તા. ૨ નવેમ્બર થી ૮ નવેમ્બર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 01st November 2019 08:28 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ મનોબળ મજબૂત બને તેવા પ્રસંગો આવે. ગુસ્સા-આવેશની લાગણીઓને કાબૂમાં નહિ રાખો તો વિવાદ-ઘર્ષણના પ્રસંગો સર્જાશે. આર્થિક રીતે સમય મિશ્ર છે. જરૂરત પૂરતી નાણાંની જોગવાઈ ઊભી કરવામાં સફળતા મળશે. ખર્ચને પહોંચી શકવાનો ઉપાય મળે. મકાન-જમીન કે વાહનના પ્રશ્નોથી તકલીફ. વ્યયના પ્રસંગો આવે. નોકરી અંગેના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. વિરોધીઓ ફાવશે નહીં. ધંધા-વેપારમાં જણાતી પ્રતિકૂળતામાંથી બહાર આવવાની તક મળે. કોઈ મહત્ત્વનો પ્રશ્ન હલ થાય. લાભની તક પણ મળશે. કૌટુંબિક અને દામ્પત્યજીવનના ખોટા કલહ અને ઝઘડાના પ્રસંગોને અટકાવજો. સ્નેહીજનોથી મિલન-મુલાકાત વધશે. અંગત આરોગ્ય સુધરે. પ્રવાસમાં વિઘ્ન આવી શકે છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો સંજોગોને સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા - ઘાંઘા બનશો નહીં. આર્થિક રીતે આ સમય મધ્યમ રહેશે. વધારાની આવકો ઊભી કરવા વધુ મહેનત કરવી પડશે. નવા ખર્ચાઓનો બોજો પણ આવશે. નોકરિયાતોને હજુ કેટલાક વિઘ્નો જણાય છે. આથી મહત્ત્વના નિર્ણય માટે યોગ્ય સમયની રાહ જૂઓ. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો. મકાન-મિલકતના કામકાજમાં પ્રતિકૂળતા જણાશે. સક્રિય નહીં બનો તો કામ નહીં પાર નહીં પડે. પૈતૃક સંપત્તિના પ્રશ્નો યથાવત્ રહે. અગત્યના કૌટુંબિક નિર્ણયો લઈ શકશો. મતભેદો દૂર થાય. સારા માંગલિક પાર પડશે. ભાઇભાંડુનો સહકાર મળે. યશ-સફળતા મળે. ગૃહજીવનના મહત્ત્વના પ્રશ્નો ઉકેલી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં અંગત આરોગ્ય સાચવજો. તબિયતના કારણે ધાર્યા કામ પાર પડે નહીં. જે લાભની આશા રાખી રહ્યા છો તે મળવામાં વિલંબ થતો જણાશે. પ્રતિસ્પર્ધીઓ અને હરીફોના કારણે ચિંતા રહેશે. નાણાકીય જવાદારી વધશે. પરિણામે કરજ - દેવું વધશે. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધશે. વિશ્વાસઘાતના કારણે ઉઘરાણી ન મળવાથી ધનહાનિ થાય. મકાન-સંપત્તિના પ્રશ્નો હજુ મૂંઝવણરૂપ જણાશે. સરકારી - અદાલતી કામકાજો સફળ થશે. વિદ્યાર્થીઓ માટે સમય રાહતરૂપ જણાય.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેજો. ધીરજથી સ્વસ્થતાપૂર્વક અને વ્યસ્થિત આગળ વધશો તો કામકાજ ઉકેલાશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુ ગૂંચવાશો. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. તમારી આર્થિક બાબતો પ્રત્યે વધુ લક્ષ આપજો. આવક-જાવકના બંને પાસાંઓની ગણતરી કરીને ખર્ચ કરશો. ધંધાકીય યોજનાઓમાં કોઈ અવરોધો પેદા ન થાય નહીં તેની કાળજી રાખશો. આવકની તકો મળશે. નોકરિયાતોના પ્રશ્નો ઉકેલાશે. મહિલા વર્ગ માટે સમય ઉત્સાહજનક છે. સ્નેહીજનથી મિલન થાય. વિદ્યાર્થીઓને અપેક્ષિત પ્રગતિમાં વિલંબ.

સિંહ (મ,ટ)ઃ માનસિક તાણ અને કાલ્પનિક ચિંતાના કારણે મૂંઝવણ યા બેચેનીનો અનુભવ થશે. ખોટા વાદ-વિવાદોથી દૂર રહેજો. આધ્યાત્મિક વલણ કેળવજો. લાગણીઓને મહત્ત્વ ન આપશો. નાણાકીય બાબતોના મામલે ગ્રહયોગો સાથ આપશે. તમારા પ્રયત્નો સફળ થાય. નાણાકીય ચિંતાનો ઉકેલ મળે. વધારાના ખર્ચના પ્રસંગોને કાબુમાં રાખજો. નોકરિયાતો માટે આ સમય પરિવર્તન અને સફળતા સૂચવે છે. મિત્રો-પરિચિતો ઉપયોગી બનશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા લાભ ઓછા મળે. મકાન-મિલકતના કામકાજો માટે ગ્રહો સાનુકૂળ છે. પ્રયત્નો ફળશે. વડીલોપાર્જિત મિલકતો મેળવશો. જીવનસાથી સાથેની ગેરસમજો દૂર થશે. સંયુક્ત કુટુંબમાં ખોટા વિવાદો અશાંતિ પેદા કરશે. લગ્ન-વિવાહના કામમાં સફળતા મળે. વિરોધીના કારણે ચિંતા રાખવાની જરૂર નથી. મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે. પ્રગતિ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ સમય નવીન તક આપનાર છે. તમારા પ્રયત્નો સફળ થશે. મહત્ત્વની વ્યક્તિની મુલાકાત લાભદાયી બની શકશે. નાણાકીય બાબતો અંગે સમય વધુ તંગ પરિસ્થિતિ સૂચવે છે. નાણાં મળવામાં અંતરાય આવે. ખર્ચના પ્રસંગો વધી ન જાય તે જોવું રહ્યું. મકાન-જમીન કે અન્ય પ્રકારની સ્થાવર જંગમ મિલકતો માટે સમય પ્રતિકૂળ છે. નોકરિયાત વર્ગને બદલીની શક્યતા જણાય છે. અલબત્ત, જે થાય તે સારા માટે સમજવું. નોકરિયાતને બઢતીના ચાન્સ છે. ધંધા-વેપારની બાબતોમાં સાનુકૂળતા સાથે સફળતા સાંપડે. અગત્યની તક પ્રગતિ તરફ દોરી જાય. દામ્પત્યજીવનમાં મતભેદ હોય તો દૂર થાય. સંતાનોના પ્રશ્નોના ઉકેલવા તરફ ધ્યાન આપજો.

તુલા (ર,ત)ઃ સપ્તાહમાં માનસિક તથા શારીરિક સ્થિતિ એકંદરે સારી જળવાશે. ઉત્સાહપ્રેરક કામકાજો થાય. કોઈ સારા નવા પરિચયો બંધાશે. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે આ સમય સાનુકૂળ જણાશે. નવા સંબંધોથી લાભ થાય. ફસાયેલા - અટવાયેલા લાભ મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. આ સમયમાં સામાજિક તથા કૌટુંબિક કારણસર ખર્ચનો યોગ બને છે. જમીન-મકાનના પ્રશ્નો ગૂંચવાય અથવા વિલંબ થાય. નોકરીના ક્ષેત્રે હિતશત્રુઓની ચાલબાજીથી સાવધ રહેવું. ધાર્યું થાય નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે સંજોગો પ્રતિકૂળ હશે તો પણ તેમાંથી માર્ગ મળશે. દામ્પત્યજીવનમાં સાનુકૂળતા અને મનમેળનો માહોલ સર્જાય.

વૃશ્ચિક (ન,ય)ઃ મહેનત ફળશે. ઉન્નતિના સંજોગો જણાતા માનસિક ઉત્સાહ અનુભવશો. ઉદ્વેગ કે બેચેની દૂર થશે. માનસિક ભારણ હળવું થાય. નાણાકીય મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. જૂના લેણાં કે ઉઘરાણીથી આવક થાય. સારા માર્ગે રોકાણ થાય. નુકસાનથી બચી શકશો. નોકરી કે ધંધા ક્ષેત્રે કોઈ ફેરફારનો વિચાર હશે તો તે અંગે જોઈતી સાનુકૂળતા મળશે. પ્રતિકૂળતાઓ વચ્ચે પણ આગળ વધશો. સંપત્તિના પ્રશ્નો ગૂંચવાતા જણાશે. પરિસ્થિતિ અને સંજોગો સાનુકૂળ જણાતા નથી. આ અંગેના કામકાજો મુલતવી રાખવા સલાહ છે. ગૃહજીવનમાં લાગણીઓ અને વિચારોનો સંઘર્ષ સર્જાય તેવા પ્રસંજો ટાળજો. કુટુંબીજનોનો સહકાર મળશે. ગેરસમજો નિવારી શકશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની પણ સાથે વિનાકારણ વિખવાદ કે ઘર્ષણમાં ઉતારવાનું ટાળજો. નાણાકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો તથા ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પાર પડશે. મૂડીરોકાણ લાભદાયી પુરવાર થશે. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. ધંધા-વેપારના ક્ષેત્રે સારી રીતે આગળ વધીને સફળતા મેળવી શકશો. સુખ- સગવડના સાધનોની ખરીદી પાછળ ખર્ચ થાય. સંપત્તિની સમસ્યાઓ ઉકેલાતી જોવા મળશે. કૌટુંબિક મૂંઝવણનો ઉકેલ મળશે. અગત્યના કામકાજોમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસ સફળ અને મજાના નીવડશે.

મકર (ખ,જ)ઃ આ સમય સાનકુળ અને સફળ નીવડતા માનસિક ઉત્સાહ અનુભવશો. મનનો ભાર હળવો થાય. આર્થિક જવાબદારીઓ વધારશો નહીં. નોકરી-ધંધાની પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. ખાસ કોઈ ચિંતાનું કારણ નથી. ઉપરીનો સાથ-સહકાર મળે. ધંધા-વેપારના ક્ષેત્રે તમે વધુ સારી તકો ઊભી કરી શકશો. વિકાસનો માર્ગ ખુલ્લો થશે. મકાન-મિલકતના પ્રશ્નો યથાવત્ રહે. સારા મકાનની તલાશમાં હો તો રાહ જોવી પડશે. ભાગીદારીના કામમાં સફળતા વિલંબમાં પડશે. પ્રવાસની યોજના મુલતવી રાખવી પડશે. આરોગ્ય સુધરશે. સંતાનોના પ્રશ્નો પાછળ ધ્યાન આપજો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક સ્વસ્થતા અને મનોબળ વધારી શકશો. ચિંતા-ઉદ્વેગથી રાહત મળશે. સંજોગ વિપરિત લાગે તો પણ સફળતા મળતા ઉત્સાહ વધશે. આવકમાં વૃદ્ધિને હાલ અવકાશ નથી. ચૂકવણીની સામે ઉઘરાણી મેળવવા પ્રયત્નશીલ બનજો. નોકરિયાતો માટે એકંદરે કામનો બોજો વધે. જવાબદારી વધવાથી ભાર વર્તાય. પ્રતિકૂળતા કે મુશ્કેલીના યોગ જણાતા નથી. કામગીરી સફળ બને. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની તકો મળે. મકાન-મિલકતના પ્રશ્નો હજુ યથાવત્ રહેતા જણાશે. જમીન-મકાનના કરાર ગંભીરતાપૂર્વક કરવાની સલાહ છે. દામ્પત્યજીવનમાં વિવાદ દૂર થશે. મિત્રો-સંબંધીઓથી મિલન-મુલાકાત થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કાલ્પનિક મુદ્દે ચિંતા - અશાંતિ રહેતી જણાશે. વિચારોના ઘોડાને કાબૂમાં રાખશો તો જ શાંતિ પામશો. પરિણામો વિશે વધુ ચિંતા કરશો નહીં. તમારા અંગત આરોગ્યની કાળજી લેજો. અણઉકેલ્યા નાણાકીય પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળશે. મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ-લોન સહાય દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. ખર્ચ પર કાપ મૂકવો પડશે. નોકરિયાતોને કામકાજનો બોજ રહેશે. હરીફ અને સહકર્મચારીઓ સાથે મતભેદ વધે નહીં તે જોવું રહ્યું. ધંધાકીય ક્ષેત્રે વિઘ્નો જણાશે. સંપત્તિના ગૂંચવાયેલા પ્રશ્નો ધીમે ધીમે હલ થાય. ખરીદ-વેચાણના કામકાજમાં સાનુકૂળતા જણાશે. નજીકના સ્નેહીજનોથી મનદુઃખનો પ્રસંગ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter