તા. ૨૧ એપ્રિલથી ૨૭ એપ્રિલ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 20th April 2018 06:06 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ સમયની સાથે સાથે વિચારો બદલવા પડશે. જીદ્દી અને ગુસ્સાભર્યા સ્વભાવથી નુકસાનનો ભય રહેશે. દેવું થાય તેવો ખર્ચ આ સમયે ન કરવો તમારા હિતમાં છે. વેપારમાં થોડીક મંદી રહે. નવીન કાર્યોના વિચારો મૂંઝવણ ઊભી કરશે. નોકરીમાં જોઈજાળવીને નવી જવાબદારી સ્વીકારશો. સંતાનની બાબતો અંગે કાળજી લેવી રહે. નાણાંકીય મુદ્દે ચિંતા રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ દામ્પત્યજીવનમાં બીજી વ્યક્તિઓની અદેખાઈનો ભોગ ન બનાય તે જોશો. તમારી અંગત બાબતો બીજાને જણાવતાં પહેલાં ખાસ વિચાર કરશો. મિત્રો અને સ્વજનો તરફથી મતભેદો ઊભા થાય. આર્થિક બાબતે વહેવાર સાચવવો હિતાવહ છે. લેણાં નીકળતા પૈસા પરત મળવામાં વિલંબ થાય. અવિવાહિત યુવક-યુવતીઓ માટે આ સમયને નવા પાત્રના માંગા આવશે. ક્રમશઃ પ્રગતિના યોગ છે.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારી ચિંતાઓ અને મૂંઝવણો યથાવત્ રહેશે. વગર કારણે લીધેલી જવાબદારીથી વધુ ભારણ રહેશે. નવી ઓળખાણમાં ક્રમશઃ આગળ વધશો તો હિતાવહ રહે. યાત્રા-પ્રવાસમાં થોડીક વધુ કાળજી લેવી હિતાવહ રહે. મિલકતના કામકાજમાં અવરોધો આવશે. છતાં સમય જોઈને ચાલશો. કુંવારા પાત્રો એ માત્ર વાતોથી સંતોષ માનવો પડશે. મનગમતું પાત્ર મળતાં વાર લાગશે. સ્વજનો મિત્રોની મદદ મળશે.

કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે વિરોધીઓ તમને નીચે પાડવા પ્રયત્ન કરશે. જોકે તે ફાવશે નહીં. સગા-સંબંધીઓને મદદ કરવી પડશે. બચેલા નાણાં ખર્ચાઈ જવા સંભવ છે. નવી સ્થાવર મિલકત ખરીદવા માટેનો સમય હવે પાકી ગયો છે. જૂની હશે તો રિપેરીંગ માટે ખર્ચા કરવા પડશે. જમીન, ફેકટરી વિગેરે માટેની ઇચ્છાઓ હશે તો તેને બળ મળશે. ધાર્મિક લાભ અને સામાજિક કાર્યો માટે દોડધામ વધશે.

સિંહ (મ,ટ)ઃ તંદુરસ્તી બાબતે આ સમય ધ્યાન રાખવાનો છે. વાહનનું ડ્રાઇવિંગ કરતી વખતે કાળજી લેવાનું સલાહભર્યું રહેશે. નવી પ્રોપર્ટી ખરીદતાં પહેલાં સાવધાની રાખવી. દસ્તાવેજ - લોન દ્વારા ઇચ્છિત નાણા મેળવવામાં વિલંબ થાય. લગ્નઇચ્છુકો માટે આ સમય અવરોધ ઉભો કરશે. ધર્મલાભથી શાંતિ મળશે. સંતો-મહાપુરુષોની મુલાકાત આત્મબળ વધારશે. પ્રવાસનું આયોજન થાય. સંતાન અંગે ચિંતા રહેશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આયોજન વગરનું કામ કરતાં પહેલાં કાળજી લેશો. આ સમયે આળસ ત્યજીને કામગીરી કરશો તો વધુ સફળતા મેળવી શકશો. વેપારમાં યથાવત્ સ્થિતિ રહે. કૌટંબિક કામો થોડીક દોડધામ કરાવશે. આત્મબળને ટકાવી રાખવું જરૂરી છે. મિલકતની ખરીદી બાબતે નવા વિચારો આવશે. અન્યના કાર્યો માટે જવાબદારી ઉઠાવવી પડશે. જોકે સ્વજનો-મિત્રોનો સહયોગ અનાયાસ કામ લાગશે. ક્રમશઃ પ્રગતિ હાંસલ કરશો.

તુલા (ર,ત)ઃ સમયની સાથે તમારો વિકાસ અને પ્રગતિ થશે. માર્ગમાં રહેલા અવરોધો હવે દૂર થતાં જણાશે. અટકેલા કામો આગળ વધતાં જોઈ શકશો. માનપાન અને લાગણી મેળવશો. વાંચન અને મનન-ચિંતનની ઇચ્છાઓ પ્રબળ બનશે. ન ધારેલા કાર્યોમાં પ્રવાસ કરવાની તક મળે તો નવાઈ નહિ. દામ્પત્યજીવન સારું રહે. તંદુરસ્તી બાબતે ચિંતામાં ઘટાડો થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અશાંતિનું મૂળ વિનાકારણ ચિંતાઓ છે. આ મુદ્દે સાચવવું પડશે. બીજાની ચિંતાઓ વધુ તકલીફ ઊભી કરશે. મન વ્યથિત રહ્યા કરશે. નાણાંકીય ભીડ યથાવત્ રહે. કુંવારા વ્યક્તિઓ માટે ચર્ચાઓ, વાતચીતનો દોર લંબાશે. મનગમતું પાત્ર મેળવવામાં વિલંબ બાદ સફળતા પણ મળશે. પ્રિય પાત્રો નજીક આવશે. વેપારમાં ચઢાવ-ઉતાર જોવા મળશે. આમ છતાં લાભમાં રહેશો. લોટરી-શેરમાં કાળજી રાખવી.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ જીવનમાં અતિ મહત્ત્વપૂર્ણ ખરીદી કરવાનો મોકો કદાચ મળશે. છતાં જોઈજાળવીને કામગીરી કરશો તો નુકસાનથી બચશો. લોટરી-શેરમાં નુકસાન છે. રોકાયેલા નાણાંમાં થોડોક લાભ મળવાના યોગો બળવાન બનશે. અધૂરા કાર્યો પૂર્ણ થવામાં મદદ મળશે. નોકરી-વેપારમાં આનંદના સમાચાર મળશે. મનમાં ઉત્સાહ અનુભવશો. માંગલિક અને ધાર્મિક પ્રસંગોમાં ઇચ્છિત પ્રવાસ કરવાની તક મળશે. નાણાંકીય સ્થિતિ સુધરશે.

મકર (ખ,જ)ઃ યાત્રા-પ્રવાસમાં જવાની ઇચ્છાઓ સાકાર થાય. તંદુરસ્તી બાબતની ચિંતાઓ ઓછી થાય. ગુપ્ત ચિંતાઓમાંથી મુક્તિ મળશે. હવે બીજાઓના દબાણમાં રહીને કામગીરી કરવાના નિર્બળ વિચારો ખંખેરાઈ જશે. સ્વવિચારોથી આગળ વધવાની તકો બળવાન રહેશે. સંતાનની ચિંતાઓ ઓછી થશે. મન ટેન્શનમુક્ત બનશે. નવીન વાહનની ખરીદી સાનુકૂળ રહેશે. મિત્રો તરફથી લાગણીનો ભાવ જોવા મળશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ ધાર્મિક અને સામાજિક કાર્યોને લઈ થોડી ચિંતાઓ વધશે. જોકે સંતો-મહાપુરુષોના મિલનનો આનંદ પણ મળે. વડીલો તરફથી માનપાન મળશે. એકબીજા પરત્વેની આત્મીયતા વધશે. પ્રિયપાત્રો તરફથી હૂંફ મળશે. સંતાનોની મદદ મળશે. ધંધા-વેપારમાં રાહત જણાય. નોકરીમાં કાર્યભાર વધે. નવી નોકરી માટેની તકો વધશે. વાહન ચલાવવામાં તેમજ ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓના ઉપયોગમાં કાળજી રાખવી હિતાવહ રહેશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સ્વજનો અને મિત્રો દ્વારા ઇચ્છીત કાર્યોમાં બળ મળશે. જુદા-જુદા કાર્યોમાં મન સતત વ્યસ્ત રહેશે. સતત દોડધામથી આરામની જરૂરત ઊભી થશે. તંદુરસ્તી બાબતે પણ કાળજી રાખવી હિતાવહ રહે. સંતાન બાબતે થોડીક ચિંતાઓ ઓછી થાય. કૌટુંબિક જીવન સરળ થતું જણાય. મિલકતમાં સુધારો-વધારો કરવાના તેમજ નવીન ચીજવસ્તુની ખરીદી માટેના યોગો વધુ બળવાન બનશે. નોકરીમાં કામનો બોજ વધશે. વેપાર-ધંધામાં પ્રગતિ જોવા મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter