તા. ૨૦ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 17th February 2016 06:20 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં અગત્યનાં કારણોસર માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ કરવો પડે. અશાંતિ અને અજંપામાંથી છૂટવા સતત સક્રિયતા એ જ ઉપાય છે. આ સમયમાં આવક વધવાના યોગો છે. નવીન યોજના, કાર્યવાહી કે કૌટુંબિક કાર્ય અંગે જરૂરી નાણાકીય વ્યવસ્થા કરી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. આથી ખોટા ખર્ચને મોકૂફ રાખજો, નહિતર આર્થિક બોજો વધી જશે. જો તમે નોકરિયાત હો તો તમારા પુરુષાર્થનું ફળ જોઈ શકશો. મુશ્કેલી દૂર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિની તકો મળે. તમારી યોજના માટેની સગવડો ઊભી થાય. તેમ જ સાનુકૂળ પ્રત્યાઘાત જોઈ શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ રચનાત્મક અને નવી કાર્યપ્રવૃત્તિના કારણે તમારો ઉત્સાહ વધશે. આશાનો સંચાર થશે. કેટલીક પ્રવૃત્તિની દિશાઓ ઉઘડતી જણાશે. અહીં અંગત બાબતોને કારણે મનોસંઘર્ષ થવાની તક મળે અને તેની સામે અણધાર્યા ખર્ચના પ્રસંગો પણ વધે. પરિણામે આર્થિક સમસ્યા જ્યાંને ત્યાં ઉભેલી રહેશે. વ્યવસાયિક ક્ષેત્રે તમારો પ્રભાવ વધે. વધુ નવી તકો મળે. વેપાર-ધંધામાં ઉન્નતિ કે વિકાસના દ્વાર ખુલતાં લાગશે. લાંબા સમયાના અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલી શકશો. માન-પ્રતિષ્ઠા જળવાશે. આ સમયમાં તમારા સંપત્તિને લગતા કામકાજોમાં મુશ્કેલી જણાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં તમારી મનોદશા વિષાદભરી રહેતી જણાશે. નિર્ણયો લેવામાં ગૂંચવશો. અહીં નિરાશા અને બેચેનીના અનુભવ વધુ થશે. કારણ વિનાની ચિંતાઓથી વ્યથા જન્મશે. તમારી નાણાકીય પ્રવૃત્તિઓનો વિકાસ થશે. યોજનાની કામગીરીમાં સફળતા મળે. તમારા વ્યવસાયના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે અને વધુ મહેનતે તેનો ઉકેલ મળશે. નોકરિયાત હો તો ધીરજ અને શાંતિથી ચાલવા સલાહ છે. ફેરફારો કે પરિવર્તનના સંજોગો જણાય છે. મકાન કે બાપદાદાની સંપત્તિ અંગેના કોઈ દાવા-વિવાદ હશે તો હજુ તે માનસિક તાપ આપશે. મકાન અને કૌટુંબિક પ્રશ્નોના કારણે ગૃહજીવનમાં વિસંવાદિતા સર્જાશે. પ્રવાસ અને ખરીદી અંગે ખર્ચ વધે.

કર્ક (ડ,હ)ઃ આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક આનંદ કે શાંતિ અનુભવી શકશો. કાલ્પનિક કે અવાસ્તવિક ચિંતાઓને મનમાં ભારણ વધારવા દેશો નહીં. તમારી રચનાત્મક પ્રવત્તિઓને વેગ મળશે. ઉઘરાણીઓના કામકાજ પતાવી શકાશે. તમારા નોકરીના પ્રશ્નો હલ થશે ને પ્રગતિ થાય. ખટપટો કરનારા ફાવશે નહિ. ગૂંચવાડામાંથી બહાર નીકળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉજ્જવળ ભાવિની તકો વધે. જમીન-મકાન અંગે કોઈ અણધારી ચિંતા ઊભી થાય. કૌટુંબિક મિલકત અંગે ઘર્ષણ જાગશે. નવી સંપત્તિમાં રોકવા નહિ. આ સમયમાં દામ્પત્યજીવન કૌટુંબિક જીવનનું વાતાવરણ ડહોળાતું જણાશે. આ સમયમાં સ્નેહીથી મિલન-મુલાકાત થાય.

સિંહ (મ,ટ)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય વધુ મૂંઝવણ એક પ્રકારની અજંપાની ભાવનાથી બોજો સૂચવે છે. અકળામણ પણ વધતી જણાય. તમે જે લાભની આશા રાખી રહ્યા છો તે હજુ મળે તેમ નથી. આવકના નવા માર્ગ મળે નહીં. શેરસટ્ટામાં લાભ લેવા જતાં પસ્તાવું પડે. સારી નોકરી મેળવવાના પ્રયત્નો ફળદાયી બનતા જણાય. ચાલુ નોકરીના પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. બદલી-બઢતી વગેરે અંગેની સમસ્યાના ઉકેલ માટે માર્ગ મેળવી શકશો. આ સમયમાં મકાન-મિલકત, જમીનના કામકાજો કરવા માટે જોઈતી તકો અને સાનૂકૂળતા મેળવી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી માનસિક સ્થિતિ અસ્વસ્થ અને બેચેન બનાવશે. નાણાકીય સંજોગો ગમેતેટલા વિપરીત હશે તો પણ તેમાંથી બહાર નીકળવાનો યોગ્ય માર્ગ મેળવી શકશો. નાણાકીય વ્યવસ્થા થઈ શકશે. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય દરમિયાન સાનુકૂળતા અને સંજોગોનો બને તેટલો લાભ લઈ લેજો. ગાફેલ કે આળસુ બનશો નહિ. તમારા વિકાસ કે પ્રગતિ માટેની તક મળતી લાગે. મકાન-મિલકત કે ભાડાના મકાન અંગેની બાબતો માટે આ સમય સફળતા સૂચવે છે. હિતશત્રુઓથી બાજી પલટી શકશો. કૌટુંબિક કે ગૃહજીવનને લગતી સમસ્યા વાદ-વિવાદને કુનેહથી પાર પાડજો. ઉતાવળા - આવેશાત્મક પગલાં ન ભરવાની સલાહ છે. અંગત આરોગ્ય બગડતું જણાય. પ્રવાસની યોજના ગોઠવી શકાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતા અનુભવશો. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપજો. નાણાકીય દૃષ્ટિએ થોડી વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. ધારો છો તેટલા લાભ મળે નહિ. આવક સામે ખર્ચના યોગ વિશેષ બળવાન છે. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચનાઓ થશે. નવી તકો ઉન્નતિ તરફ દોરી જાય. નોકરીમાં પ્રમોશનની તકો જણાય છે. તમારા પ્રયાસો સફળ નીવડશે. મકાન-સંપત્તિને લગતા કામકાજો માટે મુશ્કેલીઓ વધુ જણાશે. ખોટા ખર્ચાઓ વધશે. નવું મકાન મેળવવાના પ્રયત્નો સફળ થશે નહિ. સંતાનો અંગે મૂંઝવણ પેદા થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશી વધે. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. નાણાકીય બાબતો તરફ ધ્યાન આપવું જરૂરી છે. વ્યવસ્થિત બનીને રહેવાથી સગવડ ઓછી થશે. એકાદ-બે પ્રસંગો આવશે. જૂની ઉઘરાણીથી આવક થાય. એકંદરે સારું ફળ મળશે. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ રૂંધાશે. વાદ-વિવાદ સર્જાય. અસંતોષ અનુભવાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ તમારા સંજોગો હજુ બહુ સુધરતા જણાતા નતી. જમીન-મકાનના કામકાજો પાર પડે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ અકારણ ચિંતાઓ હશે તો દૂર થાય. સામાજિક અને જાહેર જીવનને લગતા કામકાજોથી સફળતા. યશ-માન મળે. મહત્ત્વના સંબંધો સ્થપાય. આશાવાદી તકો પ્રાપ્ત થાય. નાણાકીય પરિસ્થિતિને વણસતી અટકાવવા માટે તમારે ખર્ચાઓ પર કાબુ રાખવો પડશે. નોકરિયાત હો તો આ સમયમાં તમારા ઉપરી અધિકારી સાથે ખોટી ગેરસમજો ન વધે તે જોવું રહ્યું. જમીન-મકાનની લે-વેચના કામકાજો માટે આ સમય મધ્યમ છે. આથી વધુ મહેનતે જ કાર્ય સફળ થાય. આ બાબતે વિશ્વાસે વહાણ હંકારવાનું ટાળજો, નહીં તો નુકસાન થવાનો સંભવ છે. ગૃહજીવનમાં પરિસ્થિતિ હળવી સર્જાયેલા મતભેદો ઉકેલી શકશો.

મકર (ખ,જ)ઃ આ સમયમાં મહત્ત્વની બાબતો અંગે માનસિક ટેન્શન જણાશે. ખોટી ચિંતા અને પરેશાનીનો અનુભવ થશે. તમારા અગત્યના કામકાજોમાં અંતરાયો જણાશે. તમારી નાણાકીય જવાબદારી વધશે. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધશે. વિશ્વાસઘાતના કારણે ઉઘરાણી ન મળવાથી ધનહાનિ થાય. કૌટુંબિક બાબત અંગે ખર્ચ વધશે. નોકરિયાતને બઢતી આડે વિઘ્ન હશે તો દૂર થશે. બદલી અંગેના સમાચાર સાંપડશે. ધંધા-વેપાર માટે આ સમય સફળતા સૂચવે છે. દાંપત્યજીવનમાં આનંદ સર્જી શકશો. પ્રવાસ સફળ થશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ સફળતા આશીર્વાદ અને વિકાસની કેડી સર્જનાર બનશે. માનસિક સુખનો અનુભવ થાય. ટેન્શન, તનાવ દૂર થવા લાગશે. નાણાકીય કામકાજો માટે સફળતા સર્જાશે. મહત્ત્વના કામકાજ પતાવી શકશો. વળી લાભના સંજોગો કે તકો મળે તે ઝડપી લેજો. અહીં તમારા અટકેલા લાભ પણ મળશે. નોકરી, ધંધા અંગે પ્રતિકૂળતા અને અંતરાયમાંથી બહાર આવી શકશો. નવા ફેરબદલ, પરિવર્તન શક્ય બને. લગ્ન-વિવાહના પ્રશ્નો પણ હલ થાય. ધંધાકીય મહેનત મુજબ ધાર્યું કામ થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમને એક પ્રકારની ઉદાસીનતા અનુભવશો. તમારા વિચારોને અમલમાં મુકવા અશક્ય લગતા તંગદિલી વધશે. સંજોગો સુધરતા વાર લાગશે. તેથી સમજી-વિચારીને ખર્ચ કરશો. અહીં આર્થિક સ્થિતિ ઠીક ઠીક રહેતી લાગશે. ખર્ચ કરતાં પહેલાં સો વાર વિચાર કરજો. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. વિરોધીના કારણે થોડી પ્રતિકૂળતા જણાશે. ઉપરીનો સાથ સહકાર મેળવવો મુશ્કેલ બનશે. વેપાર-ધંધામાં કોઈ સારી તક હાથ આવી મળે. કુટુંબ પાછળ તમારે ઘણો ભોગ આપવો પડે. ભાતૃવર્ગથી મતભેદ જણાશે. જીવનસાથીનો સાથ સહકાર મળે. સ્વજનો ખાસ ઉપયોગી બને નહિ. સંતાનોના મહત્ત્વના કામકાજમાં ધીમે ધીમે પ્રગતિ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter