા રહેશે.
મકર (ખ,જ)ઃ આપનો આ સમય મધ્યમ ભાવ વાળો રહેશે. નોકરીના ક્ષેત્રમાં નવીન તકો ઉત્પન્ન થતાં આપના માટે થોડી વધુ જવાબદારી ઉભી થાય જેને ખૂબ મહેનત દ્વારા આપ સફળ બનાવી શકશો. આપની કામગીરી સામી વ્યક્તિ ઉપર સારી છાપ ઉભી કરશે. વ્યવસાયિક ક્ષેત્રમાં થોડુંક મંદીનું વાતાવરણ અનુભવાય. જોકે આર્થિક સહાય પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓને પરિણામ મેળવવામાં હજી થોડો વિલંબ થાય. કોર્ટ-કચેરીમાં મિલકત સંબંધી વિવાદો હશે તો એ દૂર થાય. પરિણામ આપના પક્ષમાં આવશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ સતત મૂંઝવણોમાંથી આ સમય દરમિયાન ક્રમશઃ બહાર નીકળી શકશો. જૂના સંસ્મરણો આપની અકળામણને દૂર કરે. નાણાંકીય રીતે પરિસ્થિતિ થોડીક વધુ મજબૂત બનશે. આપના અટવાયેલા નાણાં પરત મળશે. પરિવારમાં લગ્નપ્રસંગને કારણે દોડધામ વધે. વ્યવસાયિક ભાગીદારી આપને ફાયદો કરાવે. નવા પ્રવાસના આયોજન થાય. વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રોપર્ટીના પ્રશ્નો હલ થાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય દરમિયાન આપની કામગીરીને કારણે ઉપલા અધિકારી તરફથી સરાહના મેળવી શકશો. આપના પરિવાર તરફથી પણ દરેક કાર્યોમાં મદદ મેળવશો. સંબંધીઓ સાથે કોઇ મુદ્દે વિવાદ હોય તો દૂર થાય. નોકરીના ક્ષેત્રમાં ઈચ્છિત પ્રમોશન અંગેની ચર્ચાઓ આગળ વધશે. વહેપારના ક્ષેત્રમાં પણ પ્રગતિકારક તકો હાથ લાગે. નાણાંકીય બેલેન્સમાં વધુ મજબૂતી પ્રાપ્ત કરી શકશો. સંતાનોના લગ્નવિષયક કે અભ્યાસના પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો. એકંદરે આપનું આ સપ્તાહ ઉત્સાહમય વ્યતીત કરશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter