તા. ૨ જુલાઇ ૨૦૧૬ થી ૮ જુલાઇ ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 29th June 2016 09:40 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય પ્રગતિકારક અને ઉત્સાહજનક નીવડશે. આર્થિક રીતે જોઈતી તકો આ સમયમાં મળતી જણાશે. કોઈની મદદ-લોન સહાય દ્વારા કામ પાર પડતું જણાશે. નોકરી-ધંધામાં મળતી તકનો ઉપયોગ કરશો. નોકરિયાતને ઉપરી વર્ગનો સહકાર મળતો જણાય. વેપાર-ધંધામાં શત્રુની ચાલ સફળ થાય નહિ. સંપત્તિની લે-વેચના કામ સફળ થતાં જણાય. કૌટુંબિક સમસ્યાઓને કુનેહપૂર્વક ઉકેલવી જરૂરી છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પાડતા આનંદ મળે. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો-સ્નેહીઓનો સાથ-સહકાર મળતા સાનુકૂળતા જણાશે. આર્થિક જરૂરિયાત કે અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકાશે. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળે. કરજ કે લોન વધે નહિ તે જોવું રહ્યું. નોકરિયાતોએ સ્થળાંતર પરિવર્તનની તક મળે તો ઝડપી લેવી. નવા ક્ષેત્રમાં જવાના યોગ છે. ઉપરી સાથેના સંબંધો સાનુકૂળ બને.

મિથુન (ક,છ,ઘ)ઃ મનોવેદના થાય તેવા બનાવ બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા વધુ લક્ષ આપજો. નાણાકીય દૃષ્ટિએ હવે વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ-કાઢવો પડશે. ધારો છો તેટલો જલ્દી લાભ મળશે નહિ. આવક સામે વિશેષ ખર્ચાઓ જણાશે, જેથી નાણાકીય ભીડનો અનુભવ થશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યની રચનાઓ થશે. ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે.

કર્ક (ડ,હ)ઃ આ સમય અતિશય કામકાજનું દબાણ અને વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જોવા મળે નહિ. પ્રતિકૂળતાના કારણે કામ ધાર્યા સમયમાં પાર પડે નહિ. સંજોગો હજુ સુધારવામાં સમય લાગશે, તેથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો વ્યય ન થાય તે જોવું રહ્યું. નોકરિયાતો માટે આ સમય ફેરફારો લઇને આવશે. લાભકારક સમય છે.

સિંહ (મ,ટ)ઃ મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતા આનંદ મળશે. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો-સ્નેહીજનોનો સહકાર મળતા સાનુકૂળતા જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય મિશ્ર છે. નાણાકીય જરૂરિયાત કે અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકશો. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે. નોકરિયાતોને કોઈ સ્થળાંતર - પરિવર્તનની તક મળે. વેપાર-ધંધામાં નવા ક્ષેત્રમાં પ્રવેશની તક મળશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં અંગત મૂંઝવણ દૂર થતાં આશાવાદી વાતાવરણ સર્જાશે. માનસિક અકળામણ દૂર થશે. આમ છતાં પણ આર્થિક દૃષ્ટિએ મોટા સાહસ કરવા જેવો સમય નથી. નાણાભીડના કારણે ધાર્યા કામો પણ થાય નહિ. આવક કરતાં જાવકનું પલડું નમી ન જાય તે જોવું રહ્યું. જો કોઈના ભરોસે ચાલશો તો નુકસાન પણ ખમવું પડશે. નોકરિયાતને લાંબા સમયથી ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાશે.

તુલા (ર,ત)ઃ આ સમયગાળામાં અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાતા જણાશે. હવે વધારાની નવીન જવાબદારી ઊઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. નાણાકીય સંજોગો મિશ્ર રહેશે. આવક થશે, પણ જૂની જવાબદારી હળવી કરવામાં વપરાઇ જશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ બનશે. લાંબા સમયથી અટવાયેલા લાભો મળશે. બઢતીની તકો વધશે. વેપાર-ધંધામાં નવા ક્ષેત્રે ખેડાણ કરશો.

વૃશ્ચિક (ન,ય)ઃ સંજોગો હવે સાનુકૂળ બની રહ્યા હોવાથી માનસિક ચિંતાઓનો બોજો હળવો બનશે. આશાવાદી કાર્યરચનાઓના કારણે તમારો માનસિક તનાવ ઘટશે. તમે જેટલા વધુ કાર્યશીલ બનશો તેટલા જ આનંદિત રહી શકશો. નાણાકીય બાબતે ચિંતાઓ દૂર થશે. જૂની ઉઘરાણીની આવક થાય. વધારાના ખર્ચને પહોંચી વળવા માટેનું તમારું આર્થિક આયોજન સફળ થશે. લેણી રકમો પરત મળે. નોકરિયાત માટે આ સમય મહત્ત્વનો નીવડશે. તમે સારી નોકરી કે પદ મેળવવામાં સફળ થશો.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયના ગ્રહયોગો તમારા આત્મવિશ્વાસ અને જુસ્સાને નરમ પાડે તેવા છે. આત્મશ્રદ્ધા અને દૃઢ સંકલ્પ દ્વારા જ તમે સફળ બની શકશો. અણધાર્યા સંજોગો ઊભા થતાં આવક સામે ખર્ચનું પ્રમાણ પણ વધશે. આથી આર્થિક આયોજન કરવું જરૂરી છે. નોકરિયાતોને આ સમયમાં મૂંઝવણ અને તકલીફોનું વાતાવરણ જણાશે. તમારા કામકાજો હજુ યથાવત્ રહેતા જણાશે. અગત્યના નિર્ણય માટે રાહ જોવી પડશે.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં અણઉકેલ્યા પ્રશ્નો સંતોષજનક રીતે ઉકેલાશે. જોકે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. આ સમયમાં નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે ખર્ચાઈ જશે. જોકે આર્થિક જવાબદારી હળવી થશે. નોકરિયાતોને હવે વાતાવરણ અનુકૂળ બનતું જણાશે. લાંબા સમયથી અટકેલા લાભ તથા બઢતીની તકો વધશે. વેપાર-ધંધામાં મૂંઝવણ હશે તો દૂર થશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલી શકશો. કોઈ સાનુકૂળ તક આવી મળે. માનસિક ચિંતાનો ભાર હળવો થતો જણાય. અગત્યની કાર્યરચના માટે સમય સાનુકૂળ બને. આર્થિક બાબતોને તમે યોગ્ય કરી શકશો. તમારા ધંધાકીય કે કૌટુંબિક કાર્ય માટે નાણાની ગોઠવણી થઈ શકશે. ઉઘરાણીના નાણાં પરત મળવાની આશા છે. નોકરિયાતને મૂંઝવણ અને સમસ્યાઓ ઉકેલાતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. આ સમય પરિવર્તનકારી છે. ઉમંગ-ઉત્સાહ વધે. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. મહત્ત્વના સમાચારથી આનંદ મળે. આવકનું પ્રમાણ વધારી શકશો. જરૂરિયાત પ્રમાણે નાણાકીય જોગવાઈ થઈ શકશે. અણધારી જાવકને પણ પહોંચી વળાય તેમ લાગે છે. જોકે લોન-કરજના યોગ પણ છે. નોકરિયાત માટે આ સમય પરિવર્તનકારક છે. કેટલીક મુશ્કેલીઓને બાદ કરતાં સપ્તાહ એકંદરે પ્રગતિકારક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter