તા. ૧૫ એપ્રિલ થી ૨૧ એપ્રિલ ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 15th April 2017 07:54 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં ગ્રહયોગ દર્શાવે છે કે માનસિક સ્થિતિ સ્વસ્થ રહે નહિ તેવા પ્રસંગો જણાશે. વિપરિત પ્રસંગો વખતે સહનશક્તિ ગુમાવશો તો વધુ નુકસાન થઇ શકે છે. ધીરજ અને ડહાપણથી કામ લેશો. અગત્યના નાણાકીય પ્રશ્નો હલ થતાં સફળતા મળે. ઉઘરાણી અને દેવાના પ્રશ્નો પતાવી શકશો. ધીરેલાં-ફસાયેલાં નાણાં પરત મળતાં રાહત મળે. નોકરિયાતોને કેટલીક મુશ્કેલીઓ હોવા છતાં આવક વધતાં કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. વેપાર-ધંધામાં મહત્ત્વના કોલ-કરાર થશે. જમીન અને તેને લગતા ખર્ચ વધે. ધાર્યા પ્રમાણે કામ ન થાય. સંયુક્ત મિલકતો વિશે ચિંતા વધે. ગૃહજીવનમાં કારણ વિનાના પ્રશ્નોથી અશાંતિના વાદળો ઘેરાશે. સ્વજનો સાથે ગરસમજ વધે નહિ તે જોવું રહ્યું. યાત્રા-પ્રવાસ સફળ બનશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ વધુ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ નીવડશે. આવનાર ખર્ચા માટેની જોગવાઈ કરી શકશો. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતા જણાય. સારી નોકરી મેળવવાના નોકરિયાતના પ્રયત્નો ફળદાયી બનશે. ચાલુ નોકરીના પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વેપાર-ધંધાની બાબતથી સંતોષ રહે નહીં. મકાન-સંપત્તિને લગતા કામો માટે મુશ્કેલીઓ વધુ જણાશે અને ખોટા ખર્ચ વધશે. નવા મકાન મેળવવાના પ્રયત્નો સફળ થશે નહિ. દામ્પત્યજીવનમાં ધીમે-ધીમે સાનુકૂળ અને સંવાદિતાભર્યું વાતાવરણ સર્જાશે.

મિથુન (ક,છ,ઘ)ઃઆ સમયમાં એક પ્રકારની ઉદાસીનતા કે વ્યગ્રતાની લાગણીનો અનુભવ થશે. તમારા વિચારોને અમલમાં મૂકવાનું મુશ્કેલ જણાતાં માનસિક બોજ વધશે. નાણાંકીય દૃષ્ટિએ થોડુંક આયોજન જરૂરી છે. આવક સામે વિશેષ ખર્ચના યોગો બળવાન છે. અહીં નોકરિયાતોને નવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખુલતો લાગે. વિરોધીના હાથ હેઠા પડે. વેપાર-ધંધા ક્ષેત્રે વાતાવરણ અગવડરૂપ બનશે. સમસ્યામાંથી બહાર નીકળી શકશો. મકાન-મિલકત-જમીનના કામકાજો માટે જોઈતી તકો અને સાનુકૂળતાઓ મેળવી શકશો.

કર્ક (ડ,હ)ઃ માનસિક સ્વસ્થતા જાળવી શકશો. તમારી પ્રવૃતિઓ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતા ઉત્સાહમાં વધારો થશે. આર્થિક દૃષ્ટિએ ગ્રહયોગો શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી યા લેણી રકમો પરત મેળવશો. નોકરિયાતોની અંગત સમસ્યા હલ થશે. નોકરીમાં પ્રગતિ અને બઢતીનો માર્ગ ખુલ્લો થશે. હરીફો અંગે ચિંતા રાખવાનું કારણ નથી. ધંધાર્થી માટે સમય સાનુકૂળ રહેશે. સ્થાવર મિલકતોના પ્રશ્નો માટે ગ્રહયોગો સાનુકૂળ છે. જમીન-મિલકતને લગતા લાભ મેળવવાના પ્રયત્નો ફળશે. કૌટુંબિક મિલકતોને પ્રશ્ન પણ હલ થશે. તમારા દામ્પત્યજીવનમાં લાગણી કે માનમરતબાના કારણે ઘર્ષણ જાગશે.

સિંહ (મ,ટ)ઃ મૂંઝવણોમાંથી મુક્તિ મળતા અને યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતાં માનસિક બોજો હળવો થાય. બેચેની અને ઉત્પાત દૂર થાય. નાણાંકીય જરૂરિયાતો માટે જોઈતા નાણાં પરત મળવામાં અવરોધ વધશે. આવક કરતાં ખર્ચ અને ચૂકવણીઓનો બોજ વધુ રહેતા ચિંતામાં સમય પસાર થાય. સરકારી નોકરિયાતોને આ સમયમાં જોઈતી સફળતા મળવામાં વિઘ્ન જણાશે. ઉપરી સાથે ઘર્ષણ અને દલીલના પ્રસંગો બની શકે. બઢતીમાં અવરોધ નડે. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ પ્રતિકૂળતા રહેશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં સરકારી કાર્યો અંગે પ્રતિકૂળતા જણાશે. લાંબા સમયથી હાથ ધરેલા કાર્યોમાં સફળતા મદદ થતી જણાશે. માનસિક અશાંતિ દૂર થશે. નાણાંકીય મુશ્કેલીઓનો માર્ગ મેળવી શકશો. નોકરિયાતો અને ધંધાર્થીએ સાહસ સાચવીને કરવા જરૂરી છે. ઉતાવળા નિર્ણયોથી દૂર રહેવું. અંગત આરોગ્ય સાચવી લેજો. સ્વજનોનું આરોગ્ય ચિંતા કરાવી જાય. ગૃહજીવનમાં સંવાદિતાનું વાતાવરણ સર્જાય. સંતાનોને લાગતી ચિંતા રહે. જીવનસાથીનો સહકાર અને પ્રેમ વધે. યાત્રા-પ્રવાસ સફળ થાય.

તુલા (ર,ત)ઃ આ સમયગાળામાં અકારણ માનસિક ઉશ્કેરાટ કે ઉગ્રતા વધવાના પ્રસંગો સર્જાશે. સંયમથી વર્તશો તો પરિસ્થિતિ બગડતી અટકાવી શકશો. ઉતાવળા નિર્ણયો ન લેવાની સલાહ છે. આવક વધે તેવા સંજોગો આવશે. નાણાંના અભાવે કોઈ કામ અટક્યું હશે તો તે માટે પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરી શકશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ પણ પ્રતિકૂળ સ્થિતિનું નિર્માણ થયું હશે તો તેમાંથી બહાર નીકળી શકશો. યશ અને માન મળવાના યોગ છે. વેપાર-ધંધાના પ્રશ્નો અંગે સાનુકૂળતા છે. હિતશત્રુઓની કારી ફાવશે નહીં. સંપત્તિના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. ખરીદ-વેચાણના કામકાજ માટે સાનુકૂળતા જણાશે. નવું મકાન ખરીદવાના પ્રયત્નો ફળતા જણાશે. સામાજિક અને કૌટુંબિક આયોજનો સફળ થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ લાંબા સમયથી ઇચ્છતી તક મેળવશો. ઉત્સાહ-ઉમંગમાં વધારો થાય. માનસિક તાણ હળવી થાય. આર્થિક જવાબદારીઓમાં વધારો થાય. નુકસાન યા ખર્ચનું પ્રમાણ વધે. નાણાભીડના કારણે કેટલીક યોજના મુલતવી રાખવી પડશે. ઉઘરાણી પ્રત્યે ધ્યાન આપવું જરૂરી છે. નોકરીની પરિસ્થિતિ કે વાતાવરણ તમારી તરફેણમાં જણાશે નહીં. પ્રતિકૂળતા અને અડચણોમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપારની બાબતો માટે પણ પરિસ્થિતિ મૂંઝવતી લાગે. સારા મકાનમાં રહેવા જવાની કે નવું મકાન ખરીદવાની ઇચ્છા પાર પડે. થોડીઘણી મુસીબત કે વિઘ્ન આવશે જે દૂર કરી શકશો. કૌટુંબિક ક્ષેત્રે સહકાર અને સંવાદિતાભર્યું વાતાવરણ રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ પ્રયત્નો ધીમે ધીમે સફળ બનતા જણાશે. સમય લાભકર્તા બનતા આશા-ઉમંગ વધશે. સારી તકો આવી મળશે, તેને ઝડપી લેજો. મનનો બોજ હળવો થાય. જરૂરી ખર્ચા કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાયો મેળવી શકશો. કામકાજો અટકશે નહીં. ખર્ચને પહોંચી વળશો. નોકરિયાતો માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બને. ઉન્નતિકારક તક મળશે. ધંધાકીય યોજનામાં સારી પ્રગતિ જણાશે. સંપત્તિ અંગેના પ્રશ્નો મૂંઝવશે. નવું મકાન મેળવવામાં ઘણા અવરોધોનો સામનો કરવો પડશે. ભાતૃવર્ગ સાથે મતભેદ જણાશે.

મકર (ખ,જ)ઃતમારી માનસિક સ્વસ્થતા જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. મનની મુરાદ સાકાર ન થતા માનસિક અશાંતિ અનુભવશો. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાશે. આ સમયગાળામાં આવકવૃદ્ધિ કે કોઈ જૂનો લાભ મળતાં સમય રાહત આપતો પૂરવાર થાય. તમારા માથેના ખર્ચના ચૂકવણાની વ્યવસ્થા ઊભી થઇ શકશે. શેરસટ્ટાથી લાભના કોઇ યોગ નથી. નોકરિયાતો માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાય અને વિરોધીઓ દૂર થતાં જણાશે. માર્ગ સરળ બને. ઉન્નતિકારક તક મળે. ધંધાકીય યોજનાઓમાં સારી પ્રગતિ જણાશે. મકાન-મિલકતના કામકાજોમાં સાનુકૂળતા વધશે. કોર્ટકચેરીના પ્રશ્નો ઉકેલાશે. અતિ મહત્ત્વના નિર્ણય લઈ શકશો.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ કોર્ટ-કચેરીના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાશે. સાનુકૂળ માહોલ સર્જાશે. વિરોધીઓ ફાવશે નહીં. તમારું સ્વાસ્થ્ય સુધરશે અને માનસિક ચિંતાઓનો ભાર હળવો થશે. નોકરી-ધંધાના ક્ષેત્રે તમે ધીમી છતાં મક્કમ પ્રગતિ સાધી શકશો. પુરુષાર્થ વધારવો જરૂરી છે. જોકે ખોટા સાહસોથી દૂર રહેજો. સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય બની જશે. દામ્પત્યજીવનમાં અશાંતિ ડોકિયાં કરશે. જીવનસાથીનું આરોગ્ય સંભાળી લેજો. પ્રવાસ-યાત્રા વધે. ખર્ચાઓમાં વધારો થશે. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં ફળ મળશે. કૌટુંબિક પ્રશ્નોનું સમાધાન મળે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા તમારે ધીરજ રાખવી પડશે. ઉન્નતિનો માર્ગ ખૂલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળશે. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય મૂંઝવણો જણાશે. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભ વધશે. મિલકતોના પ્રશ્નોથી ચિંતા રહે. ગૃહગજીવનની પરિસ્થિતિ સંવાદિતાભરી બનાવવા માટે સમાધાન અને બાંધછોડની તૈયારી રાખવી પડશે. જીવનસાથીનો પ્રેમ મેળવશો. સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય. સંતાનોના પ્રશ્નો ઉકેલાશે. વિદ્યાર્થીઓને સફળતા મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter