તા. ૨૦ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 19th January 2018 04:24 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ સર્જનાત્મક કાર્યમાં સાનુકૂળતા મળતા આનંદ-ખુશી અનુભવશો. મનની ઇચ્છાઓ સાકાર થતી જણાશે. બેચેનીનો બોજ હળવો થશે. આ સમયમાં આર્થિક મૂંઝવણના ઉપાય મળશે. કોઈની મદદોથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્નો કરશો તો સફળ થશો. અવરોધોનો ઓળંગી શકશો. નોકરિયાતો માટે આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હશે તો મળશે. અવરોધોને ઓળંગી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં મહત્ત્વની કાર્યરચના સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકે. નિરાશાના વાદળો વિખેરાતાં લાગે. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી થાય. તમારા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. નોકરિયાતો માટે સફળતા અને પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધે. લાભદાયી કાર્ય પાર પડે. નોકરીમાં બઢતીનો પ્રશ્ન હજુ ગૂંચવાયેલો જણાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથાનો અનુભવ થાય. અકારણ બેચેની જણાશે. મનને સક્રિય રાખજો તો વધુ નિરાશાથી ઉગરી શકશો. આવકવૃદ્ધિને અવકાશ નથી. આવક ઘટે નહિ તે જોજો. ચૂકવણીઓ સામે ઉઘરાણી મેળવવા માટે પ્રયત્નશીલ બનવું પડશે. આગામી સમય નાણાંભીડ સૂચવે છે. નોકરિયાતોએ વિરોધીથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળજો. અણઉકેલ્યા પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતા કારણે ધાર્યા લાભ મળે નહીં. સંપત્તિ અંગેના પ્રશ્નો મૂંઝવશે.

કર્ક (ડ,હ)ઃ અંગત કે ધાર્મિક, માંગલિક કે વૈવાહિક પ્રસંગોનો સાનુકૂળ ઉકેલ આવતો જણાશે. ગૃહજીવનમાં સર્જાયેલા મતભેદો દૂર કરી શકશો. પ્રવાસ-યાત્રાની શક્યતા જણાય છે. સાથોસાથ કેટલીક લાભદાયી નવરચનાઓ થશે. સંતાન અંગે સાનુકૂળતા વધશે. નાણાંકીય બાબતો ગૂંચવાતી જણાશે. નાણાંના અભાવે કેટલાક ધાર્યા કામકાજો પાર પડે નહીં. ભાડૂઆતો સાથેના વિવાદનો ઉકેલ લાવી શકશો. વડીલોપાર્જિત મિલકતો મેળવી શકશો.

સિંહ (મ,ટ)ઃ તમારો પુરુષાર્થ ફળદાયી નીવડશે. સક્રિયતા વધતી જશે. આવક વધશે. આગળ વધો અને ફતેહ મેળવો. જરૂરિયાતના પ્રમાણમાં આવક ઘટે નહિ તેનું ધ્યાન રાખવું. નોકરીમાં પરિસ્થિતિ પલટાતી જણાય. પ્રતિકૂળતા અને અડચણમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપારની બાબતે હજુ સમય અનુકૂળ જણાતો નથી. ભાગીદાર સાથે ગેરસમજ વધતી જણાય. આ સમયમાં મકાન-મિલકતના કામકાજો આટોપી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક અશાંતિ અને ખોટી ચિંતાના ભારણને કારણે સમય પ્રતિકૂળ જણાશે. વાદ-વિવાદોથી દૂર રહેવું. નાણાંકીય ચિંતાઓ વધતી જણાશે. સાથે વધારાના ખર્ચના પ્રસંગો પણ આવશે. નોકરિયાતો માટે આ સમય પરિવર્તન અને સાનુકૂળ જણાય છે. મિત્રો, સ્નેહીઓ પરિચિતો ઉપોયગી બનતા જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા લાભ ઓછા મળે. મકાન-મિલકતના કામકાજ માટે ગ્રહયોગો સાનુકૂળ છે. પ્રયત્નો સફળ થશે.

તુલા (ર,ત)ઃ સપ્તાહમાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે. વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરી પણ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે ખર્ચાઈ જશે. જૂની જવાબદારી હળવી થશે. મકાન-સંપત્તિ તેમજ મિલકતો અંગેના પ્રશ્નો હલ થશે. પૈતૃક સંપત્તિ મેળવી શકશો. ભાડુઆત અંગેનો પ્રશ્ને હલ થશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આવેશ અને ગુસ્સાને કાબૂમાં રાખજો. સ્વમાનનો પ્રશ્ન બનાવશો તો અંતે તમારી સ્થિતિ તંગ જ બનશે. તમારી યોજના મુજબના લાભ થાય નહીં. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ યા ચૂકવણી અંગે સહાયો મેળવી શકશો. નોકરિયાતો માટે કાર્યભાર વધારનાર સમય છે. ખોટી ખટપટો અને વિરોધીઓની પ્રવૃત્તિના કારણે ટેન્શન જણાશે. બદલી યા બઢતી અંગે તમારા પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે ઘણો પુરુષાર્થ કરવો પડે. અલબત્ત પરિસ્થિતિ સુધરતી જણાશે. સંપત્તિ યા મકાન અંગેની સમસ્યાઓ હજુ યથાવત્ રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સર્જનાત્મક કામોમાં સાનુકૂળતા મળતા આનંદ-ખુશી વર્તાય. મનની ઈચ્છાઓ બર આવતી જણાય. બેચેનીનો બોજો હળવો થશે. આ સમયમાં આર્થિક મૂંઝવણોનો ઉપાય મળશે. કોઈની મદદથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્નો કરશો તો સફળ થશો. અવરોધોને ઓળંગી શકશો. નોકરિયાતો માટે આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હશે તો મળવાની આશા છે. વિરોધી ફાવશે નહીં. નવી નોકરી મેળવી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે સાનુકૂળ સમય.

મકર (ખ,જ)ઃ આ સમયમાં એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ કરશો. હજુ અવરોધો જણાશે. કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવે. ધીરજ-સ્વસ્થતા ટકાવવા જરૂરી. ધંધાની કામગીરીમાં મુશ્કેલીના કારણે જવાબદારીઓ વધશે. મકાન-મિલકતની સમસ્યા કે મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો આ પ્રકારના કામકાજો માટે સાનુકૂળતા જણાશે. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો હલ થશે. કુનેહપૂર્વક સમસ્યા હલ કરવાની સલાહ છે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ મૂંઝવણનો સાનુકૂળ ઉકેલ મળશે. રચનાત્મક પ્રવૃત્તિઓથી આનંદ મળે. માનસિક બોજો હળવો થાય. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક વધે. ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. વિશ્વાસે ધિરાણ કરવું નહીં. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. કોઈની સહાયતા પ્રાપ્ત થાય. મૂંઝવણ-ગૂંચવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે. ખર્ચ વધે અને ધાર્યા પ્રમાણે કામ ન થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી મનોવેદના અને વ્યથા હળવી બને તેવા પ્રસંગો સર્જાશે. ઈશ્વરીય શક્તિ સહાયભૂત બનશે. જોઈતી તક સામેથી આવશે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. પરિસ્થિતિ સુધરતી જણાય. માથા પરની જવાબદારીને અદા કરવા માટે જોઈતી મદદો મેળવી શકો. તમારા નોકરીના પ્રશ્નો હલ થશે. ખટપટો કરનારા ફાવશે નહીં. ગૂંચવણમાંથી બહાર નીકળો. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉજ્જવળ ભાવિની તકો વધે. જમીન-મકાનને લગતી બાબતો માટે પ્રતિકૂળતા હશે તો સાધારણ સુધારો જણાશે. ખર્ચ અને ચિંતા વધવાનો યોગ છે. સંયુક્ત કુટુંબના મિલકતોના વિવાદો ઘેરા બનતા જણાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter