તા. ૨૦ મે થી ૨૬ મે ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 20th May 2017 07:52 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ મધ્યે પ્રવાસ થાય. ઓળખાણ લાભકારક પુરવાર થાય. નાણાંકીય પરિસ્થિતિ સુધરતી જણાય. સંતાન તરફથી સહકાર વધશે. વહેપારમાં સરળતા. નોકરીમાં ક્રમશઃ પ્રગતિ અને શાંતિ રહે. આર્થિક લેવડદેવડના પ્રશ્નો હલ થાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય નાણાંકીય રાહત રહે. ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવશે. મિલકતના પ્રશ્ને સરળતા થાય. નવી ઓળખાણ કામ લાગશે. સાધુ-સંતો સાથે સત્સંગ થાય. મિત્રો સહયોગ આપશે. વિદ્યાર્થીઓને આનંદ. લાંબા પ્રવાસના આયોજનમાં કાળજી રાખવી હિતાવહ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ અતિ વિશ્વાસુ બનશો તો મુશ્કેલી આવશે. નજીકની વ્યક્તિઓનો વિરોધ વધશે. ગુપ્ત ચિંતાઓ વધશે. વાણી-વર્તન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. નોકરીમાં પ્રગતિ જણાય. શુભ કામો થાય. વહેપારમાં માનસિક બોજ રહેશે. આકસ્મિક પ્રવાસની ગોઠવણી થાય. વિદ્યાર્થીઓને મહેનત કરવી પડે. ચિંતાઓ વધવા સાથે તંદુરસ્તી બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. અનેક અવરોધોમાંથી પસાર થતાં મનદુઃખના પ્રસંગો સર્જશે. સ્વજનો સાથે મતભેદ રહે. વેપારમાં નુકસાન જોવા મળશે. નોકરીમાં ઉપલા અધિકારીઓનો રોષ સહન કરવો પડે. સપ્તાહની આખરમાં શાંતિ જણાય.

મિથુન (ક,છ,ઘ)ઃ કુટુંબ અને મિત્રવર્ગનો સહયોગ સાંપડે. દુશ્મનો મિત્ર બનતા જણાય. નાણાંકીય રાહત, સરકારી પ્રશ્નો ઉકેલાય. શુભ સમાચાર મળે. વેપાર-ધંધામાં પ્રગતિ, નોકરીમાં રાહત. પ્રવાસ ગોઠવાય. વડીલોનો સ્નેહ મળે. તંદુરસ્તી જળવાય. આકસ્મિક લાભ રહે. તંદુરસ્તીમાં સુધારો જોવા મળશે. ઓળખાણ લાભકારક પુરવાર થાય. પ્રોપર્ટીનાં પ્રશ્નો હલ થતા જોવા મળશે. નવા કાર્યોમાં પ્રગતિ થાય. શુભ સમાચાર મળે. સંતાનની ચિંતા ઓછી થશે. વિદ્યાર્થીઓએ સાચવવું. ભાગીદારી બાબતે કેટલીક બાંધછોડ કરવી પડશે. મન અકળામણ અનુભવશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહના પ્રારંભે અનેક પ્રશ્નોનું નિરાકરણ આવશે. શુભ સમાચાર મળશે. રોકાણો અને કર્મનું સારું ફળ મળશે. પ્રોપર્ટીને લગતા પ્રશ્નો હલ થાય. સોદા પાર પડશે. ઘરમાં સુખશાંતિનો માહોલ છવાશે. કૌટુંબિક સહયોગ વધે. વેપાર-ધંધામાં પ્રગતિ જણાય. નવીન ખરીદી થાય. સ્વજનોનો સાથ મળે. નાણાંકીય રાહત. તંદુરસ્તી બાબતે કાળજી રાખવી જરૂરી. મન ગૂંચવાયેલું રહેશે. ધાર્મિક પ્રવૃત્તિ થાય. નાનો પ્રવાસ થાય. સ્વજનોનું બળ મળે. ભૂતકાળમાં કરેલા કામોનો જશ મળે. મિત્રો મદદરૂપ થાય. સંતાનોની સહાનુભૂતિ મળે. નાણાકીય ટેકો મજબૂત બનશે. પ્રગતિ જોવા મળશે.

સિંહ (મ,ટ)ઃ નાણાંકીય પ્રશ્ન હલ થશે. સંતાનો તરફથી સાથ સહકાર મળશે. આકસ્મિક લાભની શક્યતાઓ છે. વડીલો તરફથી સ્નેહભાવ વધશે. પ્રોપર્ટીના પ્રશ્નો ઉકેલાય. નવીન ખરીદી થશે. મિત્રોની ઓળખાણ નવા કાર્યોમાં મદદરૂપ થશે. માંગલિક પ્રસંગોનું આયોજન થશે. કરેલા કામમાં યશસ્વિતા મેળવશો. મનનું ભારણ ઓછું થાય. કૌટુંબિક મદદ મેળવશો. સંતાનની ચિંતા ઘટશે. વેપારમાં સરળતા થતી જણાશે. નોકરિયાતને ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ મળશે. કુંવારાઓ માટે આ સમય સુખદ મિલનનો છે. વિદ્યાર્થીઓ માટે સુખદ સમય.

કન્યા (પ,ઠ,ણ)ઃ વેપારમાં સાહસ જોઈજાળવીને કરવું હિતાવહ રહેશે. થોડીક તેજી વધુ નુકસાન કરાવે તો નવાઈ નહિ. નોકિરયાત માટે પણ ખર્ચનું પ્રમાણ વધશે. અપમાનજનક સ્થિતિ સર્જાય. કુટુંબીજનો તરફથી અવરોધ રહે. પ્રવાસમાં જાળવવું જરૂરી રહે. તંદુરસ્તી બાબતે ધ્યાન રાખવું જરૂરી જણાય. આકસ્મિક લાભની લાલચ જિંદગીમાં ન જોયેલા દિવસો બતાવે. વિદ્યાર્થીઓએ પ્રવાસમાં સાચવવું. દાંમ્પત્યજીવનમાં કડવી-મીઠી થાય. મિત્રોની સહાનુભૂતિ વધશે. નોકરી-ધંધામાં થોડીક રાહત રહે. છતાં મનમાં ઉદ્વેગ વધશે. સંતાનોનું વધુ ધ્યાન રાખવું પડશે. ઉધાર ખરીદતાં કાળજી લેવી. નવા કાર્યોનું આયોજન થાય. નાણાંકીય રાહત વર્તાશે.

તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન સ્વજન-મિત્રો તરફથી દબાણ વધશે. મન સ્વસ્થ રાખીને કામગીરી કરવી લાભકારક છે. નાણાંકીય પરિસ્થિતિ યથાવત્ રહે. સંતાનની ચિંતા સતાવશે. સામાજિક દોડધામ વધશે. તંદુરસ્તી બાબતે કાળજી રાખવી હિતાવહ છે. વિદ્યાર્થીઓને સમય બગાડવો પાલવશે નહીં. મિત્રો થકી અવરોધ સર્જાશે. નોકરી-વેપારમાં જાગૃત રહેવું. દસ્તાવેજો કરવામાં ઉતાવળ ન કરવી. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો જણાય. વડીલોનું મન સાચવવું. પ્રવાસ થાય. ગુપ્ત ચિંતાઓ વધશે. જોઈજાળવીને કામગીરી કરવી.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહની શરૂઆત સારી રહે, પણ બાકીનો સમય ધ્યાન રાખવું પડશે. હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાતો જણાય. પ્રગતિ યથાવત્ રહે, પણ નાણાકીય પરિસ્થિત સુધરશે નહીં. કોર્ટ-કચેરી અને મિલકતના પ્રશ્નો લંબાય. વેપારમાં દોડધામ રહે. સરકારી કનડગત વધશે. નોકરીમાં નાહકનું ટેન્શન ઊભું થાય. પતિ-પત્ની વચ્ચે ચઢાવ-ઉતાર રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે. ભાઈ-બહેનોને મદદ કરવાના સંજોગો સર્જાય. પતિ-પત્ની વચ્ચે મનદુઃખ થાય. સંતાનો તરફથી ચિંતા વધશે. માલ-મિલકતના પ્રશ્નો ગૂંચવાય. યાત્રા-પ્રવાસમાં ધ્યાન આપવું. વિદ્યાર્થીઓ માટે રાહત રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ માલ-મિલકતમાં વધારો થાય. સ્વજનો, મિત્રો પ્રત્યે સ્નેહ ભાવ વધશે. નાણાકીય પરિસ્થિતિમાં રાહત રહેશે. સાહસથી દૂર રહેવું. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું. તંદુરસ્તીમાં કાળજી લેવી. વિદ્યાર્થીઓ માટે સખત મહેનત માંગી લેતો સમય. શુભ સમાચાર મળે. અટવાયેલા નાણા પરત મળે. પ્રીતિપાત્રનો સાથ મળે. નોકરી- વ્યવસાયની કામગીરીમાં ભારણ વધશે. મન રાહત અનુભવશે. છતાં ખોટા વિચારો પર બ્રેક મારવી. વડીલોની હૂંફ મળે. નાણાંકીય સરળતા થતી જણાય. વિદ્યાર્થીઓમાં સારો સમય. સામાજિક, ધાર્મિક કાર્યોમાં જોડાયેલા માટે યશ-માન વધશે.

મકર (ખ,જ)ઃ નવા સાહસમાં સફળતા જોવા મળશે. જોકે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કૌટુંબિક અવરોધો જોવા મળે. પતિ-પત્ની વચ્ચે ખટરાગ જોવા મળે. બાળકો તથા વડીલોની ચિંતા મન વ્યગ્ર બનાવે. નોકરીમાં ઉપલા અધિકારીઓથી કાળજી રાખવી. વેપાર-ધંધામાં ભાગીદારો સાથે મતભેદ રહે. નાણાંકીય રીતે રાહત અનુભવશો. વડીલો અને સાથી મિત્રોનો સહયોગ આનંદ વધારશે. ભૂતકાળમાં કરેલી કામગીરી ફળશે. આશાઓ સફળતામાં પરિણમશે. ભૂતકાળમાં કરેલું રોકાણ લાભ કરાવશે. વિદ્યાર્થીઓએ મહેનત કરવી જરૂરી.

કુંભ (ગ,સ,ષ,શ)ઃ સપ્તાહમાં દોડધામ રહેશે અને માનસિક ટેન્શન વધશે. ધારેલા કાર્યોમાં અવરોધ જણાય. મન ખોટી ચિંતાના ભારણમાં અયોગ્ય નિર્ણય લેશે, જેથી ધ્યાન રાખવું જરૂરી રહે. નાણાંકીય કટોકટી વર્તાય. વેપાર-ધંધામાં મંદી જણાય. નોકરીમાં મૂંઝવણ રહે. વિદ્યાર્થીઓએ વાદવિવાદથી દૂર રહેવું. સમય પ્રતિકૂળ રહેશે. કુંવારાઓ માટે સમય સારો. નોકરી-વેપારમાં પ્રગતિ જણાય. શુભ કાર્યોનું આયોજન થાય. યાત્રા-પ્રવાસની તક ઊભી થાય. મિત્રો તથા સ્વજનો રાહત અપાવે. જમીન-મિલકતના પ્રશ્નો યથાવત્ રહે. પતિ-પત્નીના મતભેદો દૂર થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આર્થિક વ્યવસ્થામાં સરળતા જણાશે. કોર્ટકચેરીના કાર્યોમાં રાહત જણાય. નાણાંકીય સ્થિતિમાં સુધારો થાય. ચિંતામાંથી મુક્તિ મળે. નવા મિત્રો વધશે. ઓળખાણ કામ લાગશે. લાભની તકો મળશે. વિદ્યાર્થી માટે રાહતજનક સમય. નાણાંકીય સદ્ધરતા વધશે. અટવાયેલા નાણાં પરત મળશે. ચિંતાઓ ઓછી થાય. સંતાનો તરફથી શુભ સમાચાર મળશે. વેપારમાં ભાગીદારોનો સહકાર મળશે. નોકરીમાં રાહત જણાય. શુભ સમાચાર મળે. માંગલિક પ્રસંગોનું આયોજન થાય. યાત્રા-પ્રવાસ ગોઠવાય. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. આ સમય લાભદાયક બનશે. ધાર્મિક અને સામાજિક કાર્યો માટે દોડધામ વધશે. સમય જોઈને ચાલવું હિતાવહ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter