તા. ૧૮ ફેબ્રુઆરી થી ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 17th February 2017 07:13 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આવક કરતાં જરૂરિયાત અને ચૂકવણી વધુ રહેવાથી નાણાંકીય સંજોગો મુશ્કેલીભર્યા બનશે. ઉઘરાણી તરફ વધુ ધ્યાન આપજો. નોકરિયાતો માટે સમય પ્રગતિકારક છે. તમારા વિરોધીની ચાલ નિષ્ફળ જશે. ગેરસમજો દૂર થશે. વેપાર-ધંધામાં વિકાસવૃદ્ધિ જણાશે. ધંધાકીય પ્રશ્નો હલ થતાં જણાશે. મકાનના કોઈ પ્રશ્નો અટક્યા હશે તો તે હલ કરી શકશો. અલબત્ત, કોઈની મદદ લેવી પડશે. જમીન-મકાનના પ્રશ્નો અંગેના વિવાદો દૂર થશે. લગ્ન-વિવાહના પ્રશ્નો અંગે માનસિક સમસ્યા જણાય. આ સમય મહત્ત્વની કાર્યરચના કરાવશે. શત્રુઓની કારી ફાવશે નહીં. અગત્યના સંબંધોથી લાભ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી આશંકાઓ ખોટી પડશે. વિકાસની તકો ઊભા થતી જણાશે. નાણાંકીય બાબતો મધ્યમ રહેતી જણાશે. સંકડામણનો પણ અનુભવ થશે. જરૂરી આયોજન માટે નાણાંની વ્યવસ્થા થઇ શકે તે માટે યોગો સાનુકૂળ છે. ધીરધાર કરવી નહીં. નોકરી-ધંધાના ક્ષેત્રે કેટલાક મહત્ત્વના ફેરફારોના સંજોગો નિર્માણ થશે. ધંધામાં કોઈ મોટું જોખમ ઉઠાવવું નહીં. સુખ-સગવડના સાધનોની ખરીદી પાછળ ખર્ચ થાય. સામાજિક અને કૌટુંબિક પ્રવૃત્તિઓ સફળ થાય. જીવનસાથી સાથે સર્જાયેલી ગેરસમજો દૂર થતાં આનંદનું વાતાવરણ સર્જાય. તબિયતની કાળજી યોગ્ય લેખાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ અંજપો અને અશાંતિમાંથી છૂટવા તમે કાર્યરત રહો એ જ ઉત્તમ છે. હિંમત ગુમાવશો નહીં. દેખાતી મુશ્કેલીઓ ક્ષણિક જ સમજશો. આવકવૃદ્ધિનો નવો માર્ગ મળે. પરિસ્થિતિ સુધરશે. વિશ્વાસે ધીરધાર કરવી નહીં. નોકરિયાતોને ઉન્નતિનો માર્ગ હજુ અવરોધાયેલો જણાશે. કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવે. ધીરજ અને સ્વસ્થતા ટકાવવા. વેપાર-ધંધાની કામગીરીમાં મુશ્કેલીને કારણે જવાબદારી વધશે. મકાન મેળવવામાં મુશ્કેલી જણાશે. દામ્પત્યજીવનમાં અશાંત પરિસ્થિતિને દૂર કરી શકશો. સુમેળભર્યું વાતાવરણ સર્જાય.

કર્ક (ડ,હ)ઃ નવા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તનાવ હળવો થશે. સમજીવિચારીને ખર્ચા કરવા. નોકરિયાતોને બદલી-બઢતીના યોગ છે. સારી નોકરી મેળવી શકશો. વિરોધીઓથી ચિંતાને કારણ નથી. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉજ્જવળ સફળતા અને ઉન્નતિના યોગ છે. મહત્ત્વની તકો મળશે તે ઝડપી લેજો. જમીન-મકાનને લગતા કામકાજો માટે ગ્રહો મદદરૂપ છે. નવા ઘરમાં રહેવાની ઇચ્છા સાકાર થાય. કૌટુંબિક સંપત્તિ અંગે પરિસ્થિતિ જેમની તેમ રહે. જીવનસાથી સાથે લાગણીઓનો સંઘર્ષ થવાની શક્યતા છે. કોઇ મુદ્દે ચકમક ઝરવાના પ્રસંગો બની શકે છે. સમાજિક-માંગલિક કાર્ય પાર પાડી શકશો.

સિંહ (મ,ટ)ઃ અગત્યના પ્રશ્નોના નિકાલ માટે સાનુકૂળ સંજોગો સર્જાતાં તમારી સક્રિયતા અને ઉત્સાહમાં વધારો થશે. વિકાસની તકો આવશે તે ઝડપી લેજો. નાણાંકીય જવાબદારીઓ વધશે. ખર્ચમાં વધારો જણાશે. ખોટાં નાણાકીય રોકાણ ન થઈ જાય તે જોવું રહ્યું. નોકરિયાતો માટે આ સમય પ્રગતિસૂચક છે. ગૂંચવાયેલી સમસ્યાઓનો ઉકેલ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ આશાજનક રીતે વળાંક લેશે. હાથ ધરેલી નવીન કામગીરીમાં પ્રગતિ થાય. સંપત્તિના ખરીદ-વેચાણના સંબંધિત કામમાં વિઘ્ન જણાશે. દામ્પત્યજીવનમાં જો કોઈ સમસ્યા હશે તો તેના ઉકેલનો માર્ગ મળશે. આંતરિક ગેરસમજને મિટાવી શકશો. સ્વજન સાથે મતભેદ રહે. સંતાનોની તબિયત સાચવવી.

કન્યા (પ,ઠ,ણ)ઃ અકળામણ અને અજંપાનો અનુભવ કરવો પડશે. વિલંબથી ફળ મળવાના કારણે તાણ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ જોઇએ તો તમારી આવક ગમેતેટલી વધે તો પણ નાણાંભીડ વર્તાશે. લાભ કરતાં વ્યયયોગ બળવાન છે. નોકરિયાતને એકંદરે વાતાવરણના સાનુકૂળ રહે. જમીન-મકાન અંગે કોઈ અણધારી ચિંતા ઊભી થાય. કૌટુંબિક મિલકત અંગે પણ ઘર્ષણ જાગે. નવા મકાનમાં નાણાં રોકવાનું હિતાવહ નથી. વિઘ્નોનો સામનો કરવો પડશે. આવેશ-ગુસ્સાને નાથજો. તમારા વિરોધીથી ચેતતા રહેવું જરૂરી છે. મહત્ત્વના સંબંધો ઉપયોગી લાભકર્તા બની રહેશે. સંતાનોના અને તમારા અંગત આરોગ્યની ખાસ સંભાળ લેજો.

તુલા (ર,ત)ઃ તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ વર્તાશે. નાણાંકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ મળશે. લાંબા સમયથી અટવાયેલા નાણાં મળે. નોકરિયાતો માટે આ સમય પ્રોત્સાહક છે. સફળતા મળશે. અગત્યના ધંધાકીય કામકાજોથી લાભ વધશે. જમીન અને મકાન અંગેના મુદ્દા સાનુકૂળ રીતે સુધરતા જોવા મળશે. સમસ્યાઓ હલ થશે. આ અંગેના મહત્ત્વના કાર્યોમાં પ્રગતિ જોવા મળશે. દાંપત્યજીવનમાં પણ આનંદ-મંગલ વર્તાશે. મનોકામના પૂર્ણ થતી જણાશે. નવા કામકાજોનો પ્રારંભ થઈ શકશે.

વૃશ્ચિક (ન,ય)ઃ લાંબા સમયથી વણઉકેલ્યા પ્રશ્નો હાથ ધરીને તેનો ઉકેલ મેળવી શકશો. અંગત મૂંઝવણોમાંથી પણ હવે રાહત મળશે. નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતા જણાશે. ધાર્યા પ્રમાણે આવક કે લાભ ન મળે. નોકરિયાતને લાગણી કે સ્વમાન દુભાય તેવા પ્રસંગો બનશે. ઉપરી સાથે ચકમચક ઝરે નહિ તે જોવું રહ્યું. વેપાર-ધંધાના ક્ષેત્રે વધુ ધીરજ જાળવવી જરૂરી. પૂરતી મહેનત બાદ જ લાભ મળે. મકાન-મિલકતને લગતી બાબતોમાં પરિસ્થતિ વિપરિત જણાશે. હાથ ધરેલા કાર્યોમાં અવરોધો વધતાં માનસિક ભારણ વધશે. તબિયત અંગે ચિંતા રહે. વિરોધીથી ડરવાને કોઇ કારણ નથી.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આગળ ધપો અને સફળતા મેળવો. જરૂર પૂરતી આવક થશે. આર્થિક ભીંસ છતાંય તમારું કોઇ કામકાજ અટકશે નહિ. ઉતાવળા સાહસથી દૂર રહેજો. બોજો-કરજ વધારવા નહીં. વ્યવસાય સંબંધિત બાબતો માટે સમય સાનુકૂળ નીવડશે. વિરોધીના હાથ હેઠા પડશે. ધંધામાં જણાતા અવરોધો દૂર થશે. નવા કોલ-કરારથી લાભ થાય. મકાન-જમીનને લગતા કામકાજો માટે ગ્રહયોગો મદદરૂપ બનશે. સમસ્યાનો યોગ્ય ઉકેલ મળશે. કૌટુંબિક સંપત્તિ અંગે પરિસ્થિતિ જેમની તેમ રહે. કૌટુંબિક કલેશના પ્રસંગોને કુનેહપૂર્વક નિવારજો. હિતશત્રુની કારી ફાવશે નહીં. યાત્રા-પ્રવાસ મુશ્કેલ બનશે.

મકર (ખ,જ)ઃ આવકવૃદ્ધિનો અવકાશ નથી, પરંતુ જાવક વધશે તેથી આર્થિક સંકડામણ વર્તાશે. જોકે આર્થિક જવાબદારી પાર પાડી શકશો. નોકરિયાતો માટે આ સમય રાહતજનક તેમજ પ્રયત્નોનું સારું ફળ આપનાર છે. વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે જણાતી સમસ્યાઓનું નિરાકરણ આવશે. સમાજિક અને કૌટુંબિક પ્રવૃત્તિઓ સફળ થાય. પતિ-પત્ની વચ્ચે સર્જાયેલી ગેરસમજો દૂર થતા આનંદ વર્તાય. ગૃહજીવનનું વાતાવરણ સારું રહે. ભાગીદારો સાથેના ઘર્ષણો જણાશે. સામાજિક કામકાજથી યશ-માન મળે. મિત્રોની મદદ મેળવશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થશે. વિના કારણ ચિંતાઓથી વ્યથા જન્મશે. નાણાંભીડની દૃષ્ટિએ પ્રશ્નનું નિરાકરણ મળશે. લોન અને કરજનો ભાર હળવો થાય. નોકરિયાતોને કાર્યભાર વધશે. વિરોધીઓએ ચેતતા રહેવું. વેપાર-વ્યવસાયમાં વૃદ્ધિ થાય. મકાન બદલવાનો વિચાર હોય તો તે સાકાર થાય. નવું મકાન લેવાના પ્રયત્નો સફળ થાય. કૌટુંબિક બાબતોના કારણે વિચારભેદો સર્જશે. નજીકના કોઈ સ્વજનની તબિયત અંગે ચિંતા વર્તાશે. સંતાનોના મુદ્દે સમય સાનુકૂળ છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ ઉતાવળા નિર્ણયો લેતા પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. તમારી આર્થિક જરૂરતોને પહોંચી વળવા માટે વધુ સક્રિય બનીને પુરુષાર્થ વધારવો પડશે. તમારા નાણાંકીય વ્યવહારો સ્થગિત થયા હશે તો તે ફરી ચાલુ થશે. વેપાર-ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાશે. સરકારી અવરોધોમાંથી માર્ગ મળશે. મહત્ત્વના કોઈ કરારો કે નવીન તક મળશે. દામ્પત્યજીવનમાં સર્જાયેલી અશાંત સ્થિતિ દૂર કરી શકશો. સંવાદિતા સર્જાશે. થોડી સમજદારી કેળવશો તો સારી રીતે પ્રશ્નોને હલ કરી શકશો. મહત્ત્વની મુસાફરીઓ થાય. સામાજિક કાર્યમાં વિકાસ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter