તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૦થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 23rd October 2020 16:26 EDT
 
 

મેષ (અ,લ,ઇ)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય વધુ મૂંઝવણ અને એક પ્રકારની અજંપાની ભાવનાથી બોજો સૂચવે છે. ધીરજ દાખવવી પડે. અકળામણ વધશે. તમે જે લાભની આશા રાખો છો તે હજુ આ સમયમાં મળે તેમ નથી. આવકના નવા માર્ગ મળે નહિ. શેર-સટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડે. નોકરિયાતો માટે સફળતા અને પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળે. સંજોગો સાનુકૂળ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન મહત્ત્વની કાર્યરચના સાકાર થતી જણાય. માનસિક શાંતિ મળે. સર્જનાત્મક કામ થઈ શકે. નિરાશાના વાદળો વિખેરાતાં લાગે. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી થાય. નોકરિયાત માટે સફળતા અને પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધે. લાભદાયી કાર્ય પાર પડે. જમીન-મકાનના કાર્ય માટે આ સમય શુભ છે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં માનસિક સ્થિતિ તણાવયુક્ત બનતી જોવા મળે. જોકે માનસિક અશાંતિ કે તાણના બનાવોથી મુક્તિ મેળવવામાં ગ્રહો મદદરૂપ નીવડશે. અલબત્ત, કેટલાક અન્ય વ્યક્તિો સાથેના માનસિક સંઘર્ષોના પ્રસંગો સર્જાય. કૌટુંબિક ખર્ચ આવી પડે. નોકરિયાતના પ્રશ્નો હલ થતા જણાય.

કર્ક (ડ,હ)ઃ આપના કાર્યોમાં સફળતા મળતાં આનંદ-ખુશી જણાય. મનની ઈચ્છાઓ પૂરી થતી જણાય. બેચેનીનો બોજ હળવો થાય. નાણાકીય મૂંઝવણનો ઉપાય મળશે. કોઈની મદદથી તમારી ચિંતા દૂર થશે. તમે જે લાભનો પ્રયત્નો કરશો તે સફળ થશે. અવરોધોને પાર કરી શકશો. નોકરિયાત માટે આ સમય મહત્ત્વની તક આપનાર છે.

સિંહ (મ,ટ)ઃ આ સમયગાળામાં માનસિક બળ જાળવવું. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા નહી મળે. ભલે વિપરિત સંજોગો દેખાય ચિંતા કરશો નહીં. તમારી આવક અને જાવક પર વિશેષ ધ્યાન આપજો. નોકરિયાત માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય છે. અટવાયેલા લાભ મળે. કામકાજ પાર પડે. સારી તક મળે. વેપારમાં ઉન્નતિ જણાય. વિરોધીઓ, હરીફો પર વિજય મળે.

કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથા અનુભવતા મનને સક્રિય રાખજો. તેથી તમે વધુ નિરાશામાંથી ઉગરી શકશો. આવકમાં વૃદ્ધિને અવકાશ જણાતો નથી. ચૂકવણીઓની સામે ઉઘરાણી મેળવવા પ્રયત્ન કરશો તો મળવાની થોડી સંભાવના છે. નોકરિયાતને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી નીકળાશે. મકાન ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં માનસિક મૂંઝવણ વધે છે તેવા પ્રસંગો પણ થશે. ધાર્યું કામ સારી રીતે પાર પાડવાની તાણ વધે. અંગત તથા સાંસારિક પ્રશ્નોથી તમારી સ્વસ્થતા અને શાંતિમાં ખલેલ પડતા જણાય. આ સમયમાં તમારી રચનાત્મક આવૃત્તિઓનો વિકાસ થશે. નોકરીના કામ માટે સમય શુભ નથી. માનસિક વ્યથા-વિવાદ વધશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આપ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે અનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. નાણાકીય પરિસ્થિતિ વધુ કથળે. આવક વધવાના પ્રયત્નો સફળ થાય. લગ્ન-વિવાહ અંગેની વાતચીતો ફળશે. કૌટુંબિક પ્રશ્નોને હલ કરી શકશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં માનસિક શાંતિ અને આનંદ જણાશે. પ્રગતિકારક સંજોગો નવી આશા પ્રેરશે. મૂંઝવણો હલ થાય. અગત્યના નાણાકીય પ્રશ્નો હલ થતાં સફળતા મળે. ઉઘરાણી - લેણાંના પ્રશ્નો પતાવી શકશો. તમારા માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લા પડતાં જણાશે. ધંધા-વેપારની નવીન તકો મળે. જીવનસાથીનો પ્રેમ-સહકાર મળે.

મકર (ખ,જ)ઃ તમારા મનની મુરાદ આ સમયમાં ફળે નહીં. તમારા કામમાં ગૂંચવાડો ઊભો થતો જણાય. આર્થિક તકલીફ વધતી જણાય. કૌટુંબિક કારણસર પણ અણધાર્યા ખર્ચ આવે. નોકરિયાતને ઉપરી વર્ગથી સાચવવું. સહકર્મચારી સાથે વાદવિવાદમાં ઉતરવું નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે નવીન તકો ભવિષ્યમાં લાભદાયી થઈ પડશે. મકાન મામલે ધાર્યું થાય નહીં.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં મનનો બોજ ઉતરતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહપૂર્વક બનશે. તમારા જરૂરી ખર્ચ મૂડીરોકાણ અંગે જોઈતી સહાય મેળવી શકશો. કામકાજો અટકે નહીં. ખર્ચને પહોંચી શકશો. યશ-આબરૂ જળવાઈ રહે. ધંધા-વેપારના કાર્યો વિના વિઘ્નોએ પાર કરી શકશો. સફળતા મેળવી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયના ગ્રહયોગ કેટલીક સાનુકૂળ અને નવીન પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગના આડેના અંતરાયો દૂર થતા જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી સંતોષકારક લાભ પ્રાપ્ત થાય નહીં. વધુ મહેનતે ઓછું ફળ મળે. ધારી આવક થાય નહિ. શેર-સટ્ટામાં નુકશાની જણાય. તમારા વ્યવસાયના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે. નવા પરિવર્તનો જણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter