તા. ૧૨ જૂન ૨૦૨૧થી ૧૮ જૂન ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 11th June 2021 09:00 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહમાં લાભ, સંતોષ તેમજ સફળતામાં ઉત્તરોત્તર વધારો થશે. પ્રગતિકારક માર્ગ મેળવી શકશો. આમ છતાં અસ્વસ્થતાને કારણે ચિંતામાં થોડોક વધારો થાય. નોકરિયાત વર્ગને કામનું ભારણ વધશે. ઉદ્યોગ-ધંધાના ક્ષેત્રે જોઈતી મદદ મેળવશો. નાનાં-મોટાં રોકાણોને લઈને લોન વગેરે નાણાકીય વ્યવસ્થા કરવા માટે થોડી દોડધામ કરવી પડશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય કારકિર્દીના લક્ષ્યને ધ્યાનમાં લઈ આગળ વધવાનું સૂચન દર્શાવે છે. કારકિર્દીને લગતાં મહત્ત્વના નિર્ણયો લઈ શકાય. નાણાકીય રીતે થોડોક ઉતાર-ચઢાવ જોવા મળશે. પારિવારિક સુખ-શાંતિ જાળવી રાખવા માટે વાણી-વર્તન ઉપર ખાસ ધ્યાન રાખવું પડશે. નોકરી-વ્યાપારમાં મહત્ત્વના કરારો માટે સમય સાનુકૂળ રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પણ આપના તરફી ચુકાદો મેળવી શકશો.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય મધ્યમ ફળવાળો રહેશે. આર્થિક ક્ષેત્રમાં થોડી ઘણી ચિંતાઓ રહેશે, સામે સ્વાસ્થ્યલક્ષી તકલીફ દૂર થાય. નોકરીમાં બદલાવ કે બઢતીની શક્યતાઓ રહેશે. ધંધાકીય દૃષ્ટિએ થોડી વધુ સાવચેતીના પગલાં લઈને આગળ વધવું હિતાવહ રહેશે. કોઈની સાથે વાદ-વિવાદમાં ન પડો તો ફાયદામાં રહેશો. પારિવારિક જીવનમાં સંબંધોની તિરાડ વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
કર્ક (ડ,હ)ઃ આ સમય ફળદાયી તેમજ લાભકારક રહેશે. નવી કારકિર્દીની શરૂઆત લાભ અપાવે. આમ છતાં તમારે સખત મહેનત પર ભાર મૂકવો અતિ આવશ્યક રહેશે. આર્થિક રીતે ક્યાંકથી ફસાયેલાં નાણા પરત મેળવી શકશો. આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે. નોકરી-વ્યવસાયમાં નવીન કાર્યોની શરૂઆત થાય. નવું રોકાણ કે નવા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતાઓ રહેશે. સંતાનના અભ્યાસ સંબંધિત પ્રશ્નોનો હલ મેળવી શકશો.
સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહમાં વિરોધીઓ સાથે સંઘર્ષ ઊભા થશે. અંગત વ્યક્તિ સાથે અણબનાવના પ્રસંગો બળવાન બની શકે છે, જેથી કરીને ખાસ કાળજી રાખવી. નોકરીના ક્ષેત્રમાં આપની પ્રગતિમાં હજી થોડી રુકાવટો જોવા મળે. નાણાકીય પ્રશ્નોના નિકાલ માટે સખત મહેનત કરવી પડશે. શેરસટ્ટાના રોકાણોમાં નુકસાની ભોગવવી પડે. આરોગ્યની બાબતોમાં આંખ-મસ્તકની તકલીફ ઊભી થાય. શૈક્ષણિક દૃષ્ટિએ આ સમય સારો રહેશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય માનસિક શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ કરાવે. મનન-ચિંતન તેમજ વાંચન પ્રત્યે વધુ રૂચિ ઉત્પન્ન થાય, જેથી એકાગ્રતામાં વધારો થાય. નાણાકીય રીતે પણ સમય સારો રહેશે. ખાસ કોઈ મુશ્કેલી જણાતી નથી. નોકરીના ક્ષેત્રમાં આપની કામગીરીની સરાહના તેમજ પદોન્નતિ થાય. ધંધા-વ્યવસાયમાં લાભદાયક તકો હાથ લાગે. પ્રવાસ-પર્યટનના આયોજન શક્ય બનતાં ઉમંગ-ઉત્સાહ બમણા થાય. મિલકત ખરીદીની શક્યતા સાકાર થશે.
તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન કષ્ટ - હાનિ તથા વ્યયના પ્રસંગો બળવાન બનતાં થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડે. આત્મવિશ્વાસ તેમજ બહોળો અનુભવ આપને સફળતા અપાવશે. વાણી-વર્તનથી સામેની વ્યક્તિ પર સારી છાપ ઊભી કરી શકશો. નોકરીમાં થોડુંક જોઈ-જાળવીને આગળ વધવું જરૂરી છે. આર્થિક દૃષ્ટિએ મિશ્ર સમય રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ તેજી-મંદીના ચક્રો ફર્યા કરે. અથાગ મહેનત જ સફળતા અપાવશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આપના માટે ઉત્તમ લાભદાયી પુરવાર થાય. સુખ-પ્રતિષ્ઠામાં વધારો થાય, જેના કારણે માનસિક સ્વસ્થતતા તેમજ રાહત વર્તાય. આર્થિક ક્ષેત્રમાં તેજી જોઈ શકશો. નવાં-નવાં આવકના સ્ત્રોત પણ ઊભા કરી શકશો. પરિવારમાં માંગલિક પ્રસંગોને કારણે ઉત્સાહ રહેશે. વિદ્યાર્થીઓ માટે ખાસ નિર્ણયકારક સમય છે. કારકિર્દીને લગતાં નિર્ણયો વડીલોને સાથે રાખી લેશો તો અચૂક સફળતા પ્રાપ્ત થઈ શકશે. વ્યવસાયિક કામગીરીમાં નવિન રોકાણો થકી લાભ મેળવી શકાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં ખાસ કોઈ મુશ્કેલી કે ચિંતા જણાતી નથી. મનોસ્થિતિ વધુ મજબૂત બનાવી શકશો, જેના કારણે આનંદ-ઉલ્લાસમાં વધારો થાય. આર્થિક દૃષ્ટિકોણથી સમય મિશ્ર જણાય છે. વડીલોની સલાહથી દરેક કાર્યમાં સફળતા મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં પ્રગતિશીલ તકો પ્રાપ્ત થશે. લગ્નવિષયક બાબતોનો હલ મેળવી શકાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય. પ્રવાસ-પર્યટન આપના ઉત્સાહમાં વધારો કરશે.
મકર (ખ,જ)ઃ આ સમય સ્વાસ્થ્યને લઈને ચિંતામાં થોડોક વધારો કરાવશે. કોઈક આકસ્મિક અણબનાવ ચિંતાનું કારણ બને. ધંધાકીય ક્ષેત્રમાં પણ થોડી મંદી જોવા મળે. જોકે વધુ પ્રયત્નશીલ બનશો તો એમાંથી બહાર આવી શકશો. નોકરિયાત વર્ગને ખુશીના સમાચાર મળશે. બઢતીની તકો તમારી તરફેણમાં રહેશે. આર્થિક સ્થિતિમાં ખાસ કોઈ પરિવર્તન જણાતું નથી. આવક-જાવકનું પ્રમાણ યથાવત્ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમય વેઇટ એન્ડ વોચનો છે એટલે થોડી ધીરજ રાખી કામ આગળ વધારવું. આપના પ્રશ્નો વધુ ના ગૂંચવાય એ માટે ખાસ પ્રયત્નો કરતાં રહેશો તો અચૂક સફળતા મળશે. ધંધામાં નવા ક્ષેત્રો ઊભા કરવા માટેના પ્રયત્નોમાં આંશિક સફળતા પ્રાપ્ત કરી શકાય. નોકરીમાં પ્રતિસ્પર્ધીઓનો સામનો કૂનેહપૂર્વક કરશો તો ફાવશો. પૈસાના પ્રવાહની દૃષ્ટિએ આ સમય આપના માટે સારો રહેશે. નિયમિત આવકમાં વધારો થાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ ચિંતા અને અકળામણ ઓછા થતાં જોવા મળે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ થોડીઘણી રાહત મળે. તકલીફ દૂર થતાં માનસિક સ્થિતિમાં પણ સુધારો થતો જોવા મળશે. નાણાકીય સ્થિતિમાં વધુ મજબૂતી લાવી શકશો. ભાગીદારીથી ફાયદો થાય. નોકરીના ક્ષેત્રમાં લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં સફળતા મેળવી શકશો. નવીન રોકાણોથી ધંધાકીય ક્ષેત્રમાં પણ લાભ મેળવી શકાય. પ્રવાસ-પર્યટન શક્ય બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter