તા. ૧૨ ડિસેમ્બર ૨૦૨૦થી ૧૮ ડિસેમ્બર ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 11th December 2020 04:44 EST
 
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં તમારી હિંમત અને સ્વસ્થતાને ટકાવી રાખશો. અવાસ્તવિકતા અને કાલ્પનિક વિચારોનો ભય રહે. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે પરિસ્થિતિ સારી બનતી જણાશે. વધારાની આવક ઊભી કરવાના માર્ગ ખૂલતાં જણાશે. સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાય. કૌટુંબિક જવાબદારીના કારણે ભારણ વધે. સંતાનોના અભ્યાસ બાબતે નિર્ણાયકલક્ષી નિર્ણય લેવા પડશે. આરોગ્ય બાબતે થોડી રાહત રહેશે. નોકરિયાત વર્ગ માટે સમય સારો છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ હાલ ચાલી રહેલા કાર્યોમાં અણધાર્યો ફાયદો થાય. તક સ્વીકારી લેવાથી લાભ મળશે. મોટી લાલચમાં ફસાવું નહીં. વ્યવસાયના ક્ષેત્રે આગળ વધવાનો મોકો છે. નોકરીના ક્ષેત્રમાં હાલમાં જે કાર્ય કરતાં હોય ત્યાં સ્થિરતા રાખવી જરૂરી છે. નવાં જોખમ લેવા નહિ. મિત્રો સાથેના વ્યવહારોથી સાચવવું. વૈવાહિક જીવનમાં સુખદ પળોનો અનુભવ થાય. કુટુંબના સભ્યો થકી સારી લેણાંદેણી રહેશે. કોર્ટ-કચેરીનાં અટવાયેલા કાર્યો પૂર્ણ થવાનો સમય આવી રહ્યો છે. કોઈ સારા સમાચાર મળે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય દરમિયાન મહત્ત્વની કાર્યરચના સાકાર થતી જણાય. માનસિક ટેન્શન દૂર થાય. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં રસ જાગે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી મનને શાંતિ મળશે. નોકરીના ક્ષેત્રમાં સ્થાનફેર કરવા ઇચ્છતા હો તો હજી થોડોક સમય રાહ જોવી પડશે. ઉતાવળે નિર્ણય લેવો નહીં. ધંધાકીય કામગીરીમાં મુસાફરી વધે. આપના સંબંધોથી લાભ થાય. અભ્યાસની દૃષ્ટિએ સમયની સાનુકૂળ પરિસ્થિતિઓ સફળતા અપાવશે. કુટુંબમાં આનંદમય વાતાવરણ થકી એકતા જાળવી શકશો. મકાન ખરીદીની ઇચ્છાઓ પૂર્ણ થતી જોવા મળશે.

કર્ક (ડ,હ)ઃ આ સમય નિષ્ફળતાઓ અને અવરોધોમાંથી બહાર લાવીને સફળતા તરફ દોરી જશે. આશા, હિંમત અને ઉત્સાહનો અનુભવ થાય. આર્થિક ક્ષેત્રે નજીવા સુધારા થતાં જોવા મળે. જેના કારણે ચિંતાઓ ઓછી થાય. નોકરિયાત વર્ગને મુશ્કેલીમાંથી બહાર આવવાના માર્ગો તમારા સહાધ્યાયીના મદદથી મેળવી શકશો. વ્યાપાર ક્ષેત્રમાં કામનું ભારણ વધે, જેનાં કારણે લાભ પણ થશે. મહત્ત્વના કોલ-કરાર થાય. આરોગ્ય જળવાઈ રહે.

સિંહ (મ,ટ)ઃ આ સમય માનસિક ઉચાટ અને અસ્વસ્થતાવાળો રહેશે. આમ છતાં જો આપ મગજને થોડુંક શાંત રાખીને કામગીરી કરશો તો થોડી સ્વસ્થતતા કેળવી શકશો. જોકે આર્થિક દૃષ્ટિએ સમય સારો રહેશે, જેના કારણે થોડું સારું રહેશે. દામ્પત્યજીવનમાં સંબંધોમાં સુધારા જોવા મળશે. કૌટુંબિક કાર્યોનું ભારણ હળવું થાય. કોઈ શુભ સમાચાર મળે. નોકરિયાત વર્ગને થોડા વધુ પ્રયાસો કરવા પડે. ધંધા અને ઉદ્યોગના ક્ષેત્રમાં એકદમ આંધળા સાહસો ન કરવા સલાહભર્યું છે. માતાપિતાના આરોગ્ય બાબતે થોડી કાળજી રાખવી જરૂરી છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય પ્રવૃત્તિશીલ અને સક્રિય પુરવાર થશે. આજના કાર્યો આજે જ પૂરું કરવાની ટેવ રાખશો તો ફાવશો. અગત્યના કામકાજો પૂર્ણ થાય. ભાગ્ય આડેના અવરોધો દૂર થાય. નોકરી-ધંધામાં સ્થિતિ ધીરે ધીરે સુધરતી જણાય. ઉઘરાણીથી આવક વધે. આર્થિક સદ્ધરતા વધે. નોકરી-વ્યવસાયના લીધે પ્રવાસના આયોજન થાય. નવા સંબંધો કામ લાગે. કુટુંબમાં પણ વાતાવરણ આનંદિત બની રહે. આરોગ્ય અંગે ખાસ કોઈ ચિંતાઓ જણાતી નથી.

તુલા (ર,ત)ઃ રચનાત્મક પ્રવૃત્તિને લઈને સમયની વ્યસ્તતા અનુભવી શકાય. બાકી રહી ગયેલી ઇચ્છાઓ પૂર્ણ થાય. નોકરીના ક્ષેત્રમાં પ્રગતિકારક તકો ઉત્પન્ન થશે, જેથી આપની પણ પ્રગતિ થાય. ધંધા-વેપારમાં નવા રોકાણો દ્વારા ભવિષ્યના પાયા નંખાય. મકાન-મિલકતના અધૂરા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જો થોડાંક વધુ પ્રયત્નો કરશો તો અવશ્ય સફળતા મેળવી શકશો. આરોગ્યને લઈને થોડીક ચિંતાઓ રહે. નિયમિત જીવનવ્યવહાર અને થોડોક વધુ વ્યાયામ આરોગ્યમાં સુધારશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ અઠવાડિયું ઘણા સારા કાર્યો લઈને આવી રહ્યું છે. ઘણા નવા સાહસો, પ્રયાસો દ્વારા કાર્યક્ષેત્રને વધુને વધુ સફળતા શીખરો સર કરાવશે. નવા વ્યાપારના પાયા નંખાય. નોકરીમાં પણ પ્રગતિકારક સમય રહે. આમ છતાં તમારા વાણી-વર્તનને કાબૂમાં રાખશો. આર્થિક દૃષ્ટિએ આવકમાં સદ્ધરતાની સાથે સાથે ખર્ચાઓ પણ વધશે. નવી મિલકતની ખરીદી શક્ય બને. કૌટુંબિક શુભ પ્રસંગોને કારણે પણ ખર્ચમાં વધારો થાય. દામ્પત્ય જીવનમાં મધુરતા વધશે. આરોગ્ય બાબતે સારો સમય છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય થોડો ઉદાસીનતા ભરેલો રહેશે. ગૃહાદીક જીવનમાં ઘર્ષણો સર્જાય. જેથી મનની ઉદાસીનતામાં વધારો થાય. સંજોગોમાં સુધાર આવતા થોડી વાર લાગશે, જેથી ધીરજ રાખવી. આપના વિચારોને થોડાં કાબૂમાં રાખશો. નોકરિયાત વર્ગને પણ કામકાજના ભારણને કારણે થોડી ચિંતાઓ રહે, પરંતુ સુખદ સમાચાર મળતા થોડી રાહત અનુભવાય. વ્યાપારની દૃષ્ટિએ સમય હજુ કપરો રહેશે. કોઈ અંગત સ્વજનને મિત્રોના સલાહસૂચન લઇને કામગીરી કરવાથી થોડીક રાહત અનુભવાય.

મકર (ખ,જ)ઃ સમસ્યાઓનું સમાધાન મળતાં કાર્યસફળતા પ્રાપ્ત કરી શકશો. આ સમય કોઈક અંગત સ્નેહીને લઈને થોડીક ચિંતા રખાવશે. વ્યવસાયના ક્ષેત્રમાં ઘણી બધી નવી કાર્યશૈલી દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકાય. નોકરિયાતને બઢતી મળી શકવાના ઉજળા સંજોગ છે. સંતાન સંબંધિત પ્રશ્નોના ઉકેલ આવતાં જણાય. વિદ્યાભ્યાસમાં મહેનત કરવી પડશે. આરોગ્ય સુખાકારી સારી રહેશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ કોઈ અગમ્ય બેચેનીના કારણે થોડી વ્યથા અનુભવાય. મનને સતત કાર્યશીલ રાખશો તો વ્યથાને દૂર કરી શકશો. નોકરિયાત વર્ગે વિરોધીઓથી સાચવવું. આવકવૃદ્ધિના પ્રયાસો ચાલુ રાખવા. વેપાર-ધંધાના ક્ષેત્રમાં કેટલીક પ્રતિકૂળતાના કારણે ધાર્યા લાભ મળે નહીં. જીવનસાથીની તબિયતને લઈને થોડીક ચિંતાઓ રહે. મકાન-મિલકતના પ્રશ્નોના હલ થતા જણાય. સામાજિક કાર્યોમાં વધારો થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય સાનુકૂળ અને નવીન તકોને લઈને નવા સાહસોથી ભરેલો રહેશે. કામકાજનાં ક્ષેત્રે ઘણી સારી સફળતા સાંપડશે. નોકરિયાત વર્ગ માટે પ્રગતિમય સમય છે. ઉદ્યોગ-ધંધાના ક્ષેત્રમાં પણ ખૂબ સારી તકો આવશે. નવાં મૂડીરોકાણો થશે. કૌટુંબિક કાર્યભારમાં વધારો જોવા મળે. માંગલિક પ્રસંગોના યોગો બળવાન બનશે. આરોગ્યની દૃષ્ટિએ કોઈ ખાસ ચિંતાઓ રહેશે નહીં. સુખપ્રદ વાતાવરણની અનુભૂતિ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter