તા. ૧૭ નવેમ્બર થી ૨૩ નવેમ્બર ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 16th November 2018 06:23 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તાણના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાઓના કારણે વધુ અશાંત રહેશો. આધ્યાત્મિક વલણ કેળવો અને શંકા તથા ચિંતાને છોડી કાર્ય કરશો તો વધુ આનંદ મેળવી શકશો. સપ્તાહ દરમિયાન અણધાર્યા ખર્ચના પ્રસંગો આવતા અને આર્થિક તંગી રહેતા તમારે મિત્રો-સ્વજનોની સહાય પર આધાર રાખવો પડશે. જોકે વર્તમાન આર્થિક વ્યવહાર નિભાવવામાં ખાસ કોઇ વાંધો નહીં આવે. નવા મકાનમાં રહેવા જવા માટેના ગ્રહયોગો સાનુકૂળ છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય સાનુકૂળ ન લાગવા છતાંય અંકદરે સફળ નીવડતો જણાશે. આપની પૂર્વનિર્ધારિત કામગીરીઓ પાર પડશે. કોઈના સહકાર અને મદદથી ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. માનસિક તાણ અનુભવશો. આ સમયમાં નાણાંકીય અવરોધોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. તમારી મૂંઝવણ કે ચિંતાઓનો ઉકેલ મળશે. અણધાર્યા આવી પડેલા ખર્ચાઓ અંગે અણીના સમયે રસ્તો મળી રહેશે. આવકનું પ્રમાણ વધશે, પરંતુ તે સંતોષકારક નહીં હોય. નોકરિયાતોને બઢતી આડે વિઘ્ન હશે તો દૂર થશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ કેટલાક મહત્ત્વના અને આશાસ્પદ સંજોગો સર્જાતા માનસિક તંગદિલી હળવી બનશે. આગળ વધવાનો માર્ગ ખુલ્લો થતાં તમારી સક્રિયતામાં વધારો થશે. નાણાંભીડની મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ આપ શોધી શકશો. અણધારી મદદ કરજરૂપે કે સહાયરૂપે મળી રહેતા આપના કામકાજ આગળ ધપાવી શકશો. નોકરી મેળવવાના તમારા પ્રયાસો સફળ થતાં લાગે. નોકરીના ક્ષેત્રે લાંબા સમયથી અણઉકેલ્યા પ્રશ્નો હલ કરી શકશો. વિરોધીઓના હાથ હેઠાં પડતા જણાશે.

કર્ક (ડ,હ)ઃ ગ્રહયોગોમાં સુધારો થતાં મનોસ્થિતિ વધુ સારી રહે. કામકાજમાં પ્રગતિના કારણે ઉત્સાહ-ઉમંગ વધશે. અણઉકેલ્યા પ્રશ્નો હવે તમે હાથ ધરીને તેનો ઉકેલ મેળવી શકશો. અંગત મૂંઝવણોમાંથી પણ હવે રાહત મળશે. નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતા જણાશે. ધાર્યા પ્રમાણે આવક કે લાભ મળવામાં વિલંબ થાય. ઉઘરાણી ફસાયેલી જોવા મળે. તમારે આર્થિક આયોજન કરવા માટે સક્રિય બનવું પડશે. લાભ ઓછો અને ખર્ચ વધુ જણાય. નોકરિયાતે કાર્યસ્થળે પ્રતિસ્પર્ધીથી સંભાળવું જરૂરી.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહમાં સાનુકૂળતા ન વર્તાય છતાં એકંદરે સમય સફળ નીવડશે. તમારી કામગીરી પાર પડશે. કોઈના સાથ-સહકાર અને મદદથી ગૂંચવાયેલા પ્રશ્નોમાં વચલો માર્ગ મળશે. નાણાકીય અવરોધોનો ઉકેલ મેળવી શકશો. તમારી મૂંઝવણ યા ચિંતા દૂર થાય. આર્થિક આયોજન આવશ્યક છે. આવકનું પ્રમાણ વધશે પરંતુ તે સંતોષકારક નહીં હોય. નોકરિયાતને બઢતી આડે વિઘ્ન હશે તો તે દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય ઉમંગ-ઉત્સાહવર્ધક નીવડશે. સાનુકૂળ વિકાસની તકો અને કાર્યસફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવી શકશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણભરેલી હોવા છતાંય તમે કોઈ ઉકેલ મેળવીને કામ પાર પાડી શકશો. તમારા આયોજનને કોઈ આંચ આવશે નહીં. આવકવૃદ્ધિનો માર્ગ મળી આવશે. નોકરી-ધંધાની સમસ્યા હશે તો તેમાંથી કોઈ સારો ઉકેલ મળશે. ભવિષ્યમાં લાભ માટે ઉન્નતિની તક મળે. સ્વજનોની સહાય - મદદ લાભકારક સાબિત થાય. મકાન-જમીનના પ્રશ્નો ચિંતા ઉપજાવશે.

તુલા (ર,ત)ઃ કેટલાક પ્રતિકૂળ સંજોગો સર્જાતા માનસિક તણાવ વધતો લાગશે. સતત કાર્યશીલ રહેજો. ધીરજ ધરશો તો આર્થિક સમસ્યાઓ ગમેતેટલી ઘેરી હશે તો પણ તમે સમસ્યાઓનો હલ શોધી શકશો. અહીં એકાદ-બે ધનલાભના પ્રસંગો મળતાં લાભની આશા ફળે. નોકરિયાતને બઢતીનો માર્ગ અવરોધાયેલો જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ મુશ્કેલીઓ વધતી જણાશે. વિરોધીઓ અને હરીફો ધંધામાં બાધારૂપ બનતા જણાશે. જમીન-મકાનના લે-વેચ સંબંધિત કામકાજો અંગે પ્રતિકૂળતા રહેશે.

વૃશ્ચિક (ન,ય)ઃ તમારો આ સમય પ્રવૃત્તિશીલ અને સક્રિય પુરવાર થશે. અધૂરા કામકાજોને આગળ ધપાવી શકશો. નવીન અને અગત્યની કાર્યવાહીઓનો વિકાસ થતો જણાય. આ સપ્તાહમાં માનસિક સ્વસ્થતા અને સમતોલન જળવાઈ રહેશે. ભાગ્ય અવરોધના કારણે ફળ મળવામાં વિલંબ થઇ શકે છે. આવક કરતાં ખર્ચ વધવાના યોગ છે. ઉઘરાણીના પ્રશ્નો દૂર થતાં લાગે. ધંધા-નોકરીની પરિસ્થિતિમાં હવે ધીમે ધીમે સુધારો થતો જણાય. સાવચેતીથી ચાલશો તો અવશ્ય સારા લાભ મેળવી શકશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક ઉમંગ-ઉત્સાહમાં વધારો થાય. વ્યર્થ મુદ્દે ચિંતા કરવાનું વલણ છોડવું પડશે. માનસિક શાંતિને વિક્ષેપ પહોંચાડે તેવા પ્રસંગો બનશે. નજીકના સ્વજનોના વાણી-વર્તનના કારણે વ્યથા અનુભવશો. નાણાંકીય દૃષ્ટિએ જોતાં આ સમય ખર્ચાળ બનતો જણાશે. કોઈને કોઈ સ્વરૂપે મોટા ખર્ચ થાય. નાણાંની વ્યવસ્થા કરવામાં પણ અવરોધ આવશે. કોઇ પણ કાર્ય વધુ પ્રયત્ને જ સફળ થાય. અન્યોને નાણાંનું ધિરાણ કરતાં પૂરતી કાળજી આવશ્યક છે.

મકર (ખ,જ)ઃ આ સપ્તાહ આપને સ્વસ્થતા અને ઉત્સાહનો અનુભવ કરાવશે. નવીન કાર્યરચનાનો આરંભ કરી શકશો. આવકમાં વૃદ્ધિ થવાનો અવકાશ નથી, પણ જાવક વધશે. આથી આર્થિક સંકડામણ વર્તાશે. અલબત્ત, આર્થિક જવાબદારીમાંથી પાર ઉતરી શકશો. નોકરિયાતો માટે આ સમય રાહત આપનાર તેમજ પ્રયત્નોનું સારું ફળ આપનાર છે. ઉપરી અધિકારીઓનો સાથ મળશે. વિરોધીઓ પર વિજય મળે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ ગ્રહયોગો સુધરતા હોવાથી માનસિક ભારણ હળવું થશે, અજંપો ઘટશે. કામકાજોમાં પ્રગતિના કારણે ઉત્સાહ વધશે. અણઉકેલ્યા પ્રશ્નો હવે તમે હાથ ધરીને તેનો ઉકેલ મેળવી શકશો. અંગત મૂંઝવણોમાંથી પણ હવે રાહત મળશે. નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે આ સમય ચિંતાપ્રદ જણાય છે. તમારા ધાર્યા પ્રમાણે આવક કે લાભ ન મળે. ઉઘરાણી પણ ફસાયેલી જોવા મળે. મકાન-મિલકતને લગતી બાબતો અંગે પરિસ્થિતિ વિપરિત જણાશે. અહીં મહેનત ઘણી થશે, પરંતુ કામ થોડુંક જ પાર પડશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે કામગીરીઓનો બોજો વધશે. આપની યોજનામાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવા મળતા અસ્વસ્થ કે તણાવ વધશે. ધીરજ અને નિશ્ચયાત્મકતા જેવા ગુણ વડે જ તમે વિકાસ સાધી શકશો. આ ગુણ થકી જ આપ માનસિક સંયમ કેળવી શકશો. લાંબા સમયથી અવરોધાયેલા કેટલાક લાભ મેળવવાના પ્રયત્નો સફળ થશે. જૂનું લેણું મળે. હવે તમારે આર્થિક બાબતોને વધુ વ્યવસ્થિત રાખવાની જરૂરત સમજવી પડશે. ખર્ચ પર પણ થોડોક અંકુશ જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter