તા. ૧૫ જૂન થી ૨૧ જૂન ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 14th June 2019 07:38 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ બૌદ્ધિક કામગીરીમાં સફળતા મળે. આવકવૃદ્ધિના તમારા પ્રયત્નો લાંબા ગાળે ફળ આપશે. હાલ તુરંત તો તમારે મિત્રોની કે કોઈ નિકટની વ્યક્તિઓની મદદ વડે જ ચલાવવું પડશે. ધાર્યા માર્ગે ધારી આવક ન થવાથી મુશ્કેલી પેદા થશે તો તેનો ઉકેલ પણ મળે. નોકરિયાતો માટે ગ્રહયોગો શુભ છે. વેપાર-ધંધાકીય ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય. મકાન-જમીનને લગતા કામકાજોનો હલ મેળવી શકશો. કૌટુંબિક પ્રશ્નો ગૂંચવાશે. દામ્પત્યજીવનમાં ખાસ કોઈ ગંભીર ચિંતા રહે નહીં. પ્રવાસ-પર્યટન સફળ થાય. મિત્રો કે ભ્રાતૃવર્ગ-પ્રિયજનથી વિયોગ વિખવાદ થાય.

વૃષભ (બ,વ,ઉ,)ઃ માનસિક ઘર્ષણના પ્રસંગો સર્જાય. આ સમયમાં નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધે. ખોટા ખર્ચા વધી જવાનું સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણી મેળવતાં વિલંબ થતો જણાશે. કૌટુંબિક કારણોસર ખર્ચ વધતા નાણાંભીડ જણાશે. નોકરિયાતને કામકાજનો બોજ વધશે. વિરોધીથી સાવધ રહેવું. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ નાની-મોટી તકલીફો રહે. વિલંબથી કાર્ય થવાના યોગ છે. ઘર્ષણ કે વાદવિવાદના પ્રસંગ ટાળજો. દામ્પત્યજીવનમાં સર્જાયેલા મતભેદો દૂર કરી શકશો. સારા સમાચાર મળે. સંતાનો અંગે માનસિક તાણ રહેતી જણાશે. પ્રવાસ-પર્યટન સફળ થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ ન કહેવાય ન સહેવાય તેવા પ્રશ્નોના કારણે માનસિક ટેન્શન રહેતાં અજંપો વર્તાશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમયમાં કોઈ અણધારી રીતે લાભ કમાઈ લેવાની લાલચમાં પડશો નહીં. આવક કરતાં ખર્ચા વધુ રહેવાના યોગો પ્રબળ છે. નોકરિયાતોને પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી નીકળશો. ધંધા-વેપારની વૃદ્ધિ-વિકાસના પગલાં, આયોજનો માટે આ સમય વિકાસકારક છે. સંપત્તિની લે-વેચના કાર્યોમાં સફળતા મળે. ગૃહજીવનનું વાતાવરણ એકંદરે સારું રહે. જીવનસાથીનો સાથ-સહકાર વધે. મહત્ત્વના કામ વિલંબમાં પડતાં જણાય.

કર્ક (ડ,હ)ઃ આવકના નવા સ્ત્રોત વધારવાનું કાર્ય સફળ થશે. જોકે આવકના પ્રમાણમાં ખર્ચ પણ વિશેષ થવાના યોગ હોવાથી ઠેરના ઠેર હોય તેવી સ્થિતિ લાગે. જરૂરત માટે જોગવાઈ થઈ પડશે તેમ લાગે છે. નોકરિયાતોને હવે કોઈ નવીન સાનુકૂળ પરિવર્તનની તક મળી શકશે. નવા ફેરફાર થાય. વેપાર-ધંધાકીય ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજો ખુલશે. ગૂંચવાયેલા સંપત્તિના પ્રશ્નો ધીમે ધીમે હલ થાય. ખરીદી વેચાણના કામકાજમાં સાનુકૂળતા જણાશે. નવું મકાન શોધવાના પ્રયત્નો ફળતા જણાશે. કૌટુંબિક વાતાવરણ ખોટા વાદ-વિવાદના કારણે કલુષિત ન થાય તે જોવું રહ્યું. પ્રિયજન સાથે વિખવાદથી અશાંતિ સર્જાશે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં અકારણ ઉદ્વેગ અને ઉત્પાતના પ્રસંગો માનસિક તંગદિલીનો અનુભવ કરાવે તેમ લાગે છે. કાર્યશક્તિનું ફળ ન મળતાં નિરાશા જન્મશે. સંજોગો હજુ સુધરવામાં સમય લાગી શકે છે. સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો દુર્વ્યય ન થઈ જાય તે જોવું રહ્યું. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવા નહિ. ઉપરીથી ઘર્ષણ જાગશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ કેટલાક લાભ ગુમાવવા પડે. નિરાશા સાંપડે. જમીન-મકાનના ખરીદી-વેચાણ કે ભાડા અંગેના પ્રશ્નો હલ થાય. કૌટુંબિક સંપત્તિના મામલાની પતાવટ થઈ શકશે. ભ્રાતૃવર્ગથી મતભેદ જાગશે. મુશ્કેલીમાં સ્વજનો ખાસ ઉપયોગી બનશે. લગ્ન-વિવાહની વાતચીતમાં અંતરાય આવે. વિરોધીઓથી ચેતતા રહેજો.

કન્યા (પ,ઠ,ણ)ઃ ધીરજ અને ડહાપણથી કામ લેજો. તમે જે નાણાંકીય લાભની આશા રાખી રહ્યા છો તે હજુ મળે નહિ. શેરસટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડે. નોકરીની પરિસ્થિતિ કે વાતાવરણ તમારી તરફેણમાં જણાતું નથી. ધંધા-વેપારની સ્થિતિ મૂંઝવતી જણાશે. મકાન કે સંપત્તિ બાબત ખર્ચ કે વિવાદ વધે. માનસિક બોજો રહે. ભ્રાતૃવર્ગથી વિવાદ થાય. તમારા અંગત આરોગ્યની કાળજી લેવી. સંતાનના પ્રશ્નો ગૂંચવાય. સરકારી કામકાજોમાં વિઘ્નો જણાશે.

તુલા (ર,ત)ઃ નાણાંકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. આવનાર ખર્ચાની માટેની જોગવાઈ કરી શકશે. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતાં જણાય. નોકરી અંગેની સમસ્યાઓનો ઉકેલ આવશે. ઉપરી કે મહત્ત્વની વ્યક્તિનો સાથ-સહકાર મળે. ધંધા-વેપારના ક્ષેત્રે વિકાસવૃદ્ધિનો યોગ છે. જમીન-મકાનના ખરીદી-વેચાણની બાબતમાં અવરોધો હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા હશે તો તે પૂર્ણ થાય. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાશે. જીવનસાથીનો પ્રેમ સહકાર મળે. ગેરસમજોનું વાતાવરણ દૂર થશે. સામાજિક કૌટુંબિક કાર્ય પાર પડે.

વૃશ્ચિક (ન,ય)ઃ અગમ્ય બેચેની વર્તાશે. મનને સક્રિય રાખશો તો વધુ નિરાશાથી ઉગરી શકશો. આયોજન વ્યવસ્થિત હશે તો નાણાંકીય મુશ્કેલી વર્તાશે નહીં. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન જાય તે જોવું રહ્યું. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે. વિરોધીઓની ચાલબાજીથી સાવધ રહેજો. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ ધીમો જણાશે. કૌટુંબિક સમસ્યાઓ માનસિક ચિંતા રખાવશે. સ્વજનો સાથે વિવાદ થશે. સામાજિક કાર્યમાં વિકાસ થાય. સંતાનોની તબિયત બગડે. દામ્પત્યજીવનમાં ચઢાવ-ઉતાર આવશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. નાણાંકીય લેવડદેવડ માટે સમય સાનુકૂળ થતો નથી. આથી ધાર્યા પ્રમાણે આવક કે લાભ પૂરો મળે નહીં. નવા વધારાના ખર્ચા ઊભા થશે. આવક તેમાં ખર્ચાઈ જશે. નોકરી-ધંધાની પરિસ્થિત સાનુકૂળ રહેશે. ખાસ કોઈ ચિંતા રહે નહિ. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ સારી તકો ઊભી કરી શકશો. જમીન-મિલકત અંગેની કાર્યવાહીઓમાં અવરોધ જણાય. કાર્ય ઉકેલાશે નહિ. નવી લે-વેચમાં પડવું નહીં. કૌટુંબિક વિસંવાદિતા વિખવાદનું વાતારવણ હોય તો સુધરશે. સ્વજનોથી મિલન-મુલાકાત થાય. જીવનસાથી સાથે સંવાદિતા વધશે. વિરોધીના કારણે અટવાયેલા લાભ મળે. લક્ષ્યાંક હાંસલ કરવા પુરુષાર્થ કરવો પડશે. આરોગ્યની કાળજી લેવી પડશે. સરકારી મામલે કોઇ પ્રશ્ન હશે તો ઉકેલાશે.

મકર (ખ,જ)ઃ તમારું ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધશે. નોકરિયાતો માટે આ સમય કામકાજનો બોજો વધારનારો છે. હરીફ અને કર્મચારીઓ સાથે મતભેદ વધશે. ધાર્યું ફળ મળે નહિ. ધંધાકીય ક્ષેત્રે વિઘ્નો વધુ જણાશે. જમીન-મિલકતોના લે-વેચના કાર્યો માટે સમય ફાયદાકારક જણાતો નથી. આ સમયમાં કૌટુંબિક કામકાજો પાર પડશે. મતભેદો અને સમસ્યાનો યોગ્ય ઉકેલ મળે. પ્રિય પાત્રથી વિયોગ હશે તો મિલન થશે. આ સમયમાં આરોગ્યની કાળજી લેવાની ખાસ જરૂર છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ પ્રતિકૂળતાથી ડગી જશો નહિ. બલકે પુરુષાર્થ ચાલુ રાખજો. આવક અને ખર્ચની સ્થિતિને સમતોલ નહિ રાખી શકો. ધાર્યા લાભ મળવામાં હજુ અવરોધો જણાશે. વિશ્વાસઘાત અને ધનહાનિના પ્રસંગોથી સાવધ રહેજો. આર્થિક પરિસ્થિતિ મૂંઝવણ કરાવશે. નોકરિયાતને કાર્યબોજ વધશે. વિરોધીઓથી સાવધ રહેજો. ધંધા-વેપારને ક્ષેત્રે પણ નાની-મોટી તકલીફો બાદ કાર્ય ઉકેલાશે. મકાન-જમીન કે સંપત્તિના મામલે અથવા તેને લગતા કામકાજના ઉકેલ માટે ગ્રહયોગ મદદરૂપ બનશે. દામ્પત્યજીવનની સમસ્યાઓ ઉકેલાશે. સપ્તાહાંતે કોઈ સારી તક મેળવી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ નાણાંકીય દષ્ટિએ તમારી પરિસ્થિતિ અગાઉ કરતાં પણ વધુને વધુ સમસ્યા સૂચવે છે. દેણું યા કરજ ન વધારશો. નાણાંની પ્રાપ્તિનો માર્ગ હવે ખોરવાતો જણાશે. ખર્ચ અને જવાબદારી વધશે, પણ નિયંત્રણ જરૂરી. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો એવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોજો. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે. વિરોધીઓ અને તમારા સહકર્મચારીઓની ચાલબાજીથી સાવધ રહેજો. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ મંદ જણાશે. અકારણ વિવાદના પ્રસંગો સર્જાશે. કૌટુંબિક જીવનમાં ગેરસમજથી સમસ્યા સર્જાશે. લાગણીઓના આવેગો અને ગુસ્સા પર સંયમ રાખશો તેવી સલાહ છે. વાત વધુ વણસી ન જાય તે જોવું રહ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter