તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૧૫થી ૧૬ ઓક્ટોબર, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 07th October 2015 09:14 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ હજુ તમારા આડે કેટલાક અવરોધો છે. તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિના વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરવાની કાળજી લેજો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો તથા ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પણ પાર પડશે. નોકરિયાતો માટે આ સપ્તાહના યોગો પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યના કામકાજોમાં સફળતા મળશે. વિવાદો યા વિરોધોમાંથી બહાર નીકળી શકશો. તમારા મકાન-મિલકત અંગેના કામકાજો માટે આ સમય સાનુકૂળ અને સફળતા સૂચવે છે. મકાન સંબંધિત કામકાજમાં સફળતા મળશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં અંગત મૂંઝવણ દૂર થતાં આશાવાદી વાતાવરણ સર્જાશે. માનસિક અકળામણ દૂર થશે. આમ છતાંયે આર્થિક દષ્ટિએ મોટા સાહસ કરવા જેવો સમય નથી. નાણાભીડને કારણે ધાર્યા કામો થાય નહીં. આવક કરતાં જાવકનું પ્રમાણ વધી ન જાય તે જોવું જરૂરી છે. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશ આપનાર છે. હિતશત્રુઓના હાથ હેઠા પડે. સારી તકો મળતા આનંદ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે હવે આગેકૂચ કરી શકશો. મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા પૂર્ણ થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ અતિશય કામકાજનું દબાણ અને વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જોવા મળે નહીં. પ્રતિકૂળતાના કારણે ધાર્યા કામ નિર્ધારિત સમયમાં થાય નહીં. આ સમયના યોગ જોતાં જમીન-મકાન અંગેની સમસ્યા જણાશે. તેનો ધાર્યો ઉકેલ ન આવતાં સંતોષ ન જણાય. ભાડાના કે સરકારી મકાન બાબત મુશ્કેલી પેદા થાય. આ સમય નોકરિયાતો માટે કોઈ નવા ફેરફારો સર્જશે. ઉપરી સાથેના સંબંધો સાચવજો. તરફેણની વ્યક્તિ બદલાશે. ગૃહજીવનમાં મતભેદો થાય. જીવનસાથીની તબતિયત બગડે નહિ તે ધ્યાન રાખવું. સામાજિક કામમાં યશ-માન મળે. ભાગીદારો સાથેના પ્રશ્નો હલ થશે.

કર્ક (ડ,હ)ઃ માનસિક બળ જાળવવું પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતાના નિષ્ફળતા સાંપડશે. ભલે વિપરીત સંજોગો સર્જાય. ચિંતા કરશો નહિ. નાણાકીય સંજોગો હજુ સુધારવામાં સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચા કે સાહસ કરજો. બચત અશક્ય બને. વેપારી વર્ગને ધીમે ધીમે પ્રગતિ જણાય. કોઈ મિત્રની મદદ મળી જાય અને કોઈ ચિંતા હોય તો તે દૂર થાય. ધંધા-વેપારમાં સર્જાયેલી સમસ્યાઓનો ઉકેલ મળે. ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવે. ખરીદ- વેચાણના કામકાજો માટે સાનુકૂળતા જણાય છે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં માનસિક તાણ અને કાલ્પનિક ચિંતાઓના કારણે મૂંઝવણ કે બેચેનીનો અનુભવ થશે. ખોટા વાદવિવાદથી દૂર રહેજો. આધ્યાત્મિક વલણ કેળવજો. નાણાકીય બાબતો અંગે આ સમયના ગ્રહ સાથ આપે તેથી તમારા પ્રયત્નો સફળ થાય. વધારાના ખર્ચના પ્રસંગો કાબૂમાં રાખજો. નોકરિયાતો માટે સમય પરિવર્તન અને સાનુકૂળતા સૂચવે છે. મિત્રો-પરિચિતો ઉપયોગી બનતા જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભ મળશે. મકાન-મિલકતના કામકાજો સફળ થાય. લગ્ન-વિવાહના કામમાં સફળતા મળે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન તમારા આજુબાજુના સંજોગો ગમેતેટલા મુશ્કેલીભર્યા હશે તો પણ તમે કુનેહપૂર્વક તેમાંથી રસ્તો મેળવી શકશો. નાણાકીય સ્થિતિ સંતોષકારક રહે નહીં. ખર્ચ-નુકસાન, કરજ અને તેનાં કારણે નાણાંભીડનો સામનો કરવો પડે. તેના ઉકેલનો માર્ગ મળતા તમારા વ્યવહારો પાર પાડી શકશો. નોકરીના ક્ષેત્રે જે કાંઈ લાભ દેખાશે તે મૃગજળસમાન પુરવાર થશે. બઢતીની આશા હજુ ફળે નહીં. વિઘ્નો જણાશે. વિરોધીના કારણે લાભ અટકશે. વેપાર-ધંધાના કામકાજો માટે સંઘર્ષમય પરિસ્થિતિ જણાશે. મકાન-સંપત્તિની બાબતો માટે સમય પ્રતિકૂળ બનશે. કૌટુંબિક મિલકતો અંગે ધાર્યા લાભ મળે નહીં. દાંમ્પત્યજીવનમાં સંવાદિતા, સાનુકૂળતા રહેશે.

તુલા (ર,ત)ઃ અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયી થશે. મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્યો સફળ થશે. સ્નેહી-સ્વજનોથી સહકાર અને મદદ મળશે. ઉઘરાણીના કાર્યો દ્વારા આવક વધશે. આ સમયમાં આવનારા સામાજિક તથા ગૃહજીવન સંબંધિત ખર્ચની સગવડ ઊભી થઈ શકશે. ચિંતાનો માર્ગ મળશે. નોકરિયાતોને હવે બઢતી અટકેલી હશે તો મળશે. અવરોધો દૂર થાય. વેપારી વર્ગ માટે સમય પ્રગતિસૂચક અને સફળતાનો છે. કેટલાક સારા લાભ મળશે. મકાન-મિલકતના કામકાજો માટે સાનુકૂળતા વધશે. સ્ત્રીઓને માનસિક ચિંતા જણાશે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ જવાબદારીઓ અને કેટલીક અકારણ ચિંતાઓના કારણે માનસિક તાણનો અનુભવ થશે. વાદવિવાદોથી દૂર રહેજો. ખોટો ભય રાખવાને કારણ નથી. આ સમયમાં તમારા પ્રયત્નો સફળ થતાં નાણાકીય કામકાજો પાર પડતાં જણાય. અણધાર્યા ખર્ચના પ્રસંગો માટે નાણાંની વ્યવસ્થા કરી શકશો. ઉઘરાણી પ્રત્યે ખાસ ધ્યાન આપવું. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતા તમારો પુરુષાર્થ ફળશે. યશ-માન મળશે. સારી યોજનાઓમાં પ્રગતિ થાય. ધંધા-વેપારના ક્ષેત્રે તમામ અવરોધો પાર કરી શકશો.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન ઉત્સાહપ્રેરક બનાવોના કારણે મનની અશાંતિ સર્જતા પ્રસંગોથી બચી શકશો. મહત્ત્વના કામકાજો કે કામગીરીમાં સફળતા મળશે. નાણાકીય મૂંઝવણો કે જરૂરિયાતો અંગે સમય રાહત આપનાર નીવડશે. ખર્ચને કાબૂમાં રાખશો તો વિશેષ રાહત જણાશે. ધંધાકીય વિકાસનો માર્ગ ખૂલતો જણાશે. નોકરિયાતોને આ સમયમાં સફળતા પ્રાપ્ત થશે. સ્થાવર મિલકતના કામ થાય. દાંપત્યજીવનમાં મતભેદો જણાશે. શાંતિ સ્થાપવા માટે ત્યાગની ભાવના રાખવી જરૂરી. મિત્રો સાથે અણબનાવ થાય. પ્રવાસમાં નિષ્ફળતા. વિરોધીઓની કારી ફાવે નહીં. મકાન બદલવાની ઇચ્છા હોય તો હમણાં વિચાર કરવો નહીં.

મકર (ખ,જ)ઃ આ સમયમાં તમારો પુરુષાર્થ ફળદાયી નીવડશે. સક્રિયતા વધતી જશે. પ્રગતિ કરશો અને સ્નેહ મેળવશો. જરૂરિયાતના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતા તંગી જણાય. ઉઘરાણીઓ ફસાય નહિ તેનું ધ્યાન રાખજો. નાણાકીય જવાબદારીઓ વધારવી નહિ. નોકરિયાતો માટે આ સમય એકંદરે મિશ્ર છે. નવીન કામગીરીઓ આગળ ધપાવી શકશો. મકાન-સંપત્તિ બાબતમાં એકંદરે પ્રગતિ થાય. ઘર બદલવાનો વિચાર સાકાર થતો જોઈ શકશો. મિલકતના પ્રશ્નો હજુ યથાવત્ રહેશે. માનસિક ટેન્શન રહેતું જણાય. સંતાન અંગેની ચિંતાઓ દૂર થાય. મહત્ત્વની મુલાકાતોનું આયોજન થાય.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ માનસિક દૃઢતા અને સ્વસ્થતા વધશે. મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ માટે જરૂરી સાનુકૂળતા જોવા મળશે. માન-મરતબો વધશે. યોજનાઓમાં પ્રગતિ થશે. જરૂરતના સમયે નાણા મળતા આનંદ થશે. તમારી આવકવૃદ્ધિ કરતાં ખર્ચને વધવા ન દેશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો ઉકેલ મળશે અને સારી રીતે હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે. સમસ્યાઓમાંથી પાર નીકળી શકશો. મકાન બદલવાની ઇચ્છા હશે તો પૂર્ણ થશે. જમીન-મકાન દ્વારા આવક વધે. દામ્પત્યજીવનમાં સુખ જળવાશે. યાત્રા-પ્રવાસ સફળ થશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ યોજનાઓ, પ્રવૃત્તિઓમાં આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્મ નિર્ધારથી સફળતા મળતાં ઉત્સાહ વધશે. આવેશોને કાબૂમાં રાખજો. આ સમયમાં કોઈ પણ પ્રકારના સાહસોમાં નાણા રોકવા હિતાવહ નથી. નુકસાની અને વ્યયનો યોગ છે. આવકમાં વૃદ્ધિનો કોઇ યોગ નથી. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. ધંધા-વેપારની વૃદ્ધિ-વિકાસના પગલાં આયોજન માટે આ સમય વિકાસકારક છે. પૈતૃક સંપત્તિ અંગેના પ્રશ્નો મૂંઝવશે. વિવાદના પ્રસંગો ટાળજો. જમીન-મકાનની લે-વેચ કરવા બાબતે વધુ પ્રયત્નો કરવાથી કામ પાર પડશે. કુટુંબના કોઈ સ્વજનની માંદગી ચિંતા કરાવશે. જીવનસાથી સાથે લાગણીઓનું ઘર્ષણ કે નાની વાતોથી ચકમક ઝરવાના પ્રસંગો ટાળજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter