તા. ૨૦ જૂન, ૨૦૧૫થી ૨૬ જૂન, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 17th June 2015 02:41 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારના વિઘ્નો, વિલંબ અને પ્રતિકૂળતાઓ વચ્ચેથી પસાર થવું પડશે. ધીરજની કસોટી થશે. આર્થિક અને ધંધાકીય પ્રશ્નોથી માનસિક તાણ વધતી જણાશે. સ્વાસ્થ્ય પર પણ તેની વિપરિત અસર થઇ શકે છે, તેથી બને તેટલા ધીરજવાન અને સંયમી બનજો. કુટુંબનાં સભ્યો સાથેના મતભેદથી વિખવાદ જાગશે. આરોગ્ય અને અકસ્માતનો ભય રહે. મહત્ત્વના મિલન-મુલાકાત, માંગલિક અને ધાર્મિક પ્રસંગો, મકાન-મિલકતની સમસ્યાઓ માટે પ્રવાસ સાનુકૂળ પુરવાર થશે. નોકરિયાતને અહીં ધાર્યું થાય નહીં.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક રાહત અને સ્વસ્થતાનો અનુભવ કરશો. મહત્ત્વના કામકાજોમાં પ્રગતિ થતાં તમારો આનંદ વધશે. સક્રિયતા વધશે. ચિંતામુક્તિ મળે. વધુ પડતાં ખર્ચાના કારણે અને અગત્યના મૂડીરોકાણના કારણે નાણાકીય ખેંચનો અનુભવ થશે. ધાર્યા પ્રમાણે આવક થાય નહીં. એકાદ-બે લાભ આવકના પ્રસંગોથી કામ પાર પડતું જણાશે. નોકરિયાતોના પ્રયાસો સફળ નીવડશે. સંઘર્ષ તથા મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. વિરોધીઓના હાથ હેઠાં પડતા જણાશે. અગત્યના કોઈ કરારો કે નવી તક મળશે. કૌટુંબિક સંપત્તિને લગતી સમસ્યાઓથી મૂંઝવણ વધશે. વિવાદની ઘટના બની શકે છે.

મિથુન (ક,છ,ઘ)ઃ મનોવ્યથા અને ઉદ્વેગ રહેશે. મન પરનો ભાર વધે તેવા પ્રસંગો બનશે. આ સમય આર્થિક રીતે વધુ વિપરીત રહેતા તમે મૂંઝવણ અનુભવશો. ઉઘરાણીઓ પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે. મકાન-જમીનના કામકાજોમાં વિઘ્ન કે અવરોધ જોવા મળશે. મિલકતના કાર્ય ગૂંચવાય નહિ તે જોવું જરૂરી છે. વિવાદ સર્જાય. નોકરી-ધંધાના ક્ષેત્રે પ્રતિકૂળતા હશે તો તેમાંથી માર્ગ મળે અને મુશ્કેલી દૂર થાય. નોકરીમાં સ્થળાંતરની શક્યતા પણ ઊભી થાય. તબિયતની કાળજી લેવી જરૂરી છે. હિતશત્રુઓ, વિરોધીઓ અંતરાય ઊભા કરશે.

કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહ અતિશય કામકાજનું દબાણ અને વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જણાશે નહીં. પ્રતિકૂળતાના કારણે ધાર્યું કામ ધાર્યા સમયમાં પાર પડશે નહીં. જમીન-મકાન અંગેની સમસ્યાઓ જણાશે અને તેનો ધાર્યો ઉકેલ ન આવતા અસંતોષ જણાય. ભાડાના કે સરકારી મકાન બાબત મુશ્કેલી પેદા થાય. આ સમય નોકરિયાતો માટે નવા ફેરફારો સર્જી આપશે. વેપાર-ધંધામાં કાળજી હિતાવહ છે.

સિંહ (મ,ટ)ઃ લાગણીઓને સંયમમાં રાખશો તો જ સ્વસ્થતા અને શાંતિનો અનુભવ થશે. ખોટી ગેરસમજોના કારણે ઉભા થતા વ્યથા-વિષાદના પ્રસંગોને આ રીતે જ હળવા કરી શકશો. આર્થિક પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળશે. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ- લોન સહાય દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. ખર્ચાઓ પર સંયમ રાખવો પડશે. નોકરિયાતો માટે આ સમયના યોગો પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યના કામકાજોમાં સફળતા મળશે. વિવાદો કે વિરોધોમાંથી બહાર નીકળશો. વેપારીને ધાર્યા આયોજનો પાર પડતાં લાભ વધશે. જમીન-મકાનના કામકાજ અંગે સાનુકૂળતા છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ પ્રગતિકારક નવરચના થાય. વિકાસની તકો આવશે તે ઝડપી લેજો. નાણાકીય કટોકટી યા સમસ્યામાંથી બહાર નીકળવાના પ્રયત્નો સફળ થાય. જરૂરિયાતોને પહોંચી વળવા જરૂરી નાણાંની જોગવાઈ કરી શકશો. વિશ્વાસઘાતના પ્રસંગથી ચેતજો. નોકરિયાતોને વિરોધીઓ કે સહકર્મચારીઓ સાથે વાદ-વિવાદ થાય. ઉપરી સાથે માનસિક ઘર્ષણમાં ઉતરવાનું બને આમ છતાં પણ એકંદરે સાનુકૂળતા રહેશે. બદલીના સંજોગો આવે. ધંધાકીય કામકાજો ઉકેલાશે. મકાન-મિલકતની પ્રગતિ માટે આ સમય પ્રતિકૂળ સમજવો. તમારી ચિંતા વધશે. નવા પ્રશ્નો સર્જાતા જોવા મળશે. પરિણામે ખર્ચ પણ વધશે. સંપત્તિવિષયક કાર્યો વધુ ધ્યાન માંગી લેશે. સામાજિક, જાહેર પ્રવૃત્તિઓ પાર પડે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં નવીન તકો જણાશે. તમારા પ્રયત્નો સફળ થશે. મહત્ત્વની વ્યક્તિની મુલાકાત લાભદાયી બની શકશે. યાત્રા-પ્રવાસમાં વિઘ્ન જણાય. નાણાકીય બાબતો અંગે આ સમય વધુ તંગ પરિસ્થિતિ સૂચવે છે. નાણાં પરત મળવામાં અંતરાય આવે. ખર્ચના પ્રસંગો વધી ન જાય તે જોજો. આ સમય મકાન જમીન યા અન્ય પ્રકારની સ્થાવર જંગમ મિલકતો માટે પ્રતિકૂળ જણાય. ધાર્યું કામ વિલંબમાં પડે તેમ હોવાથી આ પ્રકારના કામ પ્રત્યે વધુ ધ્યાન આપજો. નોકરિયાત વર્ગને બદલીની શક્યતા જણાય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ હવે તમે મહત્ત્વના વળાંક તરફ આગેકૂચ કરતા હો તેવું અનુભવશો. નવીન આયોજન કરો તો સમયનો બરોબર ઉપયોગ કરી લેજો. તમારી આર્થિક ચિંતામાંથી બહાર નીકળી શકશો. આવકવૃદ્ધિના ઉપાયો કારગત નીડવશે. જૂની લેણી રકમો, લોન વગેરે મેળવી શકશો. નોકરિયાતોનો બોજ વધશે. તમારા કામનો પ્રકાર પણ બદલાય. વિરોધીઓ ફાવી શકશે નહીં. વેપાર-ધંધામાં સફળતા મળશે, જે વિકાસ અને સિદ્ધિના માર્ગે દોરી જશે. નવીન યોજના આગળ ધપાવી શકશો. જમીન-મકાન મિલકતની બાબત અંગેની મુશ્કેલીઓ દૂર થાય. કૌટુંબિક સંપત્તિ અંગે નિર્ણય લઈ શકશો. દાંમ્પત્યજીવનમાં અકારણ અને મોટી ગેરસમજોથી સર્જાયેલા વિવાદો કે સમસ્યાનો ઉકેલ મળશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહમાં માનસિક અને શારીરિક સ્વસ્થતા એકંદરે સારા જળવાશે. ઉત્સાહપ્રેરક કામકાજો થાય. કોઈ સારા પરિચયો બંધાશે. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે આ સમય સાનકૂળ જણાય છે. નવા સંબંધોથી લાભ મળે. ફસાયેલા કે અટકેલા લાભ મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. આ સમયમાં સામાજિક તથા કૌટુંબિક કારણસર ખર્ચના યોગ બને છે. જમીન-મકાનના પ્રશ્નો ગૂંચવાય અથવા વિલંબિત થાય. વધુ પ્રયત્ને સફળતા મળે. નોકરીના ક્ષેત્રે હિતશત્રુઓની ચાલબાજીથી સાવધ રહેવું. ધાર્યું થાય નહીં.

મકર (ખ,જ)ઃ આ સમયમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા બનશો નહીં. આર્થિક રીતે આ સમય મધ્યમ રહે તેથી વધારાની આવકો ઊભી કરવા વધુ મહેનત કરવી પડશે. વળી નવા ખર્ચાઓને બોજો પણ વધશે. જોકે તમે આ જવાબદારી નિભાવી શકશો. નોકરિયાતો માટે હજુ કેલાક વિઘ્નો જણાય છે. તેથી સમયની રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સર્જનાત્મક અને રચનાત્મક કાર્યોમાં સાનુકૂળતા મળતાં આનંદ ખુશી જણાય. મનની ઇચ્છાઓ બર આવતી જણાશે. બેચેનીનો બોજો હળવો થશે. આર્થિક જવાબદારીઓ વચ્ચે એકંદરે પરિસ્થિતિ ટકાવી શકશો. નાણાંના અભાવે કશું અટકશે નહીં. એકાદ-બે લાભ કે આવકના પ્રસંગોના કારણે ચિંતા દૂર થાય. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશ આપનાર છે. હિતશત્રુઓના હાથ હેઠાં પડે. સારી તકો મળતા આનંદ વધશે. ધંધા-વેપારના ક્ષેત્રે હવે આગેકૂચ કરી શકશો. અલબત્ત, પ્રગતિ મંદ ગતિએ થશે. મકાન-મિલકતને લગતા કામકાજો થોડાક અટવાતા જણાય. વિઘ્નો આવશે. વિવાદાસ્પદ પ્રસંગોને ટાળવાની સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ ઉત્સાહપ્રેરક બનાવોના કારણે આ સમયમાં મનની અશાંતિમાંથી મુક્તિ મેળવશો. મહત્ત્વના કામકાજો કે કામગીરીમાં સફળતા મળવાના આશાસ્પદ સંજોગો આનંદનો અનુભવ કરાવશે. સગાં-સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય. આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું પડશે. તમારી અગાઉની કામગીરીઓ, જવાબદારીના કારણે ખર્ચ-વ્યય વધશે. નાણાકીય દૃષ્ટિએ મૂંઝવણો સર્જાશે. કોઈ નવા ખર્ચા ન વધવા દેવાથી રાહત રહે. નોકરિયાતોના માર્ગ આડે જણાતા અવરોધ ધીમે ધીમે દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખૂલ્લો થાય. સારી ધંધાકીય તક મળતી જણાશે. મહત્ત્વના કામકાજો કોલ-કરારોથી લાભ થાય. સંપત્તિમાં વૃદ્ધિના યોગો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter