તા. ૧૬ મે થી ૨૨ મે ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 15th May 2020 05:51 EDT
 
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં ખોટી ચિંતાઓ મનને કોરી ખાશે. તમે ચિંતાઓ છોડશો તો જ માનસિક શાંતિ અનુભવી શકશો. લાગણીઓ કાબૂમાં રાખજો. નાણાંકીય દૃષ્ટિએ આવક કરતાં જાવક ખર્ચ વિશેષ રહે. આર્થિક સંકડામણ સંદર્ભે માર્ગો વિચારી લેવા પડશે. વિશ્વાસં ધીરેલાં નાણાં હાલ તરત પાછાં મળવાની આશા રાખશો નહીં. જમીન-મકાન કે સંપત્તિને લગતા કામકાજોમાં પણ ધારી સાનૂકૂળતા જણાતી નથી. ખર્ચથી ચિંતા વધશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય આશાવાદી જણાશે. સાનુકૂળ તકો મળશે. નવીન કાર્યરચનાઓ સાકાર થાય. પ્રયત્નો સફળ થતાં ઉત્સાહ વધે. પ્રતિકૂળ સંજોગોમાંથી રસ્તો મળશે. સફળતાનો માર્ગ મોકળો થશે. નાણાનાં અભાવે કોઇ કામકાજ અટક્યા હોય તો તે માટેની જરૂરી વ્યવસ્થા થાય. જૂની ઉઘરાણીઓથી આવક થાય. નોકરિયાતો માટે સમય સાનુકૂળ અને પ્રગતિકારક છે. ગૂંચવાયેલી સમસ્યાનો ઉકેલ મળશે. વિરોધીઓ સફળ થાય નહીં. વિઘ્નો દૂર થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારા પ્રયાસોનું ફળ મેળવવા ધીરજ રાખવી પડશે. ઉન્નતિનો માર્ગ મોકળો થશે. ઉજ્જવળ સફળતા મળતાં પ્રગતિ થયા વિના રહેશે નહિ. ઉમંગ-ઉલ્લાસમાં વધારો થશે. નાણાંકીય મામલે આ સમયમાં મૂંઝવણ રહેશે. ખર્ચને પહોંચી વળવા તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ થશે. અન્યોને ધીરેલા કે ફસાયેલાં નાણાં પરત મળતાં રાહત થાય. નોકરિયાતોને આ સમય સાનુકૂળ નીવડશે. માર્ગ આડેના અવરોધોથી ચિંતા કરશો નહીં.

કર્ક (ડ,હ)ઃ આ સમયની ગ્રહચાલ દર્શાવે છે કે તમારા મહત્ત્વના કામકાજોમાં સાનુકૂળતા અને સફળતા સાંપડશે. સારી તક પ્રાપ્ત થાય. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. આવકની દૃષ્ટિએ સંજોગો પ્રતિકૂળ બનશે. ધારેલા લાભ કે આવક અટકતા જણાશે. જોકે જરૂરી કાર્યો માટે જોગવાઈઓ થતાં રાહત મળશે. ઉઘરાણીના નાણાં પરત મળવામાં વિલંબ જણાય. આર્થિક આયોજન ખોરવાય.

સિંહ (મ,ટ)ઃ અંગત સમસ્યાના કારણે ઉભી થયેલી બેચેની-વ્યથા દૂર થાય. ખર્ચાઓ વધતા પરિસ્થિતિ તંગ બનશે. ધારેલા લાભો કે આવક મળવામાં હજુ અંતરાય જણાય છે. નોકરિયાતોને સ્થળાંતર કે બદલીની શક્યતા છે. બઢતીનો માર્ગ હજુ અવરોધાયેલો જણાય છે. સારી નોકરીની તલાશમાં હશો તો તમારા પ્રયત્નો સફળ નીવડશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સર્જનાત્મક યોજના મુશ્કેલી બાદ સફળ થશે. અણધારી આવક પણ મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે પ્રતિકૂળ સંજોગોમાં સુધારો થતાં રાહત વર્તાય. અણઉકેલાયેલા પ્રશ્નોનું નિવારણ મળશે. ધંધા-વેપારના કામકાજો અંગે ગ્રહમાન સાનુકૂળ છે. કોઈ અગત્યનો નિર્ણય લઈ શકશો. નવા મકાન અંગે હજી પ્રતિકૂળતા રહે. ગૃહજીવનમાં મતભેદો નિવારી શકશો. સમાધાનકારી વલણ લાભકારક બનશે. ભાઇભાંડુનો સહકાર મળે. આરોગ્ય જળવાઈ રહેશે. સંતાનોના પ્રશ્નો ઉકેલાશે. શત્રુથી સાવધ રહેવું જરૂરી.

તુલા (ર,ત)ઃ માનસિક સ્વસ્થતા અને શાંતિ ડહોળાય તેવા સંજોગો જણાશે. પુરુષાર્થ અને આત્મવિશ્વાસ ટકાવજો. નિરાશાજનક વિચારો છોડશો તો લાભમાં રહેશો. આ સમય દરમિયાન ખર્ચના પ્રસંગો વધશે. નુકસાન - કરજ કે લોનના લીધે આર્થિક બોજો વધશે. નાણાંભીડના કારણે ધારી યોજના અટકશે. નોકરિયાતોને માર્ગમાં અવરોધો જણાશે. નવી નોકરી સંબંધિત સમસ્યાઓ હજી યથાવત્ રહેશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધીમો વિકાસ જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિના વિખવાદ કે ઘર્ષણમાં ઉતરશો નહીં. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો અને ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી કરી શકશો. ઉઘરાણીના કામ પાર પડશે. મૂડીરોકાણ લાભદાયક પુરવાર થાય. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન મનોઉદ્વેગના બનાવો બનશે. તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ થોડીક વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. ધારો છો તેટલો લાભ મળે નહીં. આવક સામે વિશેષ ખર્ચના યોગ બળવાન છે. વ્યવસાયના ક્ષેત્ર પ્રગતિકારક કાર્યરચના સાકાર થશે. નવીન તકો ઉન્નતિ તરફ દોરી જાય. તમારી મહેનત સફળ નીડવશે.

મકર (ખ,જ)ઃ ચિંતાઓનો ભાર હળવો થાય. તાણના સંજોગો ધીમે ધીમે દૂર થતાં રાહત વર્તાશે. આર્થિક દૃષ્ટિએ જોઇએ તો લેણી યા ઉઘરાણીની રકમ પરત મળતાં સ્થિતિ સુધરશે. તમારા નાણાંનું રોકાણ યોગ્ય જગ્યાએ કરશો તો તે ભવિષ્યમાં બહુ લાભદાયી પુરવાર થશે. મિલકત સંબંધિત કામકાજોમાં કોઈ વિઘ્નો હશે તો દૂર થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક અસ્વસ્થતા, ચિંતા અને વિના કારણ ભયનો અનુભવ થશે. આધ્યાત્મિક થકી જ શાંતિ મેળવી શકશો. નાણાંકીય લેવડદેવડમાં વ્યવસ્થિત નહીં બનો તો તમારી કઠણાઈઓ વધશે. લાભની સામે નુકસાન અને આવકની સામે જાવકનું પ્રમાણ વધતું જણાશે. નોકરીમાં મુશ્કેલી કે અડચણો હશે તો તે દૂર થતી જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ જવાબદારી, ટેન્શનનો અનુભવ કરાવશે. લાગણીઓ ઘવાતા મન ઉદ્વેગ અને અજંપો અનુભવશે. ગેરસમજો અને વાદવિવાદના પ્રસંગો વખતે ઉગ્રતા પર સંયમ રાખશો તો બિનજરૂરી ઘર્ષણ ટાળી શકશો. આ સમય એકંદરે ખર્ચાળ તેમજ મૂંઝવણરૂપ જણાશે. વ્યવસ્થિત અને જાગૃત રહીને નાણાંકીય વહેવાર કરશો તો નુકસાન ટાળી શકશો. આર્થિક જવાબદારી કે બોજો વધતો જણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter