તા. ૧૪ માર્ચ થી ૨૦ માર્ચ ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 13th March 2020 05:19 EDT
 
 

મેષ (અ,લ,ઈ)ઃ સમય અને સંજોગો હવે સાનુકૂળ બની રહ્યા હોવાથી માનસિક ચિંતાનો બોજો હળવો થાય. આશાસ્પદ માહોલના કારણે મનોતણાવ ઘટશે. જેટલા વધુ કાર્યશીલ થશો તેટલો આનંદ મળશે. નાણાંકીય ક્ષેત્રે સ્થિતિ યથાતથ્ રહેતી જણાશે. ખર્ચ પણ વધુ પડતા રહેશે તેથી સાચવીને ખર્ચ કરવાની સલાહ છે. નોકરિયાતોને કોઈ સમસ્યા હોય તો ઉકેલાશે. બદલી કે બઢતી બાબતમાં સાનુકૂળ માર્ગ નીકળે. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી બની રહેશે. સ્નેહીજનોથી મિલનના યોગ છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહે સફળતા અને સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતા સમય મજાનો નીવડશે. પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી ચિંતા યા બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણો અંગે સમય સાનુકૂળ જણાશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતોને વધુ પ્રયાસે કાર્ય સફળતાના યોગ છે. બઢતી-બદલીના અટવાયેલા કામકાજો વિલંબથી ઉકેલાશે. વેપારીને પણ પ્રોત્સાહક વાતાવરણ જોવા મળે. સંપત્તિ સંબંધિત પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે.

મિથુન (ક,છ,ઘ)ઃ કેટલાક મહત્ત્વના કાર્યોમાં વિકાસની તક જણાતાં મન પરથી ચિંતાનો ભાર દૂર થાય. નાણાંકીય પરિસ્થિતિ બગડી હોય તો સુધારવાના પ્રયત્નો સફળ થાય. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી. નોકરી અને વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલાય. વિરોધીઓ કે હરીફોના હાથ હેઠાં પડતાં જણાશે. મકાન-જમીનના કામકાજો માટે જોઈતી સાનૂકૂળ તક મળે નહીં. તંદુરસ્તી જાળવી શકશો. મનમાં કોઈ ચિંતા હોય તો દૂર થાય. મિત્રવર્ગનો સાથસહકાર મળી રહેશે. ગૃહજીવનમાં શાંતિ - પ્રસન્નતાનો માહોલ છવાશે.

કર્ક (ડ,હ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બનશો. એકંદરે માનસિક સ્વસ્થતા જળવાશે. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો નભી જશે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. નોકરિયાતોને સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળ સમય છે. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા - લાભના યોગ છે. મકાન-મિલકત સંબંધિત કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે. અનુકૂળતાનો લાભ લઈ શકશો.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં નાણાંકીય પરિસ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. આવક કરતાં ખર્ચા વધી ન જાય તે જોવું રહ્યું. આર્થિક વ્યવહારો કે કામકાજોમાં સાવધ નહિ રહો તો નુકસાન ભોગવવું પડશે. ઉઘરાણી અટકતાં નાણાંભીડ વધે. દામ્પત્યજીવન સંબંધિત બાબતો માટે આ સમયના યોગો શુભ કહી શકાય. સમસ્યાઓ હોય તો હળવી થશે. ગેરસમજ વધે. આ સમયમાં હજુ નોકરી-ધંધાના ક્ષેત્રે અવરોધો કે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે. વધુ મહેનત છતાંય ધાર્યું પરિણામ ન મળતાં નિરાશા વધે.

કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત બાબતોના કારણે અજંપો વર્તાય. અગમ્ય બેચેનીનો અનુભવ થાય. મનને સક્રિય રાખશો તો હળવા રહી શકશો. નાણાંકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. કેટલીક સહાયતાઓથી કામ પાર પડે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળે નહીં. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણય ન લેવા. અણઉકેલ્યા પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધા ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાને લીધે ધાર્યા લાભ મળવામાં વિલંબ થાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારની અશાંતિ કે વિખવાદના પ્રસંગો સર્જાશે. શાંતિ અને માનસિક સંયમ જાળવવા જરૂરી. નાણાંકીય દૃષ્ટિએ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. મહત્ત્વની મુલાકાતો થશે જે લાભદાયી બનશે. હાથ ધરેલા કાર્યો માટે આ સમય સફળતાસૂચક છે. વિરોધીઓ અંતરાય નાંખવાની કોશિશ કરશે. જોકે તમે તેને નિષ્ફળ બનાવી શકશો. મકાન-મિલકતને લગતી યોજનાઓ માટે હજી પ્રતિકૂળતા વધતી જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ લાગણીના પ્રશ્ને મનમાં ઉત્પાત વધે. મનના આવેશને કાબૂમાં રાખજો. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા ન થાય તે જોવું રહ્યું. જરૂરિયાતના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતા તંગી જણાશે. કરજ - લોન દ્વારા વ્યવહાર નિભાવી શકશો. માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો પંથ મોકળો થશે. નોકરીમાં ઉપરી અધિકારી સાનુકૂળ વલણ દાખશે. ધંધા-વેપારમાં નવીન તકો મળશે. મકાન-મિલકતની બાબતો માટે ગ્રહયોગ હજુ સુધારો સૂચવતા નથી. સ્થિતિ યથાવત્ રહેતી જણાય. સંઘર્ષ-વિવાદના પ્રસંગો ન સર્જાય તે જોવું રહ્યું.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય સાનુકૂળ હોવાથી તમારી યોજનાઓને આગળ ધપાવી શકશો. મિત્રો-સ્વજનો મદદરૂપ બનશે. માર્ગ આડેના અવરોધોને પાર કરી શકશો. આર્થિક જવાબદારીઓ અદા થઈ શકે તે માટે જરૂરી સંજોગો ઊભા થાય. અટવાયેલા લાભ - લેણાં મેળવી શકશો. ખર્ચાને કાબુમાં રાખવા જરૂરી. નોકરિયાતોને બઢતીની તક મળશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારી સાનુકૂળતાઓ વધશે. લાભકારક તક સાંપડશે.

મકર (ખ,જ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે આ સમયમાં તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. પ્રયત્નો કે કામગીરી મુજબ યશ કે લાભ ન મળવાથી મન વ્યથિત બનશે. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડશે. આ સમય નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતાપ્રદ જણાશે. નોકરિયાતોને કોઈ નવીન - સાનુકૂળ પરિવર્તનની તક મળશે. વિકાસ આડેના અવરોધો દૂર થતાં જોવા મળશે. નવા ફેરફારો થાય. ધંધાકીય ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજો ખૂલશે. પ્રયત્નો જરૂર ફળશે. દામ્પત્યજીવનમાં સંવાદિતા અને સહકારનું વાતાવરણ રહેશે. નવા મકાનનું વાસ્તુ કે સ્થળાંતર માટે ગ્રહયોગો સાનુકૂળ છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન મનની મુરાદો બર આવતી જણાય. ઇચ્છિત સાનુકૂળતા ઊભી થાય તો તેનો લાભ ઉઠાવી લેજો. લાગણીઓનાં ઘોડાને કાબૂમાં રાખવાથી શાંતિ બની રહે. આ સમયમાં આર્થિક પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. આવકવૃદ્ધિ માટેના પ્રયાસો સફળ થતાં લાગે. નોકરિયાતોને વાતાવરણ સાનૂકૂળ બનતું જણાશે. લાંબા સમયથી અટકેલા લાભો અને બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય વિકાસકારક છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયી થશે. મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્યો સફળ થશે. સ્નેહીજનોથી સહકાર અને મદદ મળશે. આવકની દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક કહી શકાય. ઉઘરાણીના કાર્યો પાર પડતાં આવક થશે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળશે. પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. વિરોધીઓના હાથ હેઠાં પડશે. વેપાર-ધંધા કે ઉદ્યોગના ક્ષેત્રે મુશ્કેલ માહોલમાંથી બહાર નીકળી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter