તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧થી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી...

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 10th September 2021 07:18 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ આ સમય દરમિયાન કેટલાક પરિવર્તન તમારા જીવનમાં ફેરફાર લાવી શકે છે. આર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત બને. વ્યાપાર અથવા કાર્યસંબંધી પ્રવાસ આર્થિક લાભકારક રહેશે. શિક્ષણ અથવા અભ્યાસ સંબંધિત રચનાત્મક કાર્ય આપના માટે સફળતા અને પ્રસિદ્ધિદાયક રહેશે. જોકે, કેટલાક કાનૂની મુદ્દાઓને કારણે થોડાક ખર્ચાઓ વધી શકે છે. નોકરિયાત વ્યક્તિઓએ સાથી કર્મચારી સાથે વાણી-વર્તન કાબૂમાં રાખવા જરૂરી રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવી રાખવા માટે આળસ છોડીને કામ પર લાગી જવું પડશે. વડીલોની સલાહ અનુસાર કાર્યવાહી આપના માટે હિતકારી રહેશે. તમારા ખર્ચાઓ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરશો. વ્યવસાયિક ક્ષેત્રમાં ભાગીદાર સાથે અણબનાવની પરિસ્થિતિ ઊભી થાય એવી શક્યતાઓ છે. ઘરની જરૂરિયાતો તેમજ મહત્ત્વપૂર્ણ કાર્યોમાં તમારો સહયોગ અતિ આવશ્યક રહેશે. જે વાતાવરણને સુખમય બનાવી રાખશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક વ્યથાને દૂર કરવાના રસ્તાઓની શોધખોળ પૂરી થાય. તમારી દબાયેલી પ્રતિભાને બહાર લાવવાના પ્રયત્નોમાં સફળતા મેળવશો. વ્યવસાય જગતમાં કોઈ મહત્ત્વપૂર્ણ યોજનાઓ થકી કાર્યની પ્રશંસા થાય. મીડિયા તેમજ ટેકનોલોજીના કામકાજ સાથે જોડાયેલા વ્યક્તિઓને વધારે ઉન્નતિકારક તકો હાથ લાગશે. આર્થિક મોરચે બેલેન્સ જાળવવું આપના હાથમાં છે. ઋતુગત સામાન્ય દર્દોની તકલીફ સહન કરવી પડે.
• કર્ક (ડ,હ)ઃ તમારા દ્વારા લેવાયેલો નિર્ણય અસર કોઈની માનસિક પરેશાનીનું કારણ બની શકે છે. આથી અંગત કે વ્યવસાયિક જીવનમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. બાકી લેણાં પરત મળશે. કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા લોકોને કોઈ મોટી તક હાથ લાગે તો ઝડપી લેશો. નોકરીમાં પ્રગતિ તેમજ બઢતીની શક્યતાઓ છે. જીવનસાથી સાથેના મતભેદો દૂર કરી શકશો.
• સિંહ (મ,ટ)ઃ તમારી મનોવેદના અને વ્યથા હળવી બનશે. કોઈક ઈશ્વરીયશક્તિ સહાયભૂત બને. આવકવૃદ્ધિ માટે જોઈતી તકો આપને સામેથી આવીને મળે. નોકરીના પ્રશ્નો હલ થતાં જોવા મળે. વ્યાપાર-ધંધાના ક્ષેત્રમાં ઉજ્જવળ તકો થકી ભવિષ્યની સમૃદ્ધિ માટે અનુકૂળતા સર્જાય. સંયુક્ત કુટુંબની મિલકતના વિવાદો દૂર થાય. વ્યવસાયને કારણે પ્રવાસની ઈચ્છાઓ પૂર્ણ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક દ્રષ્ટિએ આ સમયમાં વધુ મૂંઝવણ કે એક પ્રકારની અંજપાની પરિસ્થિતિ મહેસૂસ થાય. જોકે, આ સમયમાં ખૂબ ધીરજ રાખવી પડશે. નાણાકીય ક્ષેત્રમાં ધારો છો એવી સફળતા હજી પ્રાપ્ત થાય નહીં. શેરસટ્ટાથી દૂર રહેવું. વ્યાવસાયિક જવાબદારીમાં વધારો થતો જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં તમારી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. આધ્યાત્મિક મનન-ચિંતન આપને દરેક પરેશાનીમાંથી બહાર લાવશે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં કામનું થોડુંઘણું પ્રેશર માનસિક ચિંતાનું કારણ બને. બીજી બાજુ, આપના કામની પ્રશંસા થકી થોડીક હળવાશ પણ અનુભવી શકશો. ઉતાવળમાં મૂડીરોકાણને લગતા કોઈ નિર્ણય લેશો નહીં. વ્યવસાય અને પરિવારની જવાબદારીઓ વચ્ચેનું બેલેન્સ જાળવી રાખવાના રસ્તાઓ મળતાં મનોભાર થોડોક હળવો બને. નવવિવાહિત દંપતીઓને એકબીજા સાથેના વ્યવહારમાં થોડી કાળજી રાખવી.
• વૃશ્ચિક (ન,ય)ઃ સર્જનાત્મક પ્રવૃત્તિઓ સફળ થતાં આનંદ અને ખુશીની લહેર આપના જુસ્સાને બમણો બનાવે. મનની ઈચ્છાઓ પૂર્ણ થતી જોવા મળે. નાણાંના અભાવે કોઈ કાર્ય અટકે એવા યોગ નથી. એકાદ-બે લાભ, આવકના પ્રસંગોને કારણે આપની ચિંતાઓ દૂર થાય. કામના સ્થળે તમે સારું એવું પરિવર્તન અનુભવી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં હિતશત્રુઓના હાથ હેઠા પડે. મકાન-મિલકતના પ્રશ્નોનો હલ લાવી શકશો. અવિવાહિતને યોગ્ય જીવનસાથીની શોધખોળ પૂર્ણ થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય તમારા પુરુષાર્થને યોગ્ય દિશા આપનાર સાબિત થાય. આકસ્મિક ધનલાભ આપની આર્થિક પરિસ્થિતિમાં સુધાર લાવી શકશે. વ્યવસાયના ક્ષેત્રમાં ભાગીદારી થકી કોઈ મુશ્કેલી ઊભી થઈ શકે છે, જેથી સંભાળીને આગળ વધવું. નોકરીમાં પ્રગતિ અને સફળતાકારક તકો હાથ લાગે. પારિવારિક પ્રસંગોને કારણે થોડી વ્યસ્તતામાં વધારો થાય. કોર્ટ-કચેરીના લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહની શરૂઆત થોડીક મુશ્કેલીવાળી રહેશે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડે. અજીબ પ્રકારની ચિંતાનો સામનો કરવો પડે. જોકે, સપ્તાહના અંત ભાગમાં થોડીક રાહતનો અનુભવ થાય. તમારી ચિંતાઓને દૂર કરવા માટે કોઈ અંગત વ્યક્તિ સાથે સલાહ-વિચારણા કામ લાગે. આર્થિક પરિસ્થિતિ યથાવત્ રહેશે. વ્યવસાયને વિસ્તૃત કરવા માટેની યોજનાઓ પર હજી વધુ કાર્ય કરવું પડશે. પ્રવાસ થકી થોડી હળવાશ અનુભવાય.

• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સખત પરિશ્રમ થકી આપના કાર્યમાં સફળતા મેળવી શકશો. વારસાગત પ્રોપર્ટીને લગતા કોઈ પ્રશ્નોના નિરાકરણ થકી આપની આર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત બનાવી શકશો. વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં થોડું ધ્યાન રાખીને આગળ વધવું. નોકરિયાત વર્ગને બદલીની ઈચ્છાઓ અહીં પૂર્ણ થતી જોવા મળે. બાળકોને લગતી કોઈ સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો. સતત કામકાજની દોડધામને કારણે સ્વાસ્થ્ય ઉપર અસર જણાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ થોડુંક વ્યસ્તતાભર્યું રહેશે. તમારી પારિવારિક જવાબદારીઓમાં પણ વધારો જોવા મળે. આર્થિક રીતે આ સમય સામાન્ય રહેશે. તમારા કાર્યક્ષેત્ર પર કેટલીક પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, પરંતુ દરેક કાર્ય આપ સૂઝબૂઝથી આગળ વધારી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં વિદેશ સંબંધિત સોદાઓ અથવા નવા પ્રોજેક્ટ પર કામ આગળ વધારી શકશો. જમીન કે મિલકતમાં નવા મોટાં રોકાણ માટે સમય સાનુકૂળ રહેશે. સંશોધનના વિષયમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન મોટી સફળતા પ્રાપ્ત કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter