તા. ૧૧ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 08th February 2017 04:41 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહે કેટલીક વ્યક્તિઓ તરફથી મુશ્કેલી ઉભી થતી જોવા મળશે. હાલમાં પ્રોપર્ટી લે-વેચમાં પડવું હિતાવહ નથી. રસ્તો ઉકેલવાની માત્ર વાતો જ થશે. અંગત વ્યક્તિઓ જ આડે આવશે. નાણાંકીય મૂંઝવણ વધશે. વેપારમાં ૧૦૦ના ૮૦ થતાં જોવા મળશે. સંતાનની ચિંતા પણ વધારો કરે. વાણી-વર્તન ઉપર સંયમ રાખવો જરૂરી બનશે. ક્રમશઃ પ્રગતિ અને સફળતા મળે. સપ્તાહનો અંત સારો જણાય. દામ્પત્યજીવન સરળ બનશે. વડીલોના કાર્યો માટે ઉદારતા રાખવી આપના હિતમાં રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહની શરૂઆતથી જ મન શાંતિ અનુભવશે. કૌટુંબિક બળ મળશે. સંતાન અંગેની ચિંતા ઓછી થાય. સ્વજનો-મિત્રોની મદદ મળશે. સામાજિક-ધાર્મિક કામમાં દોડાદાડી રહે. નાણાંકીય રાહત રહેશે. નવા ધંધાની ઇચ્છા વધશે. નોકરીમાં પ્રમોશન માટેની વાતો આવે. માનપાન વધશે. વડીલોને આશીર્વાદ મળશે. બાળકો માટે સારું રહે. યુવાવર્ગને ખોટી દોડધામ ન થાય તેની કાળજી રાખવી રહે.

મિથુન (ક,છ,ઘ)ઃ આત્મબળ વધશે. નાણાંકીય તંગી દૂર થશે. યાત્રા-પ્રવાસની તકો ઉજ્જવળ બનશે. પ્રીતિપાત્રનો સહયોગ વધે. સ્વજનો-મિત્રો સાથે મનમેળ વધે. ધીરજના ફળ મળતા જણાય. વેપાર-નોકરીમાં પ્રગતિ સધાય. આકસ્મિક લાભ થાય. કોર્ટ-કચેરીના કાર્યોની પતાવટ થાય. કુંવારાઓ માટે શુભ સમાચાર આવે. સપ્તાહ આનંદિત બનશે. નોકરીમાં સ્થાનફેરની ઇચ્છા ફળીભૂત થતી જણાય. નવી નોકરી માટેની તલાશ હશે તો તે પણ ફળદાયી બનશે. આકસ્મિક લાભ થાય.

કર્ક (ડ,હ)ઃ નાણાંકીય રીતે આ સપ્તાહ મૂંઝવણ ઊભી કરશે. લેણદારોની દોડધામ રહે, સામાજિક કાર્યોમાં મદદરૂપ બનવું પડશે. ધાર્મિક આયોજન ગોઠવાય. મનોબળ અસ્થિર રહે. સંતાનની ચિંતા યથાવત્ જણાય. તંદુરસ્તી બાબતે કાળજી લેવી ઘટે. ધંધાકીય હરીફાઈ થાય. નોકરીમાં વિચારભેદ અને મતભેદ ઊભા થાય. વિદ્યાર્થીઓએ વધારે કાળજી રાખવી જરૂરી છે. યુવાનોએ વગર કારણની માથાકુટથી દૂર રહેવા સલાહ છે. ફેકટરીમાં કામ કરનારે સાચવવું હિતાવહ ગણાય.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન નાણાકીય સ્થિતિ ચિંતાજનક રહેશે. સ્વજનો-મિત્રોની મદદરૂ ચાલુ રહેશે. સંતાન તરફથી બળ મળશે. નવી કામગીરીનો બોજ માથા પર આવશે. વેપાર-ધંધામાં પૂરતું ધ્યાન રાખવું પડશે. તંદુરસ્તી યથાવત્ રહે. મિત્રોની જવાબદારી ઉઠાવવી પડે. વિદ્યાર્થીઓને રાહત રહેશે. દામ્પત્યજીવનમાં ખાટીમાઠી રહે. નવા ધંધાના પ્રારંભ માટે રાહ જોવી પડે. નવી નોકરીની પ્રતિક્ષા ઓછી થાય. શુભ સમાચારો મળે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય દરમિયાન નોકરી-વેપારમાં સરળતા થતી જણાશે. નાણાકીય ભીડ ઓછી થશે. સ્વજનો અને મિત્રો તરફથી યથાવત્ પરિસ્થિતિ રહે. મન આનંદિત થાય તેવો પ્રસંહ બનશે. પ્રશ્નોનું નિરાકરણ મળે. ક્રમશઃ પ્રગતિ થાય. પ્રિયપાત્રોની મદદ મળે. પતિ-પત્ની વચ્ચે મનમેળ વધશે. વેપાર-ધંધામાં ભાગીદારો થયેલા મનદુઃખનું નિરાકરણ મળશે. ધાર્મિક-સામાજિક આયોજો પાર પડે. મન આનંદ અનુભવશે.

તુલા (ર,ત)ઃ આ સપ્તાહ વિવિધ ખાટા-મીઠા અનુભવોમાંથી પસાર થશે. જરૂરતના સમયે અંગત કહેવાતા લોકો પણ મોઢું બગાડશે, છતાં ધીરજ રાખવી જરૂરી રહેશે. નાણાકીય ભીડ રહેશે. વેપારમાં સ્થિરતા રહે. નવા આયોજન સાકાર થતા જણાય. નોકરીમાં યશ-માન મળે. ભાઈભાંડુ વર્ગ સહાયરૂપ બનશે. સંતાનોની હૂંફ અને જીવનસાથીની સહાય મળશે. યાત્રા-પ્રવાસ માટે આયોજન ગોઠવાશે. શેરસટ્ટો નુકસાનકારક સાબિત થશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ દરમિયાન મનબોળ નિર્બળ બનશે. વેપાર-નોકરીમાં અવરોધો ઊભા થાય. અંગત વ્યક્તિઓ તરફથી અણગમતા સમાચાર મળે. વિશ્વાસઘાત થવાના પ્રસંગો બને. નાણાંકીય બાબતે રાહત રહે. છતાં લેવડદેવડના પ્રશ્નોએ ધ્યાન રાખવું જરૂરી છે. સંતાનોની ચિંતા સતાવે. પતિ-પત્ની વચ્ચે ટેન્શન રહે. મિત્રોને મનદુઃખ થાય. વિદ્યાર્થીઓ માટે મધ્યમ સમય છે. યુવાનોએ પોતાના વ્યક્તિગત કાર્યોમાં વધુ ધ્યાન આપવું હિતમાં રહેશે. વગર કારણની ચિંતાઓથી દૂર રહેવા સલાહ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહ દરમિયાન અનેક ચઢાવઉતાર જોવા મળશે. દાંપત્યજીવનમાં કડવાશ જણાય. વણઉકેલ સમસ્યા અંગે ગુપ્ત રહે. મિત્રોની મદદ ઉપયોગી બનશે. મહત્ત્વના નિર્ણયો લેતાં પૂર્વે બે વખત વિચારવું જરૂરી. તંદુરસ્તી સાચવવી રહે. વાદ-વિવાદથી દૂર રહેવાનો સમય છે. મનમાં ઉદ્વેગ વધશે. ક્રોધ ઉપર અંકુશ રાખવો. યાત્રા-પ્રવાસ ટાળવા. કોર્ટ-કચેરી કે સરકારી કાર્યોમાં વિલંબ થતો જોવા મળે. વાદ-વિવાદ કે ઝઘડો ન થાય તેની કાળજી રાખવી હિતાવહ છે.

મકર (ખ,જ)ઃ આ સમય શુભ લાભદાયી બને. સ્વજનો મિત્રો પરત્વે સહાનુભૂતિ વધશે. નાણાંકીય ભીડ ઓછી થશે. આકસ્મિક લાભ થવાની સંભાવના રહેશે. મન આનંદ-ઉલ્લાસ અનુભવશે. મહેનતનો, કરેલા કામનો જશ મળશે. નોકરીમાં રાહત અને વેપારમાં પ્રગતિ રહેશે. પતિ-પત્ની વચ્ચે સાનુકૂળતા વધશે. નવા આયોજન ગોઠવાશે. વિદ્યાર્થી માટે શુભ સમય ગણાશે. યુવા વર્ગને પ્રીતિપાત્ર સાથે મનમેળ વધે. સામાજિક, અને ધાર્મિક ક્ષેત્રે દોડધામ કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય.

કુંભ (ગ,સ,ષ,શ)ઃ સપ્તાહની શરૂઆત સારી રહે. જોકે બાદમાં ક્રમશઃ ચઢાવ-ઉતાર રહે. મિત્રો-સ્વજનોના સહયોગ મળી રહેશે. સંતાનોની મદદ મળશે. યાત્રા-પ્રવાસમાં સફળતા જણાય. વેપાર-ધંધામાં પ્રગતિ થાય. નોકરીમાં મન આનંદિત રહેશે. પ્રમોશન માટે શક્યતા વધે. કામકાજનો બોજ વધે. જમીન-મિલકતના પ્રશ્નો યથાવત્ રહેશે. મન ઉપર ચિંતાનું ભારણ રહે. પતિ-પત્નીનો સહયોગ રહે. વિદ્યાર્થીઓને અવઢવ રહેશે. નાણાંકીય ભીડ અનુભવવી પડશે. મનોબળ મક્કમ રાખવું જરૂરી છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન મન મક્કમ રાખીને નિર્ણયો લેવા પડશે. નવા સમાચારો લાભદાયી બને. અપરિણીતો માટે વાતચીત આગળ વધશે. મિત્રો-સ્વજનોનો સંપર્ક તેને વેગ આપશે. વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય છે. નાણાકીય વ્યવહાર સચવાય. મન સંતોષજનક રહે. વેપાર-ધંધામાં સાથ-સહકાર મળે. નોકરિયાતને પ્રમોશનની શક્યતા છે. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં સારી પ્રગતિ થતી જોવા મળે. અનેક કાર્યોની જવાબદારી નિભાવવી પડશે. નવી ઓળખાણો કામ લાગશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter