તા. ૨૨ જૂન થી ૨૮ જૂન ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 21st June 2019 07:33 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ તમારી ધારણા કે અપેક્ષા કરતાં પ્રતિકૂળ સંજોગો જણાશે. અશાંતિ અને ઉત્પતિ વધશે. મનમાં અજંપો વર્તાશે. આર્થિક સમસ્યા ઘેરી જણાય તો પણ સતત કાર્યશીલ રહેશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં કામ ઉકેલાશે. ધીરજની કસોટી થશે. નોકરીના ક્ષેત્રે હજુ સંજોગો સુધરતા જણાતા નથી. નોકરીમાં પરિવર્તન માટે હજુ સમય આવ્યો નથી. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થશે. સંપત્તિ-મકાન કે જમીનને લગતા પ્રશ્નોથી ચિંતા રહે. મકાન બદલવાની ઇચ્છા વિલંબમાં પડે. ગૃહજીવનનું વાતાવરણ ડહોળાતા અશાંતિ, ગેરસમજ વધશે. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા થાય નહીં તે જોવું રહ્યું.

વૃષભ (બ,વ,ઉ,)ઃ ચિંતાના વાદળો વિખેરાતા તમારું મનોબળ સ્વસ્થ બનશે. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો હશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ખર્ચાઓ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. સારો લાભ મળશે. નોકરિયાતો માટે ગ્રહયોગ શુભ છે. વિરોધીના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના મુદ્દે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક બનશે. સંપત્તિમાં વૃદ્ધિના યોગ છે. મહત્ત્વની ખરીદી થાય. મકાન-જમીનને લગતા કામકાજો હલ કરી શકશો. કૌટુંબિક સંપત્તિ અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકશો. ગૃહજીવનની સમસ્યા હશે તો તેનો સાનુકૂળ ઉકેલ લાવી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં અંગત કારણસર અજંપો કે બેચેનીનો અનુભવ કરાવતું વાતાવરણ રહેશે. ધાર્યું ન થવાથી નિરાશા કે હતોત્સાહિત ન થશો. મનોબળ ટકાવી રાખજો. નાણાંકીય દૃષ્ટિએ સમય સુધારો સૂચવે છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. અટવાયેલા નાણા મળે. ઉઘરાણીના કામકાજ પાર પડતા જણાશે. નોકરીની પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. વિરોધીઓ ફાવી શકશે નહીં. વ્યવસાયિક દૃષ્ટિએ ધીમો પણ આશાસ્પદ વિકાસ શરૂ થશે. મહત્ત્વની ખરીદી થાય. અંગત સમસ્યાનો ઉકેલ મળશે. દામ્પત્યજીવનમાં નજીવા મતભેદો સિવાય શાંતિ જળવાશે. લગ્ન-વિવાહની વાતચીતો માટે સમય સાનુકૂળ જણાય. વિરોધીઓના પ્રયત્નો નિષ્ફળ જશે.

કર્ક (ડ,હ)ઃ લાગણીઓના ઘોડાપૂરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો સર્જાય. કૌટુંબિક અને ગૃહજીવનને લગતાં ખર્ચાનું પ્રમાણ સવિશેષ રહેતા નાણાંભીડ રહે. નવીન મૂડીરોકાણ સમજીવિચારીને કરવું રહ્યું. ખર્ચાનું પ્રમાણ સવિશેષ રહેતા નાણાંભીડ રહે. આવકવૃદ્ધિના તમારા પ્રયાસો પૂર્ણ સફળ થશે નહીં. નોકરિયાતો માટે સમય મહત્ત્વનો નીવડશે. મહત્ત્વના લાભની આશા રાખી શકશો. જમીન-મકાનની લે-વેચના કામમાં વિઘ્નો જણાશે. ધાર્યા પ્રમાણે સમસ્યા હલ થાય નહિ. આથી માનસિક બોજો વધે. ગૃહજીવનના મતભેદો સહકાર-સમજદારી થકી ઉકેલી શકશો.

સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. પ્રયત્નો કે કામગીરીઓ મુજબ યશ કે લાભ ન મળવાથી મનમાં ઉદ્વેગ વધે. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડે. આ સમય નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતાપ્રદ જણાશે. નવા ફેરફાર થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજો ખૂલશે. પ્રશ્નો સમાધાનથી ઉકેલવા સલાહ છે. દામ્પત્યજીવનમાં સંવાદિતા અને સહકારનું વાતાવરણ જળવાશે. અવિવાહિતોના લગ્ન માટે સમય શુભ છે. ભ્રાતૃવર્ગ સાથે વિખવાદ બાદ સમાધાન થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારું સ્વાસ્થ્ય સાચવવું. આ સમયમાં નાણાંકીય આયોજન વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધે. ખોટા ખર્ચ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણી મળવામાં વિલંબ જણાશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ જણાશે. નોકરિયાતોને કેટલીક પ્રતિકૂળતાના કારણે તાણ વર્તાય. ધાર્યું કામ થાય નહિ. વિઘ્નો વધતા લાગે. ગૂંચવાયેલી સમસ્યા યથાવત્ રહે. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો મુશ્કેલીરૂપ બનશે. સંપત્તિ યા મિલકતની સમસ્યાઓ ગૂંચવાયેલી લાગે. ધીમી પ્રગતિ થાય. નાણાંકીય દેવડદેવડ કોઈના ભરોસે કરવી નહિ. યાત્રા-પ્રવાસમાં ધાર્યું ફળ ન મળે.

તુલા (ર,ત)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જળવાશે. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજ પાર પડશે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય અને કાર્યસફળતા મળે. નોકરિયાતોને સમસ્યાના ઉકેલમાં સાનુકૂળતા વર્તાશે. વિરોધીઓ - હિતશત્રુઓ ફાવે નહિ. ઉકેલ મળે. મકાન-મિલકત, જમીનના કામકાજો માટે જોઈતી તકો તથા સાનુકૂળતા મેળવી શકશો. પુરુષાર્થ ફળદાયી બનશે. સંપત્તિમાં લાભ મેળવી શકશો. ગૃહજીવનની સમસ્યાના ઉકેલનો માર્ગ મળશે. ગેરસમજો દૂર થશે. પ્રવાસ-પર્યટન માટે સમય સાનુકૂળ જણાય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અશાંતિ કે તંગદિલીના પ્રસંગો ઘટશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ છે. અટવાયેલા કામકાજો ઉકેલાશે. ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળે. નોકરીની સારી તક મળે. વેપારી વર્ગ યા ધંધાર્થી માટે પણ સફળતા અને વિકાસનો સમય છે. મોટી તકરારમાં ન પડવું. મનને શાંત રાખીને પ્રશ્નો હલ કરવા. ગૃહજીવનની પરિસ્થિતિ મને મૂંઝવતી જણાશે. નાહકની ગેરસમજોથી માનસિક તાણ - વ્યથા સર્જાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારા માર્ગ આડેના વિઘ્નો દૂર થાય. તમારા માર્ગે સફળતાપૂર્વક આગળ વધી શકશો. ખર્ચ-વ્યયનું પ્રમાણ વધતું જણાશે. ખર્ચ-ખરીદી પર કાબુ રાખજો. આર્થિક મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ નીવડશે. હાથ ધરેલા કામકાજમાં સફળતા - યશ-માન મળે. હિતશત્રુ પર વિજય મળે. વેપાર-ધંધાની સ્થિતિ સુધરતી જણાશે. વૃદ્ધિ - લાભની આશાઓ ફળશે. સરકારી કામકાજ ઉકેલી શકશો. કૌટુંબિક વિવાદોનો નિવેડો આવતો જોઈ શકશો. સામાજિક વાતાવરણ વ્યથા આપશે. કેટલાક નિર્ણયોથી કામ વિલંબમાં પડશે. સ્વસ્થતાથી નિર્ણય કરવા સલાહ છે. કોઇ મહત્ત્વની વ્યક્તિ ઉપયોગી બનશે. આરોગ્યની ખાસ કાળજી લેજો.

મકર (ખ,જ)ઃ લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. જરૂર કરતાં વધુ ખર્ચ - હાનિના પ્રસંગો સામે આવકનું પ્રમાણ ચિંતા જન્માવશે. કરજનો ભાર અકળાવશે. નવા મૂડીરોકાણને ત્યાગજો. નોકરિયાતોને ઉપરી કે સહકર્મચારી વર્ગ જોડે મતભેદના પ્રસંગો સર્જાય. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતા અવરોધોને પાર કરી શકશો. મકાન બદલવું હશે યા નવું લેવું હશે, પણ સંજોગોની પ્રતિકૂળતાના કારણે તે ઇચ્છા બર આવે નહીં. વિવાદાસ્પદ પ્રસંગોથી દૂર રહી સમાધાનકારી વલણ લેવું. ગૃહજીવનમાં અકારણ અજંપાનું વાતાવરણ રહે. કોર્ટ-કચેરી અને સરકારી કામોમાં મુશ્કેલી યથાવત્ રહેતી જણાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી માનસિક ચિંતા કે સમસ્યાનો ઉકેલ મળે. મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાંકીય મુશ્કેલીનો ઉકેલ મળે. તમારા ખર્ચ અને દેવાને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરી શકશો. નોકરિયાતોએ હિતશત્રુથી સાવધ રહેવું. વેપાર-ધંધાની કામગીરી માટે ગ્રહયોગ મંદ ફળ આપનાર છે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબત માટે સમય સાનુકૂળ તથા શુભ છે. યાત્રા-પ્રવાસની તક મળે. જીવનસાથીનો સહકાર - પ્રેમ વધે. અંગત આરોગ્યની તકેદારી લેજો. સ્વજનની તબિયત અંગે ચિંતા રહેશે. કોર્ટ-કચેરી, સરકારી કામ માટે સમય સારો નથી. સંપત્તિ સંબંધિત પ્રશ્નો હલ થતાં જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાંકીય મુશ્કેલીઓનો ઉકેલ આવતો જણાશે. નોકરિયાતોએ હિતશત્રુઓથી સાવધ રહેવું. માનસિક અકળામણ જણાશે. નોકરીને લગતા પ્રશ્નો હજી યથાવત્ રહે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબતો માટે સમય સાનુકૂળ છે. યાત્રા-પ્રવાસની તક મળે. સંપત્તિ-મકાન-જમીન અંગેના પ્રશ્નો હલ થતાં જણાશે. મકાનની લે-વેચ થઈ શકશે. ભ્રાતૃવર્ગનો સહકાર મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter