તા. ૧૪ ઓક્ટોબર થી ૨૦ ઓક્ટોબર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 14th October 2017 06:12 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન કાર્યબોજના કારણે યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવા મળતાં અસ્વસ્થતા કે તાણ અનુભવશો. આર્થિક તકેદારી રાખજો. કૌટુંબિક તેમજ આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથાનો પરનો બોજો વધશે. હજુ સંતોષકારક સ્થિતિ થવામાં વિલંબ જણાશે. ઉઘરાણી કે અન્ય અટવાયેલા નાણાં મળતાં થોડી રાહત થશે. નોકરિયાતને કામની જવાબદારીનો બોજ વધશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં માનસિક તંગદિલી ઘટશે. સાનુકૂળતાના કારણે તમે વધુ આનંદ માણી શકશો. ચિંતા-ઉપાધિના પ્રસંગો જણાતા નથી. સર્જનાત્મક કાર્ય થઈ શકશે. જરૂરિયાત પ્રમાણે આવક વધે તેવા યોગો નથી. બલ્કે હાથમાં જે નાણાં છે તે ખર્ચાતા નાણાંભીડ સર્જાશે. આ સમયમાં જૂના લેણાંની રકમો મળવાથી વહેવાર નભી જશે. નોકરિયાત માટે આ સમય પ્રોત્સાહક છે. સફળતા મળે, બઢતીનો માર્ગ મોકળો થશે. અગત્યના ધાંધાકીય કામકાજોથી લાભ વધે.

મિથુન (ક,છ,ઘ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસના પંથે પ્રયાણ કરશો. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી સંતોષકારક લાભ પ્રાપ્ત થાય નહીં. ઘણી મહેનતે ફળ ઓછું જોવા મળશે. ધાર્યા પ્રમાણે આવક મળે નહિ. શેરસટ્ટામાં પડવાનું ટાળજો. તમારા વ્યવસાયના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે. જોકે વધુ મહેનતે તેનો ઉકેલ મળી રહેશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ મળે. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો-સ્નેહીઓનો સહકાર મળતાં સાનુકૂળતા વર્તાશે. આર્થિક દૃષ્ટિએ આ સમયમાં તીવ્ર નાણાંભીડ રહેશે. નાણાંકીય જરૂરિયાત યા અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરવાનું મુશ્કેલ બનશે. નોકરિયાતોને સ્થળાંતર પરિવર્તનની તક મળશે. નવા ક્ષેત્રમાં પ્રવેસવાની તક મળે. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સાનુકૂળ બને. આ સમયમાં વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ ઉકેલાશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં કૌટુંબિક કારણસર માનસિક તાણ જણાશે. તમારી કલ્પના કે લાંબા ગાળાની ઇચ્છા પૂર્ણ થાય નહીં. તમારે આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું પડશે. તમારી અગાઉની કામગીરીઓ, જવાબદારીઓના કારણે ખર્ચ અને વ્યય વધશે. નાણાંકીય દૃષ્ટિએ મૂંઝવણો સર્જાશે. કોઈ નવા ખર્ચાઓ ન વધવા દેવાથી જ રાહત રહે. નોકરી-ધંધાના ક્ષેત્રે તમે જરૂર આગળ વધી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક જુસ્સો જાળવવો પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા નહીં મળે, બલ્કે નિષ્ફળતા જોવાનો વારો આવે. ભલે વિપરીત સંજોગો જણાય તો પણ પોતાનું કાર્ય આગળ વધારવા પ્રયત્નશીલ રહેશો. ખર્ચાઓ યા અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાંકીય જોગવાઈ થઈ શકશે. એકાદ-બે લાભની આશાઓ જણાશે. એકંદરે આર્થિક ચિંતાનો બોજો હળવો થતો જણાય. નોકરિયાતો માટે ગ્રહયોગો શુભ જણાય છે.

તુલા (ર,ત)ઃ કેટલાક ન કહેવાય ન સહેવાય તેવા પ્રશ્નોના કારણે માનસિક ટેન્શન રહેતા અજંપો અનુભવાશે. તમારા મહત્ત્વના કામકાજોમાં વિલંબ થતાં ચિંતાનો બોજ વધશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમય ચિંતા કરાવનાર અને પ્રતિકૂળ જણાશે. ધાર્યા પ્રમાણે આવક થાય નહિ. જવાબદારીનો બોજો વધતો જણાશે. ખોટા ખર્ચ વધવા ન દેશો. વ્યવસાયની બાબત માટે સમય સાનુકૂળ નીવડે. કોઈ મહત્ત્વની પ્રગતિની કે પરિવર્તનની તક મળશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહના ગ્રહયોગો દર્શાવે છે કે કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસના પંથે પ્રયાણ કરશો. માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સમયમાં તમારી આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતો માટે સફળતા તેમજ પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધે તેમજ લાભદાયી કાર્ય પાર પડે. જમીન-મકાનની ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ નસીબ સાથ આપતું હોવાથી દરેક કામોમાં પ્રગતિ થતી જણાય. ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો જણાય. નોકિરયાત વર્ગ માટે આ સમય મિશ્ર પુરવાર થતો જણાય. અહીં લાભ યા પ્રગતિના સંકેતો મળે, પણ હાથમાં કશું આવે નહિ. ધીરજ ધરવી પડે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિમાં વિલંબ જોવા મળે. જોકે ધીરજ રાખશો તો મીઠા ફળ અવશ્ય પામશો.

મકર (ખ,જ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તણાવના કારણે અસ્વસ્થતા વધશે. તમે ખોટી ચિંતાઓના કારણે વધુ અશાંત રહેશો. આધ્યાત્મિક વલણ કેળવીને શંકા અને ચિંતાને છોડી કાર્ય કર્યે જાવ તો વધુ આનંદ મેળવી શકાશે. વેપાર-ધંધામાં અણધાર્યા ખર્ચના પ્રસંગો આવતા અને આર્થિક તંગી રહેતાં તમારે અન્યની સહાય પર આધાર રાખવો પડશે. ચાલુ ટર્નઓવર જાળવવામા વાંધો નહીં આવે. નવા મકાનમાં રહેવા જવા માટે ગ્રહયોગ સાનુકૂળ છે. આપે જો કોઈ જમીન કે પ્લોટમાં નાણાં રોકવા ઇચ્છતા હશે તો તમારા પ્રયત્નો સફળ થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય દરમિયાન માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય તેમજ ખોટું ટેન્શન જણાશે. અલબત્ત, કંઈ અશુભ બનવાનું ન હોવા છતાં ખોટી ચિંતા રખાવશે. સમતા અને સંયમ જ મદદરૂપ થાય. આ સપ્તાહમાં આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવા માટે વધુ મહેનત તથા પ્રયત્નો જરૂરી બનશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયગાળો એકંદરે મિશ્ર પ્રકારનો નીવડે. લાભદાયી તક મળે અને સાધનસુવિધાઓ વધશે. નોકરી-ધંધાના ક્ષેત્રે પણ આ સમય સિદ્ધિ આપનાર નીવડશે. નોકરિયાતોને બદલીના યોગ છે. બાકી ઉઘરાણી પાછળ વધુ ધ્યાન આપજો. આ સમયમાં અન્ય રીતે પણ તમે નાણાંભીડમાંથી માર્ગ મેળવશો. વેપાર-ધંધાના વિકાસની યોજનાઓ સફળ નીવડશે. વિરોધીઓ, હિતશત્રુઓ, હરીફો વગેરે પ્રતિકૂળતા અને અવરોધ સર્જશે, પણ તેમની કારી ફાવશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter