તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૫થી ૨૫ ડિસેમ્બર, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 16th December 2015 02:23 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ મનની મૂંઝવણ અને ખોટી ચિંતા દૂર થતાં રાહત મળે. આત્મવિશ્વાસ વધારજો. માર્ગ આડેના વિઘ્નોને તમે પાર કરી શકશો. નવા પરિબળો અને સ્વજનથી લાભ થાય. એકંદરે આ સમય સફળતાકારક છે. આર્થિક બાબતો અંગે ગ્રહો સહાયરૂપ બનતા લાગે. આવક વધારવાના પ્રયત્નો ફળદાયી નીવડે. ઉઘરાણી અંગેની બાબતો અંગે સફળતા રહે. ગૃહજીવનમાં મતભેદ દૂર કરી શકશો. સંતાનો અંગે ચિંતા રહે. યાત્રા-પ્રવાસમાં અડચણનો અનુભવ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ યોજનામાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતાં અસ્વસ્થતા વધશે. ધીરજ અને સમતા જેવા ગુણ વડે જ તમે વિકાસ સાધી શકશો. જે માનસિક સંયમ કેળવવા મદદરૂપ થશે. આ સમય તમારી નાણાકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લેશે. કૌટુંબિક અને આરોગ્ય માટેના ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે જવાબદારીનો બોજો વધે તેવું યોગ સૂચવે છે. નોકરિયાતને કામકાજનો બોજો વધતો જોવા મળે. કોઈને કોઈ પ્રકારના વિઘ્નો કે અવરોધોનું વાતાવરણ ઉદ્વેગ કરાવી જાય.

મિથુન (ક,છ,ઘ)ઃ મનની મુરાદ બર ન આવતા અશાંતિ કે અજંપાનો અનુભવ કરશો. માર્ગ આડેના વિઘ્નો ઊભા થતાં વ્યથા અનુભવાય. નાણાકીય દૃષ્ટિએ હવે થોડી વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. કેટલાક વિઘ્નો જણાશે. હિતશત્રુઓથી સાવચેત રહેવું. વેપાર-ધંધા માટે સમય મધ્યમ પુરવાર થાય. પરિસ્થિતિ બગડતી જણાય. મકાન-સંપત્તિને લગતા કામકાજો માટે મુશ્કેલીઓ વધુ જણાય છે. નવું મકાન મેળવવાના પ્રયત્નો પણ સફળ થાય નહિ. જીવનસાથી સાથે મતભેદો વધતા અશાંતિનું ડહોળાયેલું વાતાવરણ ઉચાટ કરાવશે. કૌટુંબિક કામકાજો પાર પાડી શકશો. તબિયત બગડે નહિ તે જોવું રહ્યું. સંતાનોના પ્રશ્નો ગૂંચવાતા જણાય. મહત્ત્વના મિલન-મુલાકાતોમાં કોલ-કરારોનો લાભ થવા સંભવ છે.

કર્ક (ડ,હ)ઃ ચિંતાઓ હળવી થશે. ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. મનની મુરાદ પૂર્ણ થાય. આ સમયે આર્થિક પ્રશ્નો હલ કરવા માટે વધુ સજાગ રહેવું યોગ્ય છે. ઉઘરાણી મેળવવા પ્રયત્નો કરવા પડે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય છે. બદલી-બઢતીના સંજોગો ઊભા થાય. ગૃહજીવનમાં આનંદમયી વાતાવરણ જણાય. જીવનસાથીનો પ્રેમ અને સાથ-સહકાર સાંપડે. દામ્પત્યજીવનમાં સુખનો પ્રકાશ થાય. સંતાનોનું આરોગ્ય સાચવજો. નવીન પરિચયો બંધાય, તે ભવિષ્યમાં ઉપયોગી થાય.

સિંહ (મ,ટ)ઃ અહીં તમારે માનસિક જુસ્સો જાળવી રાખવો પડશે. જો આત્મવિશ્વાસ અને મક્કમતાથી ચાલશો તો જ સફળતા મળે. ભલે વિપરીત સંજોગો દેખાય, પણ પોતાનું કાર્ય આગળ વધારવા પ્રયત્નશીલ રહેશો. ખર્ચાઓ કે અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાંકીય જોગવાઈ થઈ શકશે. નોકરિયાતને જણાતી મુશ્કેલી દૂર થવાના સંજોગો આવશે, તેનો લાભ લઈ લેવો. અગત્યની કામગીરી તમને ઉન્નતિના માર્ગે દોરી જાય. ધંધાકીય સાનુકૂળતા મેળવી શકશો. વિસ્તરણ માટેના પ્રયાસો સફળ થશે. મકાન-જમીનની બાબતોમાં નજીવા વિઘ્નો આવતા લાગે.

કન્યા (પ,ઠ,ણ)ઃ પ્રવૃત્તિઓમાં આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતાં ઉત્સાહ વધશે. આવેશોને કાબૂમાં રાખજો. આ સમયમાં નવા સાહસોમાં નાણા રોકવા હિતાવહ નથી. નુકસાની અને વ્યય યોગ છે. ચાલુ આવક સિવાય આવક વધવાનો યોગ નથી. શેરસટ્ટા જેવી પ્રવૃત્તિમાં લાભ કરતાં વ્યય વધુ છે. સારી નોકરી મેળવવા પ્રયાસ કરતા હશો તો સફળતા મળશે. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. નોકરિયાત વર્ગને બદલી-બઢતીની શક્યતા છે. માનસિક ચિંતા હળવી બનતી જણાય. વેપારમાં નવા મૂડીરોકાણ થઈ શકે. નાણાભીડ દૂર થાય. સંતાનોની તબિયત સાચવવી. યાત્રા-પ્રવાસ સફળ થાય. મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ થાય.

તુલા (ર,ત)ઃ મનોસ્થિતિ ગૂંચવયેલી અને મૂંઝવણ ભરેલી રહેશે. અલબત્ત તમારી મૂંઝવણો કાલ્પનિક વધુ હશે. નાણાકીય દૃષ્ટિએ આ સપ્તાહ સાનુકૂળ અને સફળ નીવડશે. આવનાર ખર્ચાઓ માટેની જોગવાઈ કરી શકશો. નોકરિયાતોને સામાન્ય પરિસ્થિત મનને અજંપિત કરે તેવી લાગશે. બાકી નુકસાનનો કોઇ યોગ નથી. બઢતીના પ્રયત્નો આડે હજુ અવરોધ જણાશે. સહકર્મચારી કે ઉપરી દ્વારા યશ ન મળતાં ઉદ્વેગ જન્મશે. જમીન-મકાનના કામકાજો અણઉકેલ્યા રહેશે. વિઘ્નો મુસીબતોના કારણે પરિણામ દૂરને દૂર ઠેલાતું જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહના ગ્રહયોગ સૂચવે છે કે તમારી માનસિક સ્થિતિ તણાવયુક્ત રહેશે. કામગીરીના બોજો અને તમારી યોજનામાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જણાતા અસ્વસ્થતા વધશે. આ સમય તમારી નાણાકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો છે. આ સમયમાં કૌટુંબિક અને આરોગ્યના માટેના ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે બોજો વધે તેવા યોગ સૂચવે છે. નોકરિયાતને કામકાજની જવાબદારીનો બોજ વધશે. વિરોધીઓથી સાવચેત રહેવું જરૂરી. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિલંબથી કાર્ય થવાના યોગો જણાય છે. નાણાકીય ખર્ચ વધે. સરકારી કામકાજ અટવાતું જણાશે. યાત્રા-પ્રવાસ સફળ થાય નહીં.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં મનોબળ દૃઢ બનાવીને તમારા આયોજન પ્રમાણે આગળ વધીને ઉકેલ મેળવી શકશો. મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવશો. અણધારી મદદથી કામ પાર પડે. અલબત્ત, વધારાના લાભ મળવાની શક્યતા નથી. ઉઘરાણી પરત મેળવી શકશો. આ સમયમાં નોકરિયાતોને કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. હેરાનગતિ અને અવરોધ જોવા મળે. ઉપરી સાથે વિવાદ ન થાય તે ધ્યાનમાં રાખવું. વેપાર-ધંધાના ક્ષેત્રે વિસ્તરણના દ્વાર ખૂલશે. જમીન-મિલકતને લગતા કામકાજોમાં પ્રગતિ થાય. જીવનસાથીની તબિયત અંગેની ચિંતા હશે તો દૂર થાય. ગૃહજીવનમાં મતભેદો હશે તો દૂર કરી શકશો.

મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક સ્વસ્થતા અને સંયમ જાળવવા પડશે. શંકા અને ભયની લાગણીને મનમાંથી હાંકી કાઢશો તો જ તમે સુખ-આનંદ માણી શકશો. ચિંતા અને ભય છોડવા જરૂરી છે. આવકના નવા માર્ગ શોધી શકશો. સારી તકો મળશે. આવકની સામે જાવક પણ રહેશે. નુકસાનના પ્રસંગો જણાતા નથી. જૂના લાભ કે ઉઘરાણી અટકેલા હશે તો તે હવે મળતા જણાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી બને. ધંધાકીય ક્ષેત્રે મુશ્કેલીઓ દૂર થઈ સાનુકૂળતા જણાશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમારી રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય. કામગીરીઓમાં સફળતા પ્રાપ્ત કરી શકશો અને માનસિક ઉત્સાહ અનુભવશો. તમારું ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધતી જણાય. આ સમય આર્થિક પરિસ્થિતિ ને તંગ બનાવતો જણાશે. આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત મોટો રહેતા મુશ્કેલી જોવી પડશે. અલબત્ત આર્થિક કામકાજો વધુ પ્રયત્ને સફળ જરૂર થશે. મિત્રોની મદદ મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે કોઈ પ્રતિકૂળ સ્થિતિનું નિર્માણ તશું હશે તો તેમાંથી બહાર નીકળી શકશો. હિતશત્રુઓની કોઇ કારી ફાવશે નહીં.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં માનસિક બળ જાળવી રાખવું પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા મળવાના યોગ નથી. આ સમય ખર્ચાળ સાબિત થશે. લેણી રકમ હાલ પરત મળવાની શક્યતા નથી. નોકરી-ધંધામાં આ સમય વધુ મહેનત માગી લેતો જણાય છે. તમારી ધારણાઓ ફળશે નહીં. વધુ મહેનત કરવા છતાં યશ-માન મળે નહીં. ગૃહજીવનની પરિસ્થિતિ એકંદરે સાનુકૂળ નીવડશે. જીવનસાથીનો પ્રેમ અને સહકાર સાંપડશે. ગેરસમજ દૂર થતાં આનંદ સર્જાશે. સ્વજનોથી મિલન-મુલાકાત થાય. કોઈ અણધાર્યા નુકસાન, હાનિનો પ્રસંગ પેદા થાય તેમ લાગે છે. વિરોધી-હરીફોના કારણે મૂંઝવણ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter