તા. ૨૩ મે, ૨૦૧૫થી ૨૯ મે, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 20th May 2015 03:21 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં વિના કારણ ચિંતાના કારણે માનસિક તાણ વર્તાશે. કાલ્પનિક ભય રાખવાની જરૂર નથી. તમારા પ્રયત્નો લાંબા ગાળે સફળતા જરૂર આપશે. જોકે ઝડપી પરિણામોની આશા રાખશો નહીં. કેટલાક ઉદ્વેગજનક પ્રસંગોના કારણે મન અશાંત રહે. નાણાંકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારી આર્થિક જવાબદારીઓને પહોંચી વળવાની વ્યવસ્થા ઊભી થઇ શકશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ અકારણ ચિંતાઓના કારણે ટેન્શન રહેશે. જોકે તમે વધુ કાર્યરત રહીને કાર્યપદ્ધતિમાં થોડોઘણો ફેરફાર કરીને તનાવથી બચી શકશો. અલબત્ત, ઝડપથી પરિણામની આશા રાખતા હશો તો તેમ થશે નહીં. સંજોગો સુધરતા તથા કેટલાક સારા લાભની તક મળતાં આવક વધશે. બાંધી આવકવાળાને જરૂર પડે નાણાંકીય વ્યવસ્થા થઈ શકશે. આર્થિક દૃષ્ટિએ કોઈ વાંધો આવે તેમ લાગતું નથી.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશાનો અને સફળ રહેતા સક્રિયતા વધશે. મુશ્કેલીના વાતાવરણમાંથી બહાર નીકળી શકશો. આગળ વધો અને ફતેહ મેળવો. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહીને ચાલશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતા તમારા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થશે. વધારાના લાભની આશા અંશતઃ ફળે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ નીવડશે.

કર્ક (ડ,હ)ઃ તમારી મહેનતનું ફળ મેળવવા માટે ધીરજ રાખવી પડશે. ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતા તમારી પ્રગતિ થયા વિના રહેશે નહીં. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણો સૂચવે છે. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે. એકાદ-બે મોટા ખર્ચ કરવા પડશે. ધીરેલા કે ફસાયેલા નાણાં મળતાં રાહત થાય. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડતો જણાય. વેપાર-ધંધામાં અવરોધોની ચિંતા કરશો નહીં.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહ પ્રવૃત્તિમય અને ઉદ્યમી રહેશે. વધારાના કામકાજથી જવાબદારીના કારણે માનસિક તાણ રહેશે. આર્થિક દૃષ્ટિએ સમય સુધારાજનક અને સાનુકૂળ જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ મળશે. નોકરિયાતો માટે આ સમય સાનુકૂળ અને પ્રગતિકારક જણાય છે. અટવાયેલા લાભો મેળવી શકશો. તમારા માર્ગમાં અવરોધ સર્જવા ઇચ્છતા લોકો ફાવશે નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ મહત્ત્વની યોજનાઓની સફળતા સાથે વિકાસ થતો જણાશે. માનસિક હળવાશ અનુભવી શકશો. આર્થિક ક્ષેત્રે સુધારાજનક સંજોગો ઊભા થતા જોવા મળશે. તો બીજી બાજુ ખર્ચાઓ, મૂડીરોકાણ અને ચૂકવણીના કારણે ચિંતા પણ વધી પડશે. વ્યાવસાયિક ક્ષેત્રે પ્રતિકૂળતાઓ અને પડકારો વચ્ચેથી પસાર થવું પડશે અને તેમાંથી તમે વિજયી બનીને ઉભરશો.

તુલા (ર,ત)ઃ લાગણીના ઘોડાપૂરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ-વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જણાશે. મુશ્કેલીઓને તમે કુનેહપૂર્વક પાર પાડી શકશો. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાય છે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ખર્ચા માટે જરૂરી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. મિત્રો અને સ્વજનો ઉપયોગી બનશે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક તંગદિલી કે અકળામણમાં વધારો થશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિ વર્તાશે. બાહ્ય પરિસ્થિતિ મન પર ભારણ ન વધારે તે જોવું રહ્યું. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધશે અને લાભમાં અંતરાય જણાશે. વિશ્વાસે ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડવાનું ટાળજો. નુકસાન- હાનિનો યોગ છે. નોકરિયાતનો ઉત્સાહ વધે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખુલતો લાગે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ હાલના સંજોગોથી ડરવાની જરૂર નથી. નિરર્થક ચિંતા કરશો નહીં. યોગ્ય દિશાના પ્રયત્નો જરૂર ફતેહ અપાવશે. મનોબળ-ઉત્સાહ વધારજો. આવકની દૃષ્ટિએ બહુ સાનુકૂળતા જણાશે નહીં. ખર્ચનું પ્રમાણ વધે તેમ હોવાથી તેની ગોઠવણ પાછળ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. નોકરિયાતને મુશ્કેલી અને અડચણો હશે તો દૂર થવા લાગે. ગેરસમજો દૂર થશે. વેપાર-ધંધામાં પ્રતિસ્પર્ધીઓની કારી ફાવશે નહીં.

મકર (ખ,જ)ઃ સંજોગો સાનુકૂળ બની રહ્યા હોવાથી માનસિક ચિંતાઓનો બોજ હળવો થાય. આશાવાદી કાર્યરચનાના સાકાર થતાં ઉમંગ-ઉત્સાહ વધશે. જેટલા વધુ કાર્યશીલ થશો તેટલો આનંદ મળશે. નાણાંકીય રીતે અણધાર્યા લાભ મળે નહીં. ખર્ચનું પ્રમાણ વધુ રહેશે તેથી સાચવીને નાણ વાપરવાની સલાહ છે. નોકરિયાતોને જો કોઈ સમસ્યા હોય તો ઉકેલાશે. બદલી અને બઢતી બાબતમાં સાનુકૂળ માર્ગ નીકળે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન પરિસ્થિત કે સંજોગો ગમે તેટલા પ્રતિકૂળ લાગે તો પણ તમે સફળતાપૂર્વક તેમાંથી બહાર નીકળી શકશો. મનોબળ મક્કમ બનશે અને ઉત્સાહ વધશે. આર્થિક દૃષ્ટિએ આ સમય મધ્યમ છે. એક બાજુથી આવક વધે તો બીજી બાજુ ખર્ચાઓ પણ વધશે. અલબત્ત, આર્થિક મુશ્કેલીઓ ઝાઝી ટકશે નહીં. સારો રસ્તો મળતો રહેશે. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં માનસિક મૂંઝવણ વધે તેવા પ્રસંગો પેદા થશે. ધાર્યું કામ સારી રીતે પાર ન પડતાં તાણ વધશે. અંગત અને સાંસારિક પ્રશ્નોથી તમારી સ્વસ્થતા અને શાંતિમાં ખલેલ પડતા જણાય. આ સમયના ગ્રહયોગ દર્શાવે છે કે આર્થિક મુશ્કેલી હેરાન કરશે. નોકરિયાતોને મહત્ત્વની સમસ્યાનો ઉકેલ મળી આવતા આનંદ થશે. બગડેલી બાજી સુધારી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય સાનુકૂળ અને પરિવર્તનસૂચક જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter