તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૧૫થી ૨૮ ઓગસ્ટ, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 19th August 2015 09:48 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ તમારા મનની મુરાદો સાકાર થતી જણાય. ઇચ્છિત સાનુકૂળતા ઊભી થાય તેનો લાભ ઉઠાવજો. લાગણીઓના ઘોડાને કાબૂમાં રાખશો તો માનસિક શાંતિ જાળવી શકશો. આ સમયગાળામાં આર્થિક પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય છે. આવકવૃદ્ધિ માટે પ્રયાસો સફળ થતાં લાગે. નોકરિયાતો માટે વાતાવરણ સાનુકૂળ બનતું જણાશે. લાંબા સમયથી અટકેલા લાભો અને બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં પ્રશ્નોનો ઉકેલ મળતાં રાહત જણાશે. જોકે ધીરજની કસોટી થતી જણાશે. કાલ્પનિક ચિંતાઓને જાકારો આપશો તો જ ઝડપી પ્રગતિ શક્ય બનશે. આર્થિક આયોજન તરફ પૂરતું ધ્યાન નહીં આપો તો નાણાકીય મુશ્કેલી વધી શકે છે. નોકરિયાતોને આ સમયગાળામાં કામકાજનો બોજો વધતો જણાશે. હરીફો અને સહકર્મચારીઓ સાથે મતભેદ વધનારો સમય છે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં વધુ કામકાજના કારણે મનની શાંતિ હણાતી જણાશે. વધારાના ખર્ચના પ્રસંગો પણ જોવા પડશે. સંતાનો અંગેની સમસ્યાઓ વધતી જોવા મળશે. પ્રતિકૂળતા અને અજંપાનો અનુભવ થાય. મકાન કે જમીન અંગેની સમસ્યાનો ધાર્યો ઉકેલ ન આવતા અસંતોષ જણાય. આ સમયગાળો નોકરિયાતો માટે નવા પરિવર્તનો લઇને આવશે.

કર્ક (ડ,હ)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે, જેને પાર કરવા તરફ તમારે મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. કોઇ પણ ઉતાવળા સાહસથી દૂર રહેજો. અકારણ વિખવાદ કે ઘર્ષણમાં ઉતરશો તો દુઃખી થશો. આર્થિક દૃષ્ટિએ તમારી ચિંતા યા બોજો હળવા થતા જણાશે. નાણાકીય ગોઠવણો થતી જણાશે. ઉઘરાણી કે લેણાના કાર્યો પાર પાડી શકશો. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલીઓ હશે તો દૂર થશે. વેપાર-ધંધામાં નવીન તક ભવિષ્યમાં લાભકારક પુરવાર થશે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન નસીબ સાથ આપતું હોવાથી નવીન કાર્યોમાં પ્રગતિ થતી જણાય. વિઘ્નોને પાર કરી શકશો. ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો જણાય. અલબત્ત, આર્થિક જવાબદારીમાં વધારો થશે. લાભ કે આવકના સંજોગો અલ્પ જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય મિશ્ર પુરવાર થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિમાં વિલંબ જોવા મળે. ધીરજ લાભકારક પુરવાર થશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં અગત્યના પ્રશ્ને મૂંઝવણ અને તણાવ અનુભવશો. તમારી ગણતરી પ્રમાણે ન થવાથી નિરાશા વર્તાશે. જોકે મનોબળ મક્કમ રાખજો. આર્થિક મૂંઝવણના કારણે આ સમયમાં કેટલીક નવીન કામગીરી અને યોજનાઓમાં અવરોધો જણાય. નોકરિયાતો માટે આ સમયગાળો કોઈ મહત્ત્વની તક આપનાર છે. નવી નોકરી મેળવી શકાશે. વેપાર-ધંધામાં લાભ અટક્યો હશે તો મળવાની આશા છે. વિરોધીઓ ફાવશે નહીં.

તુલા (ર,ત)ઃ મનની ઇચ્છાઓ સાકાર ન થતાં માનસિક અશાંતિ કે અજંપો વર્તાશે. માર્ગઆડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાશે. આવકવૃદ્ધિ થતાં કે કોઈ જૂનો લાભ મળતાં આ સમય રાહત આપતો પુરવાર થશે. આર્થિક જવાબદારી નિભાવવા પૂરતી જોગવાઈ થઇ શકશે. શેર-સટ્ટાથી લાભ મળવાની કોઇ શક્યતા ન હોવાથી જોખમ ટાળજો. નોકરિયાતો માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય વધુ મૂંઝવણ અને એક પ્રકારનો અજંપો સૂચવે છે. ધૈર્યથી કામ લેવું જરૂરી છે. તમે જે લાભની આશા રાખી રહ્યા છો તે હજુ મળે તેમ લાગતું નથી. આવક વધવાના યોગ નથી. શેર-સટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડશે. સારી નોકરી મેળવવાના નોકરિયાતોના પ્રયત્નો ફળદાયી બનશે. વર્તમાન નોકરીના પ્રશ્નોના ઉકેલમાં સાનુકૂળતા સર્જાશે. બદલી-બઢતી અંગેના કાર્યોમાં સફળતા મળશે. મકાન-મિલકતના કામકાજો માટે જરૂરી તકો અને સાનુકૂળતાઓ મેળવી શકશો.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ મનોકામનાની પૂર્તિઓ માટે સંજોગો સુધરતા જણાશે. નવી આશાઓ જન્મશે. અશાંતિના વાદળો હઠતા જણાય. નાણાભીડ કે નાણાકીય તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. કોઈ જૂનું લેણું પરત મળવા સંભવ છે. મકાન યા વાહનની ખરીદી માટેના તમારા પ્રયત્નો સફળ નીવડે. નોકરિયાતોને સફળતા મળે. ઉપરી અધિકારી વર્ગ તરફથી સહકાર સાંપડે. વેપાર-ધંધામાં પ્રગતિકારક તકો વધતી જણાશે.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં તબિયતના કારણે અસ્વસ્થતા વધતી જણાય. ખોટી ચિંતા પણ રહેશે. મનની મુરાદ મનમાં જ રહેતી લાગે. વધુ મહેનત અને ફળ અલ્પ જણાશે. મન પર ભાર વધતો જણાય. નાણાકીય દૃષ્ટિએ આ સમય કટોકટીભર્યા જણાય છે. આર્થિક કાર્યોમાં અંતરાયો જોવા મળશે. અટવાયેલા લાભ કે લેણાં મળવામાં હજી સમય લાગશે. નાણાકીય સમસ્યાઓ વધુ ગૂંચવાય નહીં તે જોવું રહ્યું. નોકરિયાતોને યથાવત્ સ્થિતિ જણાશે. ધંધા-વેપારમાં હજુ ધાર્યું ફળ મળે નહીં.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ માનસિક ઉશ્કેરાટ યા ઉગ્રતા વધવાના પ્રસંગો સર્જાશે. સંયમથી વર્તશો તો પરિસ્થિતિ બગડતી અટકાવી શકશો. ઉતાવળા નિર્ણયો ન લેવાની સલાહ છે. તમારી આસપાસની સ્થિતિ મનોસંઘર્ષ પેદા કરશે. નાણાકીય બાબતો પ્રત્યે વધુ તકેદારી માંગી લેતો સમય છે. કૌટુંબિક ખર્ચા ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પરનો બોજો વધે તેવા યોગો સૂચવે છે. આર્થિક સ્થિતિ સંતોષકારક થવામાં વિલંબ જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં મનોબળ વધે તેવા પ્રસંગો સર્જાશે. ચિંતા-ઉદ્વેગથી રાહત મળશે. સંજોગો વિપરીત જણાવા છતાં સફળતા મળતાં તમારો ઉત્સાહ વધશે. આવકમાં હાલ વૃદ્ધિનો અવકાશ જણાતો નથી. આર્થિક જવાબદારીઓની ચૂકવણીઓ સામે ઉઘરાણી મેળવવા પ્રયત્નશીલ બનજો. વિરોધીઓની ચિંતા કર્યા વિના આગેકૂચ કરતા રહો. કાર્યસફળતાના યોગ છે. નોકરિયાતને પ્રમોશન મળે. રચનાત્મક ફેરફારો થાય. વેપાર-ધંધામાં ચિંતા હળવી બને.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter